Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Drama Inspirational Thriller

3  

Daxa Ramesh

Drama Inspirational Thriller

પોતીકાપણું

પોતીકાપણું

2 mins
15.1K


જેમ જેમ, સરનામાં મુજબ ઘર નજીક આવવાં લાગ્યું, તેમતેમ ચંદનનાં ધબકારાં વધવાં લાગ્યા. એને વર્ષો પહેલાંની, છાયા યાદ આવી, છુટા વાળ ને હેરબેન્ડથી શોભતી છાયા, એક ગર્ભશ્રીમંત પરિવારની દીકરી હતી અને ચંદન એનાં પિતાને ત્યાં કામ કરતાં નોકર નો દીકરો !!

પણ, બન્ને સાથે જ ભણતાં, સાથે રમતાં અને ઝગડતાં પણ, ખરાં. જો કે, દરવખતે, ચંદન, જાણી જોઈને, પોતાનો જ વાંક હતો એવું બતાવીને, માફી માંગી બાજી સુધારી લેતો. અને એ છાયાનેય ખબર હતી. એટલે તો, આ પ્રેમ ને ખાતર જ, છાયા ચંદનને, સગા ભાઈ જેવો જ માનતી. અને રાખડી પણ બંધતી..

વર્ષો વીતતાં ચાલ્યા...

ચંદન, નાનું મોટું કામ અને નોકરીની તલાશમાં ગામ છોડી નીકળી ગયો અને છાયા પણ સાસરે સિધાવી....

હજું ગયા અઠવાડીયે જ ફેસબુક દ્વારા ફ્રેન્ડ બન્યા. અને પછી, સુખદ આશ્ચર્ય થયું જ્યારે ખબર પડી કે તે બન્ને આ એક જ સીટીમાં જ રહે છે. Hi, hello થી શરૂ કરેલી વાત, ત્યારે જ અટકી કે રક્ષાબંધનના દિવસે, રૂબરૂ મળવાનું નક્કી કર્યું. ચંદન તો આવવા રાજી જ નહોતો એને ખૂબ જ ક્ષોભ થતો હતો કે એક અજાણ પુરુષ, એની પત્નીનાં બાળપણનાં ગરીબ, સાથીદાર ને એનાં ઘરે આવવા માટે પરવાનગી આપે કે નહીં !! અને વાતચીત પરથી જણાતું જ હતું કે, છાયાને પિયરથી પણ વધુ જાહોજલાલી સાસરિયે છે. તેથી ચંદન આવવા માટે હા જ નહોતો કહી શકતો! પણ, છાયા પાસે એનું ક્યારેય નહોતું ચાલ્યું, તો હવે શેનું ચાલે?

હવે, ચંદન એક આલીશાન બંગલાં પાસે આવી તો પહોંચ્યો, અને, એ દરવાજે આવી બેલ મારવાં જતો હતો, ત્યાં એણે, દરવાજો ખુલ્લો જ જોયો. એ અચકાતાં અચકાતાં અંદર પ્રવેશ્યો.

એણે અવાજ સાંભળ્યો, "બેટા, તું પૂછતી હતી ને કે મમ્મા, તમારે કોઈ ભાઈ નથી? તો જો આજે મારો ભાઈ આવે છે!! મારો ખોવાયેલો ભાઈ!!"

અને, ચંદન તરફ નજર જતાં, છાયા તેનો પતિ શ્રીકાંત અને બાળકોએ ચંદન ને આવકાર્યો. છાયાએ ચંદનનું હૈયાનાં હેતથી, કકું ચોખા વડે પૂજન કરીને ચંદનની સુની કલાઈમાં રાખડી બાંધી. છાયાનો પરિવાર એને એટલો પ્રેમ આપે છે અને છોકરાઓ તો જાણે સગામામા મળી ગયા હોય તેમ ચંદન સાથે ભળી જાય છે.

ચંદન ને, સંકોચ થાય છે કે બેન ને આપવાં માટે પોતાની પાસે, બસ, થોડીક ચોકલેટ અને મામૂલી રકમ!!

પણ, ચંદને આપેલી સાવ મામૂલી ચોકલેટ, બાળકો પાસેથી લઈ ને, શ્રીકાંત એવી મજે થી ખાઈ રહ્યો હતો કે જાણે સુદામા ના તાંદુલ, શ્રીકૃષ્ણ આરોગી રહ્યા હોય !! અને વાત કરતાં કરતાં સહજ જ શ્રીકાંત, ચંદનનાં ખભે હાથ પરોવી, તેની જોડાજોડ બેસી ગયો. સાથે જમ્યા પણ ખરાં!!

અને... ચંદનનો ક્ષોભ સરી ગયો.. એને પણ, લાગ્યું કે આજે એ સાચે જ પોતાની બેનનાં ઘરે આવ્યો છે. એને, વર્ષો પછી, અહીં પોતીકાપણાનો અહેસાસ થયો.

આજે આ હળાહળ, ખારાં સમુદ્ર જેવાં કળિયુગમાં એને અહીં મીઠી વીરડી મળી આવી.

આજે એનાં રક્ષાબન્ધનનો તહેવાર જ નહીં પણ, જીવતર સુધરી ગયું લાગ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama