Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Classics Romance

4  

Alpesh Barot

Classics Romance

પંખ - ૧૧

પંખ - ૧૧

5 mins
14.1K


પ્રિયા અને આનંદ શહેરની બહાર ફરવા નીકળ્યા હતા. છેલ્લા સાત કલાકથી તેઓ કારમાં જ હતા.

વચ્ચે મોટી પહાડીઓ, અને ઘનઘોર જંગલો માંથી કાર પસાર થઈ રહી હતી. હવામાં ટાઢક હતી.

અને બને યુવા હદય કેટલાક સમયથી એક બીજા સાથે આમ જ સમય વ્યતીત કરતા હતા.

આનંદ મને ઠંડી લાગે છે. કેહતા જ પ્રિયા એકદમ નઝદીક આવી ગઈ હતી. ખભા પર માથું કરી સુઈ રહી હતી.

"આનંદ,આઈ લવ યુ?"

"પ્રિયા હોશમાં તો છો ને?"

"તારું અહીં અમેરિકામાં આવનો મકસદ તો યાદ છે ને?"

"હા, પણ હવે મને અમેરિકનમાં કોઈ રસ નથી. બસ મને આવી જ રીતે તારી સાથે રેહવું છે." આનંદ અને પ્રિયા એકમેકની આંખોમાં જોઈ રહ્યા હતા.

ત્યારે જ પ્રિયા આનંદના હોઠ પર હોઠ ધરી અને ચુંબન લે છે. અને જાણે આનંદમય બની જવું હોય તેમ, સતત ચુંમ્યા કરે છે.

"પ્રિયા હું કાર ચલાવું છું.સ્ટોપ ડિયર" ત્યાર તે જાણે હોશમાં આવે છે. અને શરમાઈ બીજી તરફ જોવા લાગી જાય છે.

આનંદ પણ કહે છે."આઈ લવ યુ ટુ." સાંભળતા જ તે આનંદ સામે હસતા હસતા જોઈ ભેટી પડેે છે. અને હળવેકથી તેના ગાલોને ચૂમી લે છે.

"તારી આંખોમાં નશો છે. આનંદ"

"તો તો સારૂ તારી પીવાની આદત છૂટી જશે."કેહતા જ આનંદ હસ્યો.

ભારતમાં પૂજાના લગનની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હોય છે.

"પૂજા, તારું ફાઇનલ છે ને?"

"હા, હવે ફૂલ એન્ડ ફાઇનલ. તું શુ વારંવાર એકજ વાત ઉખડીને બેઠી હોય છે."

"કઈ નહિ, આ તો ચેહરા પરથી તું ખુશ નથી જણાતી એટલે કહ્યું."

"હું ખુશ છું, યાર હવે તે માટે હું કઈ નાચીને સાબિત કરું. કે હું ખુશ છું."

"હા હા હા ચોકકસ."

અને બને કૂદવા લાગી.. હસવા લાગી અને પછી અચાનક પૂજા રળવા લાગી ગઈ અને શોફા પર બેસી ગઈ.

"શુ થયું પૂજલી?"

"કાલથી આ બધું કઈ જ નહીં હોય, હું હમેશા માટે લંડન જતી રહીશ.હમેશા હમેશા."

"ના હમેશા નહિ, કયારેક કયારેક તો આવતી રહીશ"

કેહતા અવનીની આંખો પણ ભીંજાઈ ગઇ.

પ્રિયાના ઘરે પોહચતા જ તેના માટે કડવા સમાચાર રાહ જોતા હોય છે. પ્રિયાના પિતાનું અકસ્માત થયું છે. તેમની હાલત ગંભીર હોય છે.

આ વાતની જાણ થતા જ,પ્રિયા ભારત જવા માટે આનંદને પણ કહે છે.

"આનંદ પપ્પાનું એક્સિડેન થયો છે અને મને ઇન્ડિયા જવું પડશે. તું આવે છે?"

"પ્રિયા,ઘણું કામ પેંડીગ પડ્યું છે મારું"

"તું સાથે આવીશ તો મને ગમશે, અને એમ પણ તું તારા મોમ ડેડને પણ મળી લેજે, પછી બન્ને ફરી અહીં આવી જશુ."

મોમ ડેડનું નામ આવતા જ આનંદ પીગળી ગયો.તેની પણ હવે તેની મોમને જોવાની ઈચ્છા થઈ ગઈ.

બને ભારત જવા રવાના થઈ ગયા. રોહિત તેને એરપોર્ટ સુધી મુકવા આવ્યો હતો.

***

લગ્નની વિધીને ગણતરીઓના કલાક જ બાકી હતા. આનંદ હજુ પણ અજાણ હતો. કે પૂજાના લગ્ન આજે જ છે. પ્રિયાના પપ્પાને હોસ્પિટલમાં મળી અને પ્રિયાને સાથે તેના ઘરે લઈ જાય છે.

ઘરમાં પ્રવેશતા જ આનંદ તેની મમ્મીને ગળે વળગી અને રડવા લાગી જાય છે.

"આઈ મિસડ યુ મોમ"

"આઈ મિસડ યુ ટુ બેટા"

"મોમ આ પ્રિયા છે."

"નમસ્તે મમ્મી"પ્રિયા બોલી.

"આનંદ તારા માટે પૂજાનો એક લેટર આવ્યો છે.

અંકિતનો ફોન પણ હતો કે પૂજાના આજે લગ્ન છે.તારે ત્યાં જવું જોઈએ."

"ના મમ્મી હવે મારા અને પૂજાના રસ્તા અલગ છે."

"સાચુ કહેજે, હું તારી માં છું. તું પૂજાને ભૂલવા માટે જ અમેરિકા ગયો હતો ને?"

"હા, અહીં રહું તો ફરી તેને મળવાની ઈચ્છા થાય."

આનંદની મમ્મીએ પૂજાનો એ લેટર આનંદને આપ્યો.

તે છેલ્લી વખત આ લેટર લખી રહી હતી. તે આનંદને છેલ્લી વખત મળવાની ઈચ્છા જતાવી હતી.

"ના મમ્મી હવે હું નહિ જોઈ શકું તેને. હું ત્યાં નહિ જાઉં."

પ્રિયા જાણે બધું જ સમજી ગઈ હોય તેમ બોલી "આપણે એક વખત ત્યાં જવું જોઈએ.

અને તને ચાલવું જ પડશે."

પંડિતજીએ મંત્રોચ્ચાર શુરું કરી દીધા હતા.

"કન્યા પધરાવો સાવધાન" પંડિતના કેહવા સાથે જ લીલા રંગના પાનેતરમાં પૂજા આવી રહી હતી.અવની તેની સાથે હતી.

હર્ષ પૂજાને બસ જોઈએ જ રહ્યો હતો. કેટલી સુંદર લાગી રહી હતી. હાથમાં ચુડો, માથે ટીકો તે આવી અને હર્ષની બાજુમાં બેસે છે.

અને પંડિત એક પછી એક બધી વિધિઓ પતાવી હવે ફેરા જ બાકી હતા.

ત્યાં જ કાર સીધી સામજી મુખીના પ્રાંગણમાં આવી અને ઉભી રે છે. એમાંથી આનંદ અને પ્રિયા ઉતરી અને માંડવાની દિશામાં આગળ વધે છે.

અવની અને પૂજા ફક્ત તેને જોઈ રહયા હતા.

ત્યાંજ પૂજા દોડ મૂકી અને આનંદને ભેટી પળે છે.

આનંદને પણ આની અપેક્ષા નોહતી.પૂજ4ના ભેટવાથી તે પણ પોતાની જાતને પૂજાથી અલગ કરવા માંગતો ન હતો.

આવવાવાળા મેહમાઓ આ નઝારો જોઈ રહ્યા હતા. બધાના મુખમાં શોકની રેખાઓ સાફ નઝર આવતી હતી. ખૂણામાં ઉભા સામજી મુખી ન જાણે કેમ પણ આજે તે ખુશ જણાતા હતા.

"આ શું કરી રહી છે?"પૂજાની માં બોલી.

"સામજી મુખી આ બધું શુ છે?

સામજી મુખી પાસે કોઈ જ ઉત્તર નોહતો.

"ધનજી તું તો જાણે છે કે દીકરીની ખુશીમાં જ મારી ખુશી." અને આ વાક્ય સાથે પૂજા એને આનંદને તે માંડવામાં લઇ આવે છે.

"ધનરાજ શેઠ મારી પાસે હવે આજ રસ્તો છે." મેહમાનોમાં કન્ફ્યુઝન હતું કે તેમને હસવું કે દુઃખી થવું.

"સામજી આ શું કરી રહ્યો છે?"પૂજાના દાદા બોલ્યા.

"જે મારે બહુ પેહલા કરવું હતું જો પેહલા જ દીકરીની ઇચ્છા જાણી લીધું હોત, તો આ દિન ન આવત. મને મારી દીકરી પર ભરોસો છે. તેની પસંદ ખરાબ ન હોય.

આપણે આ યુગમાં પણ નાતી જાતિ સમાજ, ઉચ્ચ, નીચ જોવા જઈએ તો આપણો દેશ હજારો વર્ષ પાછળ ઠેલાઈ જશે.

મેં મારી દીકરીને મુક્ત રીતે ઊડવા દીધી છે અને આજે પણ હું એને ઊડવા દઈશ." બન્નેને લગ્નના માંડવામાં બોલાવી લગ્ન કરાવ્યાં.

બન્ને ખુશ હતા પણ પ્રિયા ચૂપ હતી.

આનંદને તેનો એક વખત પણ વિચાર આવ્યો ન હતો. એટલે આનંદે પૂજા સાથે લગન પછી તેને રૂમમાં બોલાવી.

"સોરી, પ્રિયા મેં તને પણ હર્ટ કરી."

"ના આનંદ મને એમ પણ ઇન્ડિયામાં રેહવું નોહતું અને મને ખબર છે. તું પૂજાને ખૂબ પ્રેમ કરે છે." પ્રિયા બોલી.

"પ્રિયા, તું ઈચ્છે તો હર્ષ સાથે લગ્ન કરી હમેશા માટે ત્યાં સેટ થઈ શકે છે. તેની પાસે અમેરિકન સીટીઝનશિપ પણ છે. તું કોઈ અમેરિકન શોધે, કેવો હોય, શુ હોય કેમ ખબર પણ હર્ષ સાથે હું એક મહિનો રહી છું. બહુ સારો છોકરો છે. તું વિચારી શકે."

"મારી ઈચ્છા પણ છે કે કોઈ એન.આર.આઈ છોકરા સાથે જ લગ્ન કરું."

પ્રિયાએ હર્ષ સાથે મેડ ફોર ઇચ અધર થઈ કાયમ માટે અમેરિકા ઉડન છું થઈ ગઈ.

અને પૂજાને પોતાનો મનનો માણીગર પણ મળી ગયો.

હવે તેને લાગતું હતું કે તેને ખરી રીતે ઉડાન ભરી હોય.

અને તે માટે તે તેના પિતાને આભારી હતી. જેણે પૂજાને બાળપણથી જ પંખ આપ્યા હતા.

"આઈ લવ યુ પપ્પા"

પૂજા આટલું જ બોલી શકી.


Rate this content
Log in

Similar gujarati story from Classics