Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayanaben Shah

Others

5.0  

Nayanaben Shah

Others

સ્વાદિષ્ટ ભોજન

સ્વાદિષ્ટ ભોજન

2 mins
324


આમ તો ઘણા વર્ષો પછી ભારત આવી હતી. મને બધા પરિચિતોને મળવાનું ઘણું જ મન હતું. મારા આગમનની જાણ થતાં પરિચિતો અને મિત્રોના ફોન આવવા લાગ્યા. 

પરંતુ જયારે મારી સહેલીની મમ્મીનું આમંત્રણ આવ્યુ તો મેં તરત સ્વીકારી લીધું કારણ કે મારી બહેનપણીને મળે ઘણાેજ સમય થઈ ગયો હતો. કદાચ વીસેક વર્ષ થઈ ગયા હશે. એ પણ પરણીને લંડન જતી રહી હતી. હું અમેરિકા હતી. છતાં પણ એના મમ્મીએ મને આટલા વર્ષો પછી યાદ કરી હતી. બાલમંદિરથી કોલેજ સુધી અમે સાથેજ અભ્યાસ કર્યો હતો. એકબીજા થી છૂટા પડયાજ ન હતા. અભ્યાસ પૂર્ણ થતાં જ અમારા લગ્ન થઈ ગયા. એ લંડન ગઈ અને હું અમેરિકા ગઈ. 


જયારે હું એના મમ્મીને ત્યાં પહોંચી ત્યારે એના મમ્મી બોલી ઊઠયા, "કેટલા વર્ષે મારી દિકરી આવી ?" એમના બોલવા સાથે વર્ષોનુ અંતર ક્ષણોમાં બદલાઈ ગયુ. વાતો નો તો અંત આવતોજ ન હતો.

ત્યાં જ એના મમ્મી બોલ્યા, "ચાલો આપણે આજે જેાડે જમવા બેસીએ. આજે તો મેં બધી જ વાનગી તારી પસંદની બનાવી છે. "


મેં જોયું થાળીમાં બધી જ મારી પસંદગીની વાનગીઓ હતી. મને આશ્ચર્ય એ વાતનુ હતું કે આટલા વર્ષો પછી પણ એમને મારી પસંદ યાદ હતી. થાળી પિરસતા એમની વાતો તો ચાલુજ હતી. જો તને બાસુંદી તો બહુજ ભાવે છે. મેં તો કાલે બે કલાક ઉકાળી છે.  કાલે શ્રીફળ પણ લઈ આવી હતી. તારા માટે નારિયેળની કચોરી પણ કરી છે અને ફલવરનું શાક તારી પસંદ પ્રમાંણે માખણમાં બનાવ્યુ છે. 


મને આનંદ એ વાતનો હતો કે મારી પસંદની જીણામાં જીણી વાતનો ખ્યાલ રાખવામાં આવેલો. આટલા વર્ષો પછી પણ મારી પસંદ યાદ હતી. ત્યારબાદ તો હું ઘણા બધાને ત્યાં જમવા ગઈ હતી. મારા માટે આટલા પ્રેમથી કોઈ એરસોઈ તૈયાર કરી ન હતી.  આજે પણ હુંએ પ્રેમથી જમાડેલુ ભોજન ભૂલી શકી નથી.  મનગમતુ ભોજન અને તેને ખાવાની યાદ. 


Rate this content
Log in