Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Medha Antani

Others

3  

Medha Antani

Others

એકલવ્ય

એકલવ્ય

3 mins
14.6K


અંજના છઠ્ઠા ધોરણમાં ભણતી મારી ટ્યુશનની વિદ્યાર્થીની હતી. શરમાળ, ઓછાબોલી અને સરળ સ્વભાવ એની ઓળખ. અભ્યાસમાં ખુબ જ નબળી હોઈ, કોઈ પણ વાત એકદમથી ન સમજી શકે એવી. આ નેવુના દાયકાની વાત છે, જયારે ગુજરાતી માધ્યમ પ્રચલનમાં હજુ હતું. મોબાઈલ જેવું કંઈ આગળ ચલણમાં આવશે એવી ય કંઈ ખબર નહતી. ત્યારે છોકરાંઓ ઘરથી શાળા અને શાળાએથી રમતનાં મેદાનમાં જોવા મળતા ખરા.
 
દર શનિવારે મારા ટ્યુશન વર્ગમાં "મારી વાત સાંભળો" એવો ખાસ વર્ગ મેં રાખ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ પોતપોતાના મનની વાતો રજુ કરે.. એ બહાને એમનું માનસ જાણવા મળે, વિદ્યાર્થીઓ અઠવાડિયાનાં ભણતરનાં ભારથી થોડા હળવા થાય, વકતૃત્વકલા ખીલે, નવા વિચારોની આપ લે પણ થાય.
 
એક શનિવારે આ વર્ગ અંતર્ગત સહુએ "મને કઈ વસ્તુ ગમે અને શા માટે?" એ બાબતે વિચાર રજુ કરવાના હતા. ફેન્સી કમ્પાસ, પિઝ્ઝા, લંડન ટ્રીપ, કોમિક બૂક, ચાર ખાનાવાળું દફતર, ક્રીકેટ કીટ, નાનકડું પાળેલું ગલૂડિયું, એવા અનેક "મહાન", "મોટા" વિષયો પર ગહન ચર્ચાઓ થઈ.
 
અંજનાનો વારો આવતાં જ શરમાતી શરમાતી, ધીમા સાદે બોલી.."મનીષા ટીચર..મને તો ..છે ને...તે...કાંડાઘડિયાળ બહુ ગમે..પણ પપ્પા લઈ નથી દેતા."
 
"ઘડિયાળ જ કેમ?"..  મને રસ પડ્યો.." "એનાથી માભો પડે, ને...છે ને...તે...પૈસાદાર અને સાથે હોશિયાર લાગીએ." મરક મરક હસતા ધીરૂં ધીરૂં બોલવાની એની આદત.
 
બાળકો તો ઘેર ગયા પણ મારા મનમાંથી અંજનાની વાત ખસતી ન હતી.
 
જશુભાઈની કરીયાણાની દુકાન બાજુમાં જ હતી.. અંજનાના પિતા.  જસુભાઈનાં પત્ની અશક્ત.. ત્રણ છોકરાંવ નો બોજો.. વળી દુકાન ખાસ ચાલતી નહી. જશુભાઈને મેં વાત કરી. એમનું કેહવું હતું કે આ વખતે જો અંજના બધા વિષયમાં પાસ થાય તો ઘડિયાળ પાક્કી.
 
પાસ થાય....તો.. અે પણ બધા જ વિષયમાં.
 
હવે આ તો મારા માટે ય અઘરો વિષય થઈ પડ્યો.. જેના કુલ માર્ક્સ જ ઓગણત્રીસ થતા હોય એને બધા વિષય માં પાંત્રીસે પહોંચાડવી કેમ? અંજનાની ઘડિયાળ આ વખતે ય ગઈ. મેં વિચાર્યું.
 
પરિણામ આવ્યું. આમ તો ધક્કે ધક્કે ગાડી નીકળી ગઈ પણ ઈતિહાસમાં બે માર્ક ઓછા પડ્યા. થોડી આશા બંધાઈ કે આ બે માર્ક્સની કસર વાર્ષિકમાં પૂરી કરી શકાશે. હું થોડી વધુ મેહનત લઈશ અને કરાવીશ પણ.. એ નિર્ધાર સાથે. આખરે મારી નાનકડી શિષ્યાનું મોટું અરમાન પૂરું કરવાનો મામલો હતો...કાંડા ઘડિયાળનો હતો.
 
આજે ઈતિહાસનો જ પીરીઅડ. પણ અંજના બહુ જ બેધ્યાન હતી. મરક મરક હસ્યા કરે. ફ્રોકની બાંયમાં હાથની રમતમાં મશગુલ.
 
મારું ધૈર્ય ખૂટ્યું. તો ય જરા કડક છતાં નીચા સૂરમાં કહ્યું.."અંજના..ક્યાં ધ્યાન છે તારું? ઈતિહાસમાં આ વખતે પાસ થવું છે કે નહી?"
 
કોઈ અસર નહી...જૈસે થે....
 
ઘણા પ્રયાસો પછી ય હું અંજનાને વાળી ન શકી..નવાઈ તો લાગી કે આટલી ડાહી અને ચૂપચૂપ રહેતી છોકરી આજે કેમ અલગ વર્તન કરી રહી છે? હું અહીં એની નાવડી પાર લગાવવા અથાક પરિશ્રમ કરું છું, અને એ કેમ આજે આમ ચંચળ છે? અંતે મેં થોડા નારાજ થઈ કહી જ દીધું.."ચાલો આજે રજા. મારો ભણાવવાનો કોઈ મતલબ જ નથી, જ્યાં તારે ભણવું જ ન હોય તો."
 
ત્યાં તો અંજના ધીમેથી આછું આછું બોલી.."મનીષા ટીચર..તમારી પાસ રિસ્ટવોચ છે?"
 
ઓહો.. તો આ ઘડિયાળ હજુ ભમ્યા કરે છે મગજમાં...
 
એક તો હું અસમંજસમાં હતી એમાં આવા સવાલે મને વધુ અકળાવી.."મારે શી જરૂર? તમે લોકો આવો જ છો ને ટાઈમસર.. ચાર વાગે તમારો બેચ આવે અને પાંચ વાગે કુશલનો બેચ, અને આ વોલ ક્લોક રહી..પણ તારે શું કામ છે એ જાણીને? આજે તેં જરાય ધ્યાન નથી આપ્યું.. આ ઠીક નથી. મને નથી ગમ્યું."હું  વિદ્યાર્થીઓને વઢવામાં પહેલેથી ઠોઠ.
 
અંજના એ મરકવાનું અકબંધ રાખીને ધીરેથી પોતાનો હાથ સરકાવી મારી સામે ધર્યો..
 
હું કંઈ પ્રતિક્રિયા આપું એ પેહલાં જ બોલી.." ટીચર.. છે..ને..તે.. આજે જ પપ્પા એ લઈ આપી. લો.. આ તમે રાખો. તમારા હાથ પર કોઈ દિવસ કાંડા ઘડિયાળ હોતી જ નથી ને. તમારે કેટલી દોડધામ રહેતી હોય છે? તમે કેટલી મહેનત કરો છો અમારા માટે....તમે પહેરો તો મને ગમશે."
 
ઓહ....
 
હું મારી નાનકડી શિષ્યા ને જોઈ રહી.. અને એ મરકતી મરકતી મને..
 
હું અંગુઠો માગું કે લઈ લઉં એવી દ્રોણ તો નહતી પણ અંજનામાં એકલવ્યનાં દર્શન થઈ ગયાં.
 
 
 
 
 
 


Rate this content
Log in