Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamta Shah

Inspirational Romance

3  

Mamta Shah

Inspirational Romance

પ્રખરની આસ્થા

પ્રખરની આસ્થા

4 mins
14.4K


પ્રખર. નામ એવા જ ગુણ એના. દરેક વસ્તુમાં મોખરે હોય. સ્વભાવ બહુ જ મોજશોખ વાળો. એને કઈ વસ્તુ ના ગમે એ પ્રશ્ન. એના ફ્રેન્ડ સર્કલમાં કોઈ દુખી હોય તો બધાં તરત પ્રખર ને યાદ કરે. એનાથી કોઈનું દુખ પણ ના જોવાય, મદદ કરવા હમેશાં તૈયાર હોય. અને એની હાજરી માત્રથી બધાંનું દુખ અડધું થઈ જાય. એનો સ્વભાવ જ એવો, જ્યાં જાય ત્યાં બધાને હસાવ્યા કરે. 'ખુશીયાં બાંટને સે બઢતી હે' એવું જ એનું માનવું. પણ પોતાના મનમાં શું ચાલે છે એ કોઈ ને ના કહે. એની સાવ નજીક કેવાય એવા ફક્ત બે જ જણ. એક આસ્થા અને એક વિરાટ. બન્ને એના બેસ્ટ ફ્રેન્ડ. એ બે સિવાય કોઈને ખબર ના હોય કે એના મનમાં શું ચાલે છે.

આસ્થા. એના નામ જેટલી જ સીધી અને સરળ. અને ખૂબ જ સુંદર પણ. એના નામની જેમ જ એને બધામાં બહુ જ આસ્થા.એ પછી એના મમ્મી પપ્પા હોય કે પ્રખર હોય કે કોઈ પણ. ભગવાનમાં તો બહુ જ આસ્થા એને. એની દરેક વાત, એના દરેક પ્રોબ્લેમ પ્રખર સાથે અચૂક શેર કરે. ક્યારે એમની આ દોસ્તી પ્રેમમાં પરિણામી, એમને પણ ખબર ના પડી ! એક દિવસ પણ ના જાય એકબીજા વગર.

આજે આસ્થા પ્રખરને ફોન કરે છે, અને મળવા બોલાવે છે. આમ તો બેઉ પોતાના કામના લીધે રજા સિવાય એકબીજાને મળી નહોતા શકતા. પણ આસ્થા ફોનમાં ચિંતિત અવાજમાં જણાય છે. એટલે પ્રખર એને કઈ પૂછતો નથી અને સાંજે મળવાનું નકકી કરે છે.

પણ પ્રખરને પોતાને પણ ચિંતા થવા માંડે છે. એને ખબર છે કે આસ્થા બહુ જ સમજદાર છે અને કાંઇક અરજન્ટ ના હોય ત્યાં સુધી એ પ્રખરને ના જ કહે. પ્રખર માટે તો આસ્થા જ એની ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ. આસ્થા પ્રખર કરતાં બે વર્ષ મોટી. અને જ્યારે આસ્થા આ વાત કરે, તો પ્રખર કહેતો 'એજ ઈસ ઓન્લી અ નંબર' અને વાત ઉડાવી દેતો. પણ આસ્થા ને હમેશાં મનમાં આ વાતની ચિંતા રહેતી. કારણ કે પોતે એક રૂઢિચુસ્ત પરિવારમાં ઉછરેલ. અને એ લોકોનો આ પ્રેમ સંબંધ એનો અને પ્રખરનો પરિવાર સ્વીકારશે કે નહી ? પ્રખરનાં સપનાં પણ બહુ જ મોટા હતાં અને એ ક્યારેય એનાં અને એના સપનાઓની વચ્ચે નહોતી આવા માગતી. આખો દિવસ ચિંતામાં પસાર કરીને સાંજે પ્રખર આસ્થાને લેવા જાય છે.

આજે તો જાણે આસ્થા એને અલગ જ લાગી રહી છે. એને જોવે છે અને જોતો જ રહી જાય છે. વ્હાઇટ કલરની કુર્તિ અને એની નીચે બ્લૂ જીન્સ, કાનમાં નાની વ્હાઇટ મોતીની બુટ્ટી, અને ગુલાબી મુલાયમ હોઠ એના. પ્રખર તો એને જોતો જ રહી જાય છે. આસ્થા એ પણ જાણે આજે બધું જ યાદ રાખીને પ્રખર ને ગમતું જ કર્યું હતું. પ્રખરને આસ્થા વ્હાઇટ કપડામાં ખૂબ જ ગમતી. એને જોઈને જાણે પ્રખરનું દિલ એક ધબકાર ચૂકી ગયું.

"ક્યાં જઈશું મેડમ ?" પ્રખર

"મને આજે મંદિર જવુ છે." આસ્થા, પણ એનો પરાણે સ્મિત કરવાનો પ્રયત્ન પ્રખરથી ના છૂપાવી શકી.

"ઓકે" અને પ્રખર એનુ બાઇક આસ્થાના ફેવરિટ મંદિર તરફ લઈ જાય છે. પણ એના મનમાં પણ ઘણા સવાલો થાય છે. એના બાઇકની ગતિ કરતાં એના વિચારો બમણી ગતીએ દોડે છે. હમેશાં સ્મિત કરતી આસ્થા કેમ આજે આટલી ગંભીર છે ? એવું તો શું હશે કે એ મને કહેતા પણ આટલો અચકાટ અનુભવે છે ?

મંદિર દર્શન કરી બેઉ જણ ત્યાં બેસે છે. પ્રખર આસ્થાનો હાથ હાથમાં લઈને એને પૂછે છે કે, તું રહીશ ને કાયમ મારી સાથે ? આ સાંભળીને આસ્થાની આંખમાંથી અશ્રુઘારા શરૂ થઈ જાય છે. એને કહેવું ઘણું બધું હોય છે, પણ એ કાંઈ બોલી શકતી નથી. બસ ખાલી એટલું જ કહે છે કે મને આ જનમ માટે માફ કરી દેજે પ્રખર. અને રડતાં રડતાં એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી જતી રહે છે.

પ્રખર જાણે કાંઈ સમજે કે વિચારે એ પહેલાં જ જાણે એની દુનિયા, એના સપના બધું વિખેરાઈ જાય છે. ત્યાં જ બેસીને ભગવાનને પૂછે છે કે કેમ ભગવાન મારી સાથે આવું કર્યું તમે ? કેમ આસ્થાએ મને કહ્યું પણ નહીં, એના આ નિર્ણય નું કારણ ? એવું તો શું થઈ ગયું કે એ મને કહી પણ ના શકી ?

આ બાજુ આસ્થા પણ ખૂબ દુખી થઈ ને ભગવાનને કહે છે કે, પ્રખરનું દિલ તોડવા બદલ મને માફ કરી દે જો. મારે એને વધારે દુખ નહોતુ આપવું. મારે એને નહોતું કહેવું કે હું તો મારી જીંદગી માટે લડી રહી છું અને મારી પાસે બહુ જ ઓછો ટાઇમ છે હવે. એને જો એ વાત ની ખબર પડત તો એ એનું કામ, એના સપનાં બધું જ છોડીને, મારી પાસે રહેલો જે થોડો ઘણો સમય છે એમાં મને દુનિયાભરની ખુશીઓ આપવા મહેનત કરત. અને મારે તો એ પછી પણ એને છોડીને, એને દુખી કરીને જવાનું જ છે! તો હમણાં કેમ નહી ?

પ્રેમ ખાલી પામવામાં ક્યાં છે, પ્રેમ તો સમર્પણમાં પણ છે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational