Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અમૃત પટેલ સ્વયંભૂ

Tragedy

4.5  

અમૃત પટેલ સ્વયંભૂ

Tragedy

કેફ

કેફ

2 mins
556


    દાયકાઓ પહેલાંના ઠરેલ સંસ્કારી સર્વદમન શેઠ પાસેથી વારસાઈમાં મળેલી અઢળક મિલકતોનો માલિક વૈભવ, પિતાથી બિલકુલ વિરુદ્ધ સ્વભાવનો. વાતે-વાતે બધાને અપમાનિત કરતો રહેતો. પત્ની વૈશેષિકા બિઝનેસની કોઈ વાત કરતી તો તેને નાની નાની વાતે ઉતારી પાડતો. બિઝનેસમાં તને ખબર ન પડે...! અને વૈશેષિકા ચૂપ થઈ જતી.


      દીકરો વિસ્મય તેના દાદાના સ્વભાવે ન ગયો અને વૈભવ ઊપર ગયો એટલે બંને વચ્ચે હંમેશા બારમો ચંદ્ર રહેતો!

     હાલની બજારની મંદીને કારણે વૈભવ થોડા દિવસોથી નાની નાની વાતે ગુસ્સે થઈ જતો... આજે સવારે પણ તે વિસ્મય સાથે કારણ વગર જ ગુસ્સે થતા વિસ્મય પણ તેનો જ દીકરો તે તેનાથી વધારે ગુસ્સે થઈ રેસર બાઈકને કિકક મારતો કોલેજ જવા નીકળી ગયો... જાણે પાછા ઘરે આવવાનું જ નહીં હોય તે રીતે!


    વૈભવનો ગુસ્સો સાતમે આસમાને હતો. ઑફિસમાં પટાવાળાથી લઈ તમામને કારણ વિના જ ખખડાવી નાખ્યાં...તેમના આજના વર્તનથી બધાજ ડઘાઈ ગયા.

     બધાની આંખોમાં એકજ ભાવ દેખાઈ રહ્યો હતો; 'આજે શેઠને શુ થયું છે?!' બધા આખો દિવસ તણાવમાં રહ્યાં.

     રાત્રે વૈભવ ઘેર આવવા નીકળ્યો ત્યાં રસ્તામાં ટ્રાફિકને કારણે ડ્રાઈવર વારંવાર ગાડીને બ્રેક મારતો તેથી તે ડ્રાઈવર ઊપર પણ ગુસ્સે થઈ જતો. ત્યાં ડ્રાઈવરે કહ્યું;'સાહેબ આગળ બાઈકવાળો વારંવાર વચ્ચે આવ્યા કરે છે.!

    'શુ?'

    'હા સાહેબ, જાણી જોઈને આવું કરી રહ્યો છે. સાઈડ કાપવા દેતો નથી.'


     વૈભવને ભલે અત્યારે બજારમાં મંદીને કારણે ખોટનો સામનો કરવો પડી રહ્યો હોય, પરંતુ તેના કેફમાં કોઈ ફરક પડ્યો નહોતો. હજી પણ તે એજ "કેફ"માં જીવી રહ્યો હતો!

     તેણે ડ્રાઈવર ને સૂચના આપી.... ડ્રાઈવરે તે મુજબ કર્યું.!

     સવારે વિસ્મયની કોલેજ પુરી થતા તેને મિત્રો સાથે બહાર જવાનું છે એટલે રાત્રે કદાચ મોડું થશે તેમ વૈશેષિકાને ફોનથી જણાવ્યું હતું... તે હજી ઘરે આવ્યો નહોતો.


     રોજની ટેવ મુજબ વૈભવ ઘરમાં દાખલ થયો...

'બાસ્ટર્ડ, આજ કાલના છોકરાઓ શુ સમજતા હશે...? બાપને પૈસે બસ નીકળી પડવું છે...' હજી તે આગળ બોલવા જતો હતો...

    ત્યાં...

    'વૈશેષિકાના મોબાઈલમાં રિંગ સાથે 'માય દિકું' ડિસ્પ્લે થયું.. તેણે ફોન સ્પીકર કર્યો;'બોલ બેટા...'

.....

     'આ તમારો દીકરો અહીં રસ્તા ઊપર તરફડી રહ્યો છે. કોઈ ગાડીવાળો ટક્કર મારીને ભાગી ગયો છે! ફોનમાં અજાણ્યો અવાજ...!

         'નહિ...!! વૈશેષિકા સોફામાં પછડાય પડી.

        વૈભવ ઝડપથી ફોન હાથમાં લઈને 'હલ્લો...હલ્લો... કરતો રહ્યો. તેનો બધો કેફ ક્ષણમાં ઊતરી ગયો!         


Rate this content
Log in

Similar gujarati story from Tragedy