Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Others

5.0  

Prashant Subhashchandra Salunke

Others

હેલ્પ... હેલ્પ...

હેલ્પ... હેલ્પ...

1 min
409


ઈ.સ. ૧૯૫૭ની સાલ...

એક અકસ્માત બાદ સ્ત્રીએ જોયું કે તેના બાળકને ગંભીર ઈજા થયેલી હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની જરૂર હતી. બિચારી માતાનું હદય પોતાના બાળકની આ અવસ્થા જોઇને તડપી ઉઠ્યું ! કોઈ મદદ મળશે એ આશાએ “હેલ્પ હેલ્પ”ની બુમો પાડતા ઘટનાસ્થળથી ઘણે દુર સુધી ગઈ. પરંતુ આ જાલિમ દુનિયાએ તેની બુમો તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં.


આખરે થાકી હારી જયારે તે પાછી આવી ત્યારે દંગ રહી ગઈ કારણ ઘટનાસ્થળે તેનું બાળક નહોતું ! પોતાના બાળકને કોઈક ઊઠાવી ગયું હશે એ કલ્પના માત્રથી તેના મસ્તિષ્ક પર પ્રચંડ આઘાત લાગ્યો. પોતાને કોઈ જોતું નથી કે સાંભળતું નથી તેની દરકાર કર્યા વગર એ બસ “હેલ્પ હેલ્પ”ની બુમો પાડતા આવતાજતા વાહનોની પાછળ દોડવા માંડી. હવે તેને કોણ સમજાવે કે પોલીસે ત્યાં આવી અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામના શબને ક્યારના પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધા હતા ! હા, તમામના શબને. તેની સાથે તેના બાળકના શબને પણ ! આ ઘટનાથી બિચારી એ માતાના હદયને એવો વજ્રઘાત લાગ્યો કે તેની આત્મા આજેપણ હાઇવે પરથી આવતી જતી ગાડીઓની પાછળ દોડ્યા કરે છે અને બુમો પાડ્યા કર્યા છે, “હેલ્પ... હેલ્પ...”


Rate this content
Log in