Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Others Romance

3  

Irfan Juneja

Others Romance

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૪

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૪

11 mins
14.3K


સોમવારની સવાર થતા જ શાહિદ રાબેતા મુજબની ક્રિયાઓ કરીને તૈયાર થયો. હવે સમય હતો ઓફિસ જવાનો. શાહિદને આજે સોનીને પણ મળવાનું હતું એટલે એ થોડો જલ્દી પહોંચવાનો હતો. ઘડિયાળમાં આઠના ટકોરા સાથે જ શાહિદ ઓફિસે જવા નીકળ્યો. ઓફીસ ની નજીક એક બસ સ્ટોપ પર ઉતરી શાહિદ એ સોનીને ફોન કર્યો.

"હું આવી ગયો તું ક્યાં છે ?"

"હું પણ બસમાંથી ઉતરી, તું કઈ જગ્યા એ છે ?"

શાહિદ એ પોતાની લોકેશન બતાવી અને સોની એ એને કહ્યું કે, પાંચ-દશ મિનિટ ત્યાં રાહ જુવે. લગભગ દશએક મિનિટ પછી સોની પણ ત્યાં આવી. શાહિદ અને સોનીની આ ઓફીસ બહાર પેહલી મુલાકાત હતી. પહેલીવાર બંને એ એકબીજા સાથે રૂબરૂ વાત કરી. સોનીએ હવે ઓફીસ તરફ જવા માટે રજા લીધી. શાહિદ થોડા સમય બાદ ફરીવાર ઓફીસ એ પહોંચ્યો. ત્યાં ન્યૂ જોઈની માટે થતી પ્રોસેસ થઇ અને પછી આખી કંપનીની વિઝીટ કરાવી. ત્યાર બાદ શાહિદને પોતાનું વર્ક લોકેશન બતાવ્યુંને ત્યાં બેસવા કહ્યું.

શાહિદનો આજે પહેલો જ દિવસ હતો એટલે કઈ ખાસ કામ ન હતું. બસ થોડા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાના અને કંપનીના આંતરિક સોફ્ટવેરનો ઉપયોગ સમજવાનો હતો. શાહિદનો પહેલો દિવસ હતો એટલે એને મોબાઇલમાં નેટ પણ ચાલુ નહોતું કર્યું. સોની વારંવાર પોતાનો ફોન ચેક કરતી કે શાહિદ હમણાં એને મેસેજ કરશે પણ એને એમ ન કર્યું.

સાંજના સાત વાગી ગયા. હવે સોની ઓફિસથી નીકળીને શાહિદને કોલ કરવા લાગી. શાહિદ પણ એનો ફોન ઉપાડીને એને કહેલા સ્થાન પર પહોંચ્યો. બંને ત્યાંથી ચાલતા ચાલતા એક ઓટો સ્ટેન્ડ એ પહોંચ્યા. સોનીએ શાહિદને દિવસ દરમિયાન શું કર્યું એ પૂછ્યું અને પહેલા દિવસનો અનુભવ શાહિદએ સોનીને જણાવ્યો. બંને ચહેરાથી ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. બંને ઓટો સ્ટેન્ડ પાસે આવીને ઉભા રહ્યા. વાતોનો દોર હજુપણ ચાલુ જ હતો. જાણે વર્ષો પછી કોઈ મળે એ રીતે આ બંને વાતો કરી રહ્યા હતા.

એક રિક્ષા આવી ને બંને જણ એમાં બેસી બસ સ્ટોપ તરફ જવા રવાના થયા. બસ સ્ટોપ પહોંચી સોનીએ પૈસા આપ્યા. શાહિદ એ આપવાની કોશિસ કરી પણ સોની એ "આ તો રોજ નું રહ્યું.. કાલે તું આપી દેજે.." એમ કહી નામાં જવાબ આપ્યો.

બંને હવે બસની રાહ જોઈ રહ્યા હતા. શાહિદ અને સોની વચ્ચે હવે એક સારી મૈત્રી થઇ ગઈ એવું અનુભવતું હતું. થોડી જ વારમાં બસ આવી. સોનીએ બસમાં પેહલા ચડીને એક વિન્ડો સીટ પાસે બેઠી અને બાજુમાં શાહિદ માટે જગ્યા રાખી. શાહિદ પણ થોડીવારમાં એ સીટ પર આવીને બેઠો.

એક બીજા સાથે ઓફીસમાં દિવસ દરમ્યાન થયેલી ઘટનાઓ વિશે વાત કરી. શાહિદ એની આજુ બાજુમાં બેઠેલા બીજા એમ્પલોયીની વાત કરી રહ્યો હતો અને સોની એમના વિશે શાહિદને વધુ ઊંડાણ થી માહિતી આપી રહી હતી. થોડા જ સમય માં શાહિદનું સ્ટેન્ડ આવ્યુંને શાહિદ હવે સોનીની રજા લઇ બસના આગળના દરવાજા તરફ આગળ વધ્યો. બસ ઉભી રહીને શાહિદ એ નીચે ઉતરી વિન્ડો તરફ જોતા હાથ હલાવીને સોનીને બાય કહ્યું.

શાહિદ રૂમ પર પહોંચીને પેહલા ફ્રેશ થયોને પછી સોની સાથે મેસેજમાં ફરીવાર વાતો કરવા લાગ્યો. સોની પણ લગભગ એકાદ કલાકમાં એના ઘરે પહોંચી ગઈ. સોની એ ઘરે પહોંચતા જ શાહિદને મેસેજમાં જણાવ્યું કે એ ઘરે પહોંચી ગઈ હવે જમીને પછી વાત કરશે.

શાહિદ પણ આજે ખુબ ખુશ દેખાતો હતો. એના બધા રૂમમેંટ આવ્યાને શાહિદએ એમની સાથે ડિનર કર્યું. ત્યાર બાદ એના ઘરે મમ્મી અને પોતાની ફિઆન્સી સાથે વાત કરી. લગભગ રાતના દશ વાગ્યા હશે ને સોનીનો શાહિદને મેસેજ આવ્યો. બંને વચ્ચે ફરીવાતો નો દોર શરૂ થયો.

વાતો વાતોમાં બંને એ એકબીજા વિશે વધુ જાણવાની કોસિસ કરી. એ દિવસે શાહિદના વોટ્સએપ પ્રોફાઇલ પર એનો અને એની ફિઆન્સીનો ફોટો રાખ્યો. સોની એ વાતો કરતા કરતા જ એ નોટિસ કર્યું. એને ફોટો જોઈ પેહલા તો કઈ ના કહ્યું પણ રહેવાયું નઈ એટલે પૂછી જ લીધું.

"આ ફોટામાં તારી સાથે કોણ છે ?"

"એ મારી ફિઆન્સી છે." શાહિદ એ જવાબ આપ્યો.

"ઓહ, તે કહ્યું નઈ ક્યારે કે તારી સગાઇ થઇ ગઈ છે !"

"સોની, તે ક્યારે પૂછ્યું નઈ એટલે મેં કહ્યું નઈ. મને એમ હતું કે આપણે સારા મિત્રો બની જશું એટલે એક બીજા વિશે બધું જાણી લઈશું.."

"ઓકે વાંધો નઈ." સોની એ જવાબ આપ્યો.

સોની હવે થોડી જેલસ થઇ રહી હતી. સોનીને થોડો ગુસ્સો પણ હતો કે આટલા સમયથી વાત કરે છે પણ એની રિલેશનશીપ વિશે ક્યારેય ન જણાવ્યું. સોની એને લાઈક કરવા લાગી હતી. પણ એને ખુદને પણ હજી આ બધું કોમ્પલેક્ષ લાગતું હતું. શાહિદ અને સોની વચ્ચે સંવાદો ચાલુ જ રહ્યા.

"સોની તને વાંધો ન હોય તો એક વાત કહું ?"

"હા બોલ ને , હવે ફોર્માલિટી કેમ કરે છે ?"

"તું મને સવારે જગાડવા કોલ કરીશ ?"

"કેમ ?, તું એલાર્મ મૂકી દેને."

"હા એતો રાખી દઇસ પણ કદાચ ના જગાય તો કોલ કરી દેજે ને."

"હા ઓકે હું કરી દઇસ, બીજું કઈ ?"

"અને તું જે બસમાં આવે છે કાલે હું પણ એમાં જ આવીસ, આપણે સાથે જઇશું"

"ના, તું જેમાં આવે છે એમાં જ આવજે, ત્રીસ મિનિટ વહેલા પહોંચીને શું કામ છે તને ?"

"મને ગમશે તારી સાથે આવવું જો તને વાંધો ન હોય તો.."

"હા ઓકે જેવી તારી મરજી, હું તારા સ્ટેન્ડ એ પહોંચતા પેહલા કોલ કારીશ તું ત્યાં સ્ટેન્ડ પર આવી જજે"

"હા ઓકે સોની, થેંક્યું."

"એમાં શું થેંક્યું. ચાલ હવે મને નીંદર આવે છે કાલે મળીએ."

"હા સોની ચાલ ગુડનાઈટ, સિયા.. ટેકકેર."

"હા ચાલ ગુડનાઇટ, બાય."

"સોની એક વાત કહું મને બાય નહિ કહેવાનું, સિયા સૂન કહેવાનું ?"

"હા ઓકે શાહિદ હવે ચાલ સુઈજા હવેથી ધ્યાન રાખીશ.."

એમ કહી શાહિદ અને સોની એ ખુશહાલ જિંદગીના પેહલા દિવસ ને પૂરો કર્યો. બીજા દિવસ ની સવાર થતા શાહિદ એલાર્મથી જાગી ગયો. પોતાના બેડમાં ઉઠીને બેઠો જ હતોને સોનીનો કોલ આવ્યો.

"હાય! ઉઠી ગયો ? ગુડ મોર્નિંગ.."

"હાય સોની ! હા જો બસ હાલ જ જાગ્યો. ગુડ મોર્નિંગ."

"સારું ચાલ તો હવે તૈયાર થઇજા હું પણ તૈયાર થવા જ જાઉં છું."

"હા ઓકે સોની ચાલ તો મળીએ પછી."

શાહિદ અને સોની હવે તૈયાર થવા લાગ્યા. લગભગ આંઠ વાગે સવારે સોનીનો ફોન આવ્યો. શાહિદએ ફોન ઉપાડ્યો અને સોનીએ એને સ્ટેન્ડ પહોંચવા કહ્યું.

શાહિદ ઝડપથી નીચે ઊતર્યો અને સ્ટેન્ડ પહોંચ્યો એટલા માજ ૯૧૬ નંબરની બસ આવી. બસમાં ખુબ જ ભીડ હતી. શાહિદ પાછળના દરવાજાથી અંદર ઘૂસ્યો. બસ માં ચડતાની સાથે જ એની આંખો સોનીને શોધવા લાગી. એ દરેક સીટમાં જોવા લાગ્યો. બસમાં બેસવાની તો શું પણ ઉભા રહેવાની પણ માંડ જગા મળે એવું હતું. અચાનક આગળથી ત્રીજી લાઈનમાં ડ્રાઈવર સાઈડ એણે સોની જેવી એક છોકરી દેખાઈ. માથાના ખુલ્લા વાળને એમાં એક બટરફ્લાય. એ સોની જ હતી. એની સાદગી જ એની ઓળખ હતી અને શાહિદને પણ મનમાં ક્યાંક ને ક્યાંક એ વધુ ગમવા લાગી હતી. છેલ્લું સ્ટોપ આવ્યું. બંને વારાફરથી નીચે ઉતાર્યા. સુરજની સવારની કિરણો સોનીના ફેસ પર પડી રહી હતી. બ્લેક કલરની કુર્તી અને ખુલ્લા વાળ, હાથમાં એક નાની બેગ જેમાં લંચબોક્સ રાખેલ હતું. સોનીએ શાહિદને જોતા જ સ્માઈલ કરી. શાહિદ પણ એ જોતા જ સ્માઈલ આપી. જાણે એક અનોખી ખુશી અનુભવાતી હતી. શાહિદને એ સ્માઇલમાં કંઇક ખાસ અનુભવાતું હતું. ત્યાં બંને ચાલતા ચાલતા ઓફીસ તરફ નીકળ્યા. બંનેના મનમાં એક પ્રેમ જન્મ લઇ રહ્યો હતો. પણ બંને માંથી એકે પણ પહેલ ના કરી. બસ એ જ રોજિંદી વાતો, ટેકનોલોજીની વાતોને ઓફીસની ગોસિપ જ ચાલતા ચાલતા વાતોનો વિષય રહ્યો.

આજ ક્રિયા રોજ થતી રહી. હવે સમય આવી ગયો હતો ડિસેમ્બરના છેલ્લા સપ્તાહનો. શાહિદ અને સોની ઓફીસમાં તો ક્યારેય રૂબરૂ વાત ન કરતા. પણ ચેટમાં કઈ પણ કામ હોય તો પૂછી લેતા અને મોટે ભાગે ઓફિસની બહાર જ મળતા. સોની એ શાહિદને એ દિવસે ઓફીસથી આવી રાત્રે રોજની જેમ મેસેજ કર્યો.

"હાય, શાહિદ !"

"હાય, સોની કેમ છે ?"

"કઈ નઈ બસ જો હવે જમીને ફ્રી થઇ."

"હા , હું પણ હાલ જ ફ્રી થયો."

"શાહિદ તું ઓફિસની ૩૧ ડીસેમ્બરની પાર્ટીમાં જવાનો છે ?"

"હા, પહેલી પાર્ટી છે એટલે જવું તો પડશે ને."

"હું તો નથી આવવાની. છેલ્લા વર્ષે પણ હું નહોતી ગઈ."

"કેમ ? શું વાંધો છે ?"

"પાર્ટીમાં લેટ થઇ જાય છે એટલે મને કોઈ ડ્રોપ કરવા વાળું ના હોય એટલે હું નથી જતી."

"તને વાંધો ના હોય તો હું તને ડ્રોપ કરી દઈશ."

"હા પણ તારી પાસે પણ કોઈ વાહન નથી."

"હું એક ફ્રેન્ડ છે રૂમ પર એનું એક્ટિવા લઈને આવીશ એ દિવસે, ને તને પણ મૂકી જઈશ જો તને વાંધો ન હોય તો."

"હા , શાહિદ તો હું આવીશ.."

આજે ડિસેમ્બરનો છેલ્લો દિવસ હતો, શાહિદ સાંજે શું પહેરવાનો છે એ સોની સાથે ડિસ્કસ કરી રહ્યો હતો. અંતે એને એક બ્લેક બ્લેઝર, નેવી બ્લુ જીન્સ અને ગ્રે કલરનો શર્ટ પહેરવાનું નક્કી કર્યું. એને ગ્રે શર્ટ અને નેવી બ્લુ જીન્સ પહેરીને સોનીને પીક મોકલ્યો. સોનીએ એને બ્લેઝર સાથેનો પીક મોકલવા કહ્યું. એને બ્લેઝર પહેરી ફરીવાર ફોટો ક્લિક કરીને મોકલ્યો. સોની એ ખુબ જ સરસ લાગે છે એમ કહીને જવાબ આપ્યો. સોનીએ પણ જીન્સ અને બ્લેક એન્ડ વાઈટ ટોપ પહેરવાનું શાહિદને જણાવ્યું. આજે શાહિદ એક્ટિવા લઈને ઓફીસ આવાનો હતો એટલે સોની સાથે બસમાં ના ગયો. સોની બસમાં ને શાહિદ એક્ટિવા લઈને ઓફીસ એ પહોંચ્યા. આખો દિવસ કામમાં પસાર કરી સાંજના છ વાગે બધા પાર્ટી માટે રેડ્ડી થવા લાગ્યા. કોઈ ઓફિસ માજ તો કોઈ નજીક માં રેહતા ફ્રેન્ડની રૂમ પર તૈયાર થવા ગયા. શાહિદ પણ ઓફિસમાં જ બીજા મિત્રો સાથે તૈયાર થયો. સાંજે સાત વાગે બધા નજીકના પાર્ટી માટે બુક કરેલા હોલ પર પહોંચ્યા.

શાહિદ પોતાની ટીમના બોયઝ સાથે એક જગ્યા પર ગોઠવાયો. એની આંખો સોનીને જ શોધી રહી હતી. અચાનક એક નાજુક નમણી છોકરી એને એક દૂર સોફા પર બેસેલી દેખાઈ, વાઈટ કલરનું ટોપ ને ડાર્ક બ્લુ જીન્સ અને આજે થોડી ડિફરન્ટ હેર સ્ટાઇલમાં એ ખુબ જ સુંદર લાગી રહી હતી.

પાર્ટી શરુ થઇ, કંપનીના ડિરેક્ટર એ બધાને સંબોધ્યા અને ત્યાંની એચ.આર. આજે એન્કર બની હતી. મુગ્ધા હવે મેઈન એચ.આર.નો રોલ કરી રહી હતી. અમુક કારણોસર કામિની એ કંપની અચાનક છોડી દીધી હતી. એક પછી એક એક્ટિવિટી થવા લાગી. દરેક ટીમ કંઇક ને કંઇક પરફોર્મ કરી રહી હતી. બધા તાળીઓના ગડગડાટ સાથે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. હવે સમય હતો ડાન્સનો, હોલની લાઇટ્સ હવે ડાન્સબારમાં પરિવર્તી. બ્લુ, પિન્ક અને ગ્રીન લાઇટ્સમાં હવે બધા જ ડાન્સ ફ્લોર પર આવીને ઝૂમી રહ્યા હતા. લગભગ પિસ્તાલીસ મિનિટ ડાન્સ બાદ જાહેરાત થઇ કે હવે બધા પોતાનું ડિનર લઇ લે. ડાન્સ ચાલતો હતો એ દરમિયાન પણ ઘણા લોકો ડિનર લઇ રહ્યા હતા. સોનીએ પણ એ જ દરમિયાન ડિનર લઇ લીધું હતું. શાહિદને ડિનર લેતા સમય એ ક્યાંય સોનીના દેખાઈ. એને સોનીને મેસેજ કરવાનું વિચાર્યું પણ સોનીનો કોઈ રીપ્લાય ન આવ્યો.

શાહિદ ડિનર કરીને બહાર આવ્યો. સોનીને ફોન કર્યો. સોનીએ એનો ફોન કટ કર્યો. શાહિદ ટેન્શનમાં આવી ગયો. એને ફરીવાર ફોન કરવાની કોશિસ કરી સોનીએ એના ફોન ફરીવાર કાપી નાખ્યા. શાહિદ વિચારમાં પડી ગયો કે 'આને અચાનક થયું શું ?' શાહિદ મનોમન વિચારવા લાગ્યો કે 'એને લેટ થઇ ગયું હશે એટલે એ ગુસ્સે થઇ હશે ?' કેટલાય વિચારો કરતા કરતા એને જે બસ સ્ટોપ પરથી રોજે બંને સાથે ઘરે જતા ત્યાં જવાનું નક્કી કર્યું. કદાચ તે ત્યાં વેઇટ કરતી હોય. શાહિદ ત્યાં પહોંચ્યો પણ સોની ત્યાં પણ ના દેખાઈ શાહિદ ત્યાં ઉભા ઉભા લગભગ દશ ફોન કર્યા, સોની એ એનો ફોન ન ઉઠાવ્યો. શાહિદ એક હાથે એક્ટિવા ચલાવતા ચલાવતા આખા રસ્તે કોલ કર્યા સોની એ ફોન ન જ ઉપાડ્યો. શાહિદ પોતાના રૂમ એ પહોંચ્યો. ફરીવાર એને કોશિસ કરી પણ હવે તો હદ જ થઇ ગઈ સોની એ ફોન જ બંધ કરી દીધો. શાહિદની આંખોમાંથી ધડધડ આંસુ નીકળવા લાગ્યા. 'અચાનક આ છોકરી ને શું થયું હશે ? ક્યાં જશે એ આટલી રાતનાં ? એ ઘરે જ ગઈ હશે ને ?' આવા અઢળક સવાલો એના મનમાં ઉમટી રહ્યા શાહિદએ એને વોટ્સઅપ પર પણ ઢગલો મેસેજ કર્યા પણ એનો ફોન જ બંધ હતો એટલે એને એ ડિલિવર પણ ન થયા. શાહિદ પોતાની જાતને કન્ટ્રોલ ન કરી સકતો. એ ત્યાં જ એક્ટિવા પર બેઠા બેઠા સોનીનો કોઈ તો જવાબ આવે એની રાહ જોઈ રહ્યો હતો. લગભગ ત્રીસ મિનિટ આમ જ વીતી ત્યારબાદ વોટ્સઅપ પર મેસેજ ડિલિવર થયા. એ જોતા જ શાહિદ એ ફરી કોલ કર્યો પણ સોની એ કટ કર્યો. અને એનો મેસેજ આવ્યો.

"હું ઘરે પહોંચી ગઈ છું, બસમાં આવી હું, તું હવે મને મેસેજ કે કોલ ના કરતો અને મારો નંબર કાઢી નાખજે."

શાહિદ આ મેસેજ વાંચી અચંબામાં પડી ગયો કે એનાથી શું ભૂલ થઇ ગઈ. એને કઈ પણ કહ્યા વગર આ રીતે સોની કેમ કરી શકે.

"સોની તને પ્રોબ્લેમ શું થઇ એ તો કહી દે એકવાર"

"શાહિદ જો મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, હવે તું મારી સાથે બસમાં પણ ન આવતો મારે મારી ઓફીસમાં બદનામી નથી કરાવી."

"સોની હું આમ પણ તારી સાથે ક્યારેય ઓફીસમાં વાત નથી કરતો. અને તું કહીશ તો બસમાં નઈ આવું પણ બન્યું છે શું એ તો મને કહે."

"કઈ નઈ બસ તું હવે મારા માટે માત્ર એક ઓફીસમાં સાથે કામ કરનાર કલીગ જ છે. હું તારી ફ્રેન્ડ નથી. હવે મહેરબાની કરીને મને મેસેજ કે કોલના કરતો અને મારી સાથે આવતો પણ નહિ કે વાત કરવાની કોશિસ પણ ન કરતો. હું હવે તારી સાથે કોઈપણ સંબંધ રાખવા નથી માંગતી."

શાહિદ આ સાંભળી ધ્રુસકે મેં ધ્રુસકે રડવા લાગ્યો. મનોમન કેહવા લાગ્યો કે 'મારી ભૂલ શું હતી એ તો મને એકવાર જણાવી હતી. કેમ મારી સાથે આમ કર્યું હશે !'

"સોની હવે તું કહે છે તો હું તું કહીશ એમ જ રહીશ, ના તારી સાથે આવીશ કે ના તને કોલ કે મેસેજ કરીશ અને તું મને ફ્રેન્ડ ના માને તો એક કલીગની જેમ જ વર્તીશ. તેમ છતાં તને કઈ પ્રોબ્લેમ હોય તો હું જ કંપની છોડીને ચાલ્યો જઇશ કોઈ બીજી કંપનીમાં , આ મારો છેલ્લો મેસેજ છે હવેથી તને કોઈ મેસેજ નઈ કરું."

"હું પણ કંપની છોડી દઈશ મારે નથી કરવી જોબ, હું મારા ઘરે જામનગર જતી રઈશ." સોની એ જવાબ આપ્યો.

"ના તું એવું કઈ નઈ કરે, તને મારા સમ છે."

એમ કરતા જ બંને વચ્ચે વાતોનો અંત આવ્યો. પણ શાહિદ આજે સુઈ ન સક્યો. ખુબ વિચારો કરતો રહ્યો કે એની આ દોસ્તીને કોની નજર લાગી ગઈ. એવું તો શું બન્યું કે સોનીએ એક જ પળમાં આટલા સમયની ગાઢ મૈત્રીને ચકના ચૂર કરી નાખી. કાલ સવારેએ કેમ કરીને ઓફીસ જશે, કેવી રીતે સોનીને એ ફેસ કરશે. આજ રીતે વિચારીને એ ખુબ રડ્યો. એની આંખો લાલ થઇ ગઈ હતી ને જાણે એની જિંદગી જ થોભી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.


Rate this content
Log in