Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Romance Thriller

3  

Pravina Avinash

Romance Thriller

સીધો દોર

સીધો દોર

8 mins
7.3K


અંકિત બેઠો હતો જુલિયા સાથે મિટિંગમાં પણ તેના મગજમાં પેલું વાક્ય ગુંજી રહ્યું હતું. 'સિંહણ કદી વિધવા થતી સાંભળી છે ?' અત્યારે પોતે સિંહની બકરી બની ગયો હતો. દર્શનાનો લાફો ગાલે ચચરી રહ્યો હતો. તેને લાગ્યું કે દર્શના જો હવે સિંહણ થાય તો મારું મોત નક્કી છે. આ સિંહણ વિધવા થશે ! જુલિયા બોસ સાથે અંકિતને સારું બનતું. કદાચ અંકિત પુરૂષ હતો અને બોસ પરણેલી ન હતી એ કારણ પણ હોઈ શકે. અંકિતમાં એક ગુણ હતો, નોકરી પર તેની કોઈ અવળચંડાઈનું પ્રદર્શન ન કરતો. બેઠો હતો જુલિયા અને સુમી સાથે પણ દિમાગ પર દર્શના છવાયેલી હતી. જુલિયાને તે ગમતો તેથી તેને કોઈ ફિકર કે ચિંતા હતી નહી.

મન અંદરથી શંકા કુશંકા કરતું. તેને ખબર હતી, દર્શનામાં આટલી બધી હિમત નથી. પણ આ વખતે દર્શના એવી વિફરી હતી કે કાંઈ કહેવાય નહી! અંકિતનું મન તેના કાબૂમાં ન હતું. પોતાની જવાની પર મુસ્તાક રહેનારો સાવ પાણીમાં બેસી ગયો હતો. દર્શનાએ સંતાન બાબત જે ટકોર કરી તે તેને હાડોહાડ લાગી ગઈ હતી. પોતાની જાત પર તિરસ્કાર આવ્યો. આ વખતે તેની હાલત ખૂબ કઢંગી હતી. પોતાની પત્નીને સાચવી રાખવાને બદલે એ ‘પ્લેબોય’ જેવું વર્તન કરી રહ્યો હતો. હા, તેને નાનપણથી પતંગિયા ગમતાં તેનો અર્થ એવો ન કરાય કે ફૂલેફૂલે જઈ મોજ માણવી ! દર્શનાનું ચંડિકા જેવું સ્વરૂપ તેની નજર સમક્ષથી ખસતું નહી. કામમાં ચિત્ત ચોંટતું નહી.

અંકિત બેઠો હતો પાર્ટીમાં પણ દર્શના નજર સમક્ષથી ખસતી ન હતી. જુલિયાની વાતોમાં હોંકારો પૂરાવતો હતો. એક પણ અક્ષર તેના કાનની અંદર પ્રવેશ્યો ન હતો. એમાં જ્યારે છૂટાછેડા શબ્દ તેના કાને અથડાયો ત્યારે તે ચોંક્યો. દર્શનાને ખૂબ વહાલ કરતો હતો. સ્વપનામાં પણ છૂટાછેડા શબ્દ તેને ગમતો નહી. ગમે તેમ કરી એ વિચારો ખંખેરી પાછો વર્તમાનમાં આવીને પટકાયો. તે શબ્દ અંકિતને અંદરથી હલાવી ગયો.

દર્શના સાથે પરણ્યે પંદર વર્ષ થવા આવ્યા હતા. બાળક હતું નહી. અંકિત જાણતો હતો તેનું કારણ પોતે છે, દર્શના નહી. પણ ગુલાંટ મારવાનું તેના સ્વભાવમાં હતું. કંપનીની પાર્ટી ચાલતી હતી. આજના મુખ્ય મહેમાન અમેરિકાથી આવ્યા હતા. અંકિતને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. આવનાર મહેમાન બન્ને ભારતિય હતાં. તેને મન અમેરિકાના ધોળિયા આવશે એમ હતું. નિરાશ થયો. શામાટે દર્શના સાથે સમય પસાર કરવાને બદલે અંહી આવ્યો. જુલિયા બોસ હતી એટલે તેને નારાજ કરવી પોષાય તેમ ન હતું.

નસિબ સારા હતાં આવનાર મહેમાન જુલિયા અને સુમી સાથે નાચવામાં મશગુલ હતાં. અંકિત હવે ઉદાસ જણાયો. અંતે મધરાત થવા આવી હતી. અંકિત નીકળ્યો, પેલા બન્ને મહેમાનોને ‘હોટલ અશોક’માં ઉતારી ગાડી લઈને સીધો ઘરે પહોંચ્યો. તેના મનમાં પણ વ્યથા ચાલતી હતી. દર્શના કઈ રીતે આવકારશે ! ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો. દર્શનાં આરામથી સૂતી હતી. ચોર પગલે ઘરમાં પેઠો અને વહાલથી દર્શનાને જગાડી આવતી કાલના લંચ વિષેની વાત કરી. અંકિત તો આશ્ચર્યમાં પડી ગયો કે દર્શનાએ કોઈ વિરોધ કે નાટક વગર હા કેવી રીતે પાડી ? માથેથી ચિંતા દૂર થઈ એટલે સીધો પલંગ પર લંબાવ્યું અને નસકોરાં બોલાવવા માંડ્યો.

સમીર, ભારત કામ માટે આવવાનો છે તે દર્શના જાણતી હતી. વાત વાતમાં ખબર પડી અંકિતની કંપનીમાં આવવાનો છે. અંકિતને સ્વપને પણ ખ્યાલ ન હતો કે સમીર દર્શનાનો દૂરનો ભાઈ થાય છે. આવી સુવર્ણ તક દર્શના હાથમાંથી સરી ન જાય તેની તૈયારીમાં પડી. જ્યારે અંકિતે તે સહુને લંચ પર આવવાના આમંત્રણ વિષે વાત કરી ત્યારે તેને છૂપો આનંદ થયો. કોઈ પણ જાતના હિચકિચાટ વગર સવારની તડામાર તૈયારીમાં લાગી ગઈ.

જેટ લેગને હિસાબે શનિવારે સમીર અને ચેતન મોડા ઉઠ્યા. ‘હોટલ અશોક’ પરથી બન્નેને લઈ સુમી, અંકિતને ઘરે આવી. દર્શનાએ ગુસ્સો હતો છતાં પણ જાત પર કાબૂ રાખી મહેમાનોની આગતા સ્વાગતા કરી. આદર્શ ગૃહિણી પોતાના મનના ભાવ મહેમાનોને કળવા દેતી નથી. સુમી અને અંકિતની જુલિયા બોસ હતી.

દર્શનાએ સમીરને સમજાવી રાખ્યું હતું કે, ’તું મારો ભાઈ છે તેની અંકિતને હાલમાં ખબર નથી પાડવી.” સમીરે કારણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ દર્શનાએ તેને ગલ્લાં તલ્લાં કરી સમજાવી દીધો. આમ પણ અમેરિકાવાળા બહુ પંચાત કરવામાં માનતા નથી તેથી સમીરે ઝાઝા પ્રશ્નો પૂછવાનું માંડવાળ કર્યું. લંચ પર જુલિયા પણ હતી. તેથી સુમી બહુ બોલતી નહી.

દર્શના કુશળ ગૃહિણી હતી. સવારના પહોરમાં મહારાજને બધું સમજાવ્યું. સુંદર રીતે ટેબલ સજાવ્યું. કોઈ પણ જાતના વિરોધ વગર બાર વાગતા, ટેબલે પર પ્લેટસ ગોઠવાઈ ગઈ. ઘર અંકિતના લાવેલા ફૂલોથી શણગારાઈ ગયું. વાતાવરણ માદક સુગંધથી મહેકી ઉઠ્યું. મહેમાનો આવ્યા વેલકમ ડ્રિંકથી તેમનું સ્વાગત કર્યું. અંકિતે દર્શનાની ઓળખાણ કરાવી. જુલિયા સાથે હાથ મિલાવી સમીર પાસે ગઈ. સમીરે ખૂબ વહાલથી તેનો હાથ દબાવ્યો. ઘણા વર્ષે ભાઈ બહેન મળી રહ્યા હતા. ચિંતન સાથે હાથ મિલાવી બધા વાતો એ વળગ્યા.

સમીરની બાજુમાં આવી દર્શના ધીરે ધીરે વાત કરતી હતા. ખાસ તો અંકિતનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહી હતી. અંકિત, જુલિયાને ઘર બતાવતો હતો. તેની આંખોએ નોંધ્યું કે, દર્શનાએ સમીર સાથે કેવી રીતે હસ્તધૂનન કર્યું. વળી પાછી તેની સાથે ધીરેથી વાત કરી રહી છે. સ્મિત પણ તેને આપી રહી છે. અંકિતને તે ભાવ ન આપતી. ચિંતન તો સુમી સાથે વાતો કરવામાં ગુંથાયેલો હતો. જુલિયાને બટકબોલો અંકિત ગમતો. આજે તેને અંકિતની કંપની માણવા મળી હતી.

અંકિત વાતો જુલિયા સાથે કરતો અને નજર દર્શના પર રાખતો. જુલિયાને નારાજ કરવી તેને પરવડે તેમ ન હતું. વેલકમ ડ્રીંક પછી આવ્યા મજાના ‘બાઈટિંગ્સ’. કોકટેઈલ સમોસા અને પનીર ટિકા. મહારાજે ખૂબ સરસ બનાવ્યા હતા. અંકિત જાણી જોઈને કહી રહ્યો, ‘રેસિપી દર્શનાની’ છે. સમીરે બે વધારે ખાધાં. જુલિયા અને સુમી દર્શનાને કુકિંગ ક્લાસ ખોલવા માટે કહી રહ્યા. દર્શનાને પોરસ ચડ્યું. અંકિત કદાપિ તેની કોઈ વાનગીના વખાણ ન કરતો. દર્શના બધાને આગ્રહ કરી ખવડાવી રહી.

સમીર પાસે જઈને ખૂબ આગ્રહ કર્યો. ના પાડવા જતા સમીરનો હાથ દર્શનાના હાથને સ્પર્શ્યો. દર્શનાએ તેને પંપાળ્યો. તેની ચાલાક આંખો અંકિતનો પ્રતિભાવ જોઈ રહી હતી. ચિંતનને પણ પ્રેમથી પિરસી રહી હતી.

હવે વારો આવ્યો લંચનો. અંકિત જુલિયાની બાજુમાં બેઠો. સુમી, ચિંતનની નજદિક અને દર્શના સમીરની બાજુમાં . જેથી બન્નેને વાતો કરવાનું ફાવે. અંકિત અંદરથી ધુંધવાઈ રહ્યો હતો. મહેમાનોને તેણે જ આમંત્રણ આપ્યું હતું. કાંઈ પણ બોલવાની કે કહેવાની તેની હેસિયત ન હતી. પત્નીનું વર્તન ભલે અભદ્ર લાગ્યું હોય પણ આજે મિંયા ચૂપ હતા. દરેક વાનગીના વખાણ કરતાં બધા ઝાપટી રહ્યા હતાં. આજે અંકિતને દર્શનામાં છૂપાયેલી કળાને અવલોકવાની તક મળી.

એકી અવાજે બધા બોલી ઉઠ્યા હમણા “ડીઝર્ટ’ ખાવાની જગ્યા નથી. એકાદ કલાક પાના રમીએ પછી વાત. છ જણા હતાં એટલે ચોંટાડવા રમવાનું નક્કી કર્યું. જુલિયાને જરા સમજાવવું પડ્યું. બાકી બધા ગુજ્જુ હતાં. તેમને આ રમત આવડતી હતી. દર્શના, સમીર અને સુમી એક પક્ષમાં, બીજા પક્ષમાં અંકિત સાથે જુલિયા અને ચિંતન.

દર્શના સમીરને આંખો દ્વારા ઈશારા કરી રહી હતી. સુમીને ચિંતનમાં રસ હતો પણ તે બીજા પક્ષમાં હતો. દર્શનાની હરકતો અંકિતને ગમતી ન હતી. બોલાય તેવું પણ ન હતું. અચાનક તેના મગજમાં ,

‘હું બીજા પાસેથી બાળક પેદા કરી શકું છું’.

એવો દર્શનાનો સંવાદ યાદ આવ્યો. ઠંડી હતી છતા અંકિતને પરસેવો છૂટી ગયો. દર્શના આ બધું જોઈ રહી હતી. અંદરથી સંતોષ થતો હતો કે લાટ સાહેબના હાલ બેહાલ છે’. દર્શના તો અંકિતને જલાવવામાં મગ્ન હતી. જાણે તે કાંઇ જાણતી નથી એમ અંકિતને ભાવ ન આપતી.

જુલિયા, ચિંતન અને સુમી તો રમત રમવામાં મશગુલ હતાં. સમીર નોંધ લેતો પણ તેને મન આ દર્શના દીદીની કોઈ રમત છે એવું લાગ્યું. અંકિતને મનમાં મુંઝવણ થઈ. શું સમીર અને ચિંતનને ઘરે જમવા બોલાવી ભૂલ તો નથી કરી ને ?

ત્યાં વળી સુમીને તુક્કો સૂજ્યો. બાજુની ગલીમાં સિનેમા થિયેટર છે. ગઈ કાલે જ નવું સિનેમા આવ્યું છે. રમત રમવાથી થાકેલી સુમી બોલી ચાલો બધા નવા પિક્ચરમાં જઈએ. સસપેન્સ મુવી છે મઝા આવશે. આજે આખો દિવસ સાથે પસાર કરીએ કાલનો પ્લાન સરસ બનાયો છે. ચિંતન અને સમીર તો ખુશ થઈ ગયા. હિંદી પિક્ચર હતું એટલે જુલિયાએ ઘરે જવાનૉ ઈચ્છા બતાવી. સહુની રજા લઈ આ પાંચે જણા મુવીમાં બેઠાં.

દર્શનાની એક બાજુ અંકિત અને બીજી બાજુ સમીર. પછી સુમીની બાજુમાં અંકિત આવ્યો અને બીજી બાજુ ચિંતન. દર્શના સમીર જોડે હસી હસીને વાતો કરતી અને જ્યાં સમજ ન પડૅ ત્યાં સમજાવતી હતી. સુમીને ચિંતન બાજુમાં હતો. અંકિતની હાલત આજે ખરેખર દયનિય હતી. ટોળામાં અંકિત એકલો હતો. દર્શના અંદરથી ખૂબ ખુશ થતી હતી. અંકિત ગુસ્સામાં હતો, બોલવાને માટે બેતાબ પણ ભાઈ મુંગામંતર થઈ ગયા હતાં. સ્તબ્ધ બનીને પડદા પર જોઈ રહ્યો હતો. તેને ખબર પણ ન હતી મુવીમાં શું ચાલી રહ્યું છે.

બાજુમાં જ સુંદર, 'જુહુ ગાર્ડન ‘હતું. ત્યાં જઈ સાથે સૂર્યાસ્ત નિહાળવાનું નક્કી કર્યું. સમીર અને દર્શના બાજુ બાજુમાં ચાલતા હતા. દર્શના ગાર્ડન વિષે સમીરને માહિતિ આપી રહી હતી. સુમીને તો એમ હતું કે ચિંતન આજ પછી મળ્યો કે મળશે. અમેરિકાથી આવેલા, ભારતીય રંગની મોજ માણી રહ્યા હતાં. અંકિતને દર્શનાનું વલણ ખૂબ અજુગતું લાગ્યું. સમીર તેને કાંટાની જેમ આંખમાં ખુંચવા લાગ્યો.

તેણે કલ્પનામાં સમીર અને દર્શનાને એક પલંગ પર સૂતેલાં જોયા. તેની આંખો લાલઘુમ થઈ ગઈ હતી. દર્શના અંકિતના બદલાતા ભાવને કળી ગઈ હતી. તેને અંદરથી છૂપો આનંદ આવતો હતો. દર્શના આજે અંકિતને બરાબર પાઠ ભણાવવા માગતી હતી. મનમાં મુસ્કુરાઈને ગણગણી, ‘મિંયા જોયું ને કેવા હાલ થાય જ્યારે પતિ યા પત્ની એકબીજાને દગો આપે ત્યારે’?

સુમીનું ધ્યાન અચાનક ચિંતન પરથી દર્શના અને અંકિતને નિહાળવા પર ગયું. તે મલકાઈ ઉઠી. આખરે તેની સખી આજે બરાબર બદલો વાળી રહી હતી. અંકિત લાલ પીળૉ થઈ રહ્યો હતો. અચાનક દર્શનાએ પ્રસ્તાવ મૂક્યો.

‘સમીર તમે અને ચિંતન આજે અમારે ત્યાં રાત રહી જાવ”.

બસ હવે અંકિતની ધીરજની હદ આવી ગઈ. બરાડો પાડી ઉઠે તે પહેલાં ચિંતન બોલી ઉઠ્યો, ‘અમને રાતે ન ફાવે. અમે અમારી હોટલ પર જઈશું. ‘સમિરે પણ પોતાની નામરજી વ્યક્ત કરી.

અંકિતને હૈયે ટાઢક વળી. તેના જીવમાં જીવ આવ્યો. તેણે ફોન કરીને ‘ઉબર’ મંગાવી આપી. સમીર અને ચિંતને સુમીને તેને ત્યાં ઉતારી દેવાની સભ્યતા બતાવી. ત્રણે જણ ટેક્સીમાં ગયા પછી, અંકિતને જાણે દર્શના તેની જીંદગીમાંથી સરી જશે એવો ભય લાગ્યો. ગાડીમાં બેસતાંની સાથે હિબકાં ભરીને રડવા લાગ્યો.

તેણે દર્શનાને આલિંગનમાં જકડી કહ્યું,” દર્શુ, હવે હું કદાપિ ભૂલ નહી કરું. આજે મને ખબર પડી મારી આ બૂરી આદતે તને કેટલું દુંઃખ આપ્યું હશે.”. લાડમાં અંકિત દર્શનાને દર્શુ કહેતો. વણથંભે અંકિતનો લવારો ચાલુ હતો. ‘દર્શુ તેં સમીરમાં એવું તે શું ભાળ્યું જે મારામાં નથી ? એક મુલાકાતમાં તું આટલી બધી તેની નજદિક કેવી રીતે સરી ગઈ’. આજે એ ઈર્ષ્યાના અગ્નિમાં બળીને રાખ થઈ ગયો હતો. આજે આટલે વર્ષે અંકિતને દર્શનાની લાગણીઓનો અંદાઝ આવ્યો. અંકિતનું વિલું મોઢું જોઈ દર્શના હવે ચૂપ ન રહી શકી.

કેટલા વર્ષો પછી આ સંબોધન સાંભળી દર્શના બરફની જેમ પીગળી ગઈ. આમ પણ તે અંકિતને ખૂબ ચાહતી હતી. અંકિતની પકડમાંથી છૂટતાં , હસીને બોલી, ‘મારા રાજા સમીર મારા દૂરની માસીનો દીકરો છે. અમે બન્ને ભાઈ બહેન આજે દસ વર્ષે મળ્યા.’ આ તો તને સિધો દોર કરવાનો...


Rate this content
Log in

Similar gujarati story from Romance