Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Thriller

1.3  

Mariyam Dhupli

Inspirational Thriller

બાજી

બાજી

2 mins
722


હોસ્પિટલના કોરીડોરમાં બેઠી કિયારા થોડી વિહ્વળ હતી , થોડી ચિંતિત અને અત્યંત ગંભીર . ચ્હેરો હાસ્યથી જાણે કદી પરિચિતજ ન હતો .અંદર તપાસ ચાલુ હતી અને હજી દસ મિનિટ રાહ જોવાની હતી . પણ એક એક મિનિટ વર્ષ સમાન બની રહી હતી . 


અચાનક એની નજર સામે તરફથી આવી રહેલા યુગલ ઉપર પડી . પુરુષનો ચ્હેરો જાણીતો હતો . પણ ....આશ્ચર્યથી એની આંખો પહોળી થઇ ઉઠી . 


થોડા વર્ષો પહેલા ઘરમાં આવેલો લગ્નનો પ્રસ્તાવ ભૂતકાળમાંથી માર્ગ કાઢતો વર્તમાન આગળ આવી ઉભો રહી ગયો . હા, આ એજ પુરુષ હતો . ઘણી બધી વાતો થઇ હતી એની જોડે . વિચારોની અદલાબદલીથી લઇ ગમતા અને ન ગમતા રસરૂચીના વિષયો ઉપર નિખાલસપણે ચર્ચા થઇ હતી . કિયારાને એનો સ્વભાવ ઘણો ગમ્યો હતો . એના ચરિત્રની પારદર્શિતા અને સાદગીથી નીતરતું જીવન ખરેખર આકર્ષક હતું . શું ઉચ્ચ વિચારો અને કેવી અદભુત કેળવણી ! કિયારાને તો એણે દરેક પ્રકારે પ્રભાવિત કરી મૂકી હતી . આમ છતાં કિયારા અને એના પરિવારનો ઉત્તર એ આગળથીજ સારી પેઠે જાણતો હતો .એ એનો પહેલો અનુભવ ન હતો . આ પહેલા પણ પાંચ છ પ્રસ્તાવ ઉત્તર વિહિનજ રહી ગયા હતા . મૌન નકાર શાબ્દિક નકાર કરતા વધુ છોભીલું અનુભવાય . પણ એના ચ્હેરા ઉપર કોઈ પણ પ્રકારનું છોભીલાપણું કે લઘુતાગ્રન્થિ કિયારાને તો ન દેખાઈ હતી . કશું દેખાયું હતું તો એ અનેરો આત્મસંતોષ અને આત્મગૌરવ . કેટલી સહજતાથી એણે જાતેજ સ્વીકારી લીધું હતું :


" આપનો ઉત્તર હું જાણું છું . પણ ચિંતા ન કરતા . મનમાં કોઈ ભાર ન રાખતા . હું સમજી શકું છું . જીવનની બાજી રમવા માટે રાણીને પોતાનો રાજા પગ ઉપર ઉભો જોઈએ . "


અને એક પવિત્ર હાસ્ય જોડે પોતાની વહીલચેરને આગળ ધપાવી એ ઓરડામાંથી સ્વમાનસહ નીકળી ગયો હતો .


એ દિવસે કિયારાએ એને પ્રથમ અને અંતિમવાર નિહાળ્યો હતો . પણ આજે જયારે એને સામેથી પોતાની પત્ની જોડે વહીલચેર વિના ફક્ત એના ખભે હાથ વીંટાળી, પોતાના પગ વડે ડગ ભરતા જોઈ રહી હતી ત્યારે આંખો ઉપર વિશ્વાસજ આવી રહ્યો ન હતો . 


કોરીડોરમાં રાહ જોઈ રહેલ કિયારાને એણે દૂરથીજ ઓળખી લીધી હતી . ચ્હેરા ઉપરનું પરિચિત હાસ્ય એ બાબતનો સ્પષ્ટ સંકેત આપી રહ્યું હતું . 


કિયારાના નજીક પહોંચી એણે પોતાની પત્ની જોડે કિયારાનો પરિચય કરાવ્યો . કિયારાની વિહ્વળતા બમણી થઇ . આમ છતાં ચ્હેરા ઉપર ઔપચારિક હાસ્ય એણે જાળવી રાખ્યું . 


" મારી રાણીએ મારી બાજી પલ્ટી નાખી . પોતાના રાજાને આખરે પગ ઉપર ઉભો કરીનેજ જંપી ...." 


પોતાની પત્નીને એ ગર્વ ભર્યા પ્રેમથી નિહાળતો આખરે આગળ વધી ગયો .


એજ સમયે નજીકની કેબિનનો દરવાજો ખુલ્યો . એક વહીલચેર જોડે નર્સ બહાર આવી .


" કેટલાક ટેસ્ટ કરવાના છે . "


નર્સના હાથમાંથી કાગળિયા લઇ એ શીઘ્ર વહીલચેરનો સાથ આપતી અન્ય દિશા તરફ વળી . 


પોતાના જીવનની પલટાયેલી બાજીને સંભાળવા . 


થોડા મહિના પહેલા થયેલા અકસ્માતમાં પતિએ બન્ને પગ ગુમાવી દીધા હતા ....!



Rate this content
Log in

Similar gujarati story from Inspirational