Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leena Vachhrajani

Children Stories Others

2  

Leena Vachhrajani

Children Stories Others

હથેળી અને કૂંપળનો વ્યવહાર

હથેળી અને કૂંપળનો વ્યવહાર

1 min
438


એક ઉક્તિ પરંપરાગત સાંભળવામાં આવે કે,“બાળક એ પ્રભુનું સ્વરુપ છે.”


કર્ણપટલ પર તો આ વાક્યનો અદ્ભુત પ્રભાવ પડે, પડે ને ! પણ જ્યારે એ જ પ્રભુ ઉપર સમાજમાં થતા અત્યાચાર મીડિયા દ્વારા કે ન્યુઝપેપરમાં જોઇયે ત્યારે અત્યંત વેદના થાય. અરે, પ્રભુને મને -કમને,, પ્રેમ -ડરથી ,, પણ કેવાં લાડ કરો છો ! કરો છો ને !

જો ગુના કરીએ તો ઇશ્વર સજા કરે એવું કેવું મનમાં બેસી ગયું છે ! તો પ્રભુના પ્રસાદ જેવાં નિર્દોષ બાળક સાથે કોઇ ક્રુર કેવી રીતે થઇ શકે ?


બાળશોષણ શબ્દ જ અણમાનીતી રાણી જેવો લાગે છે. આ તો ટી.વીમાં ક્યાંક ક્રુર સીરીયલનું અલપઝલપ દ્રશ્ય નજરે ચડી ગયું તે અંતરમાં કચવાટ થઇ ગયો. જરા એમ ચોક્કસ થયું કે ઇશ્વરનો આ ન્યાય સમજણની બહાર છે. જ્યાં પાલવ ફેલાવી બાળક માટે ઝુરતાં દંપતી છે ત્યાં હીન કક્ષાએ બાળકની સાથે વ્યવહાર કરતા લોકો !


સંતો એમ કહે કે કળિયુગમાં કંઇ ઇશ્વર ચતર્ભુજ સ્વરુપે ન મળે. કોઇ દયાવાન, કોઇ ઉત્તમ કાર્ય કરનારા સજ્જન..- બસ આ બધા અલખના હોવાની એંધાણી છેે. એવી જ રીતે કળિયુગમાં કંઇ રાક્ષસ દસ માથાવાળા કે ભયંકર રુપ ધરાવતા ન મળે. પણ મનમાં હીન ભાવના - દસ માથા જેટલું કપટ એ રાક્ષસ હોવાની જ નિશાની છે.


બસ, એક પ્રાર્થના સાથે વિરામ.

“सबको सन्मति दे भगवान...”


Rate this content
Log in