Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Drama Romance

5.0  

Dr.Riddhi Mehta

Drama Romance

સફરના સાથી-૧૦

સફરના સાથી-૧૦

3 mins
632


વિવાન પુછે છે સુહાની આપણે તો તૈયાર થઈ ગયા પણ હવે તારા ઘરેથી માનશે??

સુહાની: આ વખતે હું મક્કમ છું. એ વખતે કદાચ મે કંઈ પ્રયત્ન કર્યા વિના જ તને ના પાડી દીધી હતી. પણ હવે હું પાછી નહીં પડું.

અત્યારે કદાચ ભાઈ તો ના નહિ પાડે કારણ કે મારા ભાઈએ એક વર્ષ પહેલાં જ અમારા કાસ્ટની છોકરી જોડે જ પણ લવ મેરેજ કર્યા છે. એટલે કદાચ તે આમાં બહુ ના નહિ પાડે આપણને સપોર્ટ કરશે.

વિવાન : મારા ઘરે તો હું વાત કરીશ લગભગ કંઈ પ્રોબ્લેમ નહી થાય. હવે તારા ઘરે પહેલાં કોને વાત કરીએ એ વિચારીએ.

થોડી વાર વિચારીને બંને સાથે બોલે છે : દીદી...!!

હમમમ... વિવાન કહે છે પહેલા તારા દીદી અને જીજુ ને વાત કરીએ.

સુહાની : કાલે સવારે હું વાત કરુ દીદી ને...

* * * * *

વિવાન સવારે સુહાની ને તેના ઘરે મુકવા જાય છે. સદનસીબે તેના દીદી અને જીજુ બંને ઘરે હતા. તે લોકો વિવાન ને બ્રેકફાસ્ટ કરીને જવાનું કહે છે. પછી વિવાન નાસ્તો કરીને ઓફિસના કામ માટે નીકળી જાય છે.

જતાં જતાં સુહાનીને ઈશારામા અત્યારે વાત કરવાનો સારો ચાન્સ છે એવું કહીને જાય છે. સુહાની પણ સમજી જાય છે એટલે ઈશારામાં હસીને હા પાડે છે.

હવે સુહાની એની દીદી સાથે થોડી નોર્મલ વાતચીત કરીને કહે છે દીદી મારે તમારા બંને સાથે એક વાત કરવી છે.

એટલે એના જીજુ સામેથી કહે છે ," વિવાન વિશે?? "

એટલે સુહાની ને થોડી નવાઈ લાગે છે તે પુછે છે કે ને કેવી રીતે ખબર પડી??

ત્યારે એના દીદી અને જીજુ બંને હસવા લાગ્યા.

બંને કહે અમને તમને લોકોને વાતચીત કરતા અને ફરતા જોઈને થોડી શંકા હતી જ કારણ કે આજ સુધી તું વિવાન સિવાય બીજા કોઈ છોકરા સાથે આટલી વાતચીત કરતી નથી કે એટલું મળતા પણ જોઈ નથી. તું એની સાથે સૌથી વધારે ખુશ હોય છે અને કદાચ તું તારી નાનામાં નાની વાત પણ એની સાથે શેર કરે છે.

એટલે અમને હતું કે તમારી વચ્ચે ફ્રેન્ડશીપથી કંઈક વધારે છે. પણ અમે તું સામેથી કંઈ કહે નહી ત્યાં સુધી કંઈ કહેવા નહોતા માગતા.

અને આટલા સમયની ઓળખાણ પછી અમને એતો ખબર પડી કે તે બહુ સારો, વ્યવસ્થિત અને સમજદાર છોકરો છે. અને હવે તો તેનું કરિયર પણ સારું એવું સેટ છે. એટલે જ તો કાલે તે મને એના ઘરે રાતે જવાની વાત કરી તો અમે તને ના ન પાડી.

સુહાની : હા દીદી અમે મેરેજ કરવા ઈચ્છીએ છીએ. પણ.......પપ્પા??? તે હા પાડશે??

કારણ કે અમે મેરેજ કરીશું તો બધાની મરજી અને આશીર્વાદ સાથે જ નહિ તો મેરેજ જ નહી કરીએ.

દીદી: તુ ચિંતા ના કર એ અમારા પર છોડી દે અમે પપ્પાને વાત કરીશું. પહેલા હું ભાઈ અને મમ્મીને વાત કરીશ.

*. *. *. *. *.

બીજા દિવસે સુહાનીના પપ્પાનો એની દીદીને ફોન આવે છે તે કહે છે સુહાની માટે એક સારા સમાજના પ્રતિષ્ઠિત અને મોભાદાર ઘરનું માંગુ આવ્યું છે. છોકરો બહુ સારો, ભણેલો અને સારા પૈસાવાળા ઘરનો છે. તેનો ફોટો અને બાયોડેટા તને મોકલુ છું તું સુહાનીને બતાવજે એને ગમે તો આગળ વાત કરીએ. અમને તો બહુ ગમ્યું છે.

આટલી વાત કરીને દીદી સામે બીજું કંઈ કહે એ પહેલાં એના પપ્પા બીજું કંઈ કામ યાદ આવતા પછી વાત કરવાનું કહીને ફોન મુકી દે છે.

શું સુહાનીના પપ્પા તેની દીદીની વાત માનશે??

એક સમાજના પ્રતિષ્ઠિત અને પૈસાદાર કુટુંબની સામે વિવાન અને તેના મિડલ ક્લાસ ફેમિલીને સ્વીકારશે???

તમારા અભિપ્રાય આપો . અને બહુ જલ્દી આગળનો ભાગ વાચો. સફરના સાથી ભાગ -૧૧.



Rate this content
Log in

Similar gujarati story from Drama