Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Classics Drama

3  

Vijay Shah

Inspirational Classics Drama

અંક ત્રીજો

અંક ત્રીજો

7 mins
14.4K


લગ્ન ચાલુ હતા. સાત માટલાનું એક એવા ચાર સ્ટેન્ડની બનેલી ચોરીમાં જીવ ગૂંગળાતો હતા. છતાંય તેમનો હસતા રહેવાનો ડોળ ચાલુ હતો. પાંચમો જીવ મોટે મોટેથી અસ્પષ્ટ શબ્દોમાં બબડી બબડીને ગૂંગળામણ વધારતો હતો. હા, એ ગોર હતો. જે પેલા ચાર જીવોમાંથી બેને કહેવાતા લગ્નની બેડીઓમાં ગિરફતાર કરતો હતો અને બાકીના બે જીવન એ ગિરફતારીને ફૂલ અને ચોખાથી વધાવતાં હતાં.. કન્યાદાનનું પુણ્ય કમાતાં હતાં.

થોડા સમય બાદ ગોર મહારાજ ઊભા થયા. તેમના અસ્પષ્ટ અને કુશ્રાવ્ય બબડાટની ગતિવધી અને ટ્યુન મોટો થયો. સાથે પેલા બે જીવોને પણ ઊભા કર્યા, ને હવનકુંડમાં પ્રગટેલા અગ્નિમાં કશુંક નંખાવ્યું. લોકો કહે છે જવતલ હોમાવ્યા. એનો શો અર્થ હશે એ તો ખુદ ગોર પણ નહીં જાણતો હોય. પછી રાઉન્ડ પરેડ. એક ફાઈલમાં ચાર વખત… ચાર ફેરા એક જીવને ચાર નાખવા આવું કરવું પડે. કંકોત્રી લખવી પડે. નજીકનાં સગાંઓને જુદા કાગળ લખવા પડે. જાન તેડાવવી પડે : કે કાઢવી પણ પડે, બધાને જમાડવા પડે, માન - અપમાન સાચવવા પડે અને છેલ્લે ચોરીનાં ચાર સ્ટેન્ડમાં એકથી દોઢ કલાક ગૂંગળાવું પડે. કહોને કે જિંદગીભરની બચાવેલી મૂડીનો મોટો હિસ્સો ખરચવો પડે ત્યારપછી જ લગ્નનું નાટક થાય.

લગ્ન ચાલુ છે. ના દંભ, દેખાડ, ઢોંગ ચાલુ છે. મારા પપ્પાને પણ તેમણે બચાવેલી મૂડી ખરચવાના કોડ જાગ્યા છે તેથી તો મને અહીં બોલાવ્યો છે. છોકરી જોવા, છોકરી જોઈ લઉં પછી.. આ મોટું નાટક કરવાની સ્ટેજ પ્રેક્ટિસ શરૂ કરે. એમની ઈચ્છા નહીં હોય તો પણ સમાજમાં માન ને મોભો સાચવવા કહોને કે તમાચો મારીને ગાલ રાતો રાખવા એમને આ બધું કરવું પડશે. કારણ કે હવે હું ઊંમરલાયક થઈ ગયો છું.

અચાનક મારી બહેન દોડતી આવે છે અને મને કહે છે, જુઓ પેલી બદામી રંગની સાડી પહેરીને બેઠી છે ને…તે છોકરી… ગમી ? સાવ કચરો છે નહીં ? મારી નજર લગ્નની ગડભાંજમાં પડેલા વરઘોડિયામાંથી છટકીને જાનૈયા તરફ ગઈ. તેમાં કઈ ? “પેલું રાણી કલરનું બેલબોટમ પહેરીને જાડી છોકરી બેઠી છે ને તેની સાથે વાત કરે છે તે. રાણી કલર એટલે કયો કલર અને આવી નજર જ્યારે જ્યારે મારી આંખો સાથે અથડાય છે ત્યારે ત્યારે મને કોણ જાણે કેમ અંદરથી ભયની ઘંટડી સંભળાયા કરે છે અને હું સમજી જાઉં છું. આપણો શિકારી આ છે.”

પેલો ગોર મહારાજ મોટા અવાજે કશુંક બોલે છે અને એ બડબડાટ ચાલુ હોય છે, તે સમયેમારા હાથમાં બે–પાંચ ફૂલો બે નાના છોકરા આપી જાય છે. ગોરનો બડબડાટ શમતાની સાથે જ વરઘોડિયા ઉપર ફૂલોનો વરસાદ વરસે છે. હું સમજી જાઉં છું. ધરપકડ થઈ ચૂકી. મારા હાથમાં જે થોડાંક ફૂલ હતાં તે હું નીચે ફેંકું છું. કમબખ્ત પંખો ફૂલની દિશા બદલી નાખે છે, અને તે ગોરમહારાજની ચકચકતી ટાલ ઉપર પડે છે. બે એક ફૂલ એ ટાલના મધ્યબિંદુ ઉપર સચવાઈ જાય છે. ગોરમહારાજે જાણે ટાલ ઉપર ફૂલના ખોસ્યા હોય ? હું સહેજ મલકું છું. ટાલમાં ગુલાબ કઈ રીતે ખોસાય હેં?

મારી નજર ગોર મહારાજની ટાલ પરથી સહેજ હટીને દૂર જાય છે તો આપણો શિકારી હસતો જણાય છે. મારા મલકાટના પ્રત્યાઘાતરૂપે. રોંગ નંબર મેડમ ! યે હસી આપકે લીયે નહીંથી ક્યાસમજી ? હું દાંત કચકચાવું છું. ખોટો ભાવ ખાઈ જાય તે કંઈ ચાલે ?

લગ્ન પૂરા થયા. નાટકનો પ્રથમ અંક સમાપ્ત. હવે દસ મિનિટના વિરામ પછી દ્વિતીય અંક શરૂ થશે. ભૂલ્ય – બે કલાક પછી દ્વિતીય અંક શરૂ થસે… આઈ મીન રીસેપ્શન…

હું અને મારા બે મારી જેટલી ઉંમરના કાકાઓ એ બે કલાકમાં થોડું ક ફરવા બહાર નીકળીએ છીએ. ડબલડેકર આવતી જાઈને દોટ મૂકીએ છીએ અને ઘૂસી જઈએ છીએ. ભીડ ખૂબ હતી. બસ ચાલુ થયા પછી ઉપરથી અવાજ આવે છે – “એઈ ! તમે ક્યાં જવાના ?” – હું ઉપર જાઉં છું – અરે… બાપરે ! ફસા ! યે તો અપના શિકારી ! હું અગડંબગડં સ્ટેન્ડનું નામ આપી દઉં છું. એ અમારી ત્રણ ટિકિટ કઢાવીને મને આપે છે. મેં અચાનક કડવી બદામ ચવાઈ જતા કેવો ભાવ થાય તેવા મોં સાથે એક થેંકયુ ફેંક્યુ અને શિકારી હસી ઊઠ્યો, જાણે મેવા ન મળ્યા હોય !

હું સ્વસ્થતા જાળવવાની કોશિશ કરતો હતો, અને એ મારી સ્વસ્થતા ભાંગવાની. જાણે હું એનો શિકાર હોઉં તેમ મને જોઈ રહી હતી. મને કોણ જાણે કેમ પેલું નાસમજ ગરીબ છોકરું મોટી દુકાનમાંથી મોંઘી ઢીંગલી સામે તાકી રહે તેવું વારંવાર લાગ્યા કરતું હતું. ખરેખર તો મારે છોકરી જોવાની હતી. એની જેમ જોયા કરવાનો વારો મારો હતો પણ…વીસમી સદીમાં. .. બધું બદલાઈ ગયું હોય તેમ લાગતું હતું… એની બિચારા જેવી તરસી નજર મને અનુકંપા પ્રેરતી હતી. અરે ! આખરે મારુંઅગડંબગડં સ્ટેન્ડ આવ્યું અને અમે ઊતરી પડ્યા. મને હાશ થઈ. પેલી કોઈ છોકરીને એકાંતમાં કોઈ ગુંડો છેડતો હોય અને કોઈ આવી ચઢે ને કેવી હાશ થાય તેવી. જાન છૂટી, પેલા મારા બે કાકાઓ મારી ફિરકી ઉતારતા હતા. “ભાવ ખાય છે. ખાઈ લો ભાઈ ખાઈ લો. આજકાલ તમારી ડિમાન્ડ છે.” અને હું ગુસ્સામાં પગ પછાડું છું, ગાળો દઉં છું એ છોકરીને – ડફોળ છે. બુદ્ધિ જેવી ચીજ એના મગજમાં હશેખરી ? પછી થાય છે ગરજવાનને અક્કલ હોય ખરી ?

નાટકનો બીજા અંક –

રીસેપ્શન શરૂ થવાને હજુ અડધા એક કલાકની વાર હતી. હું ઘરે જવાની ગડભાંજમાં હતો. પેલા કાકાઓને શોધતો હતો. ત્યાં મારી ઉપર પાછળથી ત્રિપક્ષી હુમલો થયો. હું બિચારો એકલોઅટૂલો ! નિઃશસ્ત્ર ! શિકારી અને તેના મમ્મી–પપ્પાએ મને એમનો જમાઈ જ માની લીધો લાગે છે – “શું તમે તો ખરા છો… કુમાર ! અમારી ઓળખાણ જ નથી રાખતા, હું તમારા ફલાણા ભાઈનો સાઢુથાઉં અને તમને કદાચ ખબર ન હોય તો તમારા મોટા કાકી ખરાને તેમને અને અમારા ફોઈને બહુ સારાસારી. વળી તમારી ફલાણી બહેન મારી દૂરની સાળાવેલી થાય. હવે ઓળખાણ પડી ? હું પરાવર્તી ક્રિયાવશ ઓળખાણ ન પડી હોવા છતાં માથું હલાવું છું. ખરેખર ન તો હું ફલાણા ભાઈને ઓળખતો હતો ન તો એ ફલાણી બહેનને. હશે કોઈક ચોથી પાંચમી પેઢીના સંબંધો.”

હુમલો અટક્યો નહોતો…બીજી પાંખ ઉપરથી ફાયરિંગ ચાલુ થાય છે – “તમારે તો સંબંધરાખવા જ ક્યાં છે. નહિતર અમે ક્યાં અહીંથી દૂર રહીએ છીએ. અહીં કેટલીયે વખત આવ્યા છો, પણ અમારે ત્યાં આવ્યા છો? આજે હાથમાં આવ્યા છો. ચાલો, આજે તો તમારે આવવું જ પડશે. નહીંતર અમે તમારા ફલાણા બહેનને કહી દઈશું કે તમારા ભાઈ તો અમારે ત્યાં આવ્યા જ નહોતા.” એમનું ફાયરિંગ અટક્યું નહોતું ત્યાં તો શિકાર – ભૂલ્યો એમની નજરોનો શિકાર તો હું છું. એટલે એ તો શિકાર થયા. તે બોલ્યા – ભલે હજુ સુધી તમે અમારે ત્યાં ન આવ્યા હો પણ તમે આજે તો ચાલો જ ચાલો…

હું ધીમેથી કહું છું. પણ તમે મને કશું બોલવા દેશો કે પછી – મારે મૌન જ રહેવાનું છે. એ ત્રણેયહસી પડ્યા – ખોટું ખોટું.

મનમાં થતું હતું કે સંભળાવી દઉં – તમે મારા કોણ છો ? તે મારે તમારે ત્યાં આવવું પડે હેં ! ન જાન ન પેહચાન ઔર મેં તેરા મહેમાન. પણ પછી મન વાળી લીધું કે જવા દો યાર ! આપણે તો કૂતરું કરડવા આવે એટલે કરડવા ન જવાય. એમ વિચારીને કહું છું. “પણ કંઈ કારણ કે કામ વિના કોઈને ત્યાં થોડું જવાય છે ? જુઓ બહાના નહીં કાઢવાના આજે તો તમારે આવવું જ પડશે.” શિકારી વદયા.

એમના અતિઆગ્રહ પર ઠંડુ પાણી રેડવાના ઈરાદે હસતાં હસતાં કહું છું – શિકારીને – એમકર તું પરણી જા – એટલે તારા લગ્નમાં હું જરૂર આવીશ – પછી ખમચાઈ જાઉં છું. ક્યાંક સીધી ઓફરન મૂકી દે કે – તમે જાન લઈને આવો એટલે હું તમને – એટલે અધૂરું વાક્ય ફરી પાછું ફેરવીને તોળું છું. જો જે વહેલી પરણ જે કારણ હું તો બે–એક મહિનામાં અમેરિકા જતો રહેવાનો છું, તેથી મોડી પરણીશ તો મારા આશીર્વાદ નહીં મળે… ધાર્યા કરતાં નિશાન સચોટ નિકળ્યું. ત્રણે પાંખોનો ફ્યુઝ ઊડી ગયો. એમને થયેલ પક્ષાઘાતની અસર દૂર થાય તે પહેલા હું છટકી ગયો. જો કે બીજા અંક શરૂ થવાની શરૂઆત હતી. પરંતુ મને લાગતું હતું કે બીજા અંક પૂરો થઈ ગયો હતો.

પ્રથમ અંકમાં ગૂંગળાતા બે જીવો હવે સ્ટેજ ઉપર ઊભા રહીને ખુલ્લી હવા લેવાની કોશિશ કરતાં હતાં, પરંતુ તેમણે પહેરેલાં ભારેખમ ફૂલોના હારની સુગંધ અને જાતજાતુનાં સેન્ટરસ્પ્રે અત્તરની સુગંધના ખીચડામાં ખુલ્લી હવા તેમને મેળવવાના ફાંફાં પડતાં હતાં.

બીજા અંક શરૂ થઈ ગયો હતો. આઈસ્ક્રીમની પ્લેટો વહેંચાતી હતી. પેલી શિકારી મારી દરેક હલનચલનની નોંધ રાખ્યા કરતી હતી. હું ગૂંચવાયા કરતો હતો. અચાનક મારા પેટમાં તેલ રેડાયું, કારણ કે એનાં મમ્મી પપ્પા ઉપર લઈ ગયા હતા. જમાનાના ખાધેલ હોય છે. આ મમ્મી પપ્પાએ જાણે છે થડ હાલશે તો ડાળ–પાંદડા આપોઆપ હાલશે જ ને ? અને હું પણ એક ડાળું જ છું ને ?

મને લાગતું હતું કે અંક ત્રીજા શરૂ થઈ ગયો છે.આખરે આ લોકો મને ચોરીમાં ફેરા ફેરવાવીનેજ રહેશે. એમની બુડથલ છોકરી સાથે હું ગૂંચવાયા કરતો હતો. કંઈક કરવું પડશે, જો થડીયું હાલ્યું તો ખેલ ખલાસ. મનમાં વિચાર આવ્યો કે આ લોકો જેને માટે મારી પાછળ પડ્યા છે એ પાંદડું જ તોડી નાખું તો ? તેથી એક કાગળ લઈ લખવા બેઠો.

ચિ. બહેન,

તારો અને તારા મમ્મી–પપ્પાનો મારા આશીર્વાદ મેળવવાનો આટલો બધો આગ્રહ જાઈને હુંખરેખર ગળગળો થઈ ગયો છું. ચાલ, હું અહીં હોઉં કે અમેરિકા, પણ એડવાન્સમાં તને આશીર્વાદ આપી દઉં. “અખંડ સૌભાગ્યવતી ભવ”

બસ, હવે બહુ આગ્રહ ન કરીશ. મારા પપ્પાને એકની એકવાત બહુ સાંભળવાથી માથું દુઃખે છે.

એ જ તારા ભાઈના

આશીર્વાદ.

ચિઠ્ઠી હાથમાં લઈને હું ઈશારો કરીને તેને બોલાવું છું. રીસેપ્શન પૂરું થવાની તૈયારીમાં છે. એ ખુશખુશાલ ચહેરે મારી પાસે આવે છે. કદાચ એનાં મમ્મી–પપ્પા આવવાનાં છે. હું એના હાથમાં ચિઠ્ઠીમૂકું છું – કહું છું ઘરે જઈને વાંચજે, એ મારી સામે અદમ્ય આનંદથી મલકે છે. કદાચ ચિઠ્ઠીને લવ લેટરમાની બેઠી છે.

ઘરે જઈને પહેલો અક્ષર વાંચતા જ ફરી જશે. હું મૂંછમાં હસું છું. કાગળ વાંચ્યા પછી તો જરૂર ત્રીજા અંક પૂરો થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational