Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Comedy Children

3  

Pravina Avinash

Comedy Children

ચિલ્લર

ચિલ્લર

5 mins
15K


આપણા દેશમાં “ચિલ્લર”ની કોઈ કિંમત ખરી ?

‘જી ના” !

ચિલ્લરના બદાલામાં ચોકલેટ ! અરે ટેક્સી ડ્રાઈવરો જે ભાડેથી ટેક્સી ચલાવી, રોજી રોટી કમાતા હોય છે, તેઓ પણ ‘ચિલ્લર’ જતું કરી બીજા ભાડાંને બેસાડે છે. સામાન્ય માનવીના દિલની ઉદારતાનો આના સિવાય બીજો શો દાખલો હોઈ શકે ?

માથે ટોપલા ઉંચકી પતિની હારોહાર કામ કરતી પેલી શાકવાળી, ‘લે બહેન ચાર ભીંડા વધારે, પણ ચિલ્લર પાછું ન માગીશ.' પેટ્રોલ પંપવાળો ચિલ્લર પાછું ન આપે, ગલ્લામાં ઘાલે ! આપણા દેશની પ્રજા કેટલી ? અ ધ ધ ધ ધ ! રોજના કમસે કમ ૪૦ થી ૫૦ પૈસા, બોલો કેટલા રૂપિયા થયા? આ તો કમ સે કમ, આપણા દેશની પ્રજા કેટલી,’ગણ્યા ગણાય નહી આભલામાં માય નહી તોય મારી જન્મભૂમિ ભારતમાં માય” ? છે આ પૈસાનો કોઈ હિસાબ ? કે આ રૂપિયા ક્યાં જાય છે ?

બુદ્ધિશાળી લોકોની બનેલી સરકાર જેમાં ભેજાબાજ લોકો ભેગા થયા છે. સામાન્ય જ્ઞાન કેમ નથી ધરાવતાં કે પરચુરણની લેવડદેવડ કરવી પડે એવા ભાવ શું કામ રાખવા. જ્યારે પરચુરણની લેવડ દેવડ કરવી જ ન હોય તો શામાટે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે દુકાનદારે ભાવ ૧૫ રૂપિયા ૭૫ પૈસા રાખવા ? બધી વસ્તુઓના ભાવ છેલ્લે ‘૦૦’ આવે એવા રાખીએ તો સુલભ પડે.

અરે પેલા જેઠા કાકા સવારના પહોરમાં શાક અને ફળ લેવા નીકળે. ઘરે પેલી હિટલર જેવી જસુમતિ રોજ તેનો ધોયલો ધુએ.

‘આજે પાછા બે રૂપિયા ઓછા કેમ છે હિસાબમાં?'

‘હું શું કરું શાકવાળા અને ફળવાળા છૂટા પૈસાના બદલામાં નાની વસ્તુ આપે છે. શાકવાળીએ ધાણા આપ્યા અને ફળવાળા એ તારું ભાવતું આ કેળું આપ્યું.’

ઢળતી ઉમરે રોજ જસુમતિ, જેઠા કાકાને શાકની થેલી બઝાડે. ઘરે આવે ત્યારે તેમના ભેજાનું દહી થઈ જાય. વળી શાકવાળી તેમજ ફળવાળા સાથે ઝઘડો ટંટો થાય એ નફામાં.

મારું વહાલું પહેલાંના જમાનામાં કેટલું સુખ હતું, એક આનાના શિંગ ચણા મળતા અને બે આનાની ચોકલેટ. આજે તો ભિખારીને પણ પાંચ રુપિયા આપીએ તો કહેશે, ‘સાહેબ ચાના પણ હવે ૧૦ રુપિયા લાગે છે.’

બિચારા પરચુરણની કોઈ કિમ્મત જ નથી. ચિલ્લર હવે ખિસામાં ખણકતું પણ નથી. પેલો થનગનાટ કરતો રૂપિયો આમ ફેંક્યો હોય તો કાનને મધુર અવાજ સંભળાય. આજે ૧ રૂપિયાની નોટ ગડી વાળેલી પડી હોય તો ઓળખાય પણ નહી. આ ચિલ્લરની એક મજેદાર વાર્તા સાંભળવા મળી. ઉનાળાની રજા હતી. નટુએ વિચાર કર્યો, ચાલને કાંઈ બખડજંતર કરું. હવે ૧૪ વર્ષનો નટુ વધારે તો શું કરી શકે. બાજુના મકાનમાં બેંક હતી.

એક દિવસ બેંકમા પપ્પાજી સાથે આવ્યો હતો ત્યારે વાતવાતમાં નટખટ નટુએ બેંકના મેનેજરનું દિલ જીતી લીધું હતું એક દિવસ જ્યારે બેંકમાં ગિર્દી ન હોય ત્યારે મેનેજર પાસે આવ્યો. પોતાની બુદ્ધિનો પરચો બતાવ્યો.

‘મેનેજર સાહેબ, આજકાલ ચિલ્લરન કોઈ કિમત નથી!'

‘હા, સાચી વાત.’

‘પણ લોકોના ઘરોમાં પુષ્કળ ચિલ્લર પડ્યું છે.’

‘તેનું શું ‘.

સાહેબ મારે ઉનાળાની રજા છે. જો તમે મને એ ચિલ્લરના રૂપિયા કરવામાં મદદ કરી શકો.‘

‘મેનેજર જાણતા હતાં કે ‘ધાતુ’ની કિમત પૈસાની મૂળ કિમત કરતા વધારે છે.

‘બોલ તારો શું વિચાર છે.'

‘સાહેબ હું બધું લોકોને ત્યાંથી ચિલ્લર ભેગું કરી લાવું. લોકોને રૂપિયાના ૮૦ પૈસા આપવાના. તમે મને ૯૦ આપજો. બેંકને અને મને બન્નેને ફાયદો થશે. સામાન્ય જનતાને ઘરમાં ચિલ્લર દૂર કર્યાનો આનંદ થશે. ‘

મેનેજરને લાગ્યું વાત મુદ્દાની છે.‘

નટુએ પપ્પાને વાત કરી. દર રૂપિયે જો નટુ ૧૦ પૈસા કમાતો હોય તો વિચાર ખોટો ન હતો.‘

આમ લોકોનો માથાનો દુખાવો ઓછો થાય. મેનેજર શાણો હતો. પૈસા ગાળીને બનતી ધાતુમાંથી સારા પૈસાનું વળતર મળી શકે તેમ હતું.

નટખટ નટુએ સહુથી પહેલાં ઘરના ગલ્લા પર હાથ માર્યો. દાદા અને દાદીના જમાનાથી ‘થાન’ની બરણીમાં પૈસા ભેગા થતાં. બે બરણી તો ભરાયેલી પડી હતી. ત્રીજી બસ ભરાવાની હતી ત્યાં ચિલ્લરની લવડ દેવડ લગભગ બંધ થઈ ગઈ હતી.

પપ્પા સાથે ગાડીમાં નટુ ગયો. સખારામને પાંચ રૂપિયા આપી ત્રણેય ગલ્લા ગાડીમાં મૂકાવી બેંકમાં ગયો. મેનેજરને તો નવાઈ લાગી.

‘સાહેબ ગલ્લો મારા ઘરથી ચાલુ કર્યો છે’.

મેનેજર ખુશ થયો. બેંકમાં પાછળ એક રૂમ હતી. ચિલ્લર ગણવાનું મશીન નટુને બતાવ્યું કેવી રીતે વપરાય. બધા પૈસા અલગ અલગ થેલામાં પડતાં. નટુ તો ઉત્સાહમાં આવી ગયો. રજામાં મજાનું કામ શોધી કાઢ્યું. દરરોજ સવારે ચાર કલાક કામ કરવાનું નક્કી કર્યું.

પોતાના ઘરના પૈસા ગણાયા ત્યારે ખબર પડી ૧૫,૫૦ રૂપિયા અને ૭૪ પૈસા કુલ મળીને થયા. દાદા અને દાદીના જમાનાના પૈસા હતા. મેનેજરની ચાલાક આંખો એ નોંધ્યું તેમાં ખણખણતી ચાંદીના રૂપિયા પણ હતાં. આ તો વર્ષોની બચત હતી. આજે પહેલો દિવસ હતો. પૈસા નટુના પોતાના હતાં. જેમાં અનેક ચાંદીના રૂપિયા પણ હતાં. મેનેજરે ઉદારતા દાખવી, નટુને રૂપિયા દીઠ ૧૦ પૈસા આપ્યા.

નટુ તો ખુશ થઈ ગયો. લગભગ ૧૫૫ રૂપિયા તેને મળ્યા. અ ધ ધ ધ ધ આટલા બધા રૂપિયા. નટૂને લાગ્યું મને લોટરી લાગી ગઈ. નટુ રૂપિયા લઈ ઘરે આવ્યો તો પપ્પા અને મમ્મી પણ ખુશ થયા. મમ્મીને થયું હાશ ઘરમાં જગ્યા થઈ. પપ્પાને ખબર પડીકે નટુને રૂપિયા મળ્યા કે તરતજ એ જ બેંકમાં તેનું ખાતું ખોલાવી દીધું. તેમને ખબર પડીકે મેનેજરે નટુને ૧૦ પૈસા રૂપિયા દીઠ આપ્યા તો ખુશ થઈ ગયા. દીકરાની નાની ઉમરમાં પહેલી કમાઈ હતી. મમ્મી તો બીજે દિવસે આવેલા પૈસાની ખરીદી કરવા નિકળી ગઈ.

બીજા દિવસથી નટુનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. નટુના પપ્પાએ પોતાના મિત્રને વાત કરી. ચિલ્લરના બદલામાં ૧ રૂપિયે ૮૦ પૈસા મળે છે. દરેક વ્યક્તિને ચિલ્લર ઘરમાં આંખના કણાંની જેમ ખુંચતું હતું. તેની કોઈ કિમત ન હતી. કોઈ ઠેકાણે તે વ્યવહારમાં વપરાતું ન હતું. પેલા ચીમન કાકાએ પોતાના ઘરનો ગલ્લો આપ્યો. ઘણા વર્ષોથી ભેગો કર્યો હતો. આવી ટેવને કારણે આપનને ખબર છે કાયમ વ્યવહારમાં ચિલ્લરની કમી વરતાતી હતી. તેમના ગલ્લામાંથી ૧૨૦૦ રૂપિયા નિકળ્યા. ૧૨૦ રૂ. નટુને મળ્યા અને ૧૨૦ રૂ. મેનેજરને.

પપ્પાના મિત્ર ચીમનભાઈને થયું ઘરમાં બેઠું બેઠું ચિલ્લર સડતું હતું. રૂપિયા શું કડવા લાગે ? ૧૨૦૦ રૂપિયાના બદલામાં ૯૬૦ રૂપિયા મળ્યા. વર્ષોથી ઘરમાં પડ્યું હતું. શું કરવું તેની ખબર પડતી ન હતી. ‘ચિલ્લર’ ગયું તેનો આનંદ અનેરો હતો. આમ નટુભાઈએ બુદ્ધિ દોડાવી ઉનાળાની રજામાં મોજ માણી. નટુના પપ્પા ગટુ તો દીકરાની આવડત પર ફિદા થઈ ગયા. હવે જ્યારે રજા પડે ત્યારે નટુને પૈસા કમાવાનો સરળ રસ્તો મળી ગયો.

ચાલાક નટુએ મિત્રોને વાત કરી દર રૂપિયે બે પૈસા તેમને આપી ધંધાનો વિસ્તાર કર્યો. બેંકનો મેનેજર શાણો હતો, કોઈ પણ છોકરો સીધો આવે તો તેને કહે,“આ સત્તા નટુની છે. તેને મળો."

જ્યારે આપણે ચિલ્લર ભેગું કરતા હતાં ત્યારે ઘણા શેખચલ્લીના વિચાર કર્યા હતાં. અચાનક ચિલ્લર ચલણમાંથી ગાયબ થઈ ગયું. આજકાલની વ્યસ્ત પ્રજાને ક્યાં સમય છે. આ તો નટુ હોય નહીને એમની મુશ્કેલી દૂર થાય નહી. ગટુભાઈને નટુનું હવિષ્ય ઉજળું જણાયું. તેમને હમેશા થતું,‘આ દીકરો મોટો થઈને શું કરશે ?’


Rate this content
Log in

Similar gujarati story from Comedy