Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Janakbhai Shah

Classics Inspirational Tragedy

4  

Janakbhai Shah

Classics Inspirational Tragedy

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 2

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 2

4 mins
13.6K


સોનાની જાળ પાણીમાં

અમે મધ્ય તાઈવાન (Taiwan)યુનલીનનાં (Yunlin)કૌહુ (Kouhu)નામના ગામડામાં દરિયાથી દૂર રહેતા હતાં. મારા બચપણ દરમિયાન ગામડામાં એકસો ઘર હતાં. બે દુકાનદારનાં કુટુંબો અને ચાર ભિખારી કુટુંબો હતાં. બાકીના ખેડૂતો હતા.

અમારા પૂર્વજો ખેડૂતો હતા. કુટુંબના થોડાક સભ્યો વાંચતા લખતા શીખ્યા હતા. આ ગામડામાં અમે કયારથી વસવાટ કર્યોં એની મને ખબર નથી. મારા પિતાજીએ એક વખત કહેલું, ''ભૂતકાળમાં આપણા પૂર્વંજો દરિયાઇ તોફાનમાં અહિંયા ફેંકાઇ આવ્યા હતા.''

મારી મા વિષે વાત કરતા હું રડી પડું છું. આવી મા મળવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મારા જન્મ સમયે તે સાવ મૃતઃપાય બની ગઈ હતી. પણ છતાંય મારા જેવા સાવ અપંગ પુત્રનો સુંદર ઉછેર કરીને તે એક અસામાન્ય મા બની હતી. તેના એ જુસ્સાનો આજે પણ હું ગર્વ અનુભવું છું.

મારી માનું નામ લી યાન (Lee Yuan) હતું. તે એક સાદી અને તદ્દન અભણ સ્ત્રી હોવા છતાં એક શક્તિશાળી ભલી મા હતી. તે મારા નિર્ધન પિતા સાથે પરણી ત્યારે તેની વય ચોવીસ વર્ષની હતી.વીસ વર્ષંમાં તેણે બાર બાળકોને જન્મ આપ્યો હતો. મારો નંબર આઠમો હતો. અમારા સૌનો ઉછેર કરવામાં જ તે ઘરડી બની ગઈ હતી. મારા જન્મ પહેલાં ત્રીજા નંબરની મારી બહેન માંદી પડી હતી. ડૉક્ટરને બોલાવવા પૂરતા પણ અમારી પાસે પૈસા ન હતા. આમ મારી ત્રીજા નંબરની બહેન નાઈલાજ મૃત્યુ પામી. મારી મા દીકરી ગુમાવ્યાનો શોક કરતી હતી ત્યાં હું જન્મ્યો. તે ખૂબ દુઃખી હતી. છતાં બીજા લોકોની જેમ હું પગભર થાઉં તેવા પ્રયત્નો કરવામાં તેણે કાંઈ મણા રાખી ન હતી.

૧૯૪૪માં મારા જન્મ સમયે તાઈવાન પર જાપાનનો બોમ્બમારો થતો હતો. દિવસ દરમિયાન મારી મા મને તેની પીઠ પર ઊંચકીને સંતાતી સંતાતી એક ગામડેથી બીજે ગામડે રખડતી. તે સમયે પરિસ્થિતિ ખૂબ તંગ હતી. યુદ્ધનો અંત આવતાં મારા માટે તે ડૉક્ટરની શોધ કરવા લાગી.

કલાકો સુધી બળબળતા તાપમાં મા મને પીઠ પર ઊંચકી મારા ઇલાજ માટે રઝળતી.

કલાકો સુધી બળબળતા તાપમાં મા મને પીઠ પર ઊંચકી રઝળતી. તેનો પસીનો મારી છાતીને સ્પર્શતો.હું પણ પસીનાથી રેબઝેબ થઇ જતો. ઘણીવાર અમને કાંઈક આશા જણાતી..... પણ... કમનસીબે દરેક ડૉક્ટર પાસેથી એકજ જવાબ મળતો, ''કાંઈજ ઇલાજ થઈ શકે તેમ નથી.'' કંટાળ્યા વગર મા તો એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ મને ઊંચકીને ફેરવતી પણ બધાજ પ્રયત્નો વ્યર્થ નિવડ્યા.

મારી માએ દર વર્ષે એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ મારા જન્મ પછી છ વર્ષને અંતરે નવમું બાળક જન્મ્યું હતું. આવી સગર્ભાવસ્થામાં મને આમ ઊંચકીને મા ફરતી ત્યારે હું શરમાતો. મારી ખોડની વાત મા બીજા પાસે રડતાં રડતાં કરતી ત્યારે મને વધુ ક્ષોભ થતો. આ વાત કરતી વખતે હું ચીસ પાડી ઊઠું એટલા મારા પગ મા દબાવતી. બાલ્યાવસ્થામાં મારા પગ સીધા કરવા જે જે નુસ્ખા અજમાવ્યા હતા તે ડૉક્ટરને તે કહેતી. આ સમયે મને થતું કે ઈશ્વરે મને આવી ખોડ સાથે જન્મ આપ્યો છે તો શા માટે આવી પડેલી પરિસ્થિતિનો સામનો સ્વમાનપૂર્વક અને પુરુષાર્થથી ન કરવો ?

કદાચ મા પણ બીજા બાળકના જન્મ પછી આવું જ કાંઈક વિચારવા લાગી હતી. મને ઊંચકીને મારા ઇલાજ માટે ડૉક્ટરોની શોધમાં રખડવાનું તેણે હવે બંધ કર્યું હતું. છતાં તેણે આશા છોડી ન હતી. કોઈ રખડતા માણસો મળે અને દોરા-ધાગા કરવાનું કહે તો તે કરતી. એક વખત તેણે સાંભળ્યું કે અમુક પ્રકારની માછલી ખવરાવવાથી મારી સ્થિતિમાં કાંઈક સુધારો થઈ શકે તેમ છે, ત્યારે તે ફરી એકવાર પોતાની મૂળ જાતિ પર આવી ગઈ. તે એક માછીમારની દીકરી હતી. ક્યારેક કોઈ કહેતું કે અમુક પ્રકારનાં મૂળીયા હાડકાં માટે સારાં તો તરત જ તે ગામડાના કબ્રસ્તાન, જંગલ કે દરિયા કિનારો ફેંદી વળતી.

પલોઠી વાળીને ઓસડીયા વાટતી અને પછી પ્રાયમસ પર મારા માટેનાં આ ઓસડિયાં ઉકાળતાં તે થાકતી નહિ. ઘણીવાર તે ઉકાળો માથાના વાળ ઊભા કરી દે તેવો કડવો હોવાથી હું ગળે જ ઊતારી શકતો નહિ. આથી ગુસ્સે થઈને હું માટીનો વાટકો ઘા કરીને તોડી નાખતો. મા ત્યારે મને કહેતી, ''દીકરા, તારા પગો આવા અમાનવીય ન હોત તો તને આવો ઉકાળો હું કદીય ન પાત.''

મારા પિતાનું નામ ટૂન-પી (Tuen-pi)હતું. તેનો અર્થ થતો હતો 'ચૂસણીયું ડુક્કર'. મારા માતા-પિતા વચ્ચે સારો મનમેળ હતો. મારા પિતા અભણ પ્રામાણિક, બળવાન, આશાવાદી અને સાહસિકવૃત્તિના હતા. મારા દાદાના તે સૌથી મોટા પુત્ર હતા. અત્યંત ગરીબીને કારણે બધો જ બોજ તેમના પર હતો. માત્ર આઠ વર્ષની ઉંમરે મારી નાનીના કુટુંબના ભરણ પોષણ માટે તેઓ કામ કરવા લાગ્યા હતા. ચૌદ વર્ષની ઉંમર સુધી તેમણે ગાયોની સંભાળ રાખી હતી. ગાયો માટે તે ડુંગરાઓમાં ઘાસ કાપવા જતા. પંદર વર્ષની ઉંમરે તે કાગળ બનાવતાં શીખ્યા. એમ કરતાં કરતાં વીસ વર્ષની ઉંમરે તો તેઓ સુંદર કાગળ બનાવવાની કળામાં પારંગત બની ગયા. પણ.... ! યંત્રયુગના કારણે તેમની કાગળ બનાવવાની નિપુણતા નકામી બની ગઈ.

ત્યાર પછી તેમણે કઠિયારા તરીકે અને રસ્તો બાંધનાર મજૂર તરીકે સખત મજૂરીનું કામ કર્યું. તે ખૂબ બળુકા હતા. ઘણાં લોકોની એવી માન્યતા હતી કે તે મને જોશે કે તરતજ મારી નાખશે. પરંતુ એમ ન બન્યું. ઉલટાનું બીજા બધાં બાળકો કરતાં મારા તરફ તેમણે વધું ધ્યાન આપ્યું હતું.

અમે બન્ને અનુભવ દ્વારા ઘણું શિખ્યા હતા. દરિયાઈ વાવાઝોડું ક્યારે આવશે, વરસાદ દરમિયાન કેવા પ્રકારનું બિયારણ વાવવું જોઈએ, વગેરે તે સારી રીતે જાણતા. તડકામાં બટેટા સૂકવવા માટે પાડોશીઓ તેમની સલાહ માંગતા.


Rate this content
Log in

Similar gujarati story from Classics