Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Children Inspirational Fantasy

3  

Shailee Parikh

Children Inspirational Fantasy

રંગોની લડાઇ

રંગોની લડાઇ

2 mins
14K


એક નાનકડી ફેકટરી હતી. તેમાં મોટા મોટા મશીનો અને કેમિકલના ડબ્બા વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતાં. ફેકટરીમાં આવતા કારીગરો બાળકો માટે વોટરકલર, ચોક કલર બનાવવાનું કામ કરતા રંગો બનાવી તેને સુંદર મઝાના બોક્સમાં મૂકી શહેરની સ્ટેશનરીની દુકાનમાં મોકલતાં.

એક દિવસ કારીગરોને શહેરની મોટી શાળામાં ભણતા હજાર વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા માટે ખાસ વોટરકલર બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. સૌ કારીગરો પાસે સમય ઓછો અને કામ ઘણું હતું. સૌ કારીગરો એ ફટાફટ રંગો બનાવવાનું શરૂ કર્યું અનેક રંગીન બોક્સમાં પેક કરી. મોટી લોખંડની પેટીમાં કલરબોક્સ ભર્યા. કલર બોક્સ ગોઠવી તે પેટીને તાળું માર્યું. કામ પતાવી સૌ કારીગરો ઘેર ગયા. અને આ તરફ લોખંડની પેટીમાં પડેલું એક કલરબોક્સના રંગો એકબીજા સાથે રમતા-રમતા લડી પડ્યા.

લાલ રંગ કહે, "હું સૌથી શ્રેષ્ઠ રંગ છું. જોજો સૌ કાલે મારો સૌથી વધુ ઉપયોગ થવાનો."

ભુરો રંગ કહે, "અરે! આકાશ ને પાણી બંનેના રંગ પૂરણી કરવા મારો ઉપયોગ થશે. સૌથી વઘુ તો મારું જ કામ."

વળી લીલો રંગ કહે, "અરે, આકાશને પાણીની વચ્ચે લીલોતરી જ નહિ હોય, તો કેવું લાગે? સૌથી વધુ તો મારો જ વપરાશ થશે." વળી, પીળો, ગુલાબી રંગ કહે, "અરે, લીલા રંગના વૃક્ષ પર ફુલો જ નહિં હોય, તો કેવું લાગે, અમારો વપરાશ સૌથી વધુ થશે."

આ બધી વાત સફેદ કલરનો ચોક સાંભળી રહ્યો હતો. તેણે સૌને શાંતિ રાખવા કહ્યું. "મિત્રો, તમે શા માટે લડો છો? તમારું બધાનું પોતીકું મહત્વ છે. વધુ-ઓછુ વપરાવાથી કોઈ મોટું-નાનું ન થઈ જાય. આમ જોવા જાવ તો મારો ઉપયોગ તો કોઇ ચિત્રમાં ભાગ્યે જ થાય, પણ છતાંય મને દુ:ખ નથી કારણ કે આંખની કીકીમાં સફેદ ને કાળો રંગ જ હોય. મારા બદલે લાલ કે ભુરી આંખ બનાવીને વચ્ચે કાળી કીકી બનાવે એનું ચિત્ર ખોટું પડે. વળી, તમારા બધાનો શેડ આછો કરવા મારો ઉપયોગ તો કરવો જ પડે. હોઠનો રંગ લાલના બદલે વાદળી ના થાય તો આકાશનો રંગ વાદળીના બદલે લીલો ન કરાય તો સમજો, આપણાં બધાંનું પોતાનું મહત્વ છે. આમ, લડાઇ કરવી સારી બાબત નથી."

સફેદ રંગની વાત સાંભળી સૌ રંગો શરમાઇ ગયા અને એકબીજાંની માફી માંગી. સૌ પોત-પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Children