Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Inspirational Romance

3  

Irfan Juneja

Inspirational Romance

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - ૭

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - ૭

11 mins
14.9K


શાહિદ રૂમ પહોંચીને પણ હજી એ એનર્જીને મહેસુસ કરી રહ્યો હતો. આજે સોની પણ થોડી શરમાઈ ગઈ હતી એટલે એને મેસેજ ન કર્યો. શાહિદએ સામેથી મેસેજ કરીને વાત કરવાની કોશિસ કરી. સોની "હા.. હમમમ... ઠીક.... ના... નથી..." એમજ ટૂંકાણમાં જવાબો આપવા લાગી.

ધીરેધીરે દિવસો વીતતા ગયા. સોનીનો બર્થ ડે નજીક હતો. શાહિદ એના બર્થ ડેને કંઈક સ્પેસિઅલ બનાવા વિચાર કરતો હતો. પણ શાહિદને અમુક કારણોસર સમય ન મળ્યો. સોનીના બર્થ ડે પર રાત્રે બાર કલાકે શાહિદએ ફોન કર્યો. પણ સોની એ ફોન કટ કર્યો. શાહિદએ વોટ્સઅપમાં એને વિશે કર્યું. સવાર થતા શાહિદ સોનીના ફોન ની રાહ જોવા લાગ્યો પણ સોની આજે એને ફોન ન કર્યો ને સીધી ઓફીસ એ ચાલી ગઈ. શાહિદના પૂછવા પર એને કહ્યું કે એને યાદ ન રહ્યું. શાહિદ ખુબ દુઃખી થયો કે એના જન્મદિવસ પર પણ એ એને સવારે મળી ન શક્યો કે રાત્રે વાત પણ ન કરી સક્યો.

દિવસ દરમિયાન ઓફીસમાં જ એને સોનીને વિશ કર્યું. પણ એ એક ફોર્માલિટી જેવું લાગ્યું. એમાં જે અંગત લાગણી હતી એ ન વર્તાઈ. પોતાની ટીમ સાથે શાહિદ સોની માટે કેક લેવા પહોંચ્યો. ઓફીસમાં એક રિવાજ હતો કે જન્મદિવસે ટીમમેટ કેક લાવે. શાહિદને મન તો ઘણું થતું કે સોની માટે એની ફેવરિટ મોન્જિનિસની કેક લાવે પણ ટીમ એ ડેનગીડમ્બસમાંથી લેવાનો વિચાર કર્યો. સાંજ પડી ઓફીસના ટેરેસ પર બધા ટીમમેટ ગોઠવાયા. કેક પર કેન્ડલ લગાવીને રાખી. સોની આવી એના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. હળવેથી એને કેન્ડલ ફૂંક મારીને ઓળવી. બધા તાળીઓના ગડગાડાટ સાથે હેપી બર્થ ડે સોન્ગ સાથે વિશ કર્યું. કેક ખાઈને બધા છુટા પડ્યા ને પોતાના ઘર તરફ જવા રવાના થયા.

શાહિદ અને સોની પણ બસમાં બેસી રવાના થયા. શાહિદ સોનીથી આજે નારાજ લાગતો હતો. સોની એ કહ્યું એ સાચે ભૂલી ગઈ પણ શાહિદ માનવા તૈયાર ન હતો. આજે એ વાત કર્યા વગર જ ક્રોસિંગ પર ઉતરી ગયો. સોની પણ ચિંતામાં આવી ગઈ એ શાહિદના બસ સ્ટેન્ડ પર ઉતરી ગઈ. શાહિદએ એને જોઈ. મનમાં એ ખુશ થયો કે એ રોકાઈ તો ખરી. સોની નજીક આવી પણ શાહિદ એ એવું જ વર્તન કર્યું કે એ નારાજ છે. સોની બોલી

"હવે તો કંઈક બોલ શું થયું.."

"મારે વાત નથી કરવી તું જતી રે.. બીજી બસ હમણાં આવશે.."

"ના હું નઈ જાઉં. અને તે મને ગિફ્ટ પણ નથી આપી આજે..."

"મારી પાસે કોઈ ગિફ્ટ નથી તું જતી રે..."

આમ જ સંવાદો ચાલ્યાને અંતે શાહિદના ફેસ પર સ્માઈલ આવી ગઈ. સોની સમજી ગઈ કે એ નાટક કરે છે. એટલે એ બોલી

"ઓકે તો હું જાઉં છું..."

શાહિદ એ એટલું સાંભળતા જ એનો હાથ પકડ્યો અને એને ત્યાં જ રોકી. સોની પણ એની સામે જોઈ હસવા લાગી. શાહિદએ એને સાથે ડિનર કરવા કહ્યું પણ સોનીના ઘરે એના પિતરાઈ ભાઈ-બહેનો એ કંઈક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે એવું જણાવ્યું ને વારંવાર એમના ફોન પણ આવતા હતા. પછી શાહિદએ એને કહ્યું કે આજે એ એને મુકવા આવશે જેથી એની સાથે સમય પસાર કરી શકે. સોની એ હા પાડી અને બંને ત્યાંથી રવાના થયા. રસ્તામાં એક આઈસ્ક્રીમની શોપ પર શાહિદએ ગાડી રોકી. સોની પૂછવા લાગી કે એને 'કેમ રોકી' પણ શાહિદ એ એને કહ્યું 'ડીનર ના કરે તો કઈ નહિ પણ આઈસ્ક્રીમ તો ખાવું જ પડશે.'

શાહિદ અને સોની એ શોપ માં બેસી મિક્સ ફ્રુટ વાળું આઈસ્ક્રીમ ખાધું. અને બહુ બાહી વાતો કરી.

ત્યાંથી પછી શાહિદ એને મૂકીને ઘરે આવ્યો. શાહિદને મનમાં અફસોસ હતો કે એ સોનીના બર્થ ડે પર કઈ ખાસ ન કરી સક્યો. પણ આવતા બર્થ ડે પર એ કોઈક સરપ્રાઈઝ પ્લાન જરૂર કરશે.

થોડા દિવસો આમ જ પસાર થયા. એક પ્રોજેક્ટના કારણે કંપની એ શાહિદને ઓનસાઇટ મોકલવાનું નક્કી કર્યું. એ દિવસે શાહિદને ઓફીસ લેટ સુધી રોકાવું પડ્યું. સોનીને મળી પણ ન સક્યો. શાહિદને ઓનસાઇટ જવાનું હોવાથી હવે રોજ મળતા એ પણ બંધ થવાનું હતું. અંદરથી શાહિદ દુઃખી હતો કે હવે તો સોની એને જોવા પણ નહિ મળે.

શાહિદ અલગ રૂટમાં અને સોની પણ અલગ રૂટમાં ઓફીસ જવા લાગ્યા. શાહિદ સોનીને જોઈ ન સકતો. બસ ફોનમાં વાત થતી. થોડા દિવસો પછી શાહિદએ વિચાર્યું કે એ સાંજે સોનીની ઓફીસ નજીકના બસ સ્ટેન્ડએ રાહ જોશે અને સાથે જશે. શાહિદ પોતાના લોકેસનથી ત્યાં આવતો અને એકાદ કલાક રાહ જોતો અને બંને જાણ સાથે જતા. અચાનક શાહિદની તબિયત ખરાબ થઇને એને ઓપેન્ડીક્સ નું ઓપરેશન કરાવવું પડ્યું.

હવે તો શાહિદ એનાથી રેહવા પણ દૂર જતો રહ્યો. ઓપરેશનના કારણે એ પીજીમાં રહી શકે એમ ન હતો. સમય વીતતો ગયો. સોનીને શાહિદની ખુબ યાદ આવવા લાગી. એ શાહિદને જીદ કરવા લાગી કે એનું કામ પતાવી એ સોનીને મળવા અને મુકવા આવે.

શાહિદના ઓપરેશનને બહુ સમય ન થયો હતો પણ સોનીની જીદના કારણે એ એને મળવા અને ઘર સુધી મુકવા ઘણીવાર જતો. શાહિદને તાજા ઓપરેશનના કારણે પેટમાં પીડા અનુભવાતી પણ એ સોની માટે ના ન કહેતો.

એ પ્રોજેક્ટ પતાવીને શાહિદ ફરીવાર ઓફીસ એ આવી ગયો. સોની એ જાણી ને ખુશ થઇ પણ શાહિદ હવે પીજી છોડીને એના મમ્મી પપ્પા સાથે ઘરે રેહવા લાગ્યો. બંનેના ઘર અલગ હતા એટલે ઓફીસ જવા માટે અલગ રસ્તાઓ પરથી જ આવવું પડતું. સોની શાહિદને કેહવા લાગી

"શાહિદ હવે આપણાં એ દિવસો ક્યારેય પાછા નઈ આવે ?.."

"હા સોની આપણે મળીએ તો છીયે પણ એ દિવસો તો પાછા નઈ જ આવે.."

સોની થોડી ઉદાસ થઇ અને બંને હવે ખુબ ઓછું મળતા પણ એ મળવાની કમીને પુરી કરવા ફોન. પર વાતો કરી લેતા. એક દિવસ ફોન પર વાતો કરતા કરતા સોની ભાવુક બની..

"શાહિદ તું મારી આટલી નજીક છે. હું જાણું છું કે તારી સગાઇ થઇ છે, અને ટૂંક સમયમાં તું લગ્ન કરી લઈશ.. પણ તું હંમેશા મારા સંપર્કમાં તો રહીશ ને..."

"હા સોની હું જાણું છું કે અઘરું હશે એ સમય જયારે મારા લગ્ન થઇ જશે. આપણું મળવું મુશ્કેલ હશે પણ હું હંમેશા સંપર્કમાં રહીશ અને હું ન આવી શકુ તો કોઈ બીજાની મદદ થી પણ તારું કામ કરાવી આપીશ.."

"હું જાણું છું શાહિદ કે તું બીજાનો થવાનો છે. પણ તું હંમેશા મારા મનમાં રહીશ અને આપણે હંમેશા સારો મિત્રો બનીને જીવીશું. "

"હા સોની હું પુરી કોશિશ કરીશ.."

લગભગ એકાદ મહિના પછી ફરીવાર કંપની એ શાહિદને યુ.એસ. મોકલવાનો પ્લાન કર્યો. શાહિદના લગ્ન નજીક હતા પણ શાહિદને ખબર હતી કે આ પ્રોજેક્ટ માટે બીજું કોઈ જઈ શકે એમ નથી. શાહિદએ જાવા માટે હા પાડી. સોની થોડી ખુશ હતી કે શાહિદને સારી તક મળી રહી છે. અને દુઃખી પણ કે એના લગ્નને ત્રણ મહિના બાકી છે અને એમાં પણ શાહિદ બે મહિના યુ.એસ. જશે અને પછી આવીને લગ્નની તૈયારીમાં વ્યસ્ત. એની પાસે લગ્ન પેહલાના સમયને એ સોની સાથે પસાર નઈ કરી સકે.

શાહિદનો વિઝા, ટિકિટ આવી ગયા. શાહિદ કામમાં એટલો વ્યસ્ત હતો કે એ સોનીને જતા પહેલા એકલામાં મળી શકે એમ પણ ન હતો. ઓફીસથી એક કોલ આવ્યો કે ક્લાયન્ટના જરૂરી કાગળ સાથે લઇ જવાના છે. સોની એ દિવસે શનિવાર હતો પણ કામ વધારે હોવાથી ઓફીસ હતી. શાહિદને મોકો મળ્યો એને જતા પહેલા જોવાનો. શાહિદ ઓફીસથી જરૂરી કાગળ લઇને જાવના ડેવલપમેન્ટ સેન્ટર એ પહોંચ્યો ત્યાં સોની સાથે બીજા એમ્પલોયી પણ હતા એટલે એને ફોર્મલ જ વાત કરી. પણ એ ખુશ હતો કે જતા પહેલા એ સોની ને જોઈ શક્યો.

શાહિદનો જવાનો દિવસ આવ્યો. સોની સાથે ફોન પર વાત કરી કે એ રાત્રે નીકળશે અને બે મહિના પછી આવશે. સોની થોડી ઉદાસ લાગી રહી હતી. શાહિદ રાત્રે એરપોર્ટ પહોંચ્યો. બોર્ડિંગ પાસ લઇ એમિગ્રેશન કરાવીને પોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હતો. રાતના ત્રણ વાગ્યા હતા. સોની પણ સુઈ ગઈ હશે એમ જાણી એને કોલ ન કર્યો. તે ફ્લાઇટમાં બેસી અબુ ધાબી અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટમાં યુ.એસ. પહોંચ્યો.

યુ.એસ. પહોંચી ક્લાયન્ટએ બુક કરેલ હોટેલમાં રોકાયો. લાંબી મુસાફરીથી થાકેલા શાહિદ એ ઘરે ફોન કરીને ફ્રેશ થઇ ને સુઈ ગયો. ટાઈમ ઝોન ચેન્જ હોવાથી શાહિદ અને સોની અલગ સમય એ વાત કરતા. સાંજ ના આંઠ કલાકે સોની સાથે વાત થતી. શાહિદને સવારે ત્યાં એ સમયે ૯:૩૦ વાગતા.

બંને ક્યારેક સ્કાયપે તો ક્યારેક વોટ્સઅપ કોલ કરતા. શાહિદ ત્યાંની જગ્યાઓ, કામ વિશે સોનીને જણાવતો અને ક્યારેક બંને સાથે વિતાવેલા સમયને યાદ કરી લેતા. ક્યારેક સોની શાહિદ હવે પહેલાની જેમ નહિ મળી શકે કે વાત કરી શકે એવી ચિંતા વ્યક્ત કરી દેતી. આમ જ બે મહિના પસાર થઇ ગયા. શાહિદ યુ.એસ.થી રીટર્ન આવ્યો. એ સોની માટે એક નાનકડી ગિફ્ટ લાવ્યો હતો.

સોનીને આવીને મળ્યો. બંને એ આખો દિવસ સાથે જ પસાર કર્યો અને શાહિદ એ પેન્ડલ ચેન જે એ સોની માટે લાવ્યો હતો એ એને આપ્યું. સોનીને એ ખુબ જ ગમ્યું. પછી થોડા જ દિવસમાં શાહિદ કંપનીમાંથી લિવ લઈને લગ્ન માટે રજા પર ઉતાર્યો. સોનીને એ દરેક વાત જણાવતો પણ હવે મળવાનો કોઈ મોકો ન મળતો. એ દિવસો દરમિયાન શાહિદ સોની સાથે એક બે વાર શોપિંગ કરવા ગયો જેથી એ એને મળી શકે.

લગ્નના એક અઠવાડિયા પહેલા શાહિદને થયું કે એ સોની સાથે થોડી અનમોલ પળ માણી લે એટલે એ સોનીને ડીનર માટે કહ્યું. સોનીએ પેહલા તો ના પાડી કે તારે ખુબ કામ હશે પણ શાહિદની જીદ માટે એ માની ગઈ.

શાહિદ સોનીને લઇને એ દિવસે કેન્ડલ લાઈટ ડીનર વળી જગ્યાએ પહોંચ્યો. સોની આ સરપ્રાઈઝ મેળવી ખુબ ખુશ થઇ. ડીનર કરતા કરતા પોતે સાથે વિતાવેલા એ બે વર્ષને વાગોળ્યા. બંનેની આંખો ભીની થઇ ગઈ હતી.

"શાહિદ જો હવે હું તારી હંમેશા મિત્ર બનીને રહીશ. તારે તારી પત્નીને જ વધુ સમય આપવાનો. એને ક્યારેય પ્રોબ્લેમ થાય તો તું વાત ન કરતો. પણ તું ખુશ રહીશ એમાં જ મારી ખુશી છે..."

"હા સોની હું જેમ તું કઇશ એમ જ કરીશ પણ તને જયારે પણ મારી જરૂર પડે તું મને હંમેશા જણાવજે.."

બને એક બીજા સાથે મન ભરીને વાતો કરી ત્યાંથી સોનીના ઘરે પહોંચ્યા. સોનીને મૂકી શાહિદ થોડો ભાવુક બન્યો અને ત્યાંથી સોની સામે રડી ન શકે એટલે ઝડપથી નીકળી ગયો. રસ્તામાં એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. એ પોતાને જાતે જ શાંત કરીને પછી ઘરે ગયો.

શાહિદના લગ્નનો દિવસ આવ્યો. સોની પોતાના રૂમ પર હતી. કહું ઉદાસ અને શાહિદ સાથે વિતાવેલી યાદોને યાદ કરી ખુબ રડી. પણ સોની જાણતી જ હતી કે શાહિદ પહેલેથી જ બીજાનો હતો. એને પોતાની જાતને જેમ તેમ કરીને મનાવી. જાતે જ શાંત થઇ. ખુબ હિંમત કરીને એ શાહિદના લગ્ન માં પહોંચી, શાહિદને લગ્નના વસ્ત્રોમાં જોઈ એ ખુશ હતી અને અંદરથી થોડી દુઃખી પણ કે એને શાહિદ જીવનમાં હમસફર તરીકે ન મળ્યો. શાહિદને એ સ્ટેજ પર અભિનંદન આપવા પોતાની ટીમ સાથે પહોંચી. શાહિદ પણ સોનીનો ચહેરો જ જોઈ રહ્યો. પણ એની પાસે શબ્દો ન હતા.

દિવસો પસાર થયા લગ્ન બાદ શાહિદ પણ ઓફીસ આવવા લાગ્યો. સોની સાથે ક્યારેક મુલાકાત થઇ જતીને બંને નોર્મલ વાતો કરી લેતા. પણ હવે શાહિદ અને સોની સમજી ગયા હતા કે બંને સારા મિત્રો રહે એમાં જ બંનેની ભલાઈ છે. શાહિદને સોનીની ચિંતા થતી પણ સોની કહેતી હવે હું નોર્મલ છું તું હવે મારી ચિંતા કરવાનું રેહવા દે અને જીવનમાં આગળ વધ.

શાહિદ એ આ દિવસો દરમિયાન પોતાની અને સોનીની વાતો એની પત્નીને જણાવી. પેહલા તો એ થોડી ગુસ્સે થઇ પણ પછી શાહિદએ એના પર મુકેલા વિશ્વાસને એ સમજી ગઈ અને એને શાહિદને કહ્યું કે 'સોની ને તમારી જરૂર પડે ત્યારે જજો એને કઈ જ વાંધો નથી. અને એ પણ બંને ની સાથે આવશે જો વાંધો ન હોય.' શાહિદ આ જાણીને ખુશ થયો ને એની પત્નીનું માન એના મનમાં વધી ગયું.

સોનીને પણ એક સિંગાપુર રેહતા છોકરો મળી ગયો. એના પણ લગ્ન નક્કી થઇ ગયા. સોનીના લગ્ન ની શોપિંગ કરવા શાહિદ અને એની પત્ની ક્યારેક સાથે જતા. સોની પણ ખુશ હતી કે શાહિદને સમજદાર પત્ની મળી.

સોની લગ્ન કરીને સિંગાપુર શિફ્ટ થઇ ગઈ. હવે ક્યારેક સોની શાહિદ અને તેની પત્ની સાથે ફોન પર વાત કરી લેતા. સોનીએ પણ સમય જતા એના પતિને એના મિત્ર શાહિદ વિશે જણાવ્યું. સોનીનો પતિ પણ સમજદાર અને બ્રોડમાંઈન્ડેડ હતો એટલે એને સોનીની વાત સારી રીતે સમજી.

સોની એના પતિ અને શાહિદ અને એની પત્ની હવે સારા મિત્રો બની ગયા. શાહિદની ઘરે એક દીકરીનો જન્મ થયો અને જાણે એ દીકરીમાં એને એક સોની જેવી જ એંજલ દેખાઈ. એક - બે વર્ષમાં સોની ઇન્ડિયા આવે તો શાહિદ એની પત્ની અને એની નાની દીકરીને મળી લે છે. અને ક્યારેક શાહિદ પણ એની પત્ની અને દીકરી સાથે સોનીને મળવા સિંગાપુર જાય આવે છે.

અસ્તુ.

સાર:

જીવનમાં મિત્રતાથી મોટો કોઈ સંબંધ નથી. જીવનમાં તમે કોઈને ચાહો એનો મતલબ એ નહિ કે એ તમને જીવનસાથી તરીકે મલે જ. તમે જે વ્યક્તિને જીવનમાં મહત્વ આપ્યું એના સંપર્કમાં રેહવું જ મોટી વાત હોય છે. આજના યુવાધન પ્રેમને પામવું એટલે એ વ્યક્તિ સાથે લગ્ન કરવા એમ જ માને છે. પણ શાહિદ અને સોનીના આ પાત્રો દ્વારા અહીં પ્રેમને કેવી રીતે એક ગાઢ મૈત્રીમાં પરિવર્તિત કરવું એ દર્શાવ્યું.

આભાર:

આપ સૌ વાચક મિત્રો અને સ્ટોરીમીરરનો હું ખુબ આભારી છું કે મને અહીં મારી વાત રજુ કરવાનો મોકો મળ્યો. હું મારા વિચારો આપ સમક્ષ રજુ કરી શક્યો. અને દરેક વાચક મિત્રો એ ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો એ માટે હું આપ સૌ નો ખુબ જ આભારી છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational