Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

માલામાલ

માલામાલ

3 mins
7.3K


કેતને ઘણા વર્ષો ભારતમાં ગાળ્યા હતાં. બાળપણ મુંબઈમાં ગુજાર્યું હતું.

આજે અમેરિકા આવ્યે દસ વર્ષ થયા પણ તે સુહાની યાદો ઘણીવાર

પંપાળતો. પપ્પા અને મમ્મી સુંદર રીતે અહીની જીંદગીમાં ગોઠવાયા

હતાં. નાની ક્રિના મેળવી ખૂબ ખુશ હતો. કેતન તેનાથી દસ વર્ષ મોટો

હતો. નાની બહેન તેને બહુ વહાલી હતી. કેતનને કારણે ક્રિનાને બહુ ‘ડે

કેર’માં જવું પડ્યું ન હતું. કેતનને ડોક્ટર થવું હતું. ખૂબ મહેનત કરી

સારા રિપોર્ટકાર્ડ લીધે ‘જોહન હોપકિન્સમાં’ ગયો. વન ઓફ ધ બેસ્ટ

મેડિકલ સ્કૂલ ઈન અમેરિકા.

મહેનતનું ફળ માગ્યા વગર જો ક્યાંય પણ મળતું હોય તો તે આ દેશમાં

આસાનીથી પ્રાપ્ત થાય છે. કેતન સંપૂર્ણ વાકેફગાર હતો. બાકી તેના

માતા અને પિતા તેને ભણવા ‘જ્હોન હૉપકિન્સમાં’ મોકલે તે કદી સંભવ

ન હતું. બી.એસ. થયો ત્યારે યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો હતો. તેનો એમ.કેટ.

નો સ્કોર ધી બેસ્ટ હોવાને કારણે સામેથી આમંત્રણ મળ્યું. ઘરના સહુ ખુશ હોય

તેમાં બેમત નથી. ફુલ સ્કૉલરશીપ મેળવવા ભાગ્યશાળી બન્યો. કેતને ત્યાંની રિસર્ચ

લેબમાં પાર્ટ ટાઈમ જોબ માટે એપ્લાય કર્યું હતું. તે મળવાની પાકી ખાત્રી હતી.

ક્રિનાને ભાઈ જશે તેનો ગમ હતો. ભાઈના માર્ગદર્શન નીચે તે પણ સારી

પ્રગતિ સાધી રહી હતી. કેતનના પપ્પા અને મમ્મી વધારે મહેનત કરી

બાળકોના ભવિષ્ય માટે સજાગ રહેતા. તેમને ખબર હતી બાળકોનું ભવિષ્ય

ઉજળું હશે તો તેમની અમેરિકા આવ્યાની મહેનત લેખે લાગશે.

પહેલું વર્ષ સારું પસાર થયું. બીજા વર્ષમાં કેતનનો વિકાસ પાછો પડ્યો.

તેને ચિંતા થઈ. જો આમ થશે તો સ્કોલરશીપ બંધ થઈ જશે. કેતનની

હાલત એવી હતી કે ‘કહી શકતો નહી અને સહી શકતો નહી.' આ સ્કૂલમા

ખૂબ પૈસાવાળાના નબીરા આવતા. તેમની ‘બુલી’ કેતનને ખૂબ પરેશાન

કરતી. કેતન ખૂબ સાવચેત રહેતો. ‘સ્પોઈલ બ્રેટ વર જસ્ટ હરાસિંગ હિમ’.

કેતન ગાંજ્યો જાય તેવો નહતો. એકલો હોવાને કારણે પાછો પડતો.

બને ત્યાં સુધી એવા તત્વોથી દૂર રહેતો. પણ ‘પાણીમાં રહેવું અને

મગર સાથે વેર?' કેતન અંદરથી ખૂબ ઘવાતો. માબાપ આમાં કાંઇ

પણ કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હતા. આ લડાઈ તેણે ખુદ લડવી

પડે તેવી હતી. નાના બાળકની જેમ પ્રિન્સિપાલ પાસે જવું ન હતું.

તેની સાથે ક્લાસમાં સાથે ‘જ્યોર્જી’ હતી. તે આ બધું જોતી. કનડગતને કારણે

કેતન બહુ ફ્રેંડલી કોઈની સાથે ન હતો. એક વખત કાફેટેરિયામાં કેતન લંચ ખાઈ

રહ્યો હતો.

‘કેન આઈ સિટ વિથ યુ ફોર લંચ’? કેતને હકારમાં માથું હલાવ્યું. શ્યોર, જ્યોર્જી

બેઠી અને મધુર સ્મિત મોઢા પર રેલાવ્યું. લંચ ખાઈને બંને છૂટા પડવા જતા

હતાં.

‘લેટ્સ ગો અને સીટ અન્ડર ધ ટ્રી ફોર અ વ્હાઈલ. વી હેવ નો ક્લાસ ફોર

ટુ આવર્સ.'

કેતન ના ન કહી શક્યો. બંને જણા ઝાડ નીચે ગોઠવાયા. અચાનક જ્યોર્જી બોલી

‘કેતન આઈ નો વૉટ ઈઝ હેપનિંગ વિથ યુ’. આઈ એમ વેરી સૉરી. આઈ કેન હેલ્પ

ટુ ગો થ્રુ ધિસ હાર્ડ ફેઝ.’ હવે કેતનનીને બત્તી થઈ. તેને લાગ્યું જ્યોર્જી સાથે વાત

કરવાથી નિવેડો આવશે.

‘આઇ ફીલ લાઇક આઈ કેન ટ્રસ્ટ યુ, આઈ એમ ટાયર્ડ ઓફ ધિસ બુલિઈંગ . આઈ

વૉન્ટ ટુ ફિનિશ મેડિકલ સ્કૂલ.’

જ્યોર્જી, આઈ નૉ ધેટ ઈઝ વાય આઈ એમ ઓફરિંગ માય સપૉર્ટ ટુ યુ કેતન.

જ્યોર્જી સાથે ત્યારથી ફ્રેંડશિપ થઈ ગઈ. મેડિકલના સ્ટુડન્ટસ તેને ‘વ્હાઈટ’ ગર્લ

સાથે જોઈ છોભિલા પડી ગયા. ધીરે ધીરે બુલિઈંગ ઓછું થતું ગયું. કેતન ઝળકી

ઉઠ્યો. પ્રોફેસરો અને ડૉક્ટરો તેના વખાણ કરતાં થાકતા નહી. બીજા બધા તેની

મૈત્રી ઝંખવા લાગ્યા. દૂધનો દાઝેલો જેમ છાશ ફુંકી ફુંકીને પીએ તેમ કેતન ખૂબ

સાવધાનીથી વર્તતો.

જ્યોર્જીને બધી રીતે સહાય કરતો. ગાઢ મૈત્રી બંધાઈ ગઈ. કેતનને તો રેસિડન્સી

પણ ત્યાં મળી ગઈ. ફેલોશિપ માટે સામેથી ઓફર આવી. હીરાને ક્યારેય પણ પોતાના

મોલ વિશે બોલવું પડતું નથી. ઝવેરી તેને બરાબર ઓળખી શકે. હવે તો ક્રિના પણ મોટી

થઈ ગઈ. ભાઈને પગલે પગલે મેડિકલમાં ત્યાંજ આવી. જ્યોર્જી અને કેતન શરણાઈના

સૂરની હાજરીમાં એકબીજાના થયા.

માતા પિતા તેના સુંદર સ્વભાવથી પરિચિત હતાં. કેતન આજે પણ એ દિવસોની જ્યોર્જીને

કારણે જીવનમાં બધી રીતે માલામાલ છે.

મન વિચારમાં ગરકાવ થઈગયું. કોણ માલામાલ? કેતન, તેના મમ્મી અને પપ્પા, જ્યોર્જી કે

ક્રિના ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational