Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamta Shah

Drama Inspirational Tragedy

4  

Mamta Shah

Drama Inspirational Tragedy

ફેસબુક કે ફેકબુક

ફેસબુક કે ફેકબુક

4 mins
7.5K


હું લગ્ન કરીને એક નાનકડા ગામથી અમદાવાદ જેવા વિશાળ શહેરમાં આવી. અમદાવાદના એક પોશ વિસ્તારમાં ઘર છે. આજુ બાજુમાં અમારી જ ઉંમરના નવયુગલો રહેતા હતાં. જોતજોતામાં અમે એકબીજા સાથે હળી મળી ગયા અને એક સરસ ગ્રુપ થઈ ગયું. મને આ ગ્રુપમાં ચોથા માળે રહેતી રિયા સાથે બહુ જ બનતું. અમે એકબીજાની ખાસ સખીઓ બની ગયા હતા. રિયાનો હંમેશાં એક જ પ્રશ્ન રહેતો કે હું સોશિયલ મીડિયા જેવું કે ફેસબુક, ટ્વીટર કે ઇન્સ્ટાગ્રામ કેમ નથી વાપરતી? એ કાયમ મને સોશિયલ મીડિયા વાપરવા માટે બહુ સમજાવતી. અંતે કૂતુહલપૂર્વક મેં પણ મારું ફેસબુક અકાઉન્ટ બનાવ્યું. પહેલી રીક્વેસ્ટ રિયાની જ આવી અને અમારો આઇસક્રીમ પાર્ટી નો ફોટો પણ અપલોડ કર્યો. હું દિવસમાં એકાદ બે વાર ફેસબુક જોઈ લેતી હતી પણ હજુ મને ફેસબુકનો એટલો ચસકો નહોતો ચડ્યો.

એક દિવસ ટેવ પ્રમાણે ફેસબુક ખોલીને જોયું તો રિયાએ એમના ગોવા વેકેશનના બહુ બધા ફોટોઝ અપલોડ કર્યા હતા. જાત જાતનાં અને ભાત ભાતનાં કેપ્શન અને એકદમ રોમાન્ટિક ફોટો જોઇને મને ખૂબ આનંદ થયો. મેં બે ત્રણ વાર બધાં ફોટા જોયા અને મનોમન વિચાર આવ્યો કે કેટલું સુખી દાંપત્ય જીવન છે એમનું! શું મારું જીવન આવું ના હોઇ શકે? મારે તો ફરવા જવું એટલે માત્ર પિયર. આવા જાતજાતના અનેક વિચાર મનમાં આવી ગયાં. બીજી જ પળે મનમાં વિચાર આવ્યો કે આ હું શું કરું છું! હું મારી લાઈફની રિયાની લાઇફ સાથે સરખામણી શું કામ કરું છું?

ત્યાં જ સ્ક્રીન પર મેસેજ આવ્યો - હાય, ભાભી. જોયું તો રિયાના હસબન્ડનો જ મેસેજ હતો. હું વિચારમાં પડી ગઈ કારણ કે રિયા હંમેશાં કહેતી કે એના હસબન્ડને સોશિયલ મીડિયા કે ફેસબુક સહેજ પણ પસંદ ન હતા. મેં પણ ઔપચારિક હાય - હલો કર્યાં. તેની સાથે જ તેમની ફ્રેન્ડ રીક્વેસ્ટ પણ આવી. સાંજની રસોઈનું મોડું થતું હોવાથી મેં ફેસબુક બંધ કર્યું અને મારા કામે લાગી. પણ ક્યાંક ને ક્યાંક મગજમાં રિયાના ગોવાના ફોટા અને એના હસબન્ડની ફ્રેન્ડ રીક્વેસ્ટ ચાલતાં જ હતાં.

મારા અને રિયાના રસોડાની બારી સામ સામે જ હતી. અચાનક જ એના રસોડામાંથી જોર જોરથી અવાજ આવા માંડયા. પતિ પત્ની વચ્ચે ખૂબ મોટો ઝગડો થઈ રહ્યો હતો. અવાજ મોટો થતો ચાલ્યો અને વાસણ પડવાના અવાજો પણ આવા માંડયા. અચાનક કાંઈક મોટો ધબાકો થયો અને શાંતિ છવાઈ ગઈ. મારો જીવ અદ્ધર થઈ ગયો, પણ મને એમની પર્સનલ વાતમાં પડવું યોગ્ય ન લાગ્યું. એકાદ કલાક સુધી એમના ઘરમાંથી કોઈ જ અવાજ ના આવ્યો, એટલે મને પણ લાગ્યું કે એમણે એકબીજાને મનાવી લીધા હશે! પણ રહી રહીને પેલો ધબાકો શેનો થયો એ વિચાર મગજમાંથી જતો નહોતો.

જમ્યા પછી રાતે ટીવી જોતા જોતા એકાદ બે વાર ઇચ્છા થઈ કે લાવ રિયાને ફોન કરુ. ફોન હાથમાં લીધોને જ રિયાનું ફેસબુક નોટિફિકેશન આવ્યું. ઉતાવળે મેં ફેસબુક ખોલ્યું. જોયું તો રિયાનો ફોટો હતો, કપાળમાં બેન્ડએજ અને ડાબો ગાલ સહેજ ફૂલેલો હતો! નીચે કેપ્શન હતું "ગોટ હર્ટ #ઇન કિચન # સેવ્ડ બાય હબી"! નીચે પહેલી જ કમેન્ટ એના હસબન્ડની હતી - "લવ યુ બેબી # ટેક કેર!" હું તો વિચારમાં જ પડી ગઈ. મને તો સાચે સમજ જ ના પડી કે આ ફોટો, કેપ્શન અને કમેન્ટ ઉપર હસવું કે રડવું!!

હું મનોમન વિચારવા માંડી કે આ તે કેવો આડંબર! ઘરની વોલ પર ઘરેલુ હિંસા અને ફેસબુકની વોલ પર પરફેક્ટ કપલ! મેં મનોમન વિચાયુઁ કે લાગણીઓનું આ તે કેવું માર્કેટીંગ! કોઈનું પણ જીવન પરફેક્ટ નથી હોતું, તો પણ કેમ બધાએ સોશિયલ મીડિયા પર એને પરફેક્ટ જ દેખાડવું હોય છે!! શા માટે બધાએ આવી ભ્રમણામાં જ જીવવું હોય છે! આ એક ઘેલછા છે કે ગાંડપણ!! આવા અનેક વિચારો મારા મગજમાં દોડી રહ્યા હતા અને ત્યાં જ ફરીથી સ્ક્રીન પર મેસેજ આવ્યો, હાય ભાભી. મારી ધારણા સાચી પડી, એ રિયાના હસબન્ડનો જ મેસેજ હતો. મારું મન ખિન્ન થઈ ગયું. અને ત્યાં તો બીજો મેસેજ આવ્યો, 'લેટ્સ હેવ કોફી ડેટ'. હું તરત એના ઈરાદાને સમજી ગઈ. અને નાછુટકે એની પ્રોફાઇલ ખોલીને બ્લોકનું બટન દબાવવું જ પડ્યું!

અને અંતે મેં મારા ફોનમાંથી અને જીવનમાંથી ફેસબુક ને અનઇન્સ્ટોલ કર્યું.

(.... અહીં સોશિયલ મીડિયાને વખોડવાનો કોઈ જ ઈરાદો નથી. પણ હવે આવી ઘટનાઓ બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આપણી આસપાસમાં બધા જ જાણે બધું જ પરફેક્ટ દેખાડવાની સ્પર્ધામાં ઉતાર્યા છે! પણ કોઈને પોતાની લાઇફ પરફેક્ટ દેખાડવાને બદલે પરફેક્ટ બનાવવામાં કેમ રસ નથી? શું આપણે એ દિશામાં પ્રયાસો ન કરી શકીએ?

......માનવ મન ખૂબ જ ચંચળ હોય છે! આપણે જાણે અજાણે સોશિયલ મીડિયા પરનાં આડંબર જોઈને આપણી લાઇફની તુલના કોઈની સાથે કરતાં જ રહીએ છીએ! તો આ ખરેખર ફેસબુક છે કે ફેકબુક !!.....)


Rate this content
Log in

Similar gujarati story from Drama