Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Thakkar "યાદે"

Others

5.0  

Parul Thakkar "યાદે"

Others

નસીબના ખેલ ભાગ ૧૪

નસીબના ખેલ ભાગ ૧૪

3 mins
369


આવા અનેક વ્યંગબાણ ધરા પર વરસી રહ્યા હતાં. હંસાગૌરી એમાં સુર પુરાવતા હતા કે 'મેં તો પહેલા જ કહ્યું હતું આના પર ભરોસો મૂકીને તમે ખોટું કરી રહ્યા છો. એક વાર ભટકી ગયા પછી હવે આ ન સુધરે.' વગેરે વગેરે....


પણ ધરાના મનમાં આ વખતે એના સરની વાત બરોબર સચવાયેલી હતી. તેણે પપ્પાને બધું બોલી લેવા દીધું. થોડો માર પણ ખાઈ લીધો. એકદમ ચૂપ રહી એને ચૂપ જોઈને ધીરજલાલ થોડા નરમ પડ્યા. પછી ધરાને પૂછ્યું 'તારે શુ કહેવું છે આ બાબતમાં... ?' ધરાએ એટલું જ કહ્યું કે 'ફરી એક વાર તમે મારી વાત સાંભળ્યા વગર તમારો નિર્ણય કહેવા જઈ રહ્યા છો પપ્પા... જે શરતની તમે વાત કરો છો એ શરત વિશે એ કાઈ જાણતી જ નથી. અને એણે કોઈ પણ છોકરા સાથે કોઈ વાત કરી જ નથી. પપ્પા આ બાબતમાં કાલે સ્કૂલે આવીને તેના સર સાથે જરૂર વાત કરે.' એમ પણ કહ્યું.


ધીરજલાલને આ વાત યોગ્ય લાગી. એમણે બીજા દિવસે ધરાની સ્કૂલે જઈને આનો તાગ મેળવવાનું નક્કી કર્યું. 


બીજા દિવસે ધીરજલાલે ધરાને એકલા સ્કૂલે જવાની ના પાડી. અને પોતે સાથે આવે ત્યારે જ જવાનું છે એમ કહીને પહેલા સવારે દુકાને ગયા. થોડું કામ પતાવીને ધરાના સ્કૂલના ટાઈમ એ ઘરે આવ્યા અને ધરાને સાથે લઈને ધરાની સ્કૂલે ગયા. ત્યાં પ્રિન્સીપાલની ઓફિસમાં જઈને એ બધી વાત રજૂ કરી. 

સર એ ધરાને પૂછ્યું કે ;શું વાત છે ? પણ ધરા કાઈ જાણતી ન હતી. તેથી સર એ ધરાના કલાસ ટીચરને બોલાવ્યા. અને વિગત જાણવાની કોશિશ કરી. ધરાના કલાસ ટીચર તો ઉલટાનું એમ કહેવા લાગ્યા કે 'આ તો સારું કહેવાય. શરત શરતના ચક્કરમાં સ્ટુડન્ટ ભણવામાં વધુ ધ્યાન આપશે.'


પણ ધીરજલાલે કહ્યું કે 'આમાં એમની છોકરીની કાઈ બદનામી થાય તો કોણ જવાબદાર ? વાત કાઈ વધે તો કોની જવાબદારી ?' એટલે પછી આ શરતની વાત કરનાર કોણ છોકરાઓ હતા એ શોધવાનું નક્કી થયું. કલાસમાં પૂછવામાં આવ્યું કે 'ગઈકાલે બહાર નાસ્તો કરવા કોણ કોણ ગયું હતું. અને એમાંથી એ પણ જાણવામાં આવ્યું કે ધીરજલાલની દુકાન બાજુ નાસ્તો કરવા કોણ કોણ ગયું હતું.'


એ બધા છોકરાઓને પ્રિન્સીપાલની ઑફિસમાં લાવવામાં આવ્યા. ધીરજલાલ એમના સ્વભાવ મુજબ તરત આ લોકો ને જોઈને ગુસ્સે થયા. પણ પ્રિન્સીપાલે તેમને શાંત રહેવા કહ્યું. અને છોકરાઓને આખી વાત શુ છે તે પૂછ્યું.  છોકરાઓ એ કહ્યું કે 'એ લોકો નાસ્તો કરવા ગયા હતા. ધરાના માર્ક્સ સારા આવતા હતા એટલે એ બધા ભાઈબંધો વચ્ચે ખાલી વાત થઈ કે આ વખતે આપણે વધુ માર્ક્સ લાવીશું. અને આ બાબતમાં જ તેઓ એ અંદરોઅંદર શરત લગાડી. આમાં ધરા સાથે શરત નથી લાગી પરંતુ અમે મિત્રો એ આપસમાં શરત લગાડી છે અને આ શરત વિશે ધરાને ખબર પણ નથી.'


સાથે સાથે વિદ્યાર્થીઓએ એમ પણ કીધું કે એમને ખબર ન હતી કે ત્યાં ધરાના પિતાની દુકાન છે. એ લોકો એ ફકત અભ્યાસને લઇ ને શરત લગાડી છે કે આ વખતે અમારા માર્ક્સ વધુ આવશે. એમાં ધરાને કાઈ નુકસાન પહોંચાડવાની વાત જ નથી. ન કોઈ અન્ય છોકરીને નુકસાન પહોંચાડવાની વાત છે. નાહક જ વાત નું વતેસર કરવામાં આવી રહ્યું છે અને એમને ઠપકો આપવામાં આવી રહ્યો છે.' અને એક છોકરાએ તો ધરાને પોતાની બહેન માની. ધરા પાસે રાખડી બંધવવાની વાત પણ સહુ સમક્ષ રજૂ કરી...!


(ક્રમશઃ)


Rate this content
Log in