Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Abstract Others Romance

3  

Irfan Juneja

Abstract Others Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૪

હમ તુમ્હારે હૈ સનમ - ૪

10 mins
14.9K


રોટલો, માખણ, ઓળો સાથે થાળી તૈયાર કરી આયત બાજુમાં બેસેલી પરવીનને કહે છે.

"પરવીન તું આપી આવ થાળી..."

"આયત એક વાત કહું ? જો તું ખોટું ન લગાળે તો ?"

"હા બોલ..."

"તું આટલા પ્રેમથી બધું બનાવીને મને પીરસવા જવાનું કેમ કહે છે. તું જાતે જઈશ તો એને ગમશે..."

"ના પરવીન હું નઈ જાઉં. મેં પહેલીવાર ના બનાવ્યો એટલે આમ પણ એ મારાથી ખૂબ નારાજ છે. હું એને વધુ નારાજ નથી કરવા માંગતી... તું જા અને એને એને પીરસીને આવ. મારા તરફથી એને સોરી પણ કહેજે..."

પરવીન જમવાનું લઈને ટેરેસ પર જાય છે. આયતને પણ એને જોવાની અને એની રસોઈ વિશે શું કહે છે એ જાણવાની ઉત્સુક્તા હોય છે. આયત પરવીન પાછળ પાછળ જાય છે પણ એ ટેરેસ પર નથી જતી એ ત્યાં નીચે સીડી પર જ ઉભી રહે છે.

"અક્રમ ભાઈજાન હું આવી ગઈ. વીરા માટે ભોજન તૈયાર છે. આયત એ બનાવી છે..."

"લાવ પરવીન મને આપી દે... ચાલ અરમાન જમી લે મારા ભાઈ... હવે તો તારી મંગેતર એ બનાવ્યું છે..." અક્રમ આજીજી કરતા કહે છે.

"મેં કહ્યું ને મારે નથી જમવું. હવે અક્રમ તું મને વારંવાર કહી ને મારું મગજ ખરાબ ના કર... અને પરવીન તું આ લઈને જતી રહે નહીંતર તને અને આ થાળીને બંને ને નીચે ફેંકી દઈશ..."

અરમાન ખૂબ જ ગુસ્સામાં બોલે છે. આયત સીડી પર ઊભા ઊભા બધું જ સાંભળે છે. એના ચહેરા પર ઉદાસી ફરી વળે છે. પરવીન જમવાનું લઈને નીચે પાછી આવી જાય છે.

"આયત એ બહુ જ ગુસ્સામાં છે. એ નઈ જમે..."

"સારું કર્યું એને... આવું જ કરવું જોઈએ. મેં પહેલીવાર ન બનાવી ને આપ્યું એ કેટલો ભૂખ્યો હશે..." આયત પોતાની જ જાત ને ખોટી સાબિત કરતા બોલી.

આયત ખૂબ જ ઉદાસ હતી પણ અરમાન માટે એના મનમાં જે ચિંતા હતી એ એને સીડીના પગથિયાં ચડાવી ગઈ. એ ટેરેસના છેલ્લા પગથિયે પહોંચી અને દીવાલની આડમાં અરમાનને જોવાની કોશિસ કરી. અરમાન બીજી તરફ મોઢું કરીને ઊભો હતો એટલે ખાલી એની પીઠ જ નજરે પડી. એની આંખોમાં ખૂબ જ વ્હાલ, અરમાન માટેની ચિંતા વર્તાઈ રહી હતી. એને આમ જ બે પળ માટે જોઈને આયત નીચે આવી ગઈ.

અરમાનના અમ્મી અનિશા જી પણ એને સમજાવવા ધાબે ગયા. અક્રમ અને અનિશાજી ના સમજાવવા છતાં અરમાન ન માન્યો. એને કહ્યું કે એ સૂઈ જવા માંગે છે હવે સીધો સવારે જ નાસ્તો કરશે. અનિશા જીએ અક્રમને કહ્યું તારા ભાઈને તારી સાથે લઇ જા હવે એ કોઈનું નહિ માને.

અરમાન અને અક્રમ એક ઓરડામાં સુઈ રહ્યા હતા. ત્યાં એક મધુર અવાજમાં ગીત સંભળાયું.

તું હી રે... તું હી રે... તેરે બીના મેં કૈસે જીયું...

આજા રે... આજા રે... યુહી તડપા ના તું મુજકો.

"અક્રમ આ કોણ ગાય છે...?"

"આયત.. એનો અવાજ ખુબ જ મધુર છે...."

અરમાન આયત નો અવાજ સાંભળી થોડો ઠંડો પડ્યો. અરમાનનો આખરે ગુસ્સો શાંત થયો ને એ સૂતો.

બીજા દિવસે સવાર થતા જ લગ્નનો દિવસ હતો. અરમાનના પિતા આબિદ અલી રાજકોટથી જેતપુર આવી ગયા. આવતાંની સાથે જ એમની મુલાકાત સુલેમાન (આયતના પિતા) સાથે થઇ.

"કેમ છો સુલેમાન ભાઈ... બધું હેમ ખેમ છે ને...?"

"હા.. આબિદ ભાઈ બધું જ સારું. કેમ તમે આજે આવ્યા કાલે આવ્યા હોત તો.."

"ભાઈ કામ ધંધામાં ક્યાં નીકળાય છે. કાલે અરમાન અને એના અમ્મી આવી ગયા હતા. મળ્યા તમે અરમાન ને?"

"કેવી રીતે મળું આબિદ ભાઈ એ મળે તો મળું ને. સાંભળ્યું હતું એ આવ્યો છે પણ મને હજી મળ્યો નથી."

"હજી થોડું છોકરમત છે. હું એને કહું છું... ચાલો તો અંદર બેસીએ..."

આબિદ અલી અને સુલેમાન ભાઈ ઘરમાં પ્રવેશે છે. અક્રમ બંને ને દરવાજા પર જ મળે છે. અરમાન પણ દોડતો આવી ને પિતાને ગળે મળે છે.

"બેટા સુલેમાન માસાને મળ્યો તું?.."

"ના અબ્બુ ભૂલ થઇ ગઈ... સોરી..."

"ચાલ ગળે મળ એમને અને માફી માંગ..."

"સોરી માસા..." કહીને અરમાન સુલેમાન (આયતના પિતા)ને ગળે મળે છે.

અક્રમ અને અરમાન ફળિયામાં ઉભા હોય છે ને આબિદ અલીને સુલેમાન ભાઈ ઘરના હોલ તરફ જાય છે. આયત આબિદ અલીને જોતા જ ફળિયામાં દોડી આવે છે. એ આબિદ અલી ને ભેટી પડે છે.

"અસ્સલામું અલયકુમ ખાલુંજાન..." કહી એ આબિદ અલીને મળે છે. અક્રમ અરમાનને ઈશારો કરે છે. પાછળ જો એ આવી છે.

અરમાન ફરીને જુવે છે તો દૂરથી લાલ કલરના પંજાબી ડ્રેસમાં આયત ખુબ જ સોહામણી લાગે છે. આયતને જોઈ અરમાનના ચહેરા પર એક સ્મિત ઉપસી આવે છે.

લગ્નની વિધિ શરૂ થાય છે ને હવે નિકાહ માટે બધા તૈયાર થઇને ઘરેથી નીકળે છે. ઘરેથી નજીકની જ વાડીમાં સામેવાળા પક્ષે નિકાહનું આયોજન કરેલ હોય છે. બધા વાળી તરફ તરફ રવાના થાય છે.

રસ્તામાં ચાલતા ચાલતા આયતના પગમાં કાંટો વાગે છે. આયત ત્યાં જ રસ્તામાં એ પગમાંથી કાંટો કાઢવા નીચે બેસે છે. ત્યાં જ અરમાન એની સામેથી પસાર થાય છે. બંને એકબીજાને ખૂબ જ નજદીકથી જુવે છે. આયતની આંખો પલક ઝપકવાનું પણ નામ નથી લેતી. બંનેના દિલની ધડકન ફાસ્ટ થઇ જાય છે. જીવનમાં સગપણ પછી પહેલીવાર બંને એક બીજાને આટલા નજદીકથી જોઈ રહ્યા હોય છે. આ પળ રોમેન્ટિક ફિલ્મના દ્રશ્ય સમાન બની જાય છે.

ત્યાંથી આયત ઉભી થઇને વાડીમાં પ્રવેશે છે. પરવીન એની સાથે જમવા બેસે છે. જમતા જમતા એ બોલે છે.

"આયત આજે તો તમે બંને બેશરમ બનીને એકબીજાને જોઈ રહ્યા હતા. તારા ગાલ તો એક દમ લાલ થઇ ગયા હતા. તારી આંખો એના પરથી દૂર થવાનું નામ નહોતી લેતી. શું માહોલ હતો. મને તો ખૂબ મજા આવી.."

"ખરેખર પરવીન...? તો તારે મને ત્યારે જ કહેવાય ને..."

"હું શા માટે કબાબમાં હડડી બનું...?" પરવીન શરમાતા બોલી.

જમવાનું પૂરું થયા પછી નિકાહની રશમ શરૂ થઇ. પરવીન, આયત સાથે જ ઊભા હતા. અચાનક આયતના કાન પાસે કોઈ આવ્યું...

"બહાર આવ... મારે તારી સાથે વાત કરવી છે..."

આયત ખૂબ જ શરમાઈ અને એ પરવીનને થોડી બાજુમાં લઇને કહેવા લાગી.

"એ આવ્યો તો.. મને કહીને ગયો મળવું છે... પણ દૂરથી અમ્મીએ જોઈ લીધું છે. શું કરું સમજાતું નથી..."

"એ કહીને ગયો છે તો મળી આવ. એ તારો મંગેતર તો છે સાથે કઝીન પણ છે. કઈ વાંધો નથી મળી આવ..."

આયત હિંમત કરીને એને વાડીની સામે આવેલા એક ઝાડ નીચે મળવા જાય છે. ત્યાં જ પાછળથી અવાજ આવે છે.

"આયત... તું તો એક પગલું પણ આગળ વધીશ તો તારું મોઢું તોડી નાખીશ..."

આયતની સામે અરમાન હોય છે. એ આયતને આવતી જુએ છે. પણ અચાનક આયત ત્યાં જ થંભી જાય છે. પાછું ફરીને જુએ છે તો એના અમ્મી ગુસ્સામાં દાંત બીડી રહ્યા હોય છે. આયત ત્યાંથી જ પાછી ફરી જાય છે. અરમાનને આ વાતની જાણ નથી હોતી કે એના અમ્મી એ એને રોકી.

રુખશાના (આયતના અમ્મી) એના અબ્બુ સુલેમાનને બોલાવીને કહે છે. ચાલો હવે રાતો રાત નીકળવું પડશે. ઓલો તમારી દીકરીને મળવા બોલાવે છે.

"રુખશાના તું સમજવાની કોશિસ કર આટલી રાતનાં ક્યાં સાધન મળશે. કાલે સવારે નીકળી જઈશું..."

"હા તો તમારી છોકરીને કન્ટ્રોલમાં રાખો..."

"રુખશાના એ માનું કામ હોય. તું ચિંતા ના કર હું આબિદ અલીને વાત કરું છું કે મને આયત માટે અરમાનનો રિસ્તો મંજૂર નથી..."

"એ તમને કારણો આપી આપીને મનાવી લેશે..."

"એ મને ના મનાવી શકે તું ચિંતા ના કર..."

રુખશાના એના પતિ સુલેમાનને ચાવી ભરીને આયત પાસે આવે છે.

"કેમ ગઈ તી એને મળવા..."

"કેમ ન જાઉં અમ્મી એ મારા મંગેતરની સાથે મારો કઝીન પણ છે. શું ખોટું છે અમ્મી..."

"સામે બોલે છે... તું... એક મારીશ તો મોઢું તોડી નાખીશ..."

"મારો અમ્મી... કરો બિસ્મિલ્લાહ... વાટ શું જુવો છો... હું આવડી નાની હતી ત્યારે તમે મને કહેલું કે અરમાન સાથે મારું સગપણ થયું છે... મેં ત્યારથી જ એને મારો માની લીધો છે. એ પછી ના અરમાનના પરિવાર સાથે કોઈ મનભેદ થયો છે ના કોઈ ઝઘડો. તો અમ્મી તમે આવું કેમ કરો છો..."

"આ બધું બોલતા તને એ જ શીખવાડે છે ને... તારી પહેલાં તો આટલી જીભ નહોતી ઉપડતી... હવે તું મા સામે બોલવા લાગી..."

"અમ્મી એ મને શું શિખવાળવાનો. એ તો શું કહેવાનો હતો એ પણ મને ખબર નથી. કદાચ મળી હોતને એ એમ કહી દેત કે તું મને નથી ગમતી. તો હું તમને આવીને કહેત કે મુબારક અમ્મી સગાઇ તૂટી ગઈ..."

"તું હવે હદથી વધુ બોલે છે..." એમ કહેતાં જ એક થપ્પડ આયતના ગાલ પર એના અમ્મી મારી દે છે.

"હજી મારો અમ્મી... પણ આજે હું કહીશ.. તમારી બેનને મારી થનારી સાસુને પણ કહી દો કે મને આમ વ્હાલથી ચુંબન ન કરે. એ તો બિચારા સપનાઓ લઇને બેઠાં છે. કહી દો એમને કે અમે આપેલી જબાનથી ફરી ગયાં..."

આયત મનમાં દબાયેલી વેદના આજે એના અમ્મી સામે ઠાલવી દે છે. ત્યાં ટેરેસ પર અરમાન અક્રમને કહે છે.

"અક્રમ એ મળવા આવી પણ કેમ જાણે એ અધ વચ્ચે જ રોકાઈ ગઈ..."

"અરમાન એ રોકાઈ નહોતી એને એના અમ્મીએ રોકી હતી. મને પરવીન એ કહ્યું. એના અમ્મીની આંખોમાં એટલો ગુસ્સો હતો કે જાણે એ એને મારી જ નાખેત..."

"પણ માસી આવું કેમ કરે છે... અક્રમ મને સમજાતું નથી."

"અરમાન તું હવે આયત વિશે વિચારવાનું ઓછું કર મને લાગે છે હવે એમની મરજી ઓછી છે. એ સગપણ તોડવાની તૈયારીમાં છે..."

"તૂટી જાય તો સારું અક્રમ... એમને તોડવા દે... હું પછી એમને બતાવીશ કે સગપણ આપેલ વચનથી નહીં દિલથી થાય છે... અને હું એ એમને કરી બતાવીશ..."

અક્રમ અને અરમાન આમ જ મન હળવું કરીને નીચે જાય છે. અક્રમ અરમાનને ઓરડામાં સુવડાવીને વાડીયે જાય છે જ્યાં બધા પુરુષોની મંડળી જામી હોય છે. અક્રમ આબિદ અલી પાસે બેસે છે.

"માસા એક વાત કહું... તો તમે અરમાન અને આયતના સંબંધની વાત સુલેમાન અંકલ સાથે કરી લો..."

"કેમ બેટા... એવું તો શું થયું..."

"થયું કઈ નથી પણ મને ડર લાગે છે... તમે એક વાર વાત કરીને કન્ફોર્મ કરી લો..."

"પણ બેટા વાત તો કરેલી જ છે. આ થોડી ને વેપાર છે કે કઈ ઉપર નીચે થશે તો જબાન ફરી જશે..."

"માસા પણ મને એમના વર્તનથી થોડું અજીબ લાગે છે. તમે વાત કરી લો તો સારું..."

"હા ચાલ બેટા હું સુલેમાન પાસે જાઉં છું..."

આબિદ અલી અક્રમ પાસેથી ઊભા થઇને સુલેમાન ભાઈના ખાટલા પાસે આવે છે. એમની સામે પડેલા ખાટલા પર બેસીને સુલેમાન ભાઈને કહે છે.

"ભાઈ સુલેમાન હવે તૈયાર થઇ જજે હું પણ બે જ વર્ષમાં આવીશ જાન લઈને..."

"શેની જાન આબિદ અલી...?"

"કેમ ભાઈ... યાદ શક્તિ તો છે ને...? મારા અરમાનની... તારી આયાત માટે..."

"ભાઈ મેં હજી આયત માટે કંઈ વિચાયું નથી..."

"વિચાર્યું નથી એટલે.. તમે જીબ આપી છે... તારી પત્ની રુખશાનાને પૂછી લે જે... કે એની બેન અનિશાને આજથી દસ વર્ષ પહેલાં જબાન આપી છે..."

"આબિદ અલી જુવો એવી જબાન આજકાલ ક્યાં રહે છે. અને એ તો રુખશાનાએ અનિશા આપાને ખુશ રાખવા હામી ભરી તી. અમે આ સંબંધ વિષે એટલું ધ્યાન નથી આપ્યું..."

"સુલેમાન તું ભૂલ કરે છે..."

આબિદ અલી થોડા ગુસ્સામાં આવતા નિઝામ અલી (જેનો દીકરો હારુનના લગ્ન હતા) જે ત્યાં પાસે ખાટલામાં બેઠા બેઠા બોલ્યા...

"આબિદ અલી તું જૂનું છોડને અત્યારે માંગ હાથ..."

"એ વાત પણ સાચી... ચાલ સુલેમાન આજે હું મારા દીકરા અરમાન માટે તારી દીકરી આયતનો હાથ માંગુ છું મંજૂર...."

"ભાઈ આ વાત જૂનાગઢ આવીને કરવી પડશે અહીં જેતપુરમાં નઈ થાય..."

"સુલેમાન સાચ્ચું કે વિચાર બદલી નાખ્યો છે કે શું...?" આબિદ અલી થોડા કડકાઈથી બોલ્યા.

"આબિદ અલી, મારી દીકરી છે મારે એના કાકા-મોટા બાપુને પૂછવું પડે. રુખશાના સાથે પણ ચર્ચા કરવી પડે. તમે પણ ઘરે ચર્ચા કરી લેજો. લગ્નનો મામલો છે વિચારવું તો પડે ને.."

"આજે કયો વાર છે...?"

"આજે રવિવાર..." નિઝામ અલી બોલ્યા...

"સુલેમાન આવતા રવિવારે હું અને તારી સાળી તમારે ત્યાં આવીશું... તૈયારી કરીને રાખજે..."

"હા ભાઈ આવી જજો તમતમારે..."

"સુલેમાન એમ બોલને કે સગુન લઇને જ આવજો..." નિઝામ અલી સુલેમાન આબિદ અલીની સાઈડ લેતા બોલ્યા...

"જુવો ભાઈ નિઝામ અલી... એમાં એવું છે કે આ સંબંધનો મામલો છે હું ના પણ સ્વીકારું અને હા પણ કહી દઉં... એટલે હાલ તો એમને એમ જ આવજો... જો ખુદા ચાહસે તો આગળ વિચારીશું..."

આખરે સુલેમાને આબિદ અલી સામે મનસા સાફ કરી દીધી. આબિદ અલીને પણ અક્રમે કહેલી વાત પર શંકા બેઠી.

બીજા દિવસે સવાર થતાં જ સુલેમાને કેબ બોલાવી અને પરિવાર સાથે જૂનાગઢ નીકળવાનો નિર્ણય કર્યો. આયત એના સલમા માસી, અનિશા માસીને જતાં પહેલાં ગળે મળી.

"બેટા ખુશી ખુશી જા.. આમ ઉદાસના થા..."

અનિશા જી અને સલમા બાનું બોલ્યા...

"માસી... જયારે પોતીકાઓથી દૂર જઇયે ત્યારે કોણ ખુશ થાય... તમે બધા પોતાનું ધ્યાન રાખજો..."

"રુખશાના હું અને તારી બેન આવતા રવિવારે આવીએ છીયે. સ્વાદિષ્ટ જમવાનું બનાવીને રાખજે..." આબિદ અલીએ રુખશાના અને આયતને વિદાય આપતા કહ્યું.

સુલેમાન, રુખશાના અને આયત કેબમાં બેસીને રવાના થયા. રસ્તામાં અરમાન બાઇક લઇને જતો હતો. એમને આયતના પરિવારને જોઈને બાઇક આગળ ઉભી કરી અને કેબ પાસે આવ્યો.

"કેમ છો માસા... નીકળવું છે...?"

"હા હવે લગ્ન થઇ ગયા નીકળીએ ને..."

"માસી કેમ છો..."

"હા બેટા મજા માં... ધ્યાન રાખજે..."

"ધ્યાન તો મારું બરાબર છે માસી. તમારે કહેવાની જરૂર નહીં પડે..." અરમાન થોડો કટાક્ષમાં આયત સામે જોઈને બોલ્યો.

રુખશાના આ સાંભળી અને અરમાનની નજર જોઈ ને અંદરથી ભડકે બળી રહી. આયત અને એનું પરિવાર જેતપુરથી જૂનાગઢ પોતાના ઘરે પહોંચ્યાં.

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Abstract