Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megha Kapadia

Drama Romance Thriller

3  

Megha Kapadia

Drama Romance Thriller

માન્યાની મંઝિલ - 17

માન્યાની મંઝિલ - 17

5 mins
15.5K


પિયોની ઘરમાં એન્ટર થઈ અને સડસડાટ પગથિયાં ચડીને ઉપર પોતાના રૂમમાં જતી રહી. ધડામ દઈને તેણે રૂમનું બારણું બંધ કરી દીધું. નાનીમાં પણ બારણું બંધ થવાનો મોટો અવાજ સાંભળીને રસોડામાંથી કામ કરતા-કરતા બહાર આવી ગયા. બહાર પિયોનીનું એક્ટિવા પડેલું જોઈને તેમને આઈડિયા આવી ગયો કે પિયોની આવી ગઈ છે પણ સાથે તેમને એ વાતનું કૂતુહલ થયું કે પિયોનીએ આટલું જોરથી બારણું કેમ બંધ કર્યું? ટેન્શનમાં આવીને તેઓ પિયુ બેબી...પિયુ બેબીની બૂમો પાડવા લાગ્યા પણ અંદર રૂમમાં ભરાયેલી પિયોનીના તો કાન જ જાણે સુન્ન થઈ ગયા હતા.

જ્યારથી તેણે અંશુમનના મોઢે પ્રેમના ત્રણ શબ્દો સાંભળ્યા હતા તે પછી તેને બીજું બધું સંભળાવવાનું બંધ થઈ ગયું હતું. ઘરે આવતા સુધીમાં તો તેનો શ્વાસ ફુલાઈ ગયો હતો અને કપાળે પરસેવો બાઝી ગયો હતો. તેને લાગતું તો હતું કે અંશુમન તેને લાઇક કરે છે પણ અચાનક તે આવી રીતે પહેલી મુલાકાતમાં જ તેને પ્રપોઝ કરી દેશે તે પિયોનીએ સપનામાં પણ ક્યારેય નહોતું વિચાર્યું અને એટલે જ તે અંશુમનના આ સરપ્રાઈઝથી શોક થઈ ગઈ હતી.

ટેબલ પર પડેલા જગમાંથી ગ્લાસમાં પાણી કાઢીને પિયોની એકીશ્વાસે બધું પાણી ગટગટાવી ગઈ. થોડી મિનિટ પછી તેનું મગજ શાંત પડ્યું અને તેના ધબકારા નોર્મલ થયા. તેના મગજમાં રિવાઈન્ડનું બટન ઓન થયું અને છેલ્લા 2 કલાકમાં બનેલી આખી ઘટનાઓ તેના માનસપટ પરથી પસાર થઈ ગઈ. પિયોનીને પસ્તાવો થવા લાગ્યો કે તે કેમ આવી રીતે અંશુમનને છોડીને ભાગી આવી? તે આવા રીએક્શનથી શું વિચારતો હશે? તેનો મૂડ પણ કેટલો ઓફ થઈ ગયો હશે? શું કરું હવે હું? પિયોનીના મનમાં પ્રશ્નોનું પુર વહેવા લાગ્યું હતું. તેણે પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને જોયું તો અંશુમનના 5 મિસ્ડ કોલ હતા અને 15 મેસેજ હતા. ‘આઈ એમ સોરી....આઈ એમ રિયલી સોરી માન્યા!! મારો ઈરાદો તને હર્ટ કરવાનો નહોતો. બટ આઈ રિયલી લવ યુ!! પ્લીઝ ટોક ટુ મી એટલીસ્ટ.'

પિયોનીને અંશુમનના મેસેજ પર હસવું પણ આવ્યું અને પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો. તે મનોમન બોલી પડી, ‘આઈ એમ રિયલી સ્ટુપિડ! મેં મારી લાઈફની આટલી પ્રિશિયસ મુમેન્ટ વેડફી નાંખી.' તેણે ફટાફટ અંશુમનને ફોન લગાડ્યો પણ હજી તો રીંગ વાગે તે પહેલા પિયોનીના રૂમના દરવાજા પર ટકોરા પડ્યા અને બહારથી નાનીમાંનો અવાજ સંભળાયો.

પિયોનીએ અંશુમનને લગાવેલો ફોન કટ કરી દીધો અને બારણું ખોલ્યું. ‘પિયુ બેબી શું થયું? કેમ તુ આવી રીતે બારણું બંધ કરીને બેઠી હતી? મેં કેટલી બૂમો પાડી તને દીકરા?' સીડી ચઢીને આવેલા નાનીમાં હાંફી રહ્યા હતા. ‘અરે નાનીમાં...એ બધું છોડો તમે પહેલા એમ કહો કે તમે સીડી ચઢીને ઉપર કેમ આવ્યા? તમને ડોક્ટરે ના પાડી છે ને સીડી ચઢવાની.' ‘મેં તને કેટલી બૂમો પાડી પણ તે સાંભળી જ નહીં. મને ટેન્શન થઈ ગયું કે તને શું થયું એટલે ધીમે-ધીમે દાદરા ચઢીને ઉપર આવી ગઈ.' નાનીમાં ચહેરા ઉપર ચિંતાની રેખા ઉપસી આવી.

‘મને કંઈ નથી થયું નાનીમાં. એ તો મને થોડી પેટમાં ગરબડ લાગતી હતી એટલે હું ફટાફટ ઉપર રૂમમાં આવી ગઈ અને તમે બૂમ મારતા હતા ત્યારે હું વોશરૂમમાં હતી એટલે મને તમારો અવાજ ના સંભળાયો. સોરી નાનીમાં...' પિયોની વધુ એક જુઠ બોલી. ‘શું થયું તને? હું એટલે જ આ બહારનું ખાવાની ખિલાફ છું. બહારનું ખવાય જ નહીં. સારું ચાલ તુ કપડાં બદલીને આરામ કર. હું તારા માટે દવા મોકલાવું છું પણ હા એ તો કહે કે તારી પાર્ટી કેવી રહી? મજા આવી?' નાનીમાંએ એકસાથે બહુ બધા સવાલો પૂછી લીધા. જેનો પિયોનીએ ટૂંકમાં જવાબ આપ્યો. ‘બહુ જ મસ્ત રહી નાનીમાં. બહુ મજા આવી.' ‘અરે વાહ સરસ...હું આરવને પણ કહી દઉં છું કે તુ આવી ગઈ છે ઘરે.' કહીને નાનીમાં રૂમની બહાર નીકળ્યા.

નાનીમાં જેવા ગયા કે પિયોનીએ અંશુમનને ફરી ફોન લગાડ્યો પણ અંશુમનનો ફોન બિઝી આવતો હતો. બીજી બાજૂ અંશુમન તેના ખાસ ફ્રેન્ડ પરિમલ સાથે વાત કરી રહ્યો હતો. પરિમલ પણ તેના જેવો જ કેસેનોવા બોય હતો. બંને ફ્રેન્ડ્સ મળીને ડિસાઈડ કરતા કે કઈ છોકરીને ક્યારે પટાવવી અને કેવી રીતે તેને જાળમાં ફસાવવી?

માન્યાને પ્રપોઝ કરવાનો પ્લાન પણ આ બંનેએ સાથે મળીને જ બનાવ્યો હતો. ‘તો લડકી ફંસી કે નહી પાર્ટનર?' પરિમલે પૂછ્યું. ‘ના યાર...આઈ થોટ શી ઓલ્સો લાઇક્સ મી. મારા આ સરપ્રાઈઝથી તે ખુશ થવાને બદલે ભાગીને જતી રહી.' અંશુમને ગુસ્સામાં આવીને મુઠ્ઠી વાળી લીધી. ‘ના હોય યાર, અત્યાર સુધી કોઈ છોકરીની હિમ્મત નથી થઈ કે તને ના પાડે.' ‘યસ યુ આર રાઈટ...ડોન્ટ લુઝ ધ હોપ મેન.' પરિમલ અંશુમનને હિમ્મત આપતા બોલ્યો. ‘બ્રો, માન્યાએ મારું પ્રપોઝલ રીજેક્ટ નથી કર્યું અને ના તો તે કરશે. હમારી નઝર જીસ ચીઝ પર પડતી હૈ ઉસે હમ અપના બનાકર હી માનતે હૈ. આઈ શુડ ગિવ હર વન મોર ચાન્સ. હું તેને કન્વીન્સ કરીને જ રહીશ.' મોઢા પર લુચ્ચી સ્માઇલ સાથે અંશુમન બોલ્યો. ‘યસ બ્રો યુ વિલ સક્સીડ, ડોન્ટ વરી.' ‘યસ આઈ વિલ, તેનો જ ફોન આવી રહ્યો છે. ચાલ પછી વાત કરું.'

પરિમલનો ફોન કટ કરીને અંશુમને માન્યાનો ફોન ઉપાડ્યો પણ તે કંઈ બોલ્યો નહીં. ‘આઈ એમ સોરી...આઈ એમ રિયલી સોરી.' અંશુમનનો ફોન ઉપાડતાંની સાથે જ પિયોની સોરી-સોરી બોલવા લાગી. ‘ના, તું સોરી ના કહીશ. ભૂલ મારી છે. મારે આવું નહોતું કરવું જોઈતું.' અંશુમને અવાજમાં બની શકે તેટલી નરમાશ લાવી. ‘ના અંશુમન, તારો કોઈ વાંક નથી. ડોન્ટ બ્લેમ યોરસેલ્ફ. એક્ચ્યુલી આઈ વોઝ રિયલી શોક્ડ. મને ખબર જ ના પડી કે હું શું રીએક્ટ કરું? તને શું રીપ્લાય આપું?' ‘યસ આઈ અન્ડરસ્ટેન્ડ માન્યા બટ આઈ રિયલી લવ યુ. આઈ કાન્ટ લિવ વિધાઉટ યુ. એક સેકન્ડ પણ મને તારી સાથે વાત કર્યા વગર નથી ચાલતું. મારા દિલમાં, મારા મગજમાં, હું જ્યાં જોઉં ત્યાં મને તું જ દેખાય છે. મને લાગ્યું કે મારી બર્થ ડે જ પરફેક્ટ રહેશે મારા પ્રેમનો એકરાર કરવા માટે પણ....' આમ કહીને અંશુમને વાક્ય અધૂરું મૂકી દીધું.

‘આઈ એમ સોરી અંશુમન...પણ હું આ માટે તૈયાર નહોતી.' ‘સો યુ ડોન્ટ લવ મી?' અંશુમને કાઉન્ટર ક્વેશ્ચ્યન કર્યો. ‘ના એવું નથી. આઈ લાઈક યુ.' ‘એટલે તું મને ખાલી લાઈક કરે છે એમ ને?' ‘ના એવું નથી. મારે થોડો સમય જોઈએ છે વિચારવા માટે.' પિયોની બોલી. ‘ઓકે ફાઈન. લઈ લે સમય. કાલે બપોરે મને કહી દેજે. હું વધારે સમય રાહ નહીં જોઈ શકું અને હા એક વાત સાંભળી લે આઈ રિયલી લવ યુ લોટ. તને પહેલીવાર ફોટામાં જોઈને જ હું તારા પ્રેમમાં પડી ગયો હતો. જ્યારે મેં તારો અવાજ સાંભળ્યો ત્યારે મને લાગ્યું કે હવે હું તારા વગર નહીં રહી શકું અને એટલે જ હું મારી આખી લાઈફ તારી જોડે વિતાવવા માંગુ છું. હું તને હંમેશા ખુશ રાખીશ.' અંશુમન એકશ્વાસે ગોખેલું બોલી ગયો અને બીજી બાજૂ પિયોની આંખો બંધ કરીને અંશુમનના એક-એક શબ્દો સાંભળી રહી હતી અને તેને ફીલ કરી રહી હતી.

(તો શું પિયોની અંશુમનનું પ્રપોઝલ એક્સેપ્ટ કરશે? જો હા તો શું હજી પણ તે અંશુમન સામે માન્યા બનીને રહેશે કે પછી પિયોની બનીને આ લવ સ્ટોરી આગળ વધારશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama