Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Drama Fantasy Thriller

2.5  

Alpesh Barot

Drama Fantasy Thriller

રહસ્ય:૧૭

રહસ્ય:૧૭

5 mins
13.7K


ઘાયલ અવસ્થામાં વિશાળદેહિ માનવ, જે વસ્તુઓ હાથમાં આવતી તે ફેંકતો હતો. આસપાસ વિશાળ વૃક્ષોને તે કોઈ ગાજર મૂળાની જેમ ઉખેડી અમારી તરફ ફેંકતા ત્રણ વનવાસીઓ તેની નીચે આવી ગયા. અમે બધા તેની મદદે પહોંચ્યાં. તે વિશાળ દેહિ માનવ ઉભો થઈ અમારી તરફ આવી રહ્યો હતો. તેની આંખોમાંથી નિકળતી ખૂનની નદી, તેના વિચિત્ર ચામડી વાળા મોઢાં પર જોવા જેવી હતી. તે ખૂબ ગુસ્સામાં હતો. જેમ તેમ કરી અમે ત્યાંથી ભાગ્યા. થોડી જ ક્ષણોમાં તેનાં જેવાં કેટલાય વિશાળ દેહિ માનવની આખી ફોજ અમારી પાછળ થઇ. અમારી તરફ મોટા મોટા પથ્થર, વૃક્ષો ફેંકી રહ્યા હતાં.

વનવાસીઓ તીર હવે બે અસર હતાં. વનવાસીઓ તીર ચલાવે તે પહેલાં મહાદેહી માનવો કોઈને કોઈ વસ્તુ અમારી તરફ ફેંકતાં હતાં. વિશાળદેહી માનવની ફોઝ અમારી તરફ વધી રહી હતી. ચારે તરફથી મોતનાં વાદળ અમારી ઉપર ઘેરાઈ ગયા હતાં. કોઈ પણ ક્ષણે અમે કાળનો કોળિયો બની શકીએ તેમ હતું.

" જલ્દી બધા ફંદાઓ માં પગ મુકો...." અજયે કહ્યું.

"પણ...." પ્રિયાએ કહ્યું.

"આપણી પાસે વિચારવાનો ટાઈમ નથી. આ લોકોથી બચવા આપણી પાસે ફકત આજ રસ્તો છે." અજયે કહ્યું.

એક પછી એક, અમે ફંદાઓ પગ મુકતાં ગયા.

મહા દેહી માનવો અમારી તરફ દોડ મૂકી, પણ અમે હાથ ન લાગ્યા.

મજીદ અને રાજદીપ સાથે જે રીતે થયું એ જ રીતે, ઉડન ખટોલાની જેમ અમે જંગલ તરફ ખેંચાયા...

"વાયુવેગે ચાલતો આ ઉડન ખટોલો આ જગ્યાંએ કોણે બનાવ્યો હશે?" પ્રિયાએ પૂછ્યું.

વિશાળ ચમકતું વન પહેલી વખત જોયું હતું. અહીં સંપૂર્ણ પ્રકાશ વનસ્પતિ, તથા પ્રાણીઓના લીધે જ હતો. તેના કારણે જ અહીં, સફેદ રોશની- ચાંદની જેવી, જે ખૂબ શીતળ અને આંખ ને જોવી ગમે તેવી હતી.

પ્રિયા અને અજય એક સાથે હતા.

આટલી લાંબી સફરમાં આ પહેલી વખત બન્યું કે બંન્ને એકાંતમાં આ રીતે મળ્યા હોય.

અજયને ઘણી વાતો કરવી હતી. પ્રિયાને પણ ઘણું સાંભળવું હતું.

પ્રિયા અજયને એ રીતે જોડાઈને ઉભી હતી. જાણે બંન્ને એકમેકનાં આલિંગનમાં હોય! કારણકે ટોકરી ખૂબ નાની હતી.

પ્રિયાએ શરમનાં કારણે પોતાની પલકો ઢાળી દીધી હતી.

"પ્રિયા......" અજયે કહ્યું.

લાખ પ્રયત્ન છતાં. પણ પ્રિયા અજયની આંખ સામે જોઈ ન શકી..

"પ્રિયા...." કહેતા અજયે પ્રિયાનાં માથા પર હળવું ચુંબન ધરી દીધું.

પ્રિયાએ પણ ચુંબનનો જવાબ ખૂબ ટાઈટ હગથી આપી દીધું.

"હવે મને છોડીને ન જતો.... તારા વગર સુનુસૂનું લાગે છે." પ્રિયાએ કહ્યુ.

"મને પણ તારા વગર કંઈ ગમતું નોહતું."

ત્યાર પછી બંને ચૂપ રહયાં, પ્રિયાની આંખો બોલી રહી હતી.

અજયનાં હોઠ જવાબ આપી રહ્યા હતા.

સામે વિશાળ પર્વત હતો. જેમાં આ ઉડનખટોલો અંદર જવાનો હતો.

"બધા નીચે કુદી જાવ......"અજયે કહયું.

બધાએ એક પછી એક નીચે કુદકો મારી દીધો... નીચે નદીનો તેજ પ્રવાહ હતો. તેમાં ખેંચાઈ રહ્યા હતાં.

"બધા એક બીજાનો હાથ પકડી રાખો....." વિજયે કહ્યું.

નદીનો પ્રવાહ ખૂબ તેજ હતો. વનવાસીઓ સાથે સાથે બધા એક બીજાનો હાથ પકડી, જ્યારે પ્રવાહ ધીમો પડ્યો, તે કિનારે આવી ગયા....

"ફરી જોલ થઈ ગયો....." કલ્પેશ હસતાં હસતાં બોલ્યો.

"જોલ નહિ, કિસ્મત બકા....કિસ્મત, કિસ્મતે આપણને સાથ આપ્યો. નહિતો જોયાં'તા, એ માણસો, કેટલાં વિશાળ હતાં. આપણે તેની સામે કીડા મકોડો લાગતાં હતાં. મોટા મોટા વૃક્ષોને તો તે ગાજર, મૂળાની જેમ ઉખડી ફેંકી રહ્યો હતો." વિજય બોલ્યો.

"રાજદીપને મજીદ ક્યાં હશે? મને એ વિચાર આવે છે."વિજયે કહ્યુ.

"ક્યાંક તેઓ ગુફાની અંદર તો નહીં હોય ને?" અજય બોલ્યો.

"હોઈ શકે તેઓ કુદયા જ ન હોય."કલ્પેશ બોલ્યો.

પણ આસપાસ જોતા અહીંથી ફરી પાછું જવું, એ પણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં સંભવ નોહતું લાગતું. અમે જ્યાં બેઠા હતાં. તે નાની જગ્યા સિવાય આસપાસ બધું દલદલ હતું. આસપાસ જે હરિયાળા વૃક્ષ અને ઘાટી વેલો હતી, ત્યાં નીચે જમીન દલદલ વાળી હતી.

"આપણી પાસે બે રસ્તા છે. એક નદીનાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું, અથવા પાણીનાં પ્રવાહ સાથે આગળ વધવું જે આપણે જ્યાં લઈ જાય ત્યાં...." અજય બોલ્યો.

"પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવું, અસંભવ છે. પ્રવાહ એટલો તેજ છે. કે આપણે એક ઇંચ પણ આગળ નથી વધી શકવાના...." વિજય બોલ્યો.

"તો આપણે હવે એક જ રસ્તો છે. કે આપણે પાણી લઈ જાય ત્યાં જવું...." અજય બોલ્યો.

"ખૂબ થાક લાગ્યો છે. પાણી પણ ખૂબ ઠડું છે. થોડો આરામ કરીએ?" પ્રિયાએ કહ્યું.

રાત હતું કે દિવસ, અહીં કોઈ જ અંદાજો નોહતો. જે જગ્યાએ આજ સુધી સૂરજનો પ્રકાશ નુભવ્યો જ ન હતો. તે જગ્યા કેટલી ખુંખાર હોઈ શકે?

સામાન્ય દુનિયામાં પણ રાત કેટલી ભયાનક હોય છે? જીવ જન્તુ, પશુઓ બધા રાતનાં જ નીકળે છે. જંગલમાં રાતનો પ્રર્યાય મોત હોય છે.

તો આ પાતાળી દુનિયા જ્યાં સૂરજ ઊગતો જ નથી. તે કેટલી ખૂંખાર હશે?

નદીનો ખળખળ અવાજ આવી રહ્યો હતો. નદી ખૂબ ઉફાન ઉપર હતી. તેની આસપાસ ઘાટા જંગલો હતા. નદીનો વેણ પર્વતથી નીકળતા સર્પ આકાર જેવો રહ્યો હતો.

"આ જગ્યાએ નદી ક્યાંથી આવતી હશે?" પ્રિયાએ પૂછયું.

"આવી તો ઉપરથી શકે છે. તે સંભવ છે. પણ જતી ક્યાં હશે? અજય બોલ્યો.

"નદીનું આવવું અને અહીંથી જવું એક પહેલી હતી. તો આ દુનિયામાં પણ! જમીનની નીચે વૃક્ષ, પર્વતો ગુફા, માનવીઓ, પ્રાણીઓ, એમાં પણ અહીંના જીવ-જંતુઓ, પ્રાણીઓ ચમકદાર હતા. શું આ પણ એક પહેલી નથી? પ્રિયાએ કહ્યું.

"તારું તો એકદમ કવિ હૃદય છે. " અજય બોલ્યો.

"હા, થોડી રુચી છે. મને સાહિત્ય તરફ..." પ્રિયા બોલી.

"તો તો તને એક મસ્ત પ્લોટ મળી ગયો... સહાસ કથા માટે..." હસતાં હસતાં અજયે કહ્યું.

"હા, હું લખીશ નવલકથા.... આ સફર ઊપર, આ જગ્યા ઉપર, અહીંના પ્રાણીઓ ઉપર, અહીંનાં માનવીઓ ઉપર...." પ્રિયાએ કહ્યું.

"નામ શું આપીશ? ટોળકીની સફર?" કલ્પેશે કહ્યું.

"ના...."

"અજયની સાત સફર...."વિજયે કહ્યું.

"ના....હજુ તો પહેલી જ છે."

"રહસ્ય......." અજય બોલ્યો..

"હમ્મ... રહસ્ય...." પ્રિયાએ મોહર લગાવી.

"મને એવું લાગે છે. તારા અને અજયનાં વિચાર ખૂબ મળે છે." કલ્પેશ બોલ્યો.

"એવું કંઈ નથી." પ્રિયાએ કહ્યું.

"અજય પ્રિયા તો ના કરે છે. તું તો કહેતો હતો...." કલ્પેશ બોલ્યો.

"અજય સાચું કહેતો હતો..." પ્રિયા બોલી..

"પણ હું કંઈ બોલ્યો જ નથી..."

"હા...હા....હા. અમે કંઈ બાળકો નથી. અમને પણ બધું દેખાય જ છે. તું અને અજય....ઇલું ઇલું....ઇલું ઇલું...."કલ્પેશ ગીત ગાતો હતો એમાં વિજયે પણ સુર પુરાવ્યો.

"મસ્તી ના કરો બિચારી શરમાઈ ગઈ જો..." અજય બોલ્યો.

"તને બિચારીની બહુ ચિંતા છે." કલ્પેશનાં બોલવાં સાથે બધા હસ્યાં.

"અજય...વિજય....કલ્પેશ...... પ્રિયા....." જોરજોરથી કોઈનો અવાજ આવી રહ્યો હતો.

"અજય... વિજય....કલ્પેશ... પ્રિયા......"

"આ તો રાજદીપ છે." અજયે કહ્યું.

"અમે અહીં છીએ....રાજદીપ..." વિજય બોલ્યો.

"રાજદીપ..... રાજદીપ....."બધા એક સુરમાં બોલતા રાજદીપ... અને મજીદ ભમરાંની ઉપર બેઠા ઉડી અમારી તરફ આવી રહ્યા હતાં.

ગોળ મોટી લાલ આંખો, કાળી ભમર પાંખો.... એક સામાન્ય હાથી જેટલું કદ. તેની પાંખો ફરકતાં ચમકી રહી હતી. તે હેલિકોપ્ટરની જેમ અમારાંથી નજીક હવામાં ઉડતો હતો. તેની પાંખો અકલ્પનિય ગતિથી ફરકી રહી હતી. જેનો વિચિત્ર અવાજ વાતાવરણમાં ખૂબ કર્કશ લાગતો હતો.

"આ ક્યાંથી લાવ્યા?" કલ્પેશ

"એ પછી વાત...તમે ઉપર આવી જાવ......." રાજદીપે કહ્યું.

ક્રમશ.


Rate this content
Log in

Similar gujarati story from Drama