Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Drama Fantasy Horror

3  

Alpesh Barot

Drama Fantasy Horror

રહસ્ય:૧૬

રહસ્ય:૧૬

5 mins
14.4K


આસપાસ, ઉંચા ઘટાદાર વૃક્ષો હતાં. એ પણ જમીનની નીચે.. મોટા મોટા વિવિધ રંગોના બિલાડીનાં ટોપ હતાં.આ બધું સામાન્ય હતું? ના..!! આ સામાન્ય નહોતું. ઝાડ, બિલાડીનાં ટોપ, ફળો ફૂલો એ સામન્ય કદનાં નહીં પણ અસામાન્ય વિશાળ કદનાં હતાં. ઉડતાં જીવડાંઓની અહીં ભરમાર હતી. તેઓ જ્યારે પાંખો ફડફડાવતાં હતાં, ત્યારે તેમાંથી રોશની નીકળી રહી હતી. તેઓ સામાન્ય આગિયાઓથી કદમાં મોટા હતા. તે સિવાય અહીં, કેટલાક પુષ્પો પણ ઝગમગતા હતાં. વિશાળ કદનાં આગિયાઓ અમારી તરફ આવી રહ્યાં હતાં. જાણે તે અમને થોડી જ ક્ષણોમાં પોતાનો કોળિયો બનાવી મૂકશે. મોત અમારાથી ફક્ત બે ડગલાં જ દૂર હતું. વનવાસીઓ ચમકદાર પથ્થરને બહાર કાઢી તેની તરફ કર્યો. રોશનીથી અંજાઈને આગિયાએ પોતાની દિશા બદલી દીધી. અમે હાંશકારો અનુભવ્યો! જમીન નીચેની આ પાતાળી દુનિયામાં, ફૂલ, છોડ ચમકી આ અંધારી દુનિયામાં રોશનીભરી રહયાં હતાં.

જમીનમાં કેટલે સુધી અંદર આવ્યાં તેનો કોઈ અંદાજો નહોતો. છેલ્લા કેટલાક દિવસો અમારી સાથે બની રહેલી અજીબ ઘટનાઓમાં એક આ ઘટના પણ ઉમેરાઈ ગઈ હતી. જમીન ભીની હતી. આસપાસ પાણીનો કોઈ મોટો સ્ત્રોત હોવો જોઈએ.

"સાવધાની પૂર્વક આગળ વધજો..." રાજદીપે કહ્યું.

બધા બિલ્લી પગે, સાવધાની પૂર્વક આસપાસ જોતાં આગળ વધી રહ્યાં હતાં.

"મજીદ સંભાળીને....."

"કેપ્ટન.... મારી ચિંતા ન"

વાક્ય અધૂરું જ રહી ગયું.

મજીદનો એક ફંદામાં પગ આવી ગયો હતો. જેથી તે ગોળ આકારની ટોકરીમાં જે જમીનની અંદરથી નીકળી હતી. જમીનથી ઉપર ઉઠી હવામાં લટકતી રહી ગઈ. ટોકરી કોઈ વેલા સાથે મજબૂતીથી બાંધેલી હતી. જે વેલાઓ ઘટાદાર ઝાડીઓ તરફ જઈ રહી હતી.

"જલ્દી રસ્સી કાપો....." અજયે કહ્યુ.

હાથમાં રહેલો ધારદાર ખંજર લઈને રાજદીપ આગળ વધ્યો.

"રસ્સી ન કાપતા.... રસ્સી ન કાપતા મારા પગ નીચે ધારધાર ભાલાઓ ગોઠવાયા છે. નીચે પડતાં જ મારાં શરીરની આરપાર થઈ જશે."

ટોકરી અચાનક ઉડનખટોલાની જેમ મોટા ઘટાદાર વૃક્ષોની તરફ ખેંચાઈ રહી હતી.

મજીદ જોરજોરથી ચીસ પાડી રહ્યો હતો. "બચાવો બચાવો......"

બધા પાછળ ભાગ્યા પણ તે ઝાડીઓમાં લુપ્ત થઈ ગયો.

"દોસ્ત હું તને મારાથી દૂર થવા નહિ દઉં...."

અજયે રાજદીપેના ખભા પર હાથ મુકતા કહ્યું.

"મજીદ તમારો એક નો નહીં અમારા બધાનો મિત્ર છે."

વનવાસીઓ, હવામાં હાથ લહેરાવી પ્રાર્થના કરી રહ્યાં હતાં.

દર વખતે તે પ્રાર્થના કરતાં ત્યારે કોઈને કોઈ આવતું. અમે આ વખતે ચારેતરફ મીટ માંડી બેઠા હતા. આ વખતે કોઈ જ ન આવ્યું.

વનવાસીઓ હાથમાં તીરો તૈયાર રાખીને અમને સાવચેત રહેવાનું કહ્યું. વાતાવરણમાં નિઃશબ્દ શાંતિ ફરી વળી.....

"નકશામાં તો આવી કોઈ જ જગ્યાનો ઉલ્લેખ નહોતો." રાજદીપે કહયું.

"નકશો માત્ર આપણને શિવમ ટાપુ સુધી લઈ આવે છે. અહીં આપણે ક્યાં જવું? કોને મળવું? કંઈ જ ઉલ્લેખ નથી." અજયે કહ્યું.

"નકશામાં એક વસ્તુ ચોક્કસ હતી. વનવાસીઓ.." પ્રિયાએ કહ્યું.

"વનવાસીઓ, અમને તો કોઈને ન દેખાણાં..." વિજયે કહ્યું.

"પ્રિયા સાચું કહે છે. વનવાસીઓ હતા. આ નકશામાં, જુવો વનવાસીઓનાં વડાનાં માથે જે, મુગટ જેવું છે. તેવો જ નિશાન શિવમ ટાપુના નકશાની વચ્ચે છે." રાજદીપે નકશો કાઢી બધાને બતાવ્યો.

"મતલબ, વનવાસીઓ આપણી રક્ષા માટે જ અહીં છે. તેઓ વર્ષોથી જાણતા હતાં, કે આપણે અહીં આવવાના છીએ." રાજદીપે કહ્યું.

"તેઓ પાસે કોઈ આધુનિક ઉપકરણો નથી તો વર્ષો પહેલા આપણાં પૂર્વજો જે નકશો બનાવી ગયાં છે. તેમનો અને હાલનાં આ વનવાસીઓ વચ્ચે કઈ રીતે કોમ્યુનિકેશન થયું હશે?" અજયે કહ્યું.

"જે રીતે લોકવાર્તાઓ હોય છે. ઓઠાઓ હોય છે. કહેવતો હોય છે. કોણે લખી ક્યારે લખી કોઈ જ જાણતું નથી. પણ તેઓ પેઢી દર પેઢી આગળ વધે છે. આપણે પણ આપણા દાદા-દાદી- નાના-નાની પાસેથી સાંભળી બીજાને કહીએ છીએ. આ લોકોના પૂર્વજો પણ તેને પેઢી દર પેઢી કહી ગયા હશે. કોઈ આવશે બીજી દુનિયાથી જેની તમારે મદદ કરવાની છે." પ્રિયાએ કહ્યું.

" મને પણ એવું જ લાગે છે.આપણે અહીં સુધી પહોંચ્યાં એમાં આ લોકોની બહુ મોટી ભૂમિકા છે." રાજદીપે કહ્યુ.

*****

"મજીદ સુધી પોહચવા માટે મારી પાસે એક રસ્તો છે." રાજદીપે કહ્યું.

"કયો રસ્તો?" અજયે પૂછયું.

"હું, આ ફંદામાં મારો પગ મૂકીશ...."

"અમે મજીદને ખોયો છે. તમને ખોવા નથી માંગતા કેપ્ટન...." અજયે કહ્યું. સાથે સાથે અજયની વાતમાં બધાએ સહમતી દર્શાવી.

"જ્યારે મજીદ એ ફંદામાં ફસાયો, ત્યારે ઘણા સમય માટે તે ત્યાં જ લટકી રહ્યો હતો. હું એ સમયે એ ફંદાને તોડી, તે ટોકરીની બહાર આવીશ.... ટોકરીની પાછળ પાછળ તે રસ્તે વેલાની મદદથી આગળ વધીશ."

"પણ તેમાં ખતરો છે. કેપ્ટન....."

"મજીદ સુધી પહોંચવા માટે બસ આ જ એક રસ્તો છે. પછી ક્યાંક મોડું ના થઇ જાય...."

રાજદીપે ફંદામાં પગ મુકતા, લાકડાંની ટોકરી જે ચારે તરફથી વેલાઓથી પેક હતી. નીચે ધારદાર ભાલાઓ હતા. થોડી જ ક્ષણોમાં તે જમીનથી ઉઠી ઉપર ખેંચાઈ ગયો. આસપાસના વેલાઓને તે ચપ્પુ વડે કાપી બહાર આવી ગયો.

પણ તેને ટોકરીને છોડી નહિં, તેની બહાર નીકળી ટોકરી પકડીને ઉભો રહી ગયો. હજુ કોઈ કંઈ વિચારે તે પહેલાં જ ટોકરી ફરી ઘટાદાર વૃક્ષો તરફ વધી......

"રાજદીપ........."બધા એક સાથે પોકારી ઉઠયાં.

"હું મજીદને લઈને પાછો આવું છું. મારી રાહ જોજો...."

"રાજદીપે ફક્ત, વેલાઓ પકડી તેની સાથે વધવાની વાત કરી હતી. હું પણ કેપ્ટન સાથે જાઉં છું."

"ના.....અજય.... આપણે રાજદીપની રાહ જોઈએ. તેને કહ્યું છે. તે મજીદને લઈને અહીં આવશે. આપણી ભલાઈ તેમાં જ છે." પ્રિયાએ કહ્યું.

******

વિશાળ ગુલાબમાંથી ફૂલની સુગંધ આવી રહી હતી. મેં વિજય અને કલ્પેશને મારી સાથે આવવાનો ઈશારો કર્યો. મુલાયમ ગુલાબની પાંખડી પર હું આરામથી પગ ફેલાવી સૂઇ ગયો.

"કેટલું આરામ દાયક છે."

"હા... એકદમ મુલાયમ.... આટલા દિવસમાં આ પહેલી વાર ઉંઘવા માટે સારી જગ્યા મળી છે." અમને જોઈને પ્રિયા અને વનવાસીઓ પણ આવ્યા.

"તમે ગુલીવરની યાત્રા વિશે સાંભળ્યું છે?" પ્રિયાએ કહ્યું.

"ના......" એક સુરમાં ત્રણે બોલી ઉઠ્યા.

"ગુલીવર એક જહાજમાં નોકરી કરતો હતો. એક વખત સમુદ્રમાં મુસાફરી દરમિયાન તુફાનમાં તેનું જહાજ ડૂબી ગયું. પણ સદ્દ ભાગ્યે તે બચી ગયો. તરતાં તરતાં એક કિનારે આવી ગયો. ખૂબ થાકી ગયાં હોવાનાં કારણે, તે ત્યાં જ ઊંઘી ગયો. જ્યારે તેની આંખ ખોલી તો તેની આસપાસ એક વેંતિયાઓનું ટાળું હતું."

"એ વેંતીયાં એટલે?" કલ્પેશે પૂછ્યું.

"એ વેંતીયા એટલે તેનો આકાર એકદમ નાનો જે રીતે આપણે આપણાં હાથથી વેંત માપીએ તેટલો...." પ્રિયાએ કહયું.

આ સાંભળતાં બધાં બોલી ઉઠયાં.

"આ વાર્તા તો અમે સાંભળી છે."

"એવું જ કંઈ આપણી સાથે ઘટે તો? જુવો આ જગ્યાને અહીં બધું કેટલું વિશાળ છે. મને લાગે છે. અહીં માનવ પણ હશે જેનો આકાર વિશાળ હોવો જોઈએ." પ્રિયાએ કહયું.

"એ બધું ફિલ્મોમાં અને વાર્તાઓમાં જ સારું લાગે...." કલ્પેશ પોતાના શબ્દો હજું પૂરાં કરે ત્યાં જ ધરતી હલવાં લાગી... કોઈ વિશાળ દેહિ માનવ આવી રહ્યો હતો.

બધા જ ફૂલની પાછળ છુપાઈ આ માનવને જોઈ રહ્યાં હતાં

"મેં કીધું હતું ને જોઈ લે આ માનવ ને.."પ્રિયાએ કહ્યું.

જાણે તે પ્રિયાનો અવાજ સાંભળી ગયો હોય.. તે રીતે ફુલને હટાવ્યાં.....

"ભાગો........"

વનમાનવીઓ અને આખી ટોળકી જંગલ તરફ ભાગી....

વિશાળ દેહિ માનવનાં પગથી જમીન હલી રહી હતી. જાણે હમણાં જ ભૂકંપ આવશે.....

અમને આગળ વધવાનો ઇશારો કરી વનમાનવીઓ માનવ પર તીરોની વર્ષા કરી રહયાં હતાં. એક તીર તેની આંખમાં વાગતાં વિશાળ દેહિ માનવ દર્દથી ચીંખી ઉઠ્યો. જે હાથમાં આવતું હતું તેને મૂળિયાથી ઉખેડી અમારી તરફ ફેંકી રહ્યો હતો.

ક્રમશ.


Rate this content
Log in

Similar gujarati story from Drama