Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Others

3  

Pravina Avinash

Inspirational Others

યાદદાસ્ત

યાદદાસ્ત

2 mins
7.3K


“આજે તમારો ખૂબ આભાર માનવાનો છે!”

“કારણ જણાવશો કે બસ આ આભારના ભાર નીચે મને દબાવશો!”

“એવું કાંઈ મેં કર્યું હોય તેવું યાદ નથી. તમે શાનો આભાર માનો છો?”

“અરે બહેન, તમારી યાદ શક્તિનો ઈલાજ કરાવો.”

“જીવન નવપલ્લવિત કરવા આવી.

પ્રેમનું પ્રતિક બનીને પ્રવેશી,

ગૌરવ અપાવે એવી સોહાઇ,

પ્યારથી છલકતી સઘળે વ્યાપી.”

“બોલો હવે તમને યાદ આવે છે? ગયે વર્ષે આપણે પહેલી વાર ક્યાં મળ્યાં હતાં.”

“હા, હવે જ્યારે તમે આટલી બધી વારથી મક્કમતા પૂર્વક કહી રહ્યા છો ત્યારે આછું યાદ આવે છે ! છતાંય હજુ એ નથી સમજાતું કે એવું મેં શું કર્યું હતું? જેને કારણે એક વર્ષ પછી પણ તમે હ્રદય પૂર્વક મારો આભાર માની રહ્યા છો ! જ્યારે મારે તો તમને ઓળખવા માટે અથાગ પ્રયત્નો કરવા પડ્યા! સામે મળેલાં આંગતુક એવા સહ્રદયી હતાં મને મારી જાત ઉપર ગુસ્સો આવ્યો.”

“ડફોળ આટલી બધી ભૂલકણી તું કેવી રીતે થઈ ગઈ?”

“અરે તમને, હું યાદ નથી તેનો મને જરા પણ અફસોસ નથી.”

“મનમાં વિચારી રહી, કેટલી ઉદારતા? છતાંય જો હું તેમને ન ઓળખી શકું તો મારી જાતને કેવી રીતે માફ કરી શકીશ?”

મેં ખૂબ સાદર પૂર્વક કહ્યું, “જરા વધારે આગળ પાછળની વાત કરી મને બરાબર યાદ દેવડાવશો? જેને કારણે મને પણ બરાબર યાદ આવે !”

“હું પ્રયત્ન કરીશ! કેવું આકસ્મિક છે કે બરાબર એક વર્ષ પહેલાંની વાત છે. તમે આ સ્થળે, આ જ સમયે અને જો હું ભૂલ ન કરતી હોંઉ તો આ જ વેશભૂષામાં, આપણી અહીં પ્રથમ મુલાકાત થઈ હતી!”

“તો શું આપણી એ પહેલી મુલાકાત એરેપૉર્ટ ઉપર થઈ હતી?”

“હા, હા માત્ર ફરક એટલો કે એ વખતે ‘યુનાઈટેડ એર લાઈન્સ’ હતી આજે ‘સ્વિસ એર લાઈન્સ’ છે.”

“જો તું મને ભૂલી ગઈ તેનો મને જરા પણ અફસોસ નથી !” ફરીથી આ વાક્ય સાંભળી મને ઢાંકણીમાં પાણી ભરી ડૂબી મરવાનું મન થયું.

મંદ મંદ મુસ્કુરાતી મને મારી જાત સાથે ગડમથલ કરતી, તે નિરખી રહી !

આવી સુંદર વ્યક્તિ મારી સમક્ષ ઊભી ઊભી મારો દિલથી આભાર માને છે અને ‘હું’ પાગલ તેને પહેચાનવાનો સાફ ઇન્કાર કરું છું!

હવે તેનાથી ન રહેવાયું. તેને મારા પર દયા આવી. ખડખડાટ હસીને કહે, “તું અત્યારે ક્યાં જઈ રહી છે?”

“મારી આજે લગ્નની દસમી વર્ષાંગાંઠ હતી. પતિદેવ પેરિસ હતા. હું તેમને ત્યાં મળવા જઈ રહી હતી.”

પેલી વ્યક્તિ હવે તો પોતાનું હસવું રોકી ન શકી. અંતે બોલી, “હજુ પણ કશું જ યાદ નથી આવતું?”

હવે મને થયું હદ થાય છે! જરાક અવાજનો રણકો બદલી હું બોલી, “હવે બહુ થયું, મારી ધીરજનો અંત આવે છે. તમારે ચોખ્ખી વાત કરવી છે કે પછી…”

“ચાલો ત્યારે હવે ફોડ પાડું, ગયે વર્ષે હું પહેલી વખત પ્લેનની મુસાફરી કરી રહી હતી. તમે મારો ભય દૂર કર્યો હતો. મને વાતોમાં ગુંથી, ખબર પણ પડવા ન દીધી ક્યારે પ્લેન હવામાં ઊડી રહ્યું હતું.” 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational