Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tejas Shah

Classics Tragedy

5.0  

Tejas Shah

Classics Tragedy

ઊર્જા

ઊર્જા

4 mins
21.6K


ટ્રેન હજી સ્ટેશને થી ઉપાડી કે પાવો વાગ્યો: પો... પો....... પોમ. ચેઈન ખેચાઈ, ડબ્બામાં બેઠેલા બધા એક સાથે બોલી ઉઠ્યા: ફરી ચેઈન પુલિંગ ! શું થવા બેઠું છે આજે? અને અચાનક દોડધામ વધી ગઈ નીચે પ્લેટફોર્મ પર, જોકે નાનકડા આ સ્ટેશન પર પ્લેટફોર્મ તો નહોતું જ પણ પાટાના લેવલે જમીન સમથળ બનાવી હતી જેથી પ્લેટફોર્મ જેવું લાગે.

અરે વાહ ઉર્જા, બૌ મસ્ત છે આ ફૂલ, આજે તો એકદમ મેચિંગ ને કાંઈ! તું પણ સફેદ ફ્રોકમાં ને હાથમાં આ ફૂલ? જાણે પરી, અરે વાહ એકદમ મસ્ત લાગે છે. કોના માટે લાવી આ ફૂલ?

‘તમારે માટે.’ બોલીને ફૂલ મારી તરફ નાખીને એકદમ ફટાફટ આગળ વધી ગઈ એનું સ્ટેશન આવી ગયું હતું.

જો જો ભાઈ અમે બધા જુવાનીયા અહી બેઠા છે ને યાર આ તમને ફૂલ આપી જાય ! બધા યંગસ્ટર્સ બોલી ઉઠ્યા.

હતી જ એકદમ જોરદાર છોકરી ઊર્જા, સવારના ઝાકળ જેવી તાજગીથી ભરેલ ને વાસંતી ફૂલોની જેમ ઉર્જાથી મહેકતી. અને એનું નામ કઈ પણ હોય એ એને આ નામથી જ સંબોધતો: ઊર્જા. રાંકનું રતન.

પછી તો જો કે આ ક્રમ બની ગયો હતો, ઉર્જા ધીમે ધીમે એમના ગ્રુપનો હિસ્સો બની ગઈ અને સવારે સ્ટેશન આવે એટલે કોક તો બારીની બહાર ડોકિયું કરી જ દેતું કે જેથી ઉર્જા સમજી જાય કે ગ્રુપ અહીં છે અને એક સ્ટેશનથી ચઢીને બીજે ઉતરી જતી આ છોકરી. એ દરમિયાનની દસ મિનીટમાં તો જાણે આખા કમ્પાર્ટમેન્ટમાં એની તાજગીની મહેક પ્રસરાવીને જતી રહેતી અને જેમ ફૂલની પાછળ એમ ભમરાઓની વસ્તી પણ વધી ગઈ હતી. એ દરમિયાન પણ ભાઈની હાજરીમાં કોઈ એવી અસમાજીકતા પ્રદર્શિત કરવાથી બચતું.

બલકે ઘણા હવે એવા જ સીક્કાછાપ સુધારી પણ ગયા હતા કે અહી બેસવાથી જે મળે છે એ બધે નથી. અને એટલી દસ મિનીટમાં તો એ છોકરી જાણે એનું હૈયું ખાલી કરી નાખતી. અને જ્યારે જાણવા મળ્યું એને જિંદગી જીવવાની ગમતી જ નહોતી. આ બૌ મોટું આશ્ચર્ય હતું પણ એની સાથોસાથ જાણવાની ઉત્કંઠા પણ વધી ગઈ કે આવી ચહેકતી અને મહેકતી જિંદગીને જીવવા નું જ નથી ગમતું! બબ્બે વખત આત્મહત્યાનો પ્રયાસ કરી ચુકી છે ?

એ બદ્ધી જ વાતો કરતી દસ મિનીટમાં તો જાણે, એણે આખી જિંદગી ઉલેચી નાખવી હતી એની. અને સાંભળતો રહેતો: એનો પરિવાર, સ્કૂલ અને હવે નોકરી. એક કપડાના સ્ટોરમાં.

બધા પ્રેમના નામે શું કરતા અને એનાથી ઉત્પન્ન થયેલી ચીડ અને ઉમાંર્વશ આવેશને કારણે લેવાયેલા પગલાં, સ્ટોરના માલિકનું શેઠાણીની હાજરીમાં અને ગેરહાજરીમાં વર્તન અને એ બધાને કેવી સલુકાઇથી સાચવવાનું, એ બધું જ એ એકદમ સહજતાથી વાત કરતી. ત્યારે લાગતું એ આમ સાવ આવું પગલું શું કામ ભરતી હશે

પછી એ બધી વાતો પણ આવતી ગઈ અને હા ક્રમ નહોતો બદલાતો એના ફૂલ લાવવાનો. બલકે યંગસ્ટર્સ મજાક પણ કરતા : ભાઈ આ તો તમારા જ પ્રેમમાં પડી ગઈ લાગે છે. જો કે એણે પણ કબુલ્યું તો હતું જ, પણ ઊદ્દેશ એને પ્રેમમાં પાડવાનો નહિ એને જીવાડવાનો હતો.

અને એક દિવસ એ પણ આવ્યો અતિશય હસતી અને ગ્રુપમાં મજાક કરતી જોઈ પૂછ્યું, શું વાત છે? આજે ચકલી બૌ ખુશ છે ને કાંઈ?

અને પછી એની વાતોનો વિષય બદલાયો : હવે વાતોમાં પ્રેમ અને પ્રેમના વર્તનની વાતો આવતી. જો કે એણે એ છોકરાને ચેતવી દીધો હતો કે ગંભીર હોય તો જ આ છોકરી જોડે આગળ વધજે, અન્યથા જીવ હિંસાના પાપમાં પડી જશે. હા નહોતો ઈચ્છતો કે ફરી એક વખત એ આત્મહત્યાની કોશિશ કરે અને શક્ય છે. ન ઈચ્છીએ તોપણ કોઈ પ્રયાસ સફળ પણ થઇ જાય.

હવે એ મરવાની વાતો નહોતી કરતી, હવે એને જીવવું હતું, જીવન હવે એને રંગીન લાગતું હતું, એ લાવતી એ ફૂલો જેવું સફેદ નહિ પણ એ ફૂલોની ઉપર ભમતા પતંગિયા અને કીટકો જેવું રંગીન. હવે રોમેન્ટિક મુવી ગમતી અને એવું જ ગમતું રોમેન્ટિક ગીત ગણગણવાનું. હવે એ જિંદગીને સજાવવાના સ્વપ્નો જોતી, બિલકુલ પતંગિયા જેવા સ્વપ્નો હતા એ નાનકડી ચકલીના. હવે એની ઝાકળ જેવી જિંદગીમાં વાસંતી પુષ્પો મ્હોરવા લાગ્યા હતા.

ગઈકાલે જ વાત થઇ હતી. આજે તો એ ચકલી એના પ્રેમની અભિસારિકા બનીને જવાની હતી, હું કયો ડ્રેસ પહેરું ? દરેક સવાલની જેમ જ આજે પણ એણે સવાલ પૂછ્યો અને ઉમેર્યું: મારી પાસે બે નવા ડ્રેસ બનાવેલા છે, એક ઓરેન્જ કલરનો અને બીજો ચંપાઈ ગોલ્ડ છે. તું કોઈ પણ પહેર, લાગશે તો ગલગોટા જેવી જ. આમે ય હવે નવરાત્રમાં ગલગોટા જ લહેરાશે ચારેકોર. એટલું કહ્યું ને એનું સ્ટેશન આવી ગયું. 

પો ......... પો............ પોમ. એન્જીન આજે અસામાન્યપણે વ્હીસલ વગાડી રહ્યું હતું, “નક્કી કોઈ બીજી જ ગરબડ છે આ.” બોલીને નીચે ઉતરવા માંડ્યો, જોવા કે શું થયું?

એક ક્ષણ માટે તો હૃદય થંભી જ ગયું. દ્રશ્ય છાતીનાં પાટીયા બેસાડી દે એવું હતું. નારંગી કૂરતો લાલચોળ રંગાઈ ગયો હતો અને ડાબા હાથની નજીક પડેલા પેલા સફેદ ફૂલ પણ લાલચોળ થઇ ગયા હતા.

આખરે આ વખતે એનો છુટકારો થયો, એની વીતક જાણકાર કોક બોલ્યું, કેમ સમજાવવું ગામને કે સામેથી કોશિશ કરતી ત્યારે થાપ આપી ગયેલું મોત આજે એને ભેટી ગયું, જ્યારે એને જિંદગી જીવવા જેવી લાગવા માંડી હતી. વાસંતી રંગે રંગાયેલી ચકલીને આજે અગમનો અભિસારનાં સમજાયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics