Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Inspirational Others

3  

Sapana Vijapura

Inspirational Others

આંખનું રતન

આંખનું રતન

3 mins
14.2K


બહાદૂરસિંહ પ્લેનમાં પોતાના વતન ગોરખપૂર જઈ રહ્યો હતો. એની બાજુની સીટમાં એક ખૂબ સુંદર યુવતિ આવીને બેસી ગઈ ! બહાદૂરસિંહ આમ પણ થોડો શરમાળ હતો. એ જરા સંકોચાઈને બેસી ગયો. પણ એ સુંદર યુવતિનું નાકનું ટેરવું ચડી ગયું. બહાદૂરસિંહ દેખાવડો યુવાન હતો. પણ એનો એક હાથ ન હતો.

યુવતિ એ બેલ મારી એર હોસ્ટેસને બોલાવી. થોડીવારમાં એર હોસ્ટેસ આવી અને લાઈટ બંધ કરતાં પૂછ્યું,

"હું તમારી શી મદદ કરી શકું ?"

યુવતિ એ નાક ચડાવીને કહ્યું, "મારે સીટ બદલવી છે."

એર હોસ્ટેસ એ નમ્રતાથી પૂછ્યું, "હું પૂછી શકું આપને શા માટે સીટ બદલવી છે?"

યુવતિ એ ક્રૂરતાથી કહ્યું, "હું આવી કુરૂપતા જોવા ટેવાયેલી નથી અને આટલી લાંબી સફર હું આ માણસ પાસે બેસી નહીં શકું."

હવે બહાદૂરસિંહ વધારે સંકોચાયો !એને કલ્પના પણ નહોતી કરી કે આ યુવતિ એનું આવું અપમાન કરશે ! એર હોસ્ટેસ ગઈ થોડીવારમાં પાછી આવી અને કહ્યું સોરી મેમ આખા પ્લેનમાં જગ્યા નથી. તમારે અહીં જ બેસવું પડશે. હવે યુવતિનો ગુસ્સો બેકાબુ થયો. એ મોટે મોટેથી બોલવા માંડી.. એટલે કપ્તાન હાજર થયો. અને એર હોસ્ટેસને હકીકત પૂછી. એર હોસ્ટેસે બધી વાત કરી. કપ્તાન ફરી કેબિનમાં ગયો. અને એર હોસ્ટેસને બોલાવી કહ્યું, "બિઝનેસ ક્લાસમાં એક સીટ ખાલી છે."

એર હોસ્ટેસ પાછી ફરી અને યુવતિને કહ્યું, "એક સીટ બિઝનેસ ક્લાસમાં ખાલી છે." યુવતિ ખુશ થઈ ગઈ. પછી એર હોસ્ટેસેયુવાનને કહ્યું, "સર, આપ મારી સાથે ચાલો હું આપનો સામાન લઈ લઉં છું. આપ બિઝનેસ ક્લાસમાં બેસી જાઓ." હવે યુવતિનુંમોઢું જોવા જેવું થઈ ગયું.

યુવાને મધુર સ્મિત કરી એર હોસ્ટેસને કહ્યું," મને પાંચ મિનિટ આપશો ?" એર હોસ્ટેસે કહ્યું, "ચોક્કસ !"

યુવાન બહાદૂરસિંહે યુવતિ તરફ ફરીને કહ્યું, "મેમ, આપ જાણો છો આ હાથ શી રીતે કપાયો ? ચાલો તમને જણાવું. એ વખતે હું કારગીલના યુધ્ધમાં હતો અને ગોળીબાર ચાલી રહ્યો હતો. એવામાં મારો એક મિત્ર સૈનિક ઈલેક્ટ્રિસિટીના તાર સાથે અથડાયો. અને હું એને બચાવવા દોડ્યો પણ મારાં એ મિત્રને ના બચાવી શક્યો પણ પાછળથી દુશ્મને ગોળીબાર કર્યો અને મારા હાથમાં ગોળી વાગી. અને મારા હાથમાંથી રાઇફલ પડી ગઈ. હું બે દિવસ સુધી ઝાડીમાં પડ્યો રહ્યો. અને જ્યારે વાતાવરણ થોડું શાંત થયું. ભારતના સૈનિકોને શોધવા જ્યારે બીજાં સૈનિકો આવ્યાં તો હું બેહોશ હાલતમાં એમને મળી આવ્યો. મને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પણ ગોળીનું ઝેર મારા હાથમાં ફેલાઈ ગયું હતું. તેથી તત્કાલિક મારો હાથ કાપવો પડ્યો. મને ખૂબ રડવું આવ્યું કે હવે હું ભારતદેશની સેવા નહીં કરી શકું. પણ આજે જ્યારે આપના જેવી યુવતિને જોઈ મને થાય છે કે મેં કેવા લોકો માટે મારી જાન જોખમમાં મૂકી પણ પછી જ્યારે આ એર હોસ્ટેસે મારી સાથે નમ્રતાથી વહેવાર કર્યો તો આ અફસોસ પણ જતો રહ્યો."

આપણા સૈનિકો આપણી રક્ષા માટે દિવસ રાત એક કરી દે છે. પોતાની છાતી પર ગોળીઓ ઝીલે છે. પોતાના સગા વહાલાથી દૂર એકલતાનું જીવન ગુજારે છે. ભારતની સરહદ પર દિવસ રાત પહેરા આપે છે કે કોઈ દુશ્મન ભારતની પવિત્ર ધરતી પર પગ ના મૂકે. ભારતવાસીઓની સુરક્ષા માટે પોતાના શરીરના ટૂકડે ટૂકડાં થવા દે છે ! સરહદ પર નાત જાતના પણ વાંધા નથી. સરહદ પર સુરક્ષા માટે લોહી આપવા વાળા ભારતવાસી હોય છે. અને જ્યારે સરહદ પર લડતાં લડતાં જ્યારે મૃત્યુને ભેટે છેને ઘરે રાહ જોતી મા, પત્ની, અને બાળકો એ યુવાનને બદલે એની લાશ જુએ છે તો એ લોકો રડતાં નથી પણ ગર્વથી એને સલામી આપે છે. આવા છે ભારતના સૈનિકો અને આવો છે સૈનિકોનો પરિવાર !

લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે

કોઈ માની આંખનું એ રતન કોણ માનશે ?

આપણે જે આઝાદીની હવામાં શ્વાસ લઈએ છીએ એની પાછળ કોઈ માના લાલનું ખૂન રેડાયું છે. એટલે આ અઝાદીને સસ્તી સમજવાની ભૂલ ના કરવી ! હર સૈનિકની જિંદગી એક વાર્તા છે. ચાહે એ પ્રખ્યાત થયો કે નહીં ! આપણા માટે એ ભારત રત્ન જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational