Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ekta Doshi

Romance Others Tragedy

3  

Ekta Doshi

Romance Others Tragedy

બંધ બારણું

બંધ બારણું

5 mins
7.9K


તરસી ધરાને તૃપ્ત કરવા અચાનક જ અંબરે ધોધમાર વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું. આ વખતે તો આસો માસમાંય મેઘ ગાંડોતુર થયો હતો. નવલી નવરાત્રીનો પહેલો દિવસ અને હું બંધ બારણે મારા સૂના ઘરમાં તરફડતો હતો. ક્યારેક સાક્ષાત ચંડીકા બનીને મારા જીવનને વેરણછેરણ કરી નાખનારી મારી પત્ની પૂનમ દેખાતી તો ક્યારેક લગ્નવેદીમાં ઋષભ સાથે ફેરા ફરતી વખતે મારી રાહ જોતી શ્યામાની પાણી ભરેલી આંખો, મારા જીવનને કદાચ એનો જ નિસાસો લાગ્યો.

આમ તો, મારું અને મારા કુટુંબનું સમાજમાં બહુ મોટું નામ હતું. શહેરના ગર્ભશ્રીમંતોમાં અમારું નામ મોખરે હતું. વળી હું ઘરનો એકનો એક યુવરાજ એટલે દેખાવમાં સાવ સાધારણ હોવા છતાં મારા માટે ઘણાં માંગાઓ આવતાં. મેં લઘુતાગ્રંથિ ન અનુભવાય એટલે મારા જેવા જ સામાન્ય દેખાવની પૂનમને પસંદ કરી, પરંતુ લગ્ન જીવનના એક દાયકા પછી એણે મારી જિંદગીમાંથી સુખની સાવ બાદબાકી કરી નાખી છે, દસ વર્ષના સહજીવન પછી બીજા પાંચ વર્ષથી કોર્ટના ધક્કા ખવડાવે છે. મારી દીકરી પણ છીનવીને લઈ ગઈ છે. કુટુંબની બદનામી થઈ, પૈસાની ખુવારી થઈ તે અલગ. ભગવાન, પાપ, પુણ્ય ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. નારી શક્તિએ મારા જીવનને અશક્ત બનાવી દીધું છે. સાંજે ઓફિસમાં આદ્યશક્તિની આરતી કરવા જવું ન જવું એની મથામણ કરતો હતો. ત્યાં જ બારણું ખખડયું.

“ધવલ! દરવાજો ખોલને.”ફરી બારણું ખખડયું.

“સોરી! પણ મારું એકટીવા બંધ પડી ગયું છે. બહાર ક્યાં સુધી ભીંજાઉં !” એ અવાજ શ્યામાનો હતો.

મેં ધડકતા હૃદયે બારણું ખોલ્યું, ગુલાબી રંગના કુર્તામાં એ પૂરેપૂરી ભીંજાયેલી ઉભી હતી. હું તેને જોતો જ રહી ગયો. વીસ વર્ષનો સમય જાણે અમારી વચ્ચે હતો જ નહીં.

એ વખતે શેરી ગરબાનો જમાનો હતો. અમે બધા કિશોરો જેને ગરબા રમતાં આવડતું નહોતું, તે શેરીએ શેરીઓ ફરતા અને ગરબે ઘૂમતી છોકરીઓને જોતા. ગામમાં ઘણી રાધાઓ હતી જેને જોતા નજરો ઠરતી, એવી રૂપાળી રાધાઓમાંથી એક આ શ્યામા.

અઢાર વર્ષની શ્યામા,મારી જ કોલેજમાં મારા જ ક્લાસમાં ભણતી. ખૂબ રૂપાળી-દેખાવડી હોવા છતાંય થોડા ભરાવદાર શરીરને કારણે અમે બધા જુવાનિયા તેને જાડી કહીને જ સંબોધતા, પણ એક દિવસ તે કોલેજમાં દુપટા વગરના સલવાર-કમિઝ પહેરીને આવેલી, તેના સોનેરી ગૌરવર્ણ ઉપર દરેક રંગ શોભતો પરંતુ આજે પહેરેલો આછો પર્પલરંગ સોહતો હતો. ઘરે જવાના સમયે અચાનક વરસાદ ટૂટી પડ્યો.ભીની થતી છોકરીઓમાં શ્યામા બધાં કરતા કમનીય લાગી રહી હતી, એને મારા સહિત ઘણા યુવકો નજરથી પી રહ્યા હતાં. આછા કલરના ભીંજાયેલા કપડામાં તે કોઈ ઋષિની તપસ્યાનો ભંગ કરવા આવેલી અપ્સરા દીસતી હતી. પ્રમાણસર લાંબા, સુંવાળા બ્રાઉન વાળમાં મોતીની સેર જેવા શોભતા જલબિંદુઓ, કથ્થાઈ આંખોમાં શરમના ભાવ, તેની નશીલી આંખોને વધુ માદક બનાવતાં હતાં. લજ્જાથી વધારે ગુલાબી થયેલા ગાલને ચૂમતા જલબિંદુઓ, તેની શ્વેત સુરાહીદાર ગરદન પરથી ઉતરી બે ઉન્નત ટેકરીઓની વચ્ચેની ખીણમાં ઉતારતાં મને ચીડવી રહ્યાં હતાં. નોટબુકની આડાશમાં લયબદ્ધ ધબકાતાં ઉરોજો, પિંજરામાંથી ઉડવા બેબાકળા બનેલા પક્ષીઓ સમાન લાગતાં હતાં. ભરાવદાર શરીરની વચ્ચે દેખાતી વમળ જેવી નાભિ તેમાં ખોવાવાનું નિમંત્રણ આપતી હતી. તેનાં ગજગામિની જેવા નિતમ્બો મન વિચલિત કરતાં હતાં અને તે દિવસથી શ્યામા “જાડી”માંથી કામણગારી બની ગઈ. હવે તે મોટાભાગના છોકરાઓની મનમોહિની બની ગઈ હતી.

“અરે ધવલ, ક્યાં ખોવાઈ ગયો! મને અંદર તો આવવા દે.”

“ ઓહ ! આવ ને પ્લીઝ.”

તે નીતરતી ઉભી હતી અને એની મોટી મોટી આંખોથી મારું અસ્તવ્યસ્ત ઘર જોઈ રહી હતી. તેની આંખોમાં હું અનેક સવાલો વાંચી શકતો હતો. તેનાથી નજરો ચોરી, મેં તેને ટુવાલ આપ્યો. તે પોતાના વાળ કોરા કરવા લાગી, એ વાળમાં ક્યાંક ક્યાંક આછી રૂપેરી રેખા ઝલકતી હતી પણ તે શ્યામાની સુંદરતામાં વધારો કરતી હતી. ચાલીસમાં વર્ષે ય તે એટલી જ કામણગારી લાગતી હતી.

કોલેજના પ્રથમ વર્ષમાં એ પહેલા ક્રમે ઉત્તીર્ણ થઈ અને હું બીજા ક્રમે, તે મારી પાસે આવી, મારા હાથમાંની સિગરેટ હકથી ખેંચી નીચે ફેંકી ચાલી ગઈ. તેની આ હક કરવાની અદાએ મને સિગરેટનો બંધાણી ન બનવા દીધો, મને ગમેલું પણ ઘણાં ઈર્ષાળુ સળગી ઉઠ્યા હતા.

“હા, રૂપિયાવાળા કાગડા દહીંથરુ લઈ જતા હોય છે.” આ વાક્ય અવારનવાર મારા કાને અથડાતું. તેની મૈત્રી મને કુરૂપ સાબિત કરી રહી હતી.

“ધવલ ! તારા મનનું બારણું ખોલને !”બીજા વર્ષમાં તેણે કહ્યું હતું.

પરંતુ હું બારણું ભીડીને બેઠો રહ્યો. થોડી પોતાના દેખાવની લઘુતાગ્રંથિ, થોડું પૈસાનું અભિમાન અને થોડા મિત્રોની ઉશ્કેરણી, થોડી એના પ્રત્યે બધાની લોલુપ દ્રષ્ટિ, મને તેને અવગણવા મજબુર કરી દેતા. તે અવારનવાર મારી સામે આવી જતી. મને ઉદાસ આંખો દ્વારા કહેતી,

“ધવલ ! તારી ના છતાંય હું ચાહું છું તને.”

પરંતુ મેં એની પ્રત્યે તીવ્ર અણગમો સેવી લીધો હતો. તેનો પ્રેમ પરાખ્યાં વગર અજાણતાં જ તેના ચરિત્રને પુરુષોની લોલુપતાની નજરે આંકતો હતો. બીજાની દ્રષ્ટિનો વાંકે હું તેને મારા પ્રતિષ્ઠિત કુટુંબને લાયક નહોતો સમજતો. કોલેજના વર્ષો ખતમ થયા, તેણે એક વર્ષ પછી ફરી ફોન કરી જણાવ્યું,

“ધવલ ! તારા પ્રત્યેની મારી લાગણી અકબંધ છે.”

“ મોટી થા શ્યામા ! હવે નાદાનીની વાતો ન હોય.” મેં પૂરેપૂરી જડતાથી જવાબ આપ્યો.

પછી તો તેની સગાઈ થઈ ગઈ, લગ્નની કંકોત્રી પણ આવી જેમાં તેણે લખેલું,

“આશા છે કે, આ વખતે તો તું મને નિરાશ નહીં કરે!”

પરંતુ હું ન ગયો. એને પરણતી જોવી મારા માટે અઘરું હતું, ત્યારે મારા મને કહ્યું,

‘ધવલ ! તું પણ શ્યામાને ચાહે છે.” પણ મેં મનને વઢી નાખ્યું.

મિત્રોએ જણાવ્યું કે, તારી બહુ રાહ જોતી હતી તે. મેં પણ થોડા સમયમાં લગ્ન કરી લીધા. અમે બંને પોતાનું અલગ અલગ ઘર વસાવી ખુશ હતા. મિત્રોથી તેના સુખી સંસારના ખબર મળતાં રહેતાં, સામાન્ય સંઘર્ષ પછી તેણે પોતાનો સંસાર મહેંકાવ્યો હતો. તે ખૂબ કુશળ ગૃહિણી પુરવાર થઈ હતી. મારો સંસાર થોડા સમયમાં જ ડગમગવા લાગ્યો હતો. લગ્ન પહેલાં પૂનમ ચારિત્ર્યની શિથિલ હતી, જેને જૂની ભૂલ ગણી મેં માફ કરી હતી. પરંતુ હું જ્યારે પણ મારા કામે બહાર રહેતો ત્યારે પાછળથી …

આજે ફરી શ્યામા મારી સામે એજ ભીંજાયેલા રુપમાં ઉભી છે,

“ શ્યામા ! સુખી છે તારા સંસારમાં?”

“હા ! ખૂબ સુખી.”

“ધવલ ! મને મિત્ર ન ગણી ને ! તારા જીવનના ઝાંઝવતો વિશે જણાવ્યું તો હોત !”

“યાદ કરે છે મને ? ચાહે છે હજુ પણ મને ?”

જવાબમાં આંસુ તગતગી ઉઠ્યા,એની કથ્થાઈ આંખોમાં મારું પ્રતિબિંબ જોઈ હું તેની તરફ જાઉ છું. આલિંગનમાં ભીંસી, એક ચુંબન આપવા જાઉં છું, તેની આંખમાં નિમંત્રણની જગ્યાએ બેચેની દેખાય છે. હું અટકી જાઉં છું.

ના … ના ! એ કોઈની પત્ની છે, મારી ભૂલની સજા એને ન મળવી જોઈએ. એના પ્રેમને કારણે એની વફાદારીને કલંકિત ન થવી જોઈએ…..

મારા છુટાછેડાનું કારણ મારી પત્ની અને એના પ્રેમીનો સંબંધ, મારી દીકરીનો પિતા હું નહોતો એ વાત હું પચાવી નથી શક્યો અને આજે હું…….

“શ્યામા ! તારા પતિ ઋષભને ફોન કરી તને લેવા બોલાવી લે. મારે અત્યારે સાંજની આરતીમાં દેવીમાની પૂજા કરવા જવાનું છે. હું અંદર તૈયાર થવા જાઉં છું.”

અને મેં મારા રૂમનું બારણું સખત ભીડી દીધું…..


Rate this content
Log in

Similar gujarati story from Romance