Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khushbu Shah

Children Inspirational

4.6  

Khushbu Shah

Children Inspirational

જીણુંની શીખ

જીણુંની શીખ

2 mins
912


"શું થયું રિંકી, આજે તારો ઇન્ટરવ્યૂ પાસ થયો ?"

"ના,મમ્મી આજે પણ ન થયો. હું હવે કંટાળી ગઈ છું. " રિંકી રડમસ અવાજે બોલી. સાચે નોકરીએ આજના યુવા પેઢીની પ્રાથમિક જરુરિયાત છે, એ ન મળતા તે લોકો બેબાકળા બની જતા હોય છે.

તે પોતાના કમરાની બાલકનીમાં જતી રહી. વિચારોની ધૂળ ખંખેરતા તે બોલી "મમ્મી, આજે પણ જીણું ન ઉડયું. બિચારું એ પણ મારી જેમ જ છે, મને નોકરી નથી મળતી અને આ ઉડી નથી શકતું."

"રિંકી બેટા, હજી એનો જન્મ થયાને જ બે અઠવાડિયા થયા છે.નાનું છે અને કબૂતરનું બચ્ચું છે ઉડશે જ. બધી વસ્તુઓ માટે એક સમય નક્કી હોય છે યોગ્ય સમય આવ્યે થાય જ છે. તું એ જો કે ઉડી નથી શકાતું તો પણ પાંખો ફફડાવી ફફડાવીને ગોળ ગોળ ફરીને પોતાનું શરીર ફર્શ પરથી ઊંચકવાનો સતત પ્રયત્ન કરે છે , તું પણ કર.એમ પણ એ તારું હવે ખાસ મિત્ર બની ગયું છે ને, રોજ દાણા ખાય છે તારી પાસેથી તો તમે બંને સાથે પ્રયાસ કરો પોત પોતાની ઉડાન ભરવા માટે."

રિંકી ઘણીવાર સુધી જીણુને નિહાળી રહી પછી લાગલગાટ બે દિવસની અંદર 5 શાળાઓમાં ઇન્ટરવ્યૂ આપી આવી. અને અઠવાડિયામાં એને નોકરી મળી ગઈ.હવે આવતા અઠવાડિયાથી તેને શાળામાં જવાનું હતું.

"રિંકી, આ ચમત્કાર કેવી રીતે થયો ?" - મમ્મીએ ખુશ થતા રિંકીને પૂછ્યું.

"મમ્મી તે દિવસે તે કહ્યું હતું ને જીણુંની જેમ તું પણ પ્રયાસ કર તો એ પ્રયાસો તો હું કરતી જ હતી પરંતુ મારા અને જીણુંના પ્રયાસમાં એક જ ફરક હતો. તે સતત થાક્યા હાર્યા વગર દરેક પ્રયાસ એક નવી જ કરતો તથા પોતાના આગળ પ્રયાસની ભૂલો પરથી શીખતો અને હતાશ થયા વગર પ્રયાસ કરતો જયારે મને નિરાશા એટલી ઘેરી વળતી એ આગળ પ્રયાસમાં રહેલી મારી ચૂક હું ધ્યાનમાં ન લેતી અને વારંવાર ઇન્ટરવ્યૂમાં એક જેવી જ ભૂલ કરતી રહેતી. પછી બે દિવસમાં સતત પ્રયાસ કરીને મારી ઇન્ટરવ્યૂમાં થતી તમામ ભૂલો સુધારી તેથી મને નોકરી મળી. મારે માત્ર મારામાં અને મારા પ્રયાસોમાં પરિવર્તન લાવવાનું હતું જે તે દિવસે હું જીણું પાસેથી શીખી." ત્યારબાદ રિંકીએ બાલકનીમાં જોયું તો જીણું પણ હવે નાની ઉડાન ભરી શકતું હતું, બાલકનીમાં જ.

બીજે અઠવાડિયે જયારે પ્રથમ દિવસે નોકરી પરથી આવ્યા બાદ રિંકીએ બાલકનીમાં જોયું તો જીણું પણ એક સફળ ઉડાન ભરી ચૂક્યું હતું. રિંકીને જીણુંથી દૂર થવાનું દુઃખ તો થયું પણ જીણુંએ આપેલી શીખ હંમેશા તેને યાદ રહી અને એ પણ જીવનભર સફળ ઉડાન ભરતી રહી.

જીવનમાં જયારે કોઈ પણ પ્રયાસ કરીએ તો હંમેશા નવી ઉર્જા સાથે અને આગળની ભૂલ સુધારી કરવા. જાણે આપણો એ પ્રથમ પ્રયાસ હોય એવી રીતે જ કરવો.


Rate this content
Log in

Similar gujarati story from Children