Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandhya Chaudhari

Drama Thriller

3  

Sandhya Chaudhari

Drama Thriller

પ્યાર ઈમ્પોસીબલ - ભાગ ૧૩

પ્યાર ઈમ્પોસીબલ - ભાગ ૧૩

5 mins
473


એક દિવસે સાંજે સ્કૂલ છૂટતી વખતે સમ્રાટે શામોલીને કહ્યું "એક વાર મારી વાત સાંભળી લે પછી તારો જે નિર્ણય હશે તે મને મંજુર છે. એ પછી હું તને હેરાન નહિ કરીશ. પ્લીઝ શામોલી."

શામોલી:- દરરોજ મને હેરાન કરે છે. આજે તારી વાત સાંભળી લઈશ તો કમસેકમ આ દરરોજની ઝંઝટમાંથી મુક્તિ. સારું બોલ. હું પણ તો સાંભળુ તું શું કહેવાનો છે?

નવરાત્રીના દિવસથી લઈને શશાંક અને રાહુલ સાથેની યોજના વિશે તથા ફ્લેટવાળો અનુભવ, રોહિત અને શશાંકે ચોકલેટમાં ભેળવેલી દવા વગેરે બધુ વિગતવાર સમ્રાટ જણાવે છે.

શામોલી:- અને મેં સાંભળ્યું તેનુ શું?

સમ્રાટ:- શું સાંભળ્યું હતું?

"શશાંક, રોહિત અને તું ત્રણેય ઉપરના રૂમમાં વાત કરી તે મેં સાંભળ્યું હતું.

શશાંક અને રોહિત તને પૂછી રહ્યા હતા કે શામોલી સાથે મજા આવી કે નહિ. વોટ યુ મીન મજા આવી કે નહિ. આનો શું અર્થ કરવો મારે? " શામોલી ગુસ્સાથી બોલી.

સમ્રાટ:- ઓકે રીલેક્સ એના પછી તે શું સાંભળ્યું?

શામોલી:- એના પછી સાંભળવા જેવું હતું જ શું? હું તરત નીચે આવી ગઈ.

સમ્રાટ:- મતલબ કે મેં શું કહ્યું તે નથી સાંભળ્યું તે?

"શું સાંભળતે એ જ કે તે મારું સર્વસ્વ લૂંટી લીધું. મને ક્યાંયની ન રહેવા દીધી." આ વાક્ય બોલતા શામોલીની આંખમાં આંસુ આવી ગયા.

સમ્રાટ શામોલીનાં આંસુ લૂછવા જાય છે એ પહેલાં જ શામોલીએ કહ્યું "ડોન્ટ ટચ મી. આ હક્ક તે ગુમાવી દીધો છે."

સમ્રાટ:- શામોલી તે દિવસે તું બેભાન હતી તે વાત સાચી પણ હું તને અડ્યો પણ નથી. ટ્રસ્ટ મી."

શામોલી:- ટ્રસ્ટ અને તારા પર?ટ્રસ્ટ શબ્દનો અર્થ પણ ખબર છે તને?

સમ્રાટ:- મે તને એ ચોકલેટ આપી હતી?

શામોલી:- યસ યુ આર રાઈટ મિ. સ્માર્ટ. તે નહોતી આપી પણ મને આપવાનો જ હતો ને!!!

સમ્રાટ:- હું નહોતો આપવાનો...હું તને કહું એ પહેલા જ તું ચોકલેટ ખાઈ ગઈ.

"ઑહ રિયલી સમ્રાટ?" શામોલીએ ફીક્કુ હસતા કહ્યું.

"તારા કહેવા પ્રમાણે તારે જે વાત કરવી હતી તે મને કહી દીધી અને મેં સાંભળી પણ લીધી. હવે મારે તારી સાથે કશી નિસબત નથી. પ્લીઝ સમ્રાટ હવે મને હેરાન નહિ કરતો. મારાથી દૂર જ રહેજે. હું તને રિકવેસ્ટ કરું છું. અને થેંક યુ સેમ..મારી આંખો ખોલવા...મને એ સમજાવવા માટે કે કોઈ ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કદી કરવો જોઈએ નહિ." આટલું કહી શામોલી ત્યાંથી જતી રહે છે.

તે દિવસથી શામોલીના મોબાઈલમાં સમ્રાટના ન તો મેસેજ આવ્યા ન તો સમ્રાટનો ફોન આવ્યો. સમ્રાટ સ્કૂલે તો જતો પણ અંદરથી ઉદાસ રહેતો. મિત્રો સાથે હસીને વાત કરી લેતો. હાસ્યમાં પણ એની ઉદાસી મિત્રોને વરતાઈ આવતી. ખાસ કરીને રાઘવ અને સ્વરાને.

"આઈ વોન્ટ તું હગ યુ.સોરી સમ્રાટ મેં તને

જજ કર્યો." એમ કહી સ્વરાએ સમ્રાટને હગ કર્યું.

સમ્રાટ:- ઇટ્સ ઓકે. તારે માફી માગવાની જરૂર નથી.

સ્વરા:- તારો ઉદાસ ચહેરો સારો નથી લાગતો. તું છે ને નટખટ જ સારો લાગે છે.

સમ્રાટ:- થેન્ક્સ સ્વરા.

સ્વરા:- આપણે ફ્રેન્ડ છીએ ને! તો થેન્ક્સ કહેવાની જરૂર છે ખરી?

ક્યારની આ લોકોની વાત સાંભળી રહેલા રાઘવે કહ્યું " ફાઈનલી આજે તમારી વચ્ચેની ગેરસમજણ તો દૂર થઈ."

સમ્રાટમાં ઘણુખરું પરિવર્તન આવી ગયું. છોકરીઓથી પણ દૂર રહેવા લાગ્યો. સમ્રાટે શામોલી સાથે વિતાવેલી પળ યાદ આવતી. શામોલીનો નિખાલસ પ્રેમ યાદ આવી જતો.

શામોલીએ પણ સમ્રાટમાં આવી રહેલ પરિવર્તનની નોંધ લીધી. એને ઘણું મન થઈ આવતું કે સમ્રાટ સાથે વાત કરું...એને ગળે વળગીને રડું પણ શામોલીને સમ્રાટે કરેલો વિશ્વાસઘાત યાદ આવી જતો. શામોલીને હવે સમ્રાટ પર વિશ્વાસ કરતા ડર લાગવા લાગ્યો. એક પળે તો વિશ્વાસ કરી લેવાનું મન થતું પણ પછી બીજી જ પળે વિચાર આવી જતો કે પાછો મારી સાથે વિશ્વાસઘાત થશે તો? નહિ...નહિ...પાછો મારી સાથે ફરી વિશ્વાસઘાત થશે તો હું સહન નહિ કરી શકું..હું પોતાની જાતને સંભાળી નહિ શકું. આ બધા કારણોને લીધે શામોલીએ સમ્રાટથી દૂર રહેવાનું જ પસંદ કર્યું.

જીદ પકડી લે છે હ્દય ત્યારે

સમજાતી નથી કોઈ બીજી વાત..

આપઘાત કરતા પણ

પીડાદાયક હોય છે વિશ્વાસઘાત..

સમ્રાટે શામોલીને મનાવવા વધુ એક પ્રયત્ન કર્યો. સમ્રાટે શામોલીને આખી સ્કૂલ સામે પ્રપોઝ કર્યું. પરંતુ શામોલી "સોરી પણ હું તને પ્રેમ નથી કરતી." એવું કહી ત્યાંથી નીકળી ગઈ.

શામોલીને પોતાના પ્રેમનો અહેસાસ કરાવવામાં સમ્રાટનું આત્મસન્માન હદથી વધારે ઘવાઈ ગયું હતું.

રવિવારનો દિવસ હોય છે. સ્વરા શામોલીના ઘરે હોય છે.

સ્વરા:- શામોલી તને નથી લાગતું કે સમ્રાટ બહુ બદલાય ગયો છે. એ ખરેખર તને પ્રેમ કરવા લાગ્યો છે.

શામોલી:- તો એમાં હું શું કરું?

સ્વરા:- શામોલી એટલી પથ્થર દિલ ન બન. પછી એવું પણ બને કે સમ્રાટને તું હંમેશને માટે ખોઈ બેસે. સમ્રાટ હજી પણ તને ચાહે છે.

શામોલી:- હું તો એની જ હતી..માત્ર એની.. પણ સમ્રાટ મારો હતો જ નહિ. તો પછી ખોવાનો ડર શાનો? ખોવાઈ તો હું ગઈ હતી એના પ્રેમમાં..અને આજ સુધી એ શામોલીને શોધું છું જે સમ્રાટના પ્રેમમાં પાગલ હતી..પણ હવે એ પાગલ શામોલી ફરી ક્યારેય નહિ મળે..એ શામોલી હંમેશ માટે ખોવાઈ ગઈ છે..

સ્વરા:- એ શામોલી તારી અંદર જ છે. બસ તું એને બહાર નથી આવવા દેતી.

શામોલી:- એ શામોલીને ભીતર જ રહેવા દે. ફરી એની સાથે વિશ્વાસઘાત થશે તો એ જીવી નહિ શકે. એના કરતા બેટર છે કે આ શામોલી પથ્થર દિલ જ બની રહે. પણ હવે મારાથી પ્રેમ નહિ થાય, ન તો સમ્રાટ સાથે કે ન તો બીજા કોઈ સાથે...હવે મારા માટે પ્રેમ પર વિશ્વાસ કરવો ઈમ્પોસીબલ છે...

સમ્રાટ સાથે સ્કૂલમાં નજર મળી જતી ત્યારે બંન્ને એકબીજાને હાઈ કે હલો કહી દેતા.

ये दिल भी बड़ा अजीब होता है । ये बड़ा ही नाज़ुक होता हैं, जरा सी बात पर टूट जाता हैं । कहते हैं दिल के कई रूप और रंग होते हैं । दिल कोमल भी होता हैं तो कठोर भी, दिल छोटे से बच्चे की तरह चंचल होता हैं तो एक क्रुर शासक की तरह बेरहम भी । दिल का सबसे बड़ा रिश्ता प्रेम से होता हैं । जब किसी से प्रेम होता हैं तब दिल न अपने दिमाग की सुनता हैं ना ज़माने की सुनता हैं बस प्रेम के रंगों में रंग जाता हैं, और ये रंग जितना गहरा होता जाता हैं उतना ही दिल प्यार के रंगों से रंगीन हो जाता हैं..

प्यार की शुरुआत दिल लेने और दिल देने से होती हैं । दिल ही घर बन जाता हैं प्यार का, बस इसकी एक ही आरज़ू होती हैं. बस "वो" आँखों के सामने हो दिल के करीब । दिल बच्चा सा हो जाता हैं । और बस यही कहता हैं नहीं चाहिए सारी दुनियां की खुशिया बस मुझे वो और उसका साथ चाहियें जिसके लिए अब मैं धड़कता हु । अब ये धड़कन सिर्फ और सिर्फ उसकी हैं उसके बिना अब मैं किसी काम का नहीं । वही प्यार में दिल शीशे से भी नाज़ुक होता हैं जरा सी ठोकर से टूट के बिखर जाता हैं। और जरा सी बात पर बच्चे के खिलौने की तरह टूट कर बिखर जाता हैं ।

सच कहे तो प्यार में धोखा खाए दिल का बड़ा ही बुरा हाल होता हैं, ना उसे भूख लगती हैं ना प्यास, ना दिन में चैन मिलता हैं ना रातो में करार। हर वक्त आँखों की जगह आंसू दिल से निकलते हैं।

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama