Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandhya Chaudhari

Others Romance

3  

Sandhya Chaudhari

Others Romance

ઈશ્કવાલા લવ - ભાગ ૫

ઈશ્કવાલા લવ - ભાગ ૫

3 mins
612


ગઈકાલે હોટેલમાં જે ઘટના બની તે ફોન કરીને સઘળી હકીકત પ્રિયા કેયાને જણાવે છે. બીજા દિવસે કોલેજમાં કેયા કે.ડી.ને શોધતી શોધતી આવતી હોય છે. કે.ડી. અને એના બે મિત્રો રૉય અને વિકી સાથે સામેના રિહર્સલ રૂમમાં હોય છે. કેયાની નજર કે.ડી. પર પડે છે. કે.ડી.ની નજર કેયા પર પડે છે. ટૂંકુ ટીશર્ટ અને ટૂંકુ સ્કર્ટ પહેરી કેયાને જોતા જ કે.ડી.ને ગુસ્સો આવે છે. અને ગઈકાલે જે ઘટના બની તે યાદ આવે છે. કેયા જેવી કે.ડી. પાસે આવીને કંઈક કહે છે એ પહેલાં તો કેયાના ગાલે કે.ડી.ના હાથની એક થપ્પડ પડે છે.

કે.ડી.:- "આ થપ્પડની જરૂર હતી. ખૂબ લાડકોડમાં મમ્મી પપ્પાએ ઉછેરી છે. તને ખબર છે ગઈકાલની ઘટનાને લીધે હું કેટલો ચિંતામાં મૂકાઈ ગયો હતો. તો તારા મમ્મી, પપ્પાની શું હાલત થતી હશે..!! એક્ચુલી આ થપ્પડ મમ્મી પપ્પાએ બહુ પહેલા મારવી જોઈતી હતી. આ થપ્પડ યોગ્ય સમયે પડતે તો તને સારા નરસાનું ભાન થતે."

રૉય અને વીકી તો સ્તબ્ધ બની કે.ડી.ને જોઈ જ રહ્યા. થપ્પડ પડેલા ગાલ પર હાથ રાખી કેયા સીધી કેન્ટીનમાં ગઈ. રૂમની બહાર આ થપ્પડનો તમાશો જોતા કેયાના ફ્રેન્ડસ પણ પાછળ પાછળ કેન્ટીનમાં ગયા.

રાજ:- "એની હિંમત જ કેમ થઈ કેયાને આ રીતે થપ્પડ મારવાની !"

બધા ફ્રેન્ડસ એક પછી એક બોલવા લાગ્યા. આપણે આમ કરીશું અને આપણે તેમ કરીશું. કેયા તું એક વાર કહી તો જો. અમે તારી સાથે જ છીએ. પરંતુ કેયા તો ગાલ પર હાથ રાખી અલગ જ દુનિયામાં ખોવાયેલી હતી. એટલામાં જ કેન્ટીનમાં રૉય અને વિકી આવે છે. આ ટેબલ પાસે આટલી ભીડ કેમ છે એમ વિચારી બંન્ને જોય છે તો કેયા ગાલ પર હાથ રાખી બેઠી હોય છે.

રૉય:- "કે.ડી.ને આના પર હાથ ઉપાડવાની શું જરૂર હતી ? અમીર બાપની લાડલી દીકરી ચોક્કસ કે.ડી.ને માર ખવડાવશે."

વિકી:- "કે.ડી. સાથે કેવી રીતના બદલો લેવો તે જ વિચારી રહી છે. જોને કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલી છે."

રૉય:- "એ પહેલા કે એ આપણને જોય અને કે.ડી. સાથે સાથે આપણને પણ માર ખવડાવે એ પહેલાં ચાલ અહીંથી નીકળી જઈએ."

રૉય અને વિકી ત્યાંથી નીકળવાની તૈયારીમાં જ હોય છે કે એ પહેલાં કેયા એમને જોય છે અને કહે છે " હેય લિસન'

વિકી:- "આપણે તો હવે ગયા કામમાંથી."

રૉય:- "મિસ અમે કંઈ નથી કર્યું અને અમે કંઈ નથી જોયું."

વિકી:- "હા અમને તમારા પપ્પા પાસે માર ન ખવડાવતા. પ્લીઝ"

કેયા:- "Hey guysહે ગાયસ અમને જોઈન કરો. શું ખાશો તમે ?"

વિકી:- "અલ્યા આનું છટકી ગયું છે કે શું ?"

રૉય:- "લાગે છે ખવડાવી ખવડાવીને બદલો લેશે."

કેયા:- "કામોન ગાયસ જોઈન અસ."

કેયાને આ રીતે હસતા અને નોર્મલી વાત કરતા જોઈ બધા મિત્રોએ નાસ્તો કર્યો. સાથે સાથે વિકી અને રૉયે પણ.

બધા નાસ્તો કરીને ક્લાસમાં જતા હતા જ્યારે રૉય અને વિકી હજુ પાંચ-દસ મિનીટની વાર છે એમ વિચારી રિહર્સલ હોલમાં જઈ રહ્યા હતા. એ લોકોને જોઈને " પ્રિયા હું હમણાં જ આવી " એમ કહી રૉય અને વિકીની પાછળ પાછળ કેયા જાય છે.

કેયા:- "હેય."

વિકી:- 'હાઈ."

રૉય:- "હેલ્લો"

"હૈ આઈ એમ કયા,' એમ કહી શેક હેન્ડ કરે છે.

રૉય:- આઈ એમ રોય"

વિકી:- 'આઈ એમ વીકી. નાઈસ ટુ મીટ યુ'

"કેયા:- "મી ટૂ...અને પેલા તમારા ફ્રેન્ડનું નામ ?"

વિકી:- "એક્ચુલી સોરી. અમારા ફ્રેન્ડવતી અમે માફી માંગીએ છીએ."

કેયા:- "ના...ના...માફી માંગવાની જરૂર નથી. હું એની સાથે ફ્રેન્ડશીપ કરવા માંગુ છું. તો પ્લીઝ મને એનું નામ કહેવાની મહેરબાની કરશો."

રૉય:- "કૃણાલ દેસાઈ."

કેયા:- "તમે લોકો સિંગર છો?"

વિકી:- "હા અમારું બેન્ડ છે."

"શું વાત કરો છો? રિયલી...હું પણ એક સિંગર છું." કેયા ખુશ થતા બોલી.

રૉય:- "ઓહ તો તો બહુ જ સરસ. એક્ચુલી. કે.ડી. એક ફિમેલ સિંગર શોધે છે. કેયા તું કે.ડી.ને એક સોંગસંભળાવજે."

કેયા:- "તો કાલે હું કેટલા વાગે આવીશ ?"

રૉય:- "૧૦:૦૦ વાગે."

વિકી:- "ઓકે, તો ચલો. ક્લાસનો ટાઈમ થઈ ગયો છે."

ક્લાસમાં પણ કેયા કે.ડી.ને જોઈ લેતી. એક બે વાર કે.ડી.એ કેયા તરફ જોયું. સાંજે કેયા કે.ડી.ના વિચારોમાં ખોવાયેલી હતી. પોતાની આટલી બધી ચિંતા કરી કે.ડી.એ. કેયાને તો વિશ્વાસ જ નહોતો આવતો.

થપ્પડની અસર ગાલ પર ઓછી અને દિલ પર વધારે થઈ હતી. કે.ડી.ના એ થપ્પડમાં ગુસ્સો ઓછો અને પોતાના પ્રત્યેની ચિંતા કેયાને સ્પષ્ટ અનુભવાઈ. કેયા તો કે.ડી.ને દિલ દઈ બેઠી. આવા જ કોઈ વ્યક્તિની કેયાને તલાશ હતી. જે એની ચિંતા કરે, કાળજી રાખે. અત્યાર સુધી જેટલા છોકરાઓ એની પાછળ પડ્યા હતા તે તો કેયાની સુંદરતા પાછળ ફિદા હતા. ક્યારે સવાર થાય અને ક્યારે કે.ડી.ને જઈને મળું એવું કેયાને લાગી આવ્યું.

ક્રમશ:


Rate this content
Log in