Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અભિલાષા
અભિલાષા
★★★★★

© Falguni Parikh

Romance Thriller

3 Minutes   571    38


Content Ranking

આશા. .ઓ, આશા- બાલ્કનીમાં બે ખુરશીઓ મૂકી દે અને ૨ મગ કોફી બનાવીને તૈયાર રાખ. પલકના અવાજમાં ખુશી ઝળકતી હતી. 'પારિજાત' બંગલો આજે નિરાશામાંથી બહાર નીકળી-ધરતીની માફક વાસંતી સોળ શણગાર સજી વસંતને વધાવવા તૈયાર થતો હતો! ઘણા સમય પછી પલકમેમ ના અવાજમાં ખુશી જોતા-આશાનો ઉત્સાહ બેવડાયો.બાલ્કની, ઢળતો સૂરજ, કોફીનો મગ- એ પલકનો રોજિંદો કાર્યક્રમ છે.

વસંતમાં કુદરત નવપલ્લવિત થઈ મદમસ્ત બની હતી! 'પારિજાત'બંગલામાં ગરમાળો, પારિજાત પૂર્ણ બહારમાં ખીલ્યા હતા! પલક- બંગલામાં એકલી રહેતી હતી. કોલેજમાં પ્રોફેસર છે, પરિવારમાં ભાઈ-બહેનની જવાબદારી- પપ્પાના નિધન બાદ ઉપાડીને તેમનો ઉછેર કર્યો હતો.તેમના લગ્ન કરાવી તેમના સપનાઓમાં રંગ ભરી જીવન મહેકાવ્યા.સમયના ચક્રે- પલકના સપનાઓ અધૂરા રહી ગયા હતા.

સાહિત્યના લગાવને કારણે ઘણી વખત કવિ સંમેલનમાં જતી. આવા એક સંમેલનમાં તેની મુલાકાત નિરવ ત્રિવેદી સાથે થઇ. સ્ટેજ પર તેમનું નામ ઉચ્ચારાતા - મંચ પર પોતાની ગઝલનું પઠન કરવા આવ્યા, પલક- આ હેન્ડસમ, યુવાન કવિને જોતી રહી ગઈ! એમના બુલંદ અવાજમાં પોતાની ગઝલનું પઠન શરૂ કર્યું.ગઝલના શબ્દો જાણે તેના માટે બોલાતા હતા એમ લાગ્યું-

પ્રેમમાં મેં જાત ઓગાળી હતી,

એ પછી તારા મહીં ઢાળી હતી,

એક બીજાને સતત ચાહયા કર્યા

જિંદગીને આમ અજવાળી હતી!

તેમના એક એક શેર પર વાહ વાહ,આફરીનની દાદ મળતી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ બધા એકબીજાને અભિનંદન પાઠવતા હતા. પલકની બેચેન નજર નિરવને શોધતી હતી. નિરવના નયનોના તીરે પલકના દિલને એક નજરમાં ઘાયલ કરી નાખ્યું હતું! પલક- નિરવ પાસે પહોંચી અભિનંદન પાઠવ્યા. આ પહેલી મુલાકાત બાદ નિરવની ગઝલોનો આસ્વાદ માણવા જ્યાં એમનો પ્રોગ્રામ થતો ત્યાં પહોંચી જતી હતી.

વારંવારની મુલાકાત બાદ નિરવના ખ્યાલમાં આ ચાહકની નોંધ લીધી! પલક એમના ઓટોગ્રાફ લેતી- સ્મિતના આપ-લે થતાં હતા! એક પ્રોગ્રામમાં પલકે હિંમત કરી એમને કહ્યું- ઇફ યુ ડોન્ટ માઈન્ડ સર પ્લીઝ ગીવ મી યોર કોન્ટેક્ટ નંબર? યસ સ્યોર- સ્મિત સાથે નંબરની આપ-લે થઈ.

નિરવની શાયરીઓ, ગઝલો પર પલક ફિદા હતી! નિરવથી હવે તેના દિલની વાત અજાણી રહી ન હતી. નિરવ તેની આ ચાહક પ્રત્યે આકર્ષણ અનુભવતો હતો!

વૃથા બંધનોને ફગાવીને મળજે

પ્રણય-જ્યોત દિલમાં જગાવીને મળજે,

ના હો કોઈ અંતર જીગરની વચ્ચે

બધા બંધ પડદા હટાવીને મળજે!

આ મેસેજ પલકને મોકલી નિરવે મુલાકાત ગોઠવી.આ મેસેજ વાંચતા પલક ખુશીથી ઝુમી ઉઠી.

પલકની એકલતાભરી જિંદગીમાં આજે કોઈ પગરવ કરીને પ્રેમના સૌરભના ફૂલો ખીલવવા આવી રહ્યું છે! તેની વિરાન જિંદગી આજે માનો નવપલ્લવિત થઈ રહી છે વસંત બનીને! પલાશના પુષ્પોનું પાનેતર ઓઢી પ્રકૃતિની જેમ પ્રેમના વસંતને આવકારવા અભિસારિકા બની! એ મુલાકાત બાદ એમની મુલાકાતો વધતી ગઈ,પલક -નિરવમય બનીને જીવવા લાગી.

આ પ્રેમની રમત છે

ઊંડાણમાં જવાની

એની પ્રથમ શરત છે!

નિરવે આ વાત પલકને કહી- નિરવ મને તમારી બધી શરતો મંજૂર છે! પલક મનોમન બોલતી- નિરવ એટલે- પલકના પ્રણયફૂલોની સૌરભ, વસંતઋતુ અને નિસર્ગ નું મઘમઘતું યૌવન!!

બે સ્વજનો મળે ત્યાં ઉત્સવો

પ્રેમના પરિધાન જેવો છે સમય!!

સમય ક્યાં વહેતો હતો પલકને ખબર ન હતી. નિરવ વિશે માહિતી ન હતી, માનો કદી જાણવાની કોશિશ ના કરી. એ મીરા બની નિરવને ચાહતી હતી!

પ્રેમ ફૂલમાંથી છૂટી પડેલ

સુગંધ જેવો હોય છે,

એમાં કોઈ વજન હોતું નથી

છતા વજનદાર હોય છે!!

આજે પલકે આગ્રહ કરીને નિરવને પોતાના બંગલે બોલાવ્યા હતા. આજે અનોખો એને એહસાસ થતો હતો! ખુદને આયના સામે ઊભી કરી ખૂબ ચીવટથી નિરવની પસંદગીની ગુલાબી સાડી ધારણ કરી- પ્રેમાગ્નિ સારિકા બની શણગાર સજ્યો હતો!! તેના આતુર નયનો નિરવના આગમનની રાહ જોતા હતા. દિલની ધડકનો તેજ ગતિએ ધડકતી હતી! નિરવની કારનો હોર્ન સાંભળતા પલક એક ષોડશી કન્યાની માફ્ક દોડી. વેલકમ માય હોમ- સ્મિત સાથે દરવાજો ખોલતાં બોલી! નિરવ સાથે એક સૌંદર્યવાન યુવતીને જોતા એ સ્મિત વિલીન થઈ ગયું. વેલકમ- પલકની આંખોમાં અસંખ્ય સવાલો હતા, દીવાનખંડમાં આવતા નિરવ બોલ્યા- પલકજી આ મારી જીવનસાથી- જીવનસંગિની, મારી અર્ધાંગિની- તનવી છે! ઓહ- નમસ્કાર તનવી બેન- હસતા ચહેરે નમસ્કાર કરી સ્વાગત કર્યું પરંતુ?

મનમાં પ્રેમની ઈંટોથી પ્રેમમહલ ઊભો કર્યો હતો- એ ખરવા લાગ્યો.અભિપ્સા -મનની વંચિત રહી ગઇ!

(નોંધ- આ વાર્તામાં જે ગઝલ રચનાઓ છે એ કવિશ્રી.'મરમી' જી ની છે એમની પરવાનગી સાથે અહીં સમાવી છે)

#love #mug #poet #smile #wish

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..