Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Classics Tragedy Inspirational

4  

Pravina Avinash

Classics Tragedy Inspirational

દિલ્હી દૂર નથી !

દિલ્હી દૂર નથી !

3 mins
14K


"સલોની, શા માટે તું હવે પ્રયત્ન છોડતી નથી ! ક્યાં સુધી અથાગ મહેનત કરીશ? બેટા હવે પપ્પાજી નથી, તને લાગે છે તારું શમણું સાકાર થશે?!"

"મમ્મા, તને ખબર છે, આ મારું સ્વપ્ન છે. જો એ સપનું મારું સાકાર નહીં થાય તો મને ખૂબ દુંખ થશે!"

નાનપણથી સલોનીને ડૉક્ટર થવું હતું. બચપનમાં કદી ઢીંગલી સાથે રમી ન હતી. ભલે નાની પણ રમે ડૉક્ટર અને કમ્પાઉન્ડર. જ્યારે ડૉક્ટર જોગલેકર ઘરે આવે ત્યારે બરાબર નિરિક્ષણ કરે. કેવી રીતે ઘા સાફ કરે છે. તાવ માપે ત્યારે થર્મોમોટર મોઢામાં કેવી રીતે મૂકે છે. ગરમ ઉકળતા પાણીમાં તેને ધુએ. નાડી જોવા માટે હાથ ક્યાં મૂકવો. મો્ઢું ખોલાવી ગળામાંથી અવાજ કઢાવે. આ બધાનું ખૂબ બારિકાઈથી નિરીક્ષણ કરતી. તેનો વહાલેરો ભાઈ માત્ર બે વર્ષ મોટો હતો. બહેનીને ખુશ રાખવા કાયમ સલોનીને ડૉકટર બનવા દે. આલોક હોંશે હોંશે કમ્પાઉન્ડર બને.

જ્યાં સુધી પપ્પા હતા ત્યાં સુધી તો બધું સરળતા પૂર્વક ચાલતું હતું. અચાનક ‘દલાલ સ્ટ્રીટ’માં કડાકો થયો ત્યારે ઘણી મોટી ખોટ સહેવી પડી. પપ્પા આ આઘાત સહન ન કરી શક્યા. સલોનીનો ભાઈ એ જ વર્ષે કલેજમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી સારા ગુણાંકે પાસ થયો હતો. તેણે આગળ ભણવાનું છોડી દીધું. વાલકેશ્વરનો ફ્લેટ છોડી પ્રાર્થના સમાજ ચાલીમાં રહેવા આવી ગયાં. ગમે તેમ કરી સલોનીને મેડિકલ સ્કૂલમાં અડ્મિશન તો મળ્યું પણ ચાર વર્ષના ખર્ચા માટે મોટો પ્રશ્ન ઊભો થયો.

સવિતા બહેન, "બેટા મારી પાસેના હીરા, મોતી અને સોનાના દાગિના શું કામમાં આવશે?"

"મમ્મા, એ તારી પૂંજી છે."

"બેટા મારી પૂંજી તો તું અને આલોક છો."

"મમ્મી, ભાભી માટે થોડી યાદગીરી રાખ. મને ભણાવીશ એટલે કન્યાદાન આવી ગયું સમજજે."

સવિતા બહેન દીકરીની સમજ પર વારી ગયાં.

સલોની એ ઘરમાં રહેવાનું નક્કી કર્યું. નસિબદાર હતી, કે.ઈ.એમ.માં એડમિશન મળી ગયું હતું. એ જાણતી હતી,

અરે, દ્રઢતા હશે, અંતરની પ્યાસ હશે તો હિમાલય, ટેકરો અને સમુદ્ર, સરોવર જણાશે !

આ તો તેના અંતરની અભિલાષા હતી. ખૂબ મહેનત કરવાની હતી. જો ક્લાસમાં પહેલી આવે તો સ્કૉલરશીપ મળવાના દ્વાર ખુલ્લા હતા. સલોનીનો ધ્યેય નક્કી હતો. એ દિશામાં ડગ ઉપાડ્યું હતું. ગમે તેવી મુસીબતો આવે તેની તેને જરાપણ ફિકર ન હતી. પહેલું વર્ષ પુરું થયું. ધાર્યા કરતાં પણ વધારે સારું પરિણામ આવ્યું.

"મમ્મી, મને ફુલ સ્કૉલરશિપ મળશે."

"વાહ બેટા, તે જે કહ્યું હતું તે કરી બતાવ્યું."

ચાર વર્ષ ઘરમાં રહીને ભણી. જો ઘરમાં ન રહે અને કોઈને ત્યાં ‘પેઈંગ ગેસ્ટ અથવા હોસ્ટેલમાં’ રહે તો ખર્ચો વધી જાય. સલોની સમજુ તેમજ વ્યવહારૂ હતી. તેણે આ આવડત મમ્મી તરફથી મેળવી હતી. સવિતા બહેન જાણતાં હતાં ત્રેવડ ત્રીજો ભાઈ છે. જેને કારણે સલોની ‘રૂપિયાના ત્રણ અડધા’ લાવે તેવી હતી. પપ્પાના ગયા પછી એ સમજણ અને સામર્થ્ય માં વધારો થાય એ સ્વાભાવિક હતું.

આલોકે સ્નાતક થયા પછી કૉલેજમાં લેક્ચરર તરીકે નોકરી સ્વીકારી હતી. કમપ્યુટર પર આગળ કોર્સ લઈને ભણતો હતો. ઘરની જવાબદારી હતી તેનાથી અજાણ ન હતો.

રવિવારે રાતના શાંતિથી જમતા સલોની કહે, "ભાઈ તું, હું અને મમ્મી દરેકે અલગ અલગ હોદ્દા ગ્રહણ કર્યા છે !" આલોક વિચારે દીદી શું કહે છે.

"બોલ કઈ રીતે?"

"મમ્મી ઘરકામ કરે અને આપણી સંભાળ રાખે એટલે ‘નોકર’. તું ભણાવે એટલે માસ્તર અને હું ભણું એટલે વિદ્યાર્થિ. કેવો સુંદર સુમેળ છે. પણ જ્યારે હું ભણી રહીશ ત્યારે, મમ્મી બનશે રાજરાણી, તેણે કાંઈ નહીં કરવાનું. માત્ર હુકમ કરવાના. હું બનીશ નોકર, ડૉક્ટર થઈ કમાઈશ અને તું બનજે ‘ફુલ ટાઈમ વિદ્યાર્થિ’. તેં મારા ભણતર અને માને મદદ થાય એ કારણે તારી ઈ્ચ્છા પૂરી નથી કરી."

આલોક, સલોનીને પ્રેમાળ નયને નિરખી રહ્યો.

"મારી વહાલી બહેના..." કહી ભેટ્યો. સવિતા બહેનની આંખમાં ઝળઝળિયા જણાયાં. બાળકો જુએ તે પહેલાં આંખો કોરી કરી.

સલોની વિચારી રહી, ‘હવે દિલ્હી દૂર નથી.’


Rate this content
Log in

Similar gujarati story from Classics