Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Children Crime Others

3  

Vishwadeep Barad

Children Crime Others

રાત રડે, રખેવાળી ના કરે

રાત રડે, રખેવાળી ના કરે

5 mins
14.4K


”હું પીઝા ડીલીવરી કરતો હતો અને એ વખતે માત્ર કલાકના દોઢ ડોલરજ મળતા હતાં. વેકેશનમાં ફૂલ ટાઈમ જોબ કરી ટ્યુશન્ અને કોલેજનો ખર્ચા કાઢતો હતો. અને એકજ રૂમમાં અમો પાંચ પાંચ મિત્રો સાથે રહી ભણ્યા છીએ.”

”ડેડ, આ વાત તમે મને કેટલી વખત પૂનરાર્તન કરી છે, સાંભળી, સાંભળી મને કંટાળો આવે છે. કોઈ પણ મારાં મિત્રો ઘેર આવે ત્યારે તમારૂ આ રેકોર્ડીંગ ચાલુ થઈ જાય !મારાં બધા મિત્રોને પણ બૉર કરો છો !”

“બેટી રૈના આ હકીકત છે. અહીં અમેરિકા ભણવા આવ્યા ત્યારે અમારા પાસે માત્ર ૫૦ ડોલર ખિસ્સામાં હતાં. અમારા મા-બાપ એટલા પૈસાદાર નહોતા કે અમને દર મહિને ટ્યુશન અને ડૉર્મમાં રહેવાના પૈસા મોકલી શકે અને તે વખતે કોઈ ગુજરાતી ગ્રોસરી સ્ટોર નહોતો કે તુવરડાળ, ચણાનો લૉટ, તૈયાર નાસ્તાના પડીકા મળે ! માત્ર ખાવામાં બાફેલ શાક-ભાજી કે અમેરિકન શાક-ભાજીના તૈયાર ડબ્બા મળે તે વખારી જમી લેતા.”

”બસ તમે શરૂ થઈ ગયાં ! ડેડ. પિતાજી, હવે બકાવાસ બંધ કરશો.?” કહી મેં મારો રૂમ બંધ કરી લૉક કરી દીધો. મારી મમ્મી ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં અને મારા ડેડ એક નાની એન્જિનયર કંપનીમાં ડ્રાફટીંગ ડીપાર્ટમેન્ટમાં હતાં, હું અને મારો ભાઈ બન્ને કોલેજમાં સાથે હતાં બન્નેની કૉલેજ બહારગામ હોવાથી ખર્ચ ઘણો આવતો હશે પણ યુવાની વયનું પુર કોઈની પણ લાગણીની પરવા કર્યા વગર પોતાનીજ રીતે ધસમસતું આગળ વધતું હોય છે ! યાદ છે હું મીડલ સ્કુલમાંથી ગ્રેજ્યુઅટ થઈ ત્યારે મેં ગ્રેજ્યુએશનમાં પહેરવા એક કિંમતી ડ્રેસ નક્કી કર્યો અને સાથે મેચીંગ ચંપલ. ડેડે ના પડી કે બહુંજ કિઁમતી છે અને આપણે એ મોંઘી વસ્તું પોસાય તેમ નથી. હું રડી, રિસાણી, ઘેર આવી મારા રૂમનું બારણું ગુસ્સામાંને ગુસ્સામાં જોરથી બંધ કર્યો કે ડોરનો મિઝાગરો તુટી ગયો પણ કશી પરવા કર્યા વગર રૂમમાં અંદર જતી જતી બડબડી:

"તમોને મારી પડી નથી..હું તમને ગમતી નથી..મને તમારી પ્રત્યે નફરત છે.” પણ બીજેજ દિવસે હું સ્કુલેથી આવી તો જે મેં પસંદ કરેલો ડ્રેસ અને મેચીંગ ચંપલનું પેકેજ મારા રૂમમાં પડ્યું હતું. હું રૂમમાંથી દોડી મારા પેરન્ટ્સને ભેટી પડી અને કહ્યું: “આઈ લવ યુ !.”

મને સાચી હકીકત મારા નાનાભાઈ દ્વાર ખબર પડી: ડેડે, પોતાના માટે લાવેલા ત્રણ શર્ટસ અને શુઝ સ્ટોરમાં જઈ પાછા આપી આવ્યા અને જે પૈસા પાછા આવ્યા તેમાંથી મારો ડ્રેસ લાવ્યા હતાં .છતાં એ વખતે મેં એ વાતની દરકાર કરી નહી. મમ્મી અને ડેડી હંમેશા “કે-માર્ટ” માં બ્લુ લાઈટ સેલ (જ્યાં એકદમ સસ્તુ મળે) અને ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ક્લીરન્સ સેલમાંથીજ પોતાના કપડાં લાવતા, ઘરમાં ગ્રોસરીનો સેલ જોઈનેજ વસ્તું લાવતાં.

હું અવાર નવાર કહેતી: મમ્મી, તું બહુંજ કંજુસ છે. તમારી સાથે શૉપીગ કરતાં મને શરમ લાગે છે.” ઘરના મોરગેજનો હપ્તો, યુટીલીટી બિલ્સ, ગ્રોસરીનો ખર્ચ તેમજ અમારાં કોલેજનો ખર્ચ અને એમનો સેલેરી બહું હાઈ નહોતો. આજે વિચાર કરૂ છું કે અમારો ભણવાનો ખર્ચ કેવી રીતે કાઢ્યો હશે ? મેં તેમને કેટલો હાર્ડ-ટાઈમ આપ્યો છે ? આજ મમ્મી કે ડેડી બન્ને નથી રહ્યાં.

જેમ બેઈઝ-બોલ ગેઈમ માં બેઈઝીસ લોડેડ હોય, નવમી ઈનીંગ હોય, બીજી કોઈ ઈનીંગમાં એક પણ રન ના થયો હોય અને આ છેલ્લી ઈનીંગમાં જ ટીમને વીન થવાના ચાન્સ હોય, બે પ્લેયર આઉટ હોય અને આ ત્રીજા પ્લેયર પરજ આધાર હોય કે તે હીંટ કરે અને એકાદ રન થઈ જાય તો “ગેમ” જીતી જવાય..પણ આ ત્રીજો પ્લેયર્સ બોલને હવામાં ઉડાડે અને આઉટ થઈ જાય ત્યારે પોતાની ટીમ અને ૧૨ હજારનું ઓડીયન્સમાં નીરાશા સાથે દુ:ખી થઈ ઘેર જાય તેવુંજ મારા જીવનમાં બન્યું. મારી પાસે તક હતી ! પણ મા-બાપને જીવતા ખુશ ના કરી શકી.

હું પણ મા બની. મારી ટીન-એઈજ છોકરી છે જીના. સોળ વર્ષ થતાં જ કહે:

”મમ્મી, મારા માટે સ્પોર્ટ કાર ખરીદવાની છે, હવે હું કાંઈ નાની બાળકી નથી કે સ્કુલબસમાં જવું! . કાર લીધા બાદ ઘણીવાર રાત્રે મોડેથી ઘેર આવે, હું ચિંતાતુર બની બોલી ઉઠું:

“બેટી, કેમ આટલું મોડું થઈ ગયું ? હું તો ચિંતામાં અડધી થઈ ગઈ !”

“મમ્મી, હું હવે એક નાની ગગી રહી નથી, મને મારી જવાબદારીનું ભાન છે. મારી હવે થી ખોટી ચિંતા ના કરતી.”

તેણીના રૂમમાંથી એક વખત બિયરની બોટલ મળી આવી..એમના ડેડીએ ગુસ્સે થઈ થોડી ધમકાવી..

“બેટી, આટલી નાની ઉંમરમાં બીયર ઢીચે છે” કહીં ગાલ પર ટાપલી મારી દીધી અને કહ્યું:

”એક અઠ્વાડીયા માટે તારી હાથ ખર્ચી બંધ ! એ તારી શિક્ષા છે).”

પણ અડધી કલાકમાં પોલીસ આવી પહોંચી: કહ્યું:

'તમારી દિકરીની ફરિયાદ છે કે તેણીના પિતાએ જીના પર હાથ ઉગામ્યો છે..હેરાન કરી છે.” મારે દોર હાથમાં લેવો પડ્યો.અને સાચી હકીકિત પોલીસ-ઓફીસરને સમજાવી કે આટલી નાની ઉંમરે બીયર પીવે એ બ્રેઈન અને તેણીના લીવરને કેટલું ડેમેજ કરે ! પોલીસ ઓફીસર સારો હતો , નહીં તો “બાળકને મારપીટના કેસ”માં મારા પતિને એ જેલ ભેગા કરી દે ! જતાં જતાં ચેતવણી આપી:

“મેમ, સાવચેત રહેજો કે ફરીવાર આવું ના બને નહિંતો મારી તમાર પતિ વિરૂદ્ધ કેસ ડાખલ કરવો પડશે” આ વસ્તું બન્યાબાદ હું અને મારા પતિ બન્ને બહુંજ સાવચેત રહેતાં. પણ આનો ગેરફાયદો જીના અવાર-નવાર લેવા માંડી. મા-બાપથી છોકરા ડરે ! એને બદલે અમો એમનાંથી ડરવા લાગ્યાં કે તેણી રખેને પૉલીસને ફરિયાદ કરશે તો ! મને મારો ભુતાકાળ યાદ આવી ગયો મેં કે પણ મારા -બાપને કેટલો હાર્ડે ટાઈમ આપ્યો હતો !.

શું એ ચક્ર ફરી ફરી મારા પર આવ્યુ ચડ્યું ? જમાનો તો જેવો છે તેવો નો તેવો છે માત્ર વાતાવરણમાં વધારે પડતું પ્રદુષણ આવી ગયું છે. વીક-એન્ડમાં ઘણીવાર રાત્રે મોડી આવતી, ડ્ર્ન્ક પણ હોય ! અમો બન્ને એ જ્યાંસુધી ના આવે ત્યાં સુધી ઉંઘી ના શકીએ ! ઘણી સમજાવી પણ કોઈ ફાયદો દેખાયો નહી !

શનિવારની રાત્રી હતી. રાત્રીના ત્રણ વાગ્યા હતાં. અમો બન્ને જાગતાં બેડરૂમમાં ચિંતાતુર બેઠા હતાં. જીના કદી પણ નહોતી કહેતી કે એ ક્યાં જાય છે, કોને ઘેરે જાય છે ! તેણીનો સેલફોન ઉપાડતી નહોંતી ! રાત્રીના ત્રણ વાગે કોને ફોન કરવો ?..ઘરના ફોનની રીંગ વાગી !

“ફોન ઉપાડોને જીના જ હશે!”

” હાશ(finally) અંતે ફોન તો કર્યો..” મારા હસબન્ડે ફોન ઉપાડ્યો..

“મિસ્ટર વ્યાસનું ઘર છે ?

'હા.હા..'

હું પોલીસ-ઓફીસર બ્રાઉન છું..દિલગીરી સાથ કહેવું પડે છે કે આપની દીકરી અત્યારે ઘણી ગંભીર હાલતમાં યુનિટિ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર રૂમ છે.

'સાહેબ, મારી દીકરીને શું થયુ ?'

ગુંડાની ટોળકી એ તમારી દીકરી પર બળજબરી બળાત્કાર કરેલ છે અને મરણ પથારી પર રસ્તા ઉપર ફેંકી દીધી હતી.. તમે જેમ બને તેમ વહેલાસર હોસ્પિટલ આવી જાવ….”


Rate this content
Log in

Similar gujarati story from Children