Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mana Vyas

Inspirational Classics Tragedy

2.6  

Mana Vyas

Inspirational Classics Tragedy

કોશિશ

કોશિશ

3 mins
14K


"સુષુપ્ત મનને વારંવાર આદેશ આપવાથી તેની પાસે ધાર્યું કરાવી શકાય છે..." કોમામાં રહેલા દર્દીમાં જિજીવિષા ઉત્પન્ન કરી સાજો કરી શકાય. ડિપ્રેશનમાં સરી ગયેલી વ્યક્તિને ફરીથી ઉત્સાહિત કરી શકાય. "

અલીશા સાંભળી રહી. અલીશાને માઇન્ડ કંટ્રોલ અને હિપ્નોટિસમાં ખૂબ જ રસ પડતો. એટલેજ એ આજે પ્રદિપકુમારનો "પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ"નો 'ટોક શો' સાંભળવા આવી હતી. પ્રદીપ કુમારે ઘણા પ્રયોગ કરી બતાવ્યા અને પ્રશ્નોના જવાબ પણ આપ્યા.

અલીશા ઘરે પરત આવતા આજના 'ટોક શો'ના વિચારમાં હતી. એના મનમાં ગડમથલ ચાલી રહી હતી. બેલ મારતાં, કંઇક વારે બડબડ કરતાં મમ્મી એ બારણું ખોલ્યું. હંમેશની જેમ એ થાકેલી, હારેલી અને કંટાળેલી હતી. બિચારીને ખૂબ જ કામ રહેતું. રસોઈ, ઘરકામ, માર્કેટ, સગાંવહાલાં... અને ધનીફોઇ.

મુંબઈ જેવા શહેરમાં નાના મિડલક્લાસ ઘરમાં એક પણ વધારાનું જણ આવી ચડે ત્યારે એ અળખામણું થઇ પડે.

ધનીફોઇ પણ એવાં જ હતાં. આમ તો પપ્પાના સગાં બહેન. વળી મોટાં... જન્મથી નસીબ ટૂંકું... આમે બહુ ઘાટઘુટ વગરનાં ને એમાં નાનપણમાં કોઇ જમણવારમાં મહારાજથી ગરમ ભજિયાની ઝારી છટકીને કુતુહલથી જોતી ધનીના શરીર પર પડી. આંખો તો બચી પણ શરીર પર ઠેરઠેર દાઝ્યાના ફફોલા ઉઠ્યા. જે આજીવન કુરુપતાના ચિન્હ બની રહ્યા. મા બાપે ક્યાંકથી ગરજુ રાંક મુરતિયા સાથે ધનીફોઇનું ગોઠવી દીધું પણ કમનસીબી અને કુરુપતાએ એમને કઠોર અને રુક્ષ બનાવી દીધાં હતાં. સાસરામાં એ રોજના કંકાસ અને કજિયાથી કંટાળી છેવટે પિયરે પાછાં મોકલી દેવાયાં. મા બાપ જીવ્યા ત્યાં સુધી ઠીક હતું. પછી ભાઇઓને ત્યાં વારાફરતી રહે એમ ગોઠવણ કરવામાં આવી.

ત્રણ ભાઇઓમાં દિનેશભાઇ એટલે કે અલિશાના પપ્પા જરા સંવેદનશીલ, મૃદુ સ્વભાવના... એટલે બહેનના અળવીતરા સ્વભાવને મોટા મન સાથે સાંખી લે. ઘણીવાર ધનીફોઇની બીજા ભાઇ ભાભીની કુથલીથી વિચલિત થવાને બદલે "હશે હવે..." કહી વાતને વાળી લે.

"આપણાં શ્વાસ જેટલા હોય એટલું આયુષ્ય ભોગવવું જ પડે..." એમ દિનેશભાઇ કહેતા. ધનીફોઇ ચાલતા હરતા ફરતા હતા ત્યાં સુધી ઠીક હતું પણ આઠ મહિના પહેલાં બાથરુમમાં કપડાં ધોતાં સાબુના પાણીમાં સરી પડ્યાં. પગ અને થાપામાં ફ્રેકચર થયું પણ માથામાં મૂઢ માર વાગવાથી કોમામાં જતાં રહ્યાં. ચાલીસ દિવસ હોસ્પિટલમાં રહી ઘરે આવ્યાં. જરા ચણભણ સાથે ભાઇઓએ બિલના પૈસા ભરવામાં મદદ કરી પણ "તમારે ત્યાં પડી ગયા એટલે તમારે રાખવા..." આમે દિનેશ ભાઇ ઢીલા એટલે હામી ભરી દીધી પણ જ્યારે ધનીફોઇની ચાકરી કરવાની આવી ત્યારે સૌને એમના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો...

અલિશાને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ધનીફોઇની બાજુમાં બેસી જીવન પ્રેરક આદેશો આપતી. "ધનીફોઇ હોશમાં આવો. જુવો તમને તમારો ભાઈ બોલાવે છે." "ફોઇ આપણે અંબાજી ફરવા જશું..." "ફોઇ જુઓ આજે તમારી મનગમતી પુરણપોળી બનાવી છે..." પણ ધનીફોઇ પર કોઇ અસર પડતી નહીં.

ઘણાં મહિનાઓ પછી પણ ધનીફોઇની સ્થિતિ સુધરતી જણાઇ નહીં. ડોક્ટર કહેતા. "આવા કેસીસમાં મહિના કે પછી વર્ષો પણ નીકળી શકે."

ઘણીવાર અલીશા હિંમત હારી જતી પણ મમ્મીને કામ સાથે ઝૂઝતી જોઇને ફરીથી એમની પાસે બેસીને જિજીવિષા વધારવાનો પ્રયત્ન કરતી.

ગુડીપડવા નિમિત્તે આજે ઘરમાં પુરણપોળી બની હતી. ધનીફોઇને તો ફક્ત પ્રવાહી ગળામાં રેડવાનું. પણ અલીશા પુરણપોળી છેક એમના નાક પાસે લાવીને કહેવા લાગી. "ચાલો ફોઇ જલદી ઊભાં થઈ જાવ... પુરણપોળી ખાવા..." ઝટ્ કરતો અલીશાને ઝટકો લાગ્યો... ફોઇએ એનો હાથ પકડી લીધો હતો.

થોડા દિવસ પછી ફોઇને સંપૂર્ણ હોશ આવ્યો અને જરા જરા વાતો પણ કરવા લાગ્યાં... પંદર દિવસ પછી ગામથી બે માણસો આવ્યા એમાનો એક વકીલ હતો.

ધની ફોઇના પતિ મરતાં પહેલાં બસો વિંઘા જમીન એમના નામે કરતા ગયાં... હવે ફોઇની સહીની જરુર હતી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational