Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

હીરાના પારખુ ઝવેરી

હીરાના પારખુ ઝવેરી

2 mins
7.0K


ભણવાને અને અમનને બારમો ચંદ્રમા. જો કાંઈ કારસ્તાન કરવાના હોય કે ભાંગ્યું ટૂટ્યું સમુ કરવાનું હોય તો તેમાં અવ્વલ નંબર. કોઈ દિવસ ચોપડી પકડીને વાંચતો દેખાય જ નહી. માંડ માંડ ૧૨મી પાસ થયો.

તેનો નાનો ભાઈ અમોલ ભણવામાં ખૂબ જ હોંશિયાર. અમન મોટો મમ્મીના ચાર હાથ હતા. પપ્પાને નાનો અમોલ વધુ લાડકો. ભણવામાં પહેલો નંબર લાવે. 

અમનનો દોસ્ત વિમલ બે જણા ભેગા થઈને રોજ નવા નવા નુસ્ખા અજમાવે. વિમલના પપ્પાનું ગાડીનું ગેરેજ તેઓ ઓફિસે જાય પછી તેમને માટે પ્રયોગશાળા બની ગયું હતું.

પપ્પા ઓફિસે જાય એટલે બંને મિત્રો બસ જાતજાતના પ્રયોગો પાછળ મંડી પડે. એમ કરતાં ગાડીમાં વપરાતા 'ફિલ્ટર' બનાવ્યા. વિમલના પિતાજીએ ધિરજથી બંને દોસ્તોએ જે નવા ફિલ્ટર  બનાવ્યા હતા તેનું નિરિક્ષણ કર્યું.

તેમની ચકોર આંખોએ કશુંક ભાળ્યું. અમનના પિતાજી પોતે એંન્જીનિયર હતા તેથી ભણતરની કિંમત જાણતા હતા. વિમલના પિતાજી બાહોશ વેપારી હતા. હીરાની પરખ ઝવેરીને હોય.

તેમણે છોકરાઓની  જાણ બહાર ગાડીના ગેરેજ વાળા પોતાના મિત્રને આ 'ફિલ્ટર' બતાવ્યા. ગેરેજવાળા સુમનભાઈ તો છક્ક થઈ ગયા.

વિમલના પિતાજીએ બંને છોકરાઓને જગ્યાની સગવડ કરી આપી. જોઈતા પૈસા માટે નચિંત કર્યા. બંને જણાએ દિલ દઈને કામ કર્યું. નાના એવા 'શેડ'થી ચાલુ કરેલી તેમની ફેક્ટરી એક વર્ષમાં તો ધમધોકાર ચાલવા લાગી. જગ્યા મોટી લીધી. તેમની 'આઈટમ' જોઈને બેંકે પણ લોન આપી.

આજે અમન અને વિમલ માત્ર બારમી પાસ હોવા છતાં જીવનમાં 'કંઈક કરી' ખૂબ સુંદર જીવન જીવી રહ્યા છે. બંને જણા પોતાના બાળકોને ભણતર ઉપર ભાર આપવાનું જરૂર કહે છે. સાથે સાથે તેમની મનગમતી વસ્તુઓને સહકાર અચૂક આપે છે.

અમનના પિતાજીને પુત્ર ઉપર નાઝ છે.


Rate this content
Log in