Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

અનુભવ

અનુભવ

1 min
14.1K


"હું એકવાર ગળામાં પહેરી જોઈ શકું?"

ડરતાં ડરતાં વર્ષોથી પોતાના ઘરે કામ કરતી એ કામવાળી શેઠાણીનાં હાથમાંનો અત્યંત મોંઘો હાર નિહાળી પૂછી રહી. "કેમ નહિ, આ લે..." કહેતાં એમણે કામવાળીને હાર હાથમાં ધર્યો અને એના હાથમાંના બાળકને થોડા સમય માટે પોતાના ખોળામાં લઈ લીધું.

જ્યારે કામવાળી પોતાના ગળામાં ઈશ્વરે શેઠાણીને આપેલ એ અત્યંત મોંઘી ભેટનો અનુભવ લઈ રહી હતી એજ સમયે શેઠાણી કામવાળીનાં બાળકને ગળે લગાવી વહાલ કરી રહ્યાં હતાં.

કામવાળીને ઈશ્વરે ભેટ આપેલ એ અત્યંત મોંઘી ભેટનો અનુભવ લેવા જેનાથી પોતાનું જીવન વંચિત હતું!


Rate this content
Log in