Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Children Inspirational

3  

Pravina Avinash

Children Inspirational

એક ડગ ધારા પર પ્રકરણ ૩

એક ડગ ધારા પર પ્રકરણ ૩

4 mins
14.8K


પ્રકરણ : ૩શાળા જીવન

બાળમંદિર છોડીને મોટી શાળામા. શાળાનો ગણવેશ પહેરીને નીકળતી ત્યારે મમ્મી ઓવારણા અચૂક લેતી. વર્ગની બહેનપણીઓની સાથે રમત ગમતમાં જોડાતી. ભણવામા ખૂબ તેજ હંમેશા નવું જાણવાની ઈંતજારી. શાન ઘણાંની ઇર્ષ્યાનો ભોગ પણ બનતી. કિંતુ તેનો

સ્ભા વ જ એવો હતો કે સહુ તેને સામે ચાલીને બોલાવતા. જે બહેનપણીને તકલિફ હોય તો શાન દોડીને મદદ કરતી. તેને જુઠ્ઠુ બોલવા સામે ખુબ નફરત હતી. નિર્દોષ બાળકો કેમ અને કેવી રીતે ખોટી ટેવોના શિકાર બનતા હશે ?

એકવીસમી સદીમા જો કોઈ શત્રુ હોય તો તે ટેલીવિઝન છે. શાનની મમ્મી તેનો ખૂબ ધ્યાન રાખતી. સોનમ, શાનને અમૂક શો જ જોવા દેતી. તેને લીધે સોનમ તથા સાહિલ વિચારીને ટી.વી. જોતાં. સાહિલ

પપ્પા, શાન અને સોહમને સમય મળ્યે વહાલની ગંગામા સ્નાન કરવતા.

પાંચમા ધોરણની વાર્ષિક પરીક્ષામા શાનને ગણિતમા ઓછા માર્ક્સ મળ્યા. તેની બાજુમા બેઠેલો કુમાર ઉંચો થઈ થઈને તેના પેપર પર નજર નાખતો અને જાણી જોઈને પેંન્સિલ પાડી વારે વારે વાંકો વળતો. શાન પોતાનું ધ્યાન કેંન્દ્રિત કરી શકતી નહી. જેથી બે દાખલા કરી ન

શકી અને ત્રણેક ખોટા પડ્યા. પાસ થવા માટે જોઈતા માંડ માંડ મેળવી શકી. રડી રડી ને અધમૂઈ થઈ ગઈ . ખેર નપાસ ન થઈ તેની સાંત્વનાને પામી. પપ્પા પણ ગુસ્સે થયા. મમ્મીએ બાજુમા બેસાડી વિગત જાણી તેથી જરા દુખ ઓછું થયું. પણ શાને મનમાં ગાંઠ વાળી હવે પછી મારે ચેતીને ચાલવું પડશે.

શાનના વર્ગમાં એક છોકરો હતો તેનું નામ કિશન. નરમ તબિયતને કારણે વર્ગમાં બહુ નિયમિત આવતો નહી. બરાબર તેની આગળની પાટલી પર બેસતો તેથી શાનને તેની હિલચાલની બધી ખબર પડતી. છેલ્લા બે અઠવાડિયાથી વર્ગમાં દેખાતો ન હતો. કોઈને પૂછાય

પણ નહી. વર્ગ શિક્ષકને પૂછ્યું તો કહે, 'તેની તબિયત નરમ રહે છે'.નાની કુમળી ઉમરના બાળકને 'કેન્સર' નામથી ડરાવવાની શિક્ષકની મરજી ન હતી. અચાનક એક દિવસ કિશન વર્ગમાં પાછો આવ્યો.

તેને જોઈને શાન છળી મરી. તેના ચહેરા ઉપર ગભરાટ સ્પષ્ટ જણાઈ આવ્યો. બાળકો કોઈવાર નિષ્ઠુર આચરણ નાદાનિયતમાં કરતાં હોય છે. બે તોફાની બારકસો તેને જોઈને જોરથી હસ્યા. કિશન રડવા લાગ્યો. શાનને થયું તેને મનાવું પણ પોતે અસંમજસમાં હતી. ઘરે જઈને શાંતિથી વિચાર કરવા લાગી.તેનું હ્રદય કિશનની હાલત જોઈ દ્રવી ઉઠ્યું. કેન્સરમા કીમો લેવાથી વાળ બધા જતા રહ્યા તેની જાણ તેને થઈ. અશક્તિ પણ આવે. બાળકને ઘરમાં ગમે નહી તેથી શાળાએ આવવાની રઢ પકડી.

એક દિવસ ખૂબ રડી રહ્યો હતો. શાનથી જોઈ ન શકાયું. તેની પાસે જઈ પ્રેમથી પૂછ્યું ને વાત જાણી. કિસનને દોસ્તો પજવતા હતા. બાળકો નિર્દોષ હોય છે. કિંતુ ઘણીવાર ક્રૂર મશ્કરી કરી હેરાન પણ કરતાં હોય છે. શાને મનમાં ગાંઠ વાળી. બાળ માનસ અજબ રીતે કામ કરતું હોય છે. જેમ કોઈ બાળક શેતાનિયત કરતું હોય, તો કોઈ બાળક હમદર્દી પણ જતાવી શકે. ઘરે જઈને પપ્પાને કહે. "પાપા તમને ખબર છે, મને ખીચડી નથી ભાવતી. જો હું તે ખાંઉ તો મને મારી

મનગમતી વસ્તુ કરવા દેશ ?" પાપાને એમ કે કદાચ આઈસક્રીમ ખાવા લઈ જાવ યા સિનેમાની માગણી કરશે તેથી હા પાડી. શાને બીજીવાર પૂછી ખાત્રી કરી વચન માંગ્યું.

છઠ્ઠા ધોરણમા ભણતી છોકરી વધારેમા વધારે શું માગશે ?

શાને કહ્યું પપ્પા મારે બધા વાળ કપાવવા છે. પપ્પાની હાલતતો કાપોતો લોહી ન નિકળે તેવી થઈ ગઈ. પણ વચનથી બંધાયેલા હતા. શાનની વાત મંઝુર કરી. સોમવારે શાળામા મૂકવા ગયા ત્યારે તેમની બાજુમા કિસનની મા આવી અને કહે 'તમારી દિકરી

ભગવાનનું રૂપ લઈને આવી છે.'  જુઓ મારા કિસનની સાથે કેટલા પ્રેમથી વર્તે છે, પાપા જોઈને દંગ થઈ ગયા. કિસનના માથા પર પણ વાળ ન હતા. તેમને સમજતા વાર ન લાગીશામાટે શાને વાળ કપાવ્યા...

તે એના માટે ખૂબ સહજ કાર્ય હતું. શાન અને કિસન હસતા હસતા વર્ગ તરફ જઈ રહ્યા હતા. શાળાના બીજા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને તરફ અચરજથી જોઈ રહ્યા. કિસનને માથે વાળ ન હતા એ તો જગજાહેર વાત હતી. કિંતુ શાન, શામાટે વાળ વગર શાળામા આવી હશે? એકાદ બે જણાએ તો હાથથી ઈશારો કરીને પૂછ્યું ? શાન સમજી ગઈ અને હસીને આગળ વધી.  વર્ગ શિક્ષક અચંબામા પડીગયા. પ્રાર્થના પછી શાનને પોતાની પાસે બોલાવી, બેસાડી ધીરે રહીને જાણવાનો પ્રયત્ન કર્યો. શાન નિર્ભયતાથી કહે, કિસનની બધા છોકરા છોકરી મશ્કરી કરતા હતા તેથી તેને સાથ આપવા મેં વાળ કઢાવી નાખ્યા.  મારા

પપ્પા અને મમ્મી બંને એ મારી લાગણીને માન આપ્યું. અરે મારા વાળતો પાછા આવી જશે. ત્યાં સુધીમા કિસન પણ સામનો કરતા શીખી જશે. વર્ગ શિક્ષકતો શાનને મનોમન વંદી રહ્યા. તેની લાગણીનો અંદાઝ

કરવો તેમને માટે મુશ્કેલ હતો.

ખેર કિસનની મમ્મી, રવિવારની રજાને દિવસે શાનના માતા, પિતા, ભાઈ અને ઘરના વડિલોને મળી. શાનને આમા કોઈ મોટી ધાડ મારી હોય એવું ન લાગ્યું. બાળ માનસ કેટલું નિખાલસ હોય છે ! સર્વેને તેની પ્રતીતિ થઈ.  ગુરૂ દત્તાત્રયે ચોવીસ ગુરૂ કર્યા હતા. બાળક ગુરૂનું સ્થાન ગ્રહણ કરવાને શક્તિમાન છે. શાનના વાળ તો ધીરે ધીરે આવી રહ્યા હતા. કિસન મનથી મજબૂત બની ગયો. કહેવાની આવશ્યકતા નથી કે શાન અને કિસન જીગરી દોસ્ત બની ગયા. વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી હતી. શાનને ભણવાનું ખૂબ પસંદ હતું. રીયા તેની પ્રિય સખી કોઈ વાર કંટાળતી તો કહેતી,"પરીક્ષા પછી રજાઓ પડે છે. રમીશું અને મઝા કરીશું". હમણાતો સારા ગુણ લાવી પાસ થવું છે. વાળ નથી એ વાત તો તે સાવ વિસરી જ ગઈ હતી. સુંદર પરવરિશ અને સંસ્કારનો જીવતો જાગતો નમૂનો એટલે શાન. વહાલા ભાઈ સોહમને રમાડવો, સૂવાના સમયે હિંચકા નાખવા તેને બહુ ગમતા. દિકરા કે દિકરી વચ્ચે કોઈ ભેદ દૃષ્ટિગોચર થતો ન હતો. દિકરીઓને દૂધપીતી કરતા સમજમા

આવા સુંદર પરિવાર પણ જોવા મળે છે. છોકરી હોવાને નાતે સહેવી પડતી અવહેલના હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે. હજુ પણ રડ્યા ખડ્યા એવા કિસ્સા જોવા મળતા હોય છે, જ્યાં વિદ્યા અને સંસ્કારનો અભાવ વરતાતો હશે.


Rate this content
Log in

Similar gujarati story from Children