Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

કોણે બદલાવાનું ?

કોણે બદલાવાનું ?

3 mins
7.5K


રંગે ચંગે સુકેતુ સોનાને પરણીને ઘરમાં દાખલ થયો. આનંદ ઘરને ખૂણે ખૂણેથી ગાજી રહ્યો હતો. મંગલ ગીતો ગવાયા. સોનાએ ઘરમાં કુમકુમના પગલાં પાડ્યા. પેલી નાની સલોની તો ભાભીને જોઈને ખૂબ હરખાતી હતી. તેની બહેનણીઓના ઘરમાં ભાભી અને બનેવીઓ જોઈને રોજ માનું માથું ખાતી.

‘મા, મારે કોઈ બહેન નહી એટલે જીજાજી તો નથી જ આવવાના ! ભાભી ક્યારે આવશે?'

મમ્મી પ્રેમથી સમજાવતી બેટા, ‘તારો ભાઈ ભણવાનું પુરું કરે, બે પૈસા કમાય પછી ભાભી આવે ને !'

‘હેં મોટાભાઈ તું ક્યારે મોટો થઈશ, કમાઈશ અને પછી ભાભી લાવીશ?'

એવું કાલું કાલું બોલીને બધાનું દિલ બહેલાવતી. સુમન અને સુનીલ બન્ને જણાનો સુખી સંસાર જોઈ આડોશી પાડોશી ઇર્ષ્યા કરતા. તેઓ કદી કોઈની ચિંતા કરતા નહી. સુકેતુ અને સલોની તેમને માટે હૈયાનો હાર હતા. સુનીલના માતા પિતા જીવતાં હતા ત્યાં સુધી સાથે જ રહેતા. ખરું પૂછો તો આવું સુંદર ઘર સુનીલના મમ્મીએ સજાવ્યું હતું અને પપ્પાએ વસાવ્યું હતું. બન્ને બહેનો પરણીને સાસરે ગઈ. અવારનવાર આવતી અને ભાભીનો પ્રેમ પામતી. ભાઈ અને બહેનનો પ્રેમ જોઈ સુનીલની મમ્મીનો આત્મા ઠરતો. તેમને થતું સુંદર વહુ આવી અને ઘરનું આંગણ દીપી ઉઠ્યું.

સુમન શું લગ્ન પછી બદલાઈ હતી ? ખબર નથી પણ પતિ સુનીલના પ્રેમમાં પોતાનું વર્તન ખૂબ સ્વાભાવિક રાખ્યું હતું. જેમ તે પોતે પોતાના માતા અને પિતાને ચાહતી હતી તેવી રીતે સુનીલના માતા અને પિતાને પ્રેમ આપ્યો. ભારતીય સંસ્કૃતિમાં દીકરી પરણે ત્યારે સાસરીમાં સમાઈ જાય. જેમ દૂધ સાકર ભળે અને મિઠાશ પ્રસરાવે તેમ ! જો તે પિયરનો રૂઆબ લઈને આવે તો દૂધમાં ખટાશ ભળે તેવા હાલ થાય. પછી એમ ન કહી શકાય કે દીકરી બે કુટુંબ તારે ?

સલોનીની ભાભી યથા સમયે આવી. ૨૧મી સદીની હતી. બહુ સંસ્કૃતિ વિશે જાણતી નહી પણ આદર આપવો પામવો તેમા કાબેલ હતી. ધીરે ધીરે ઘરમં સહુના દિલ જીતી લીધાં. સુમને વહુને ખૂબ પ્રેમથી આવકારી હતી. સુકેતુ પોતાની પસંદની સોના સાથે પરણ્યો. સુમનને તેનો શું પરિચય. દીકરો કહે, મારે સોના સાથે પરણવું છે. પ્રેમથી ગળે લગાડી, વહાલ કરી આશિર્વાદ આપ્યા.

લગ્ન પછી ભારતીય સંસ્કૃતિ અનુસાર દીકરી પિયર ત્યજીને સાસરીમાં ઉમંગભેર આવકાર પામે છે. આ ધારો કાંઈ આજનો નથી ! સદીઓથી આમ ચાલતું આવ્યું છે. જેમ સોના સાસરે આવી તેમ સુમન પણ આવી હતી. સલોની એક દિવસ જશે ! જેમ સુમન, સાસુ બની તેમ સોના ભવિષ્યમાં દીકરો યા દીકરી આવે પછી બનશે! આ નિયમ વણ લખ્યો છે. જે સતત અસ્તિત્વ ધરાવે છે.

જે છીએ તે રહેવાના. અંદર કંઈ અને બાહર કંઈ એ ઝાઝું નહી ટકવાનું. બદલાવ જીવનમાં હંમેશા આવકાર્ય છે. આ રંગબદલતી દુનિયામાં એ પ્રક્રિયા ૨૪ કલાક વણથંભી ચાલુ રહેશે.

સલોની તો ભાભી આવતાં ખુશખુશાલ બની. નાની નણદી ભાભીને વહાલથી ભેટી. સુકેતુ ખૂબ ખુશ થયો. સુનીલ તો બધાની ખુશીમાં રાજી. સોના નોકરી કરતી હતી. સલોની કૉલેજીયન અને સુકેતુ તેમજ સુનીલ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત. સુમને ઘરનો વ્યવહાર જેમ સાચવતી તેમ ચાલુ રાખ્યો. સમય અનુસાર સોના જેમ મમ્મીને સહાય કરતી હતી તે પ્રમાણે સુમન, સુકેતુની મમ્મીને કરી રહી.

આવી પરિસ્થિતિ જો હોય તો કોણે બદલાવાનું? 


Rate this content
Log in