Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Action Crime Romance

3  

Irfan Juneja

Action Crime Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૧૯

હમ તુમ્હારે હૈ સનમ - ૧૯

8 mins
14.9K


આયત અને અરમાન પોલીસથી છુપાતા જેતપુર તરફ જઈ રહ્યા હોય છે. અહીં આયતના અબ્બુ પોલીસને ફોન કરીને જણાવે છે કે અમને ખબર મળી છે જેતપુરમાં જ નિકાહ છે. લિયાક્તના અબ્બુ પોલીસ ની ચાર ગાડીઓ અને પઁદર પોલીસવાળા સાથે સુલેમાનને લઇ ને જેતપુર જવા નીકળે છે.

અરમાન બાઇક લઈને જેતપુર પહોંચી ગયો હોય છે. અક્રમ બન્નને લેવા બહાર જ ઉભો હોય છે.

"સલામ ભાઈજાન..." આયત ઉતરીને અક્રમને સલામ કરે છે.

"વાલેકુમ સલામ... તમે નીકળ્યા ત્યારે બધા સુતા હતા ને ?"

"ના ભાઈજાન બધા જાગતા જ હતા..."

"આટલી મોડી રાત્રે પણ ?"

"મારી જાન આવી હતી... અમ્મી એ લિયાક્તને હા કરી દીધી હતી..."

"તો આ લાલ જોડો તે લિયાક્ત માટે પહેર્યો તો ?" અરમાન એની સામે જોઈ ને બોલ્યો.

"આવું ન બોલો અરમાન... લાલ જોડો તો તમારા માટે પહેર્યો હતો. એના માટે તો હાથમાં ઝેરની પડીકી લઇને બેઠી હતી..."

"અરમાન તમેં બન્ને અંદર ચાલો આ આવી વાત કરવાનો સમય નથી, તું ગુસ્સો ન કર લિયાક્તને પછી જોઈ લઈશું..."

"હા ચલો અરમાન આપણાં નિકાહના સદ્કામાં બધાને માફ કરી દો... આજે આવું ન કરો. આજે આપણાં જીવનનો અમૂલ્ય દિવસ છે."

અરમાન અને આયતને લઇ ને અક્રમ અંદર આવે છે.

"આવી ગઈ મારી દીકરી... " આયતના નાનીમાં એને ગળે લગાવે છે.

"તમારી નઈ મારી નાનીમાં..." અરમાન બોલ્યો.

"હા બેટા નિકાહ પછી તારી જ છે. ચાલો બેસો ચા-પાણી કરો.."

"નાનીમાં ચા પાણીનો ટાઈમ નથી, આ બન્ને નીકળ્યા ત્યારે ત્યાં બધા જાગતા હતા. આયતની જાન આવી ગઈ હતી. જાનવાળા પોલીસમાં છે હવે એ કોઈ પણ સમય એ આવી શકે છે. આપણે ઝડપથી કંઇક કરવું પડશે. "

"હા બેટા હું આયતના મામાને મોકલીને કંઇક કરું છું."

"બેટા મહંમદ જા મૌલવી સાબને લઇ આવ નિકાહ પઢાવીને આમની સહી લઇ લઈએ..."

"અમ્મી આટલી રાત્રે ?"

"હા બેટા ઉતાવળ છે."

"આવું કેમ કરો છો... અમ્મી સવારે પઢાવજો" આયતના મામી બોલ્યા. એ ઇચ્છે છે કે આ નિકાહ ન થાય. ખબરી પણ એમને જ મોકલ્યો હતો.

આયતના મામા મૌલવી સાબને લેવા જાય છે. અહીં થોડી જ વારમાં પોલીસ આવી જાય છે. રસ્તામાં આયતના મામા અને મૌલવીને જોઈ જાય છે.

"આતો મારો સાલો છે... મૌલવી પણ સાથે છે..." સુલેમાન બોલ્યો.

પોલીશ એ બન્નેને પકડીને હાથ કળી લગાવી અને જીપમાં બેસાડીને આયતના નાનીના ઘર તરફ નીકળ્યા. ગાડીઓના અવાજથી અક્રમને ખબર પડી કે પોલીસ આવી, એને ઘરની બધી લાઈટ બંધ કરી દીધી અને અરમાન પાસે આવ્યો.

"અરમાન ચાલ ભાઈ ઉભો થા પોલીસ આવી ગઈ છે, આયતને લઈને ભાગ અહીંથી. ઘરના ધાબે જા, બધા ધાબાઓ અડોઅડ છે, જ્યાં સુધી ભાગી સકે છે ભાગ, પછી મોકો મળતા ગામની બહાર નીકળી જજે..."

અરમાન અને આયત ઘરની છત પર થઇને દોડતા જાય છે. બંને છેલ્લા ઘરે જ્યાંથી કોઈ સંપર્ક નથી હોતો એ ઘરમાં અંદર ઉતરી જાય છે. ત્યાં એક વૃદ્ધ ડોશીમા અને એમનો દીકરો હોય છે. અરમાન અને આયત પોતાની પરિસ્થિતિ વિષે જણાવે છે એ એમને ત્યાં બેસાડે છે.

અહીં પોલીસ દરવાજો ખખડાવે છે. કોઈ એ ન ખોલતા થોડીવારમાં દરવાજો તોડી ને અંદર આવે છે.

"ક્યાં છે ઓલા બન્ને..."

"કોણ બંને ? અહીં કોઈ નથી..." આયતના નાની કહે છે

"માજી તમે ચુપ રહો એ બંને અહીં જ છે, અમે મૌલવી અને મહંમદને પકડી લીધા છે..."

"અહીં કોઈ નથી તમે જાઓ અહીંથી..."

"આ કોણ છે સુલેમાન ?"

"આ મારા સાસુ છે, એમને જ નિકાહનો પ્લાન કરાવ્યો હતો..."

"ચાલો આ બધા ને હાથ કડીઓ લગાવો..."

"સાહેબ આને રહેવા દો આ અક્રમને લગાવો એ એમની સાથે હતો અને તમેં શોધો એમને એ ક્યાંય જતા ન રહે..."

પોલીસવાળા અક્રમને મારતા મારતા હાથ કડી લગાવે છે. આખા ઘરને ચેક કરવાનું લિયાક્તના અબ્બુ ઓર્ડર આપે છે.

"સાહેબ તલાશી ના લો. એ ભાગી ગયા છે..." આયતના મામી બોલે છે.

અક્રમ સમજી જાય છે કે પોલીસ સીધી અહીં કેમ આવી, કોઈએ તો અહીંની માહિતી આપી હશે બાકી તો શક દ્વારા એ રાજકોટ જ જવી જોઈએ.

અરમાન અને આયત એ ડોશીમાના ઘરમાં બેઠા હોય છે, ડોશીમા એને બાળપણમાં એ વેકેશન કરવા આવતા એ વાત કહે છે. અને અંદરના ઓરડામાં બંનેને સંતાઈ જવા કહે છે. પોલીસ જાય પછી કૈક કરશું..

આયત અને અરમાન એક બીજાની સામે જુવે છે. ફાનસના અજવાળે બન્ને ના ચહેરા દેખાય છે.

"આયત તું રડે છે ?"

"હા અરમાન રડવું તો આવે જ ને , દીકરીની વિદાયમાં અબ્બુ પોલીસ લઇને આવ્યા છે, ઘરે અમ્મી એ રાહ જોઈને બેઠી હશે કે પોલીસ મારા વાળ પકડી ઢસેલીને એના પગમાં નાખી દેશે..."

અહીં બહાર, અક્રમને ખુબ માર મારે છે પણ એ કઇ જ બોલતો નથી , પોલીસ બધી ગલીઓ ચેક કરે છે પણ ક્યાંય આ બંને દેખાતા નથી.

"તમે કંઇક કરો એ બંને નિકાહ ન કરી લે, જરૂર પડે તો ઘરની તલાશી લો..." સુલેમાન બોલ્યા

"ના સુલેમાન વોરન્ટ વગર કોઈના ઘરમાં રાત્રે ન જઈ સકાય.."

"એક રસ્તો છે સુલેમાન તારા સાળા મહંમદને આપણે લાઉડ સ્પીકર પર એમ બોલાવડાવીયે કે મહંમદ, તારા સાસુ , અક્રમ અને એના માસીને પોલીસ એ હીરાસતમાં લઇ લીધા છે છોકરીને અગવા કરવાના ગુનાહમાં તો કદાચ એ બહાર આવી જાય... અને પ્રેમ કરવાવાળા ખુબ સંવેદનશીલ હોય છે..."

"હા એ કરી શકીયે..."

લિયાક્ત પણ એટલીવાર માં એની જીપ્સી લઈને પહોંચી જાય છે. મનમાંને મનમાં ઘમંડ કરે છે કે આજે મારા પિતા એને પકડી જ લેસે.

મહંમદને લાઉડ સ્પીકર આપીને બોલવાનું કહેવામાં આવે છે.

"બેટા અરમાન અને આયત હું મહંમદ તમારો મામા બોલું છું, મને તમારા નાનીને, અક્રમ અને માસીને પોલીસ એ આયતને અગવા કરવાના ગુનાહમાં હાથકડી લગાવી છે, તમે જ્યાં હોવ બહાર આવી જાઓ..."

અરમાન અને આયત આ સાંભળે છે. અરમાન એની નાનીનું નામ સાંભળતા જ ઉભો થઇ જાય છે. આયત એનો હાથ પકડીને એની આંખોમાં જોઈને રડે છે.

"કેમ હાથ પકડે છે ? ડરી ગઈ છો?"

આયત મોઢું હલાવીને ના જાઓ એમ કહી રહી હોય એવું અનુભવાય છે. "આયત હજી પરીક્ષા બાકી છે, તું બસ દુઆ કર એમને નાનીને હાથકળી લગાવી છે, આ સારું નથી થયું..."

આયત એનો હાથ છોડે છે. એ ડોશીમાને કહે છે.

"તમે મારા નાની સમાન છો, હું મારી આ અમાનત તમને સોંપીને જાઉં છું ધ્યાન રાખજો..."

"હા જા બેટા... હું એને ખરોચ નઈ આવવા દઉં..."

ડોશીમા એને લઈને બીજા રૂમમાં જાય છે. ડોશીમાના દીકરા પાસે અરમાન ઉભો રહે છે.

"માના કહેવાથી મદદ કરે છે કે દિલથી ?"

"ભાઈ દિલ થી ..."

"તો એ કે તારી પાસે કોઈ ગન છે ?"

"હા પણ લાઇસન્સ વાળી નથી..."

"મારે લાઇસન્સ વગરની જ જોઈએ છે..."

"ગોળી ચલાવશો ?"

"જરૂર પડશે તો ચલાવીસ..."

ડોશીમાનો દીકરો એને ગન આપે છે.

"મને છત પર જવાનો રસ્તો બતાવ અને તું નીચેથી બંધ કરી દેજે..."

અરમાન છત પર થઇને જાય છે જેથી એ સંતાઈને પોલીસ ની ગતિવિધિ જોઈ શકે. લિયાક્ત એક ઝાડ માસે આંટા મારતો હોય છે. અરમાન ત્યાં એની પાસે કૂદીને આવી જાય લિયાક્તના માથે ગન રાખે છે.

"બધા જ પોતાના હથિયાર નીચે ફેંકીદો નહિતર આનું ભેજું બહાર કાઢી નાખીસ."

"લિયાક્ત ના અબ્બુ છોકરા પર ગન જોઈને બધાને હથિયાર નીચે નાખવાના કહે છે."

"અક્રમને છોડી ને મારી પાસે મોકલો..."

અક્રમને હાથકડી છોડાવીને અરમાન પાસે મોકલે છે. અક્રમ અરમાન પાસે આવે છે. અરમાન અક્રમને કહે છે આયત ક્યાં છે. અક્રમ આયતને લેવા જાય છે અને અરમાન લિયાક્તની જીપ્સી પાસે એને લઇ જાય છે.

અક્રમ આયતને લઇ ને આવે છે.

"આ લિયાક્ત ભાઈ અહીં ક્યાંથી ?" આયત એની હાલત પર મરચું ભભરાવતા બોલે છે.

"તારી જાન લઈને આવ્યો તો ને આ , આજે કહું છું કેમ અવાય છે. "

"અરમાન એને છોડી દે ને તું નીકળ.."

"ના અક્રમ આને ગાડી આવડે છે. આજે એ ગાડી ચલાવશેને અમે જઈશું...."

અરમાન અને આયત જીપ્સીમાં પાછળ બેસે છે. અરમાન લિયાક્તના માથે ગન રાખી ને કહે છે ચાલ રાજકોટ લઇલે, નોંસ્ટોપ.

"અરમાન મારી ઈચ્છા હતી મારા મૌલવી સાબ પાસે મારા નિકાહ થાય જો તમેં કહો તો જૂનાગઢ જઇયે ?"

"હા આયત તું કહે એમ. ચાલ લિયાક્ત જૂનાગઢ લઈલે."

આયત અને અરમાન જૂનાગઢ મસ્જિદ આવે છે. સવારની નમાજ પતવા જ આવી હોય છે. અરમાન લિયાક્તને હાથકળી વડે ગાડીના સ્ટેરીંગ સાથે બાંધીને મસ્જિદમાં આયતને લઈને દાખલ થાય છે.

"અસ્સલામું અલયકુમ મૌલવી સાબ... શું અમારો નિકાહ પઢાવશો ?"

"વાલેકુમ સલામ બેટા , હા કેમ નઈ બેસો..."

થોડા નમાજી નમાજ પઢીને નીકળી જાય છે. બાકી બેઠેલા ને મૌલવી સાબ પૂછે છે.

"તમે આ દીકરીને ઓળખો છો, એની સાદગી, સારી વર્તણુક વિષે જાણો છો, તો તમારામાંથી આ છોકરી માટે વકીલ અને છોકરાના ગવાહ બનવા કોઈ તૈયાર છે ?"

ત્યાં બેઠેલા નમાજીમાંથી બે જણ ગવાહ અને એક વકીલ માટે હા ભરી.

"સારું તો નિકાહ નું રજીસ્ટર લઇ આવો અને મને આપો."

નિકાહનું રજીસ્ટર આવી ગયું. મૌલવી સાબ એ છોકરી, છોકરા અને વકીલ તથા ગવાહના નામ સાથે એ ભર્યું.

એક નમાજી જે સુલેમાન ના પડોશી હતા એમને સુલેમાનના ઘરે જઈને કહ્યું

"ભાભી તમારી દીકરી મસ્જિદમાં આવી છે ઓલા અરમાન સાથે અને મૌલવી સાબ એમનો નિકાહ પઢાવે છે. "

આ સાંભળી આયતના અમ્મી ઢોંગ ચાલુ કર્યાં. ઘરમાં દોઢી એક રસ્સી પંખા પાર બાંધીને ફાસો ખાવા લાગ્યા. આયતની નાની બહેનો ડરવા લાગી. એક બેન દોડતી મસ્જિદ તરફ ગઈ.

અહીં મૌલવી સાબ એ નિકાહ માટે પાંચ કલામાં પઢાવી દીધા અને છોકરીને પૂછી રહ્યા હતા.

"આયત દુઃખતરે સુલેમાન કો અરમાન બિંતે આબિદ અલી કે નિકાહ મેં દિયા જાતા હૈ, ક્યાં તુમ્હે કુબુલ હૈ ?"

એટલામાં જ આયત ની બેન નો અવાજ આવ્યો

"દીદી અમ્મી એ ફાંસી લગાવી લીધી છે..."

આયત દોડતી ઘરે જાય છે. અરમાન પણ એમની પાછળ દોડતો જાય છે. ઘરે જઈને જોવે છે તો આયતના અમ્મી હજી લટકી રહ્યા હોય છે. આયતને અરમાનને જોઈને એ ઢોંગ વધારે છે. આંખો બંધ કરી લે છે.

અરમાન એમને નીચે ઉતારી ને પાણી છાંટે છે.

"માસી હું હવે તામરી મરજી વગર નિકાહ નહિ કરું..."

આયત એના અમ્મીને આમ જોઈ ખુબ રડે છે. આયતના અમ્મી ઢોંગ કરતા થોડા ભાનમાં આવીને બોલે છે.

"વચન આપ અરમાન કે હવે તું મારી મરજી વગર નિકાહ નહિ કરે. "

"હા માસી વચન આપું છું નહીં કરું..."

આયત આ સાંભળી વધુ રડે છે કેમ કે એને ખબર છે એના અમ્મી ક્યારેય નહિ માને.

"બેટા બીજું વચન આપ હવે મારી મરજી વગર મારા ઘરમાં પગ નહિ મૂકે. "

અરમાન રડવા જેવો થઇ જાય છે આયત અને અરમાન એકબીજાને જોઈને ખુબ રડે છે. રડતા રડતા અરમાન કહે છે.

"હા માસી હું તમારી મરજી વગર હવે અહીં પગ પણ નહિ મુકું..."

"ખા કસમ આયત ની...."

"માસી.... આયતની કસમ હું નહિ પગ મુકું."

અરમાન રડતા રડતા ત્યાંથી ચાલ્યો જાય છે. અરમાન ના જતા જ આયતના અમ્મીના ચહેરા પર હસી ફરી વળે છે. એ ખુબ ખુશ થાય છે, આ જોઈ આયતને ખુબ જ દુઃખ લાગે છે.

(ક્રમશ:...)


Rate this content
Log in

Similar gujarati story from Action