Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Abstract Thriller Tragedy

3  

Vishwadeep Barad

Abstract Thriller Tragedy

ભાવનગરથી અમદાવાદ…

ભાવનગરથી અમદાવાદ…

3 mins
7.6K



મોબાઇલ-ફોનમાં વહેલી સવારે મૂકેલ અલાર્મ ૩.૩૦ વાગે રણકી ઉઠ્યો. મમ્મી-પપ્પાનો ડોર મેં ખટખટાવ્યો. મારો નાનો ભાઈ મુકેશ ઉર્ફે માઈક સૌ જાગી નાહી-ધોઈ, ચા -પાણી પી, 'તૂફાન'ની રાહ જોઈ રહ્યા હતાં. ભાવનગરથી અમદાવાદનાં એરપોર્ટ પર સવારનાં ૯ વાગે પહોંચવાનું હતું. માઈકની ફિયાન્સે રતી અમેરિકાથી આવવાની હતી. માઈકનાં લગ્નને ત્રણ દિવસ જ બાકી હતાં. અમો સૌ અમેરિકાથી વહેલાં આવી ગયાં હતાં. મમ્મી-ડેડીની ઈચ્છા હતી કે માઈક અને રતીનાં લગ્ન ભારતમાં કરીએ અને બહું જ ધામધુમથી કરીએ. અમદાવાદની જાણીતી હોટેલ કામામાં ત્રણ દિવસનું રિઝર્વેશન સાથે બધી જ વ્યવસ્થામાં એક દિવસ ડાંડિયા રાસ, સંગીતની મહેફીલ અને લગ્ન પછી રિસ્પેશનનો ભરચક કાર્યક્રમ લાઈન-અપ થઈ ગયેલ હતો. માઈક મારાથી બે વર્ષ નાનો હતો છતાં અમો બન્ને ભાઈ કરતાં મિત્ર બની રહેવાતાં. મેં હજું સુધી લગ્ન નથી કર્યા પરંતું હું અને મારી ગર્લ-ફેન્ડ નાન્સી છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતાં હતાં છતાં મેરેજ કરવાનો હજું કોઈ પ્લાન વિચાર્યો નથી.

ફોર્ડ કંપનીને બનાવેલ "તૂફાન” માં ૧૨ પેસેન્જર્સ આરામથી બેસી શકે. તૂફાન લઈને આવનાર ડ્રાઇવરને બે વખત ફોન કર્યો પણ "હું હમણાં જ આવ્યો.” તેનાં જવાબમાં કોઈ સમયની કિંમત જણાઈ નહીં...અંતે ૫.૩૦ વાગ્યા પછી આવ્યો અને કહ્યુ..’સાહેબ અમદાવાદ તમને ૩ કલાકમાં પહોંચાડી દઉં, આ તૂફાન ૧૨૫ કિલોમિટરેની સ્પીડે જાય. ચિંતા ના કરો સાહેબ..મારી પર છોડી દો.. હું વચ્ચે, મારી સાથે મમ્મી-ડેડી અને પાછલી સિટ પર માઈક અને મારાં મામી અને મામા. ૬ વાગે તૂફાન ભાવનગરથી નિકળ્યું. સૌ અડધા ઉંઘમાં હતાં. હું લેપટોપ ખોલી નેન્સી સાથે ચેટ કરી રહ્યો હતો તેણી પણ રીટા સાથે જ આવવાની હતી અને પહેલી જ વખત ભારતની મૂલાકાત લઈ રહી હતી. તેમાંય નેન્સીની ઈચ્છા ભારતામાં ગુજરાતી લગ્ન અને ‘તાજ-મહાલ’ જેવાની બહું જ આતુરતા હતી..માઈકનાં લગ્ન પછી મેં દિલ્હીમાં હોટેલનું રિઝર્વેશન પણ કરાવી રાખ્યું હતું..મને રોહિત ને બદલે રૉન કહીને બોલાવતી. Ron, our plane landed in Mumbai on time and we are taking domestic flight within couple of hours..so see you soon my love..'( રૉન, અમારું પ્લેન મુંબઈમાં સમય સર આવ્યું અને એકાદ-બે કલાકમાં લોકલ ફ્લાઈટ લઈશું, પ્રિયે…આપણે ટૂંક સમયમાં જ મળીએ)’ મેં,ચેટ બંધ કર્યું…તુફાન ૧૨૦ થી ૧૨૫ કિલોમિટની સ્પીડમાં આગળ વધી રહ્યું હતું..એકાદ બે વખત સામેથી આવતાં ટ્રક ફૂલ સ્પિડે ઓવેર ટેઈક કરી અમારી લાઈનમાં સામે આવતાં જોતાં મારો તો શ્વાસજ અધ્ધર થઈ ગયો. મેં ડ્રાઇવરને કહ્યૂ…ભાઈ જરા સંભાળીને…અરે, સાહેબ હું ૧૫ વર્ષથી કાર ચલાવું છું, ભાવનગરથી અમદાવાદ તો હું આંખ મિચી ચલાવું તો કોઈ જ વાંધો ન આવે..તમે બે ફિકર રહો…બે થી ત્રણ વખત…ઓવર-ટેઈકની સંતાકુકડી મેં જોઈ. રસ્તા સાંકડા-માત્ર ટુવે અને ફૂલ સ્પિડમાં હાઈ-બીમ સાથે કોઈ પણની આંખ અંજાઈ જાય!

‘watch out!’ (સામે જો) મારાથી ચીસ પડાઈ ગઈ! અમારીજ લાઈનમાં મોટો ટ્ર્ક આવતો જોયો,,,કાન ફાડી નાંખે એવો છેલ્લો અવાજ મેં સાંભળ્યો. પછી શું થયું એનો મને કશો ખ્યાલ નથી.

હોસ્પિટલમાં ત્રણ દિવસ પછી આંખ ખોલી. મમ્મી-ડેડી, મારો નાનો ભાઈ માઈક, મામા-મામી કોઈને જોયા નહીં.. નેન્સી,રતી બસ બે જણ જ ઉભાં હતાં…જેની આંખમાં મૌનનાં આંસુ પડું પડું થઈ રહ્યા હતાં.

‘મારો દેશ છે, મારું વતન છે, મારી જન્મભૂમી છે. મારી આખરી શ્વાસ આ દેશમાં જ છોડીશ’

પિતાનાં આ શબ્દો ચારે બાજું ઘુમી રહ્યા હતાં સાથો સાથ રતીએ કરેલી કરુણાત્મક વાતઃ

‘રોહિત, કહેતા દુ:ખ થાય છે મને માહિતી મળી છે કે પોલીસ ત્રણ ચાર કલાક પછી આવી અને સારવાર તાત્કાલિક ના મળી તેમજ મમ્મીએ પહેરેલ સોનાનાં ઘરેણા-દાગીનાં અને ડેડીને ચેઈન તેમનાં દેહ પરથી ઉતારી કોઈ લુટી ગયાં. ઉપરાંત દોઢલાખ કેશની બ્રીફ-કેઈશ પણ કોઈ ચોરી ગયું.’

હું શું બોલું? મેં તો મારાં મા-બાપ અને ભાઈ,મામા,મામી ગુમાવ્યા હતાં…મા-ભોમની આ પવિત્ર ધરતી પર!


Rate this content
Log in

Similar gujarati story from Abstract