Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Patel

Abstract Drama Inspirational

4  

Kinjal Patel

Abstract Drama Inspirational

એક સાંજ પોતાની સાથે

એક સાંજ પોતાની સાથે

3 mins
14.4K


દરરોજ જેવી જ એ સાંજ હતી. ઓફિસનું કામ જલ્દી જલ્દીમાં પતાવી ઘરે જવાં નીકળી પણ ખબર નહીં આજે બધાને મારાં ઘરે જવાથી કોઈ સમસ્યા હોય એમ લાગે છે. કેટલું કામ બાકી છે ઘરે પણ અને ઓફિસમાં પણ.

માંડ માંડ બસ સ્ટેન્ડ સુધી પહોંચી તો ખબર પડી કે બસ ૫ મિનિટ પહેલાં જ નીકળી ગઇ. હવે કલાક રાહ જોવી પડશે બસ માટે. કંટાળી ગઈ છું આ રોજની એક જેવી જ જિંદગીથી. સવારમાં ઉઠીને ઘરનું કામ પતાવો અને પછી ઓફિસ. ઓફિસમાં પણ એનું એજ, કઈં અલગ નહીં. કામ, કામ ને કામ.

મારાં જીવનમાં કામ જ બધું હતું, અરે આ બધી વાતોમાં હું તો મારો પરિચય આપવાનો જ ભૂલી ગઈ, મારું નામ વસુધા. રવિશની પત્ની અને ખુશ્બુની મમ્મી. બસ આ જ મારો પરિચય. મારી પોતાની ઓળખ બનાવવાનો સમય જ ક્યાં છે. હા, ક્યારેક વસુધા બની જઉં છું જ્યારે ઓફિસમાં હોઉ છું. બાકી તો પત્ની અને માની ઓળખ જ કાયમની છે. પત્ની અને માની જવાબદારીઓમાં વ્યસ્ત રહીને પણ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહી છું. ક્યારેક થાય છે છોડી દઉં આ બધું પણ પછી થાય છે કોનાં માટે કરું છું આ બધું? મારાં પરીવાર માટે એટલે જ આજ સુધી ક્યારેય કામ છોડવાનો વિચાર નથી આવ્યો.

એમની સામે ક્યારેય કમજોર પડવાં નથી માંગતી. હા, એ વાત અલગ હતી કે રવિશને હું કામ કરૂં કે ના કરૂં કોઈ ફરક નહોતો પડતો. ફરક બસ એક વાતથી પડતો હતો ક્યાંક હું એને છોડીને જતી ના રહું. એવી જ રીતે જ્યારે બધું પાછળ છોડી ને એની સાથે ચાલી નીકળી હતી, કંઈ પણ વિચાર્યા વગર. પ્રેમ લગ્ન કર્યા છે અમે પણ કદાચ હવે આ લગ્નમાંથી પ્રેમ અદ્ર્શ્ય થઈ ગયો છે.

રવિશને હંમેશા એમ જ લાગે છે કે હું એણે નીચું દેખાડવાં માટે કામ કરું છું પણ આ તો કંઈ જ નથી. કંઇ કેટલાય આરોપો લગાવ્યા છે મારી પર. કામ કરીને હું તો એને મદદ કરવાં માંગતી હતી પણ છતાંય દોષ તો મારી પર જ આવે. હશે, કંઈ પણ હોય મારાં પરીવાર માટે કંઈ પણ કરવાં તૈયાર. રવિશનાં દગાને પણ માફ કરવાં તૈયાર. પણ ક્યારેક વિચારું છું આ બધું ક્યાં સુધી, ખુશ્બુ હજી નાની છે. એ મોટી થશે પછી એને ખબર પડી જ જશે. પણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આમ જ ચલાવવું પડશે. હું હજી મારાં વિચારોમાં જ હતી તત્યાં બસનું હોર્ન સંભળાયું અને હું મારાં વિચારોનાં સફર પરથી પાછી વળી. મારી બસ આવી ગઈ હતી એટલે હું બસમાં બેઠી. બસને ઊપડવાની હજી વાર હતી ત્યાં જ મારી નજર બહાર જામેલી ભીડ પર પડી.

એક સ્ત્રી એનાં પતિ સાથે ઝઘડો કરી રહી હતી. આ જોઈ મને કંઈક અજીબ લાગ્યું. આમ તો કંઈ ઘરનાં ઝઘડા બધાની વચ્ચે લવાતાં હશે. એ ઘટનાક્રમ દરમિયાન થોડાં થોડાં શબ્દો મને સંભળાતાં રહ્યા. ઝઘડાનું કારણ તો ના ખબર પડી પણ પેલી સ્ત્રી એનાં પતિને કંઈક ના કરવા માટે સમજાવી રહી હતી. ભલે ગમે તે થાય પણ પત્ની હંમેશા પતિઓને માફ કરી દે છે. કોઈક અપવાદ જ હોય જે માફ ના કરે અને એકલું જીવન જીવવાની હિંમત રાખે.

આ જોઈ મારા મનમાં પણ એક વિચાર આવ્યો કે આટઆટલું થયા પછી પણ મેં રવિશને માફ કરી દીધો. કદાચ હું એના વિના રહી નહીં શકું. એ વાત સ્વીકરવાં માટે થોડું મનોમંથન કરવું પડ્યું પણ એનાં પછી ખ્યાલ આવ્યો કે મારાં મનમાં રવિશ માટે હજી પણ પ્રેમ છે. અને હવે એક બીજું કામ કરવાનું છે. એજ પ્રેમ રવેશનાં મનમાં પણ જગાવવાનો છે.

આજે ભલે બસ છૂટી ગઈ પણ એક સાંજ પોતાની સાથે વિતાવી જીવનમાં આગળ શું કરવું છે એ દિશા મળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract