Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Drama Fantasy Thriller

3  

Alpesh Barot

Drama Fantasy Thriller

રહસ્ય:૧૪

રહસ્ય:૧૪

5 mins
7.2K


હવામાંથી નીચેની તરફ કોઈ વિમાન લેન્ડિંગ કરે તે રીતે ડાઈનોસોર નીચેની તરફ ગતિ કરી રહ્યા હતા. સામે વિશાળ પર્વત હતો. જેનો શિખર દેખાતો ન હતો. પર્વતની એકદમ પાસે આવી, તેઓએ વળાંક લઈ નીચે તરફ ગતિ કરવા લાગ્યાં. ડાઈનોસોર નીચે જતાં પર્વતને એકદમ નજીકથી જોઈ શકાતો હતો. વિશાળ પર્વત કાળા ભૂખરાં રંગનો હતો. બંને ડાઈનોસોર એક મેકની આંખ તરફ જોતા, ફરી નીચે જોતા આગળ વધી રહ્યાં હતાં.

વિશાળ દેહી પ્રાણી સર્પો સાથે લડી રહ્યો હતો. હજારોની સંખ્યામાં સર્પો આસપાસ હતાં. કોઈ કોઈ સર્પ તેના શરીર પર તેના તીક્ષ્ણદાંત ભરાવીને બેઠા હતાં! તેની સામેથી આવતાં સર્પોને તે તેના જડબામાંથી દાંતો વડે બે ભાગ કરી દેતો. પાછળથી હુમલો કરતા સર્પોને પકડવા તે ગોળ ગોળ ફરતો.... આટલો વિશાળ દેહિપ્રાણી અમે જીવનમાં પહેલી વખત જોયો હતો. તે જ્યારે બરાડતો હતો, ત્યારે તેનાં પડઘાં દૂર સુધી પોહચતાં હતાં. જ્યારે તે પોતાના પગ જોરથી જમીન સાથે અથડાવતો, ત્યારે મોટા મોટા ખાડાઓ પડી જતા હતાં.

પર્વતની તળેટીમાં સૂર્ય પ્રકાશ નહોતો આવતો.ન તો દૂર સુધી તેના શિખરનો પડછાયો દેખાતો હતો. સાપ-નોળીયાનો યુદ્ધ હજુ ચાલુ હતો. વનવાસીઓએ ગુફાની અંદર તરફ ચાલવાનો ઈશારો કર્યો. ગુફા વિશાળ હતી. ઉપરથી નીચે તરફ જતી હતી. ગુફાની અંદર જઇ તેના મુખ તરફ જોતાં અદ્ભૂત દ્રશ્ય દેખાતાં, ગુફાની અંદર બીજા ઘણા બધા મુખો હતા. ઘણા સમય સુધી અમે આ ભૂલ ભૂલૈયામાં ફરતાં હતાં. એક ગુફાથી બીજી ગુફામાં આવતા જતાં હતાં. જોરજોરથી કોઈ અવાજ સંભળાઈ રહ્યો હતો. આસપાસ જોરજોરથી બે પ્રાણીઓનો આવાજ અથડાઈને આવી રહ્યો હતો. અવાજ ગુંજતો હતો.

"અવાજ આ તરફથી આવી રહ્યો છે" કલ્પેશે કહયું.

" ના અવાજ ત્યાંથી નહિ, આ તરફથી આવી રહ્યો છે." પ્રિયા બોલી.

અવાજ દરેક સમયે અલગ અલગ દિશાથી આવતો હતો. અવાજ ક્યાંથી આવે છે, તે ચોક્કસ ખબર નહોતી પડતી.

વનવાસીઓએ બધાને ચૂપ રહેવાનું કહ્યું. એક જ પ્રકારનો અવાજ જ્યારે અલગ અલગ દિશાની ગુફાઓમાં જતો હશે, ત્યારે પવન સાથે તે અલગ અલગ દિશાઓથી અલગ અલગ રસ્તાઓથી અમારી સુધી આવી રહ્યો હતો. વનવાસીઓએ પાછળ પાછળ ચાલવાનું કહ્યું. આજથી પહેલા માત્ર ફિલ્મોમાં જોયેલો, તેથી પણ વિશાળ આ એનાકોન્ડા સાપ મોટા નોળીયા જેવા દેખાતાં પ્રાણી સાથે લડી રહ્યો હતો. એક એનાકોન્ડા સાપ મરેલી હાલતમાં બાજુમાં જ હતો. તો બીજાને નોળીયાએ એનાકોન્ડાનાં આખાં મુખને પોતાના જડબામાં દબોચી લીધો હતો. જેથી સાપનો પાછળનો હિસ્સો તડફલાઓ ખાઈ રહ્યો હતો. એક વનવાસીએ આગળ વધી, ધારદાર ભાલા વડે, એનાકોન્ડાના શરીરને ચીરી મુક્યો.

એનાકોન્ડાનો અવાજ નોળીયાના મુખમાં જ દબાઈ ગયો. તડફલાઓ ખાતો તેનું શરીર ધીમેધીમે શાંત પડી ગયું.

વનવાસીઓએ તેનો શરીર ચીરી અંદરથી જીવતા વનવાસીને બહાર કાઢ્યો. તેનું શરીર લાળથી ભરેલું હતું. તેના શરીરમાંથી અલગ પ્રકારની ગંધ આવતી હતી. આખી ગુફામાં અજીબ ગંધ પ્રસરી ગઈ. અમારી સાથે રહેલાં વનવાસીઓ તેની પાસે ગયાં. તેઓની ભાષામાં તેઓ કઈ વાતચીત કરી રહ્યાં હતા.

અજય દેખાતો નોહતો એટલે ચિંતાઓ વધી ગઈ.

"અજય ક્યાં છે?" વિજય બોલ્યો.

"અહીં જ હશે.... આસપાસ...

અજય.... અજય.... " કલ્પેશ બોલ્યો.

અવાજ અથડાઈ પાછો આવ્યો પણ અજયનો જવાબ ન આવ્યો.

"ક્યાં છે અજય?" રાજદીપ વનવાસીઓ તરફ વધ્યો. જાણે અમારા પ્રશ્નને સમજી ગયા કે અમે શું પૂછવાં માંગીએ છીએ. તેઓએ બીજી ગુફાની તરફ આંગળી ચીંધી.

"વનવાસીઓ કહેવા માંગે છે કે અજય ત્યાં છે."

ત્રણ વનવાસીઓ અમારી આગળ, બે અમારી પાછળ એમ અમે ગુફામાં આગળ વધી રહ્યાં હતા.

*****

"અજલા..........."

જેને મહિનાઓથી જોવા આંખો તરસી રહી હતી. તે અમારી સામે હતો.

પહેલી નજરે તો તેને પણ સપનું જ લાગ્યું.

કલ્પેશ, વિજય દોડીને તેની તરફ વધ્યાં. અજય ચૂપ હતો. તેની આંખોમાંથી મેહુંલીયો વરસી રહ્યો હતો. ક્ષણેક માટે જાણે આખા શરીરને નીચેથી ઉપર જોઈ લીધું. ઠીક તો છે ને?

" મિસ યુ ભાઈ....." કહેતા જ અજય બંનેને ભેટી પડ્યો.

"ઠીક તો છો ને તું?" કલ્પેશ બોલ્યો.

"ઠીક છું... "અજયની આંસુઓ ભરેલી આંખો હસતા હસતા બોલી.

એક નજર પ્રિયા તરફ કરી... અપલક તેને તાકતો રહ્યો. જ્યાં સુધી પ્રિયાએ તેની પલકો શરમથી ઢાળી ના દીધી....

ખોંખારો ખાતા રાજદીપ બોલ્યો " હું પણ અહીં જ છું. યગંમેન...."

ભોઠપ અનુભવતો અજય કેપ્ટનને સેલ્યુટ મારતા બોલ્યો

" જય હિંદ...."

******

"આ ગુફામાં જવાનું છે આગળ આપણે... જ્યાંથી પથ્થર ડબલ ગતિએ પાછો આવ્યો હતો." અજય બોલ્યો.

"ગુફામાંથી પથ્થર કોણ પાછું ફેકતું હશે?" પ્રિયા બોલી...

બધા જાણે કંઈ સમજયાં નહિ, એટલે બોલ્યો..." તમે બધા પાછળ હટી જાવ...."

બધાના પાછળ હટતા, અજયે એક પથ્થર તે ગુફામાં ફેકયો, તેની બમણી ગતિએ તે પથ્થર અજયની તરફ આવ્યો. અજય તે દિશામાંથી હટવા ગયો પણ હટી ના શક્યો. પથ્થર તેનાં ખભા પર વાગ્યો, તે ઉછળીને પાછળ પડ્યો.

"અજય.....અજય... "પ્રિયા અજયની તરફ પહેલા ભાગી...

ખભો પકડીને તે ઉભો થતાં બોલ્યો...

" કંઈ નથી થયું, હું ઠીક છું.."

"આર યુ શ્યોર?"

"હમ્મ....."

"પણ આ પથ્થર કેમ પાછો આવ્યો?" કલ્પેશે કુતૂહલતાથી પૂછ્યું.

કોઈ પાસે, આનો જવાબ નહોતો..

"આનો જવાબ સમય જ આપી શકે..." રાજદીપે કહ્યું.

વારાફરથી બધાં, સુરંગ જેવી દેખાતી ગુફામાં આગળ વધ્યાં....

ગુફામાં અંદર જતાં શરીરમાં વજન ઓછું થઈ ગયું હોય તેવું લાગતું હતું.

"મને એવું લાગે છે જાણે મારું વજન ઓછું થઈ ગયું હોય..." કલ્પેશ બોલ્યો.

"મને પણ એવું જ લાગે છે." મજીદે કહ્યું. એક પછી એક બધાએ જાણે આ વાતમાં સૂર પુરાવ્યો. આગળ જતાં બધાનું વજન વધુને વધુ ઓછું થતું ગયું. એક સમયે તો બધા જેમ સ્પેસમાં ઉડે તે રીતે ઊડવાં લાગ્યાં.

"આપણે કેમ હવામાં ઉડી રહ્યા છીએ?" મજીદ બોલ્યો.

"લાગે છે. અહીં પૃથ્વીનો ગુરુત્વાકર્ષણબળ કામ નથી કરતો...." પ્રિયા બોલી...

ગુફાની અંદર કોઈ ખેંચી રહ્યું હોય, તેમ લાગતું હતું. જાણે મેગ્નેટ જે રીતે લોંખડને ખેંચે.

"બધાં પોતાના આસપાસ રહેલા પથ્થરોને મજબૂતાઈથી પકડી રાખજો..." રાજદીપે કહ્યું.

"ગુરુત્વાકર્ષણબળ એ વળી કઈ બલાનું નામ છે?" કલ્પેશ બોલ્યો.

" ગુરુત્વાકર્ષણબળના કારણે જ આપણે, પૃથ્વી ઉપર ચાલી શકીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળના લીધે જ પૃથ્વી બધી જ વસ્તુઓને પોતાની તરફ ખેંચી રાખે છે. એક સેકન્ડ માટે પણ જો પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો? દરેક વસ્તુઓ વિભાજિત થઈ જાય, ઉપરની તરફ ખેંચાવા લાગે. બ્રહ્માંડની અંદર દરેક પદાર્થનું પોતાનું એક બળ હોય છે. સૂરજનાં ગુરુત્વાકર્ષણ બળના કારણે જ પૃથ્વી સૂરજની આસપાસ ચક્કર લગાવે છે.અને ચંદ્ર પૃથ્વીની. દરેક મોટા પદાર્થ નાના પદાર્થને પોતાની તરફ ખેંચે છે. જો આપણું વજન પૃથ્વી પર સાઠ કિલોગ્રામ છે તો ચંદ્ર પર આપણું વજન દશ કિલોગ્રામ હશે. જેનો મતલબ એવો થાય, કે ચંદ્રના ગુરુત્વાકર્ષણથી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છ ગણું વધારે છે. સૂર્યમંડળના તમામ ગ્રહો એ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ છે. "પ્રિયા બોલી...

"પૃથ્વી પર દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ હોય તો અહીં કેમ નથી?"

"એવું જરૂરી નથી, દરેક જગ્યાએ હોય, ક્યાંક તેનું પ્રમાણ ઓછું હોઇ શકે....પૃથ્વી પર ઘણી એવી જગ્યા છે. જ્યાં ગુરુત્વાકર્ષણ છે જ નહીં... અથવા ખૂબ ઓછું છે...

ભારતમાં પણ એક જગ્યા છે. જ્યાં ગુરુત્વાકર્ષણ બળના કારણે એક અજાયબીનું સર્જન થયું છે.લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે." પ્રિયા બોલી

"ભારતમાં?, ભારતમાં ક્યાં?" કલ્પેશ બોલ્યો.

"લેહ લદ્દાખ, ત્યાં એક મેગ્નેટિક હાઇવે આવેલ છે."

ક્રમશ.


Rate this content
Log in

Similar gujarati story from Drama