Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

બુલબુલ અને બિલ

બુલબુલ અને બિલ

2 mins
7.2K


નામ પરથી જગ જાહેર છે. બુલબુલ ઈંડિયન અને બિલ અમેરિકન. મેડિકલમાં ભણતા બુલબુલ બિલના પ્રેમમાં પાગલ બની અને રંગે ચંગે પરણી ગયા. એમ લાગતું સ્વર્ગ ક્યાંય હોય તો અહીં તેના બીગ મેન્શનમાં છે. બુલબુલ અને બિલનો સંસાર ખૂબ આનંદમય તેમાં ‘બેટ્સી’ આવી. ઘરમાં ‘નેની’ રાખી લીધી. બંને પતિ પત્ની પ્રોફશનલ જોબ કરતાં તેથી નેનીની આવશ્યકતા હતી. ઘણી વાર બિલને થતું જો બુલબુલ બેટ્સી નાની છે ત્યાં સુધી થોડા વર્ષો પાર્ટ ટાઈમ જોબ કરે તો સારું. બુલબુલની ધીકતી કમાણી હતી. તેનો વિચાર ઓછો હતો.

લગ્નને પાંચ વર્ષ થઈ ગયા. બેટ્સી પણ બે વર્ષની થઈ. તેની બર્થ ડે ખૂબ ભવ્યતાથી સેલિબ્રેટ કરવાનો પ્લાન કર્યો. ફ્રેંન્ડ સર્કલના, જોબ ઉપરથી અને પ્લે સ્કૂલના બધા બાળકોને બોલાવ્યા. બેટ્સી ખૂબ આનંદમા હતી. બપોરની નેપ લીધી હતી તેથી હસીખુશીથી રમી. અઠવાડિયા પછી તેમની વેડિંગ એનિવરસરી આવી. કામકાજની ધમાલમાં બિલ, બુલબુલ માટે મોટો ફ્લાવરનો બુકે લાવવાનું ભુલી ગયો. બુલબુલ હંમેશા તેની ખૂબ આતુરતાથી રાહ જોતી!

બુલબુલ ખૂબ નારાજ થઈ. તેને થયું બિલ શામાટે ભૂલી ગયો? શું તે હવે મને પ્યાર નથી કરતો?

સાંજના ડીનર પર જવાનો પ્લાન બનાવી પોત પોતાને કામે ગયા. બુલબુલને મિટિંગ આવી તેથી તેણે કહ્યું કે ‘જો આજે ડીનર પર નહી જવાય રાતના લેટ થશે, કાલે જઈશું.’

બિલ સાંજના પાંચ વાગે ઘરે ફ્લાવરનો બુકે લઈને આવ્યો. કલાક પછી ઓચિંતા બારણે બેલ વાગ્યો. દરવાજામાં પોલિસ જોઈ ગભરાયો. પોલિસઃ‘તમારી પત્ની એક્સિડન્ટમાં મરી ગઈ છે. તેનું બોડી 'બેન ટોપ' હોસ્પિટલમાં ઇમરજન્સીમાં છે.'

બિલ માનવા તૈયાર ન હતો.  પોલિસે બધું આઈડેન્ટીફિકેશન બતાવ્યું. અંતે બેટ્સીને નેની પાસે રાખી હોસ્પિટલ જવા તૈયાર થયો. બેન ટોપમાં પહોંચતા અને જોતાં પાંચેકકલાક નિકળી ગયા. મોઢું ઓળખાય એવું ન હતું. કપડાં પણ બધા લોહીથી ખરડાયેલા હતા. ઘરે આવતા રાતના એક વાગી ગયો.

હજુ તો ગાડી ગરાજમાં પાર્ક કરે છે ત્યાં તેણે બુલબુલની ‘લેક્સસ’ ગરાજમાં જોઈ. ગાંડાની જેમ દોડતો બેડરૂમમા ગયો. બુલબુલ, તેની અધિરાઈ પૂર્વક રાહ જોઈ રહી હતી.

બિલ માનવાને તૈયાર જ ન હતો. બુલબુલ, કહે કેમ મને જોઈને ભડકી ગયો? બિલે બધી વાત કરી. બુલબુલ કહે આજે લંચ ટાઇમમાં, રેસ્ટોરન્ટમાં કોઈએ મારું વોલેટ સ્ટીલ કર્યું હતું. મારા ફ્રેન્ડ્સ હતા તેમણે બીલ પે કર્યું. જેણે તફડાવ્યું હતું તેની ગાડીનો એક્સીડન્ટ થયો અને મારું વોલેટ નીકળ્યું તેથી પોલિસને મિસ અન્ડરસ્ટેંન્ડીંગ થઈ. હું તો પછી મિટિંગમાં ગઈ અને ત્યાંથી ઘરે આવી.

બિલ આનંદમાં પાગલ થઈ ગયો. લાવેલા ફુલના બુકેમાંથી ફુલની પાંખડીથી બુલબુલને વધાવી. બુલબુલે નક્કી કર્યું ‘પોતે કેવા ખોટા વહેમમાં હતી. બિલ તેને ખૂબ પ્યાર કરે છે.’

બંને જણાએ સાથે રાતની મોજ માણી.


Rate this content
Log in