Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Inspirational

3  

Irfan Juneja

Inspirational

ઇન્ડિયા પાકિસ્તાન સ્પોર્ટ્સ લવ

ઇન્ડિયા પાકિસ્તાન સ્પોર્ટ્સ લવ

6 mins
14.7K


ક્રિકેટ મારી પ્રિય રમત છે. મેં જ્યારથી ઉભા રેહતા શીખ્યું ત્યારથી જ બેટ પકડતા. ક્યારેક મમ્મી જે નાના બેટનો ઉપયોગ કપડાં ધોવા કરતી એનાથી તો ક્યારેક મારા કાકાના મોટા ક્રિકેટ બેટથી અવાર નવાર મિત્રો સાથે ક્રિકેટ રમી લેતો. મારા કાકા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ હન્ડેડ બેટ્સમેન હતા. મને ખુબ પ્રેરણા એમના તરફથી જ મળેલી. મોટો થતો ગયો એમ વધુને વધુ ક્રિકેટ રમતો ગયો. આ હતી મારા જીવન માં ક્રિકેટની વાત પણ આજે હું આ ક્રિકેટના માધ્યમથી એક વાત રજુ કરી રહ્યો છું. એક સ્પોર્ટ્સ મેન કેવી રીતે પ્રેમ પ્રસારી શકે એ આપ સમક્ષ રજુ કરી રહ્યો છું.

તા. ૭/૨/૨૦૧૮, સમય : સવાર ના ૧૦:૦૦ કલાકે, સ્થળ : સેન્ટ મોટીઝ (સ્વિટ્ઝર્લૅન્ડ)

ઇન્ડિયાના નામચીન ન્યુઝ ચેનલ આજતકના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિક્રાંત ગુપ્તા સેન્ટ મોટીઝની એક હોટેલ એ પહોંચ્યા પોતાનો સમાન મૂકી ફ્રેશ થઇને ઇન્ટરીયું માટે કેમેરામેન રાજીવ સાથે રવાના થયા. કોનફોરન્સ હોલમાં પહોંચતા જ એમની પેહલી નજર સુલતાન ઓફ સ્વિંગ વસીમ અક્રમ પર પડી. વસીમ અક્રમ એમના જમાનાના ખુબ જ નામચીન બોલર હતા. બોલિંગમાં સ્વિંગની કાબિલિયત સૌથી વધુ વસીમ અક્રમ પાસે જ હતી અને વસીમ અક્રમ પાકિસ્તાનના એ સમયના લીડિંગ બોલર હતા. વસીમ અક્રમની નજર પણ વિક્રાંત ગુપ્તા પર પડી. વસીમ અક્રમ પોતાની જગ્યાએથી ઉભા થઇ તરત વિક્રાંત તરફ આવ્યા અને જેમ એક સગા ભાઈને મળે એમ હેતથી વિક્રાંતને ગલે લગાવ્યા. વિક્રાંતએ પણ ખુબ જ પ્રેમથી વસીમભાઈ કહી ને આદર કર્યો.

થોડા સમય નોર્મલ વાતો કરીને બંને કોનફોરન્સ હોલમાં એક સાઈડ બે ચેર પર ગોઠવાયા. અને કેમેરામેન રાજીવએ પોતાનો કેમેરો સેટ કરીને વિક્રાંતને ઇન્ટરવ્યુ ચાલુ કરવા કહ્યું. વિક્રાંત એ શરૂઆત કરી.

"દર્શકો આજે અમારી સાથે ખાસ મહેમાન છે સુલતાન ઓફ સ્વિંગ વસીમ અક્રમ. ઘણા સમય પછી આજે હું વસીમભાઈને મળી રહ્યો છું. તો ચાલો શરૂઆત કરીએ થોડા સવાલો થી.

'વસીમભાઈ કેવું ફીલ કરી રહ્યા છો. સ્વિટ્ઝર્લૅન્ડમાં આઈસ ક્રિકેટ ૨૦૧૮માં આવી ને ?"

"વિક્રાંત પહેલા તો તારો ખુબ ખુબ આભાર કે તે મને પબ્લિક સામે આજે મારી વાત રાખવાનો મોકો આપ્યો. હા સ્વિટ્ઝર્લૅન્ડ હું ઘણીવાર આવું છું ફરવા માટે પણ ક્રિકેટ માટે પહેલીવાર આવ્યો છું. આઈસ ક્રિકેટ ખુબ જ અલગ પ્રકારની ક્રિકેટ છે. કેમ કે બરફ પર રમવું ખુબ મુશ્કેલ હોય છે."

"દર્શકો આપને જણાવી દઉં કે વસીમ અક્રમ અહીં આઈસ ક્રિકેટના મેન્ટોર અને કોમેન્ટેટર તરીકે આવ્યા છે. તો એ આ સિરીઝમાં જોવા મળશે કદાચ આપણને એમની બોલિંગ નો લહાવો મળી જાય. કેમ વસીમ ભાઈ ?"

"અરે વિક્રાંત મારા ભાઈ આ બાવન વર્ષની ઉંમરે બોલિંગ ના સૂઝે. આ જૂનમાં હું બાવનનો થઇ જઈશ.."

"ઓહ વસીમભાઈ તમે બાવન ના લગતા નથી."

"હા ભાઈ આ આજના ક્રિકેટરો સાથે સ્કોડમાં બેસવા બોડી મેન્ટેન રાખવું પડે ને. હું મારા ખાવા પર બહુ ધ્યાન આપું છું એટલે ફિટ છું."

"સારું સારું વસીમભાઈ તો આપણે જાણીએ જ છીયે કે ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ માટે કેટલી આતુરતાથી આપણે રાહ જોઈએ છીયે પણ સંજોગો વસાત એ શક્ય નથી બની રહ્યું. પણ અહીં સેન્ટ મોટીઝમાં યોજાયેલી આ સ્પર્ધામાં ઇન્ડિયા-પાકિસ્તાન જોવા મળી જ ગયું. એક ટીમના કપ્તાન વીરેન્દ્ર સેહવાગ અને બીજી ટીમના શાહિદ ખાન આફ્રિદી (બૂમ-બૂમ), સેહવાગની ટીમમાં થોડા ભારતીય ખેલાડી છે ને શાહિદની ટીમમાં થોડા પાકિસ્તાની એમાં સોયબ અખ્તર પણ છે.. શું કેહવું છે તમારું આ વિશે..."

"હા વિક્રાંત દરેક ફેન ઇન્ડિયા-પાકિસ્તાન ટક્કરની રાહ જોઈને બેઠો હોય છે. અમે પણ રાહ જોઈએ છીયે કે માહોલ જલ્દી સારો થાય અને એક સારી ક્રિકેટ જોવા મળે. લોકો એવું કહે છે કે સરકારને મનાવો. પણ બંને તરફથી સરખી રીતે લોકો બેસીને વાતચીત કરશે તો જ કદાચ આ શક્ય બનશે."

"વસીમ ભાઈ સાચી વાત છે. બસ અમારી પણ એ જ ઈચ્છા છે. અમે તો પાકિસ્તાનને મિસ કરીયે છીયે. તમે ઇન્ડિયાને કરો છો ?"

"હા વિક્રાંત હું પણ ઇન્ડિયાને ખુબ જ મિસ કરું છું. મારા ક્રિકેટના જીવનકાળ દરમિયાન લગભગ ૨૦૦૩-૨૦૦૪ સુધી અમે ઇન્ડિયામાં ઘણું રમ્યા ને ઘણા મિત્રો બનાવ્યા. સચિન, સેહવાગ, દ્રવિડ, ગાંગુલી, લક્ષ્મણ, ઝહિર (જેક). એ પછી મેં ઇન્ડિયન ક્રિકેટમાં ઘણું કામ કર્યું મેં ઘણાને ઇન્ડિયામાં ફાસ્ટ બોલિંગ અને સ્વિંગ શીખવડ્યા છે. જયદેવ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મારા માટે ક્રિકેટ જ મહત્વની છે. હું કોઈ પણ પ્લેયરને એ યુવા બોલર છે એ જ જોવું છું. એ ઇન્ડિયાનો કે પાકિસ્તાનનો એ નહિ. સાથે સાથે મેં દસ વર્ષ સ્ટાર ચેનલ સાથે અને એ પછી આજતક સાથે કામ કર્યું. આઈ.પી.એલ.માં કામ કર્યું કે.કે.આર. માટે. ઇન્ડિયામાં ઘણા મિત્રો છે. દરેક શહેરમાં મારા મિત્રો છે. ક્યારેક કોચિંગ અને શો માટે છ-સાત મહિના ઇન્ડિયા રોકાતા, અલગ અલગ શહેરોમાં ફરતા અલગ અલગ વાનગીઓ જમતા. હું ઇન્ડિયાની ખુશ્બુ મિસ કરું છું.."

"વસીમભાઈ જાણી ને ખુશી થઇ, અમે પણ તમને ખુબ મિસ કરીયે છીયે. તમે મને એક પ્રોમિસ કર્યું હતું કે તમે મને પાકિસ્તાન બોલાવશો અને તમેં ઇન્ડિયા આવશો. તો જલ્દી આવો અમે તમારી રાહ જોઈએ છીયે.."

"હા મને બે વર્ષ થઇ ગયા ત્યાં મારા પોતીકાઓ જેવા લોકો છે. એમનાથી દૂર રહી હું પણ દુઃખ અનુભવું છું. જરૂર કોઈ પ્રોગ્રામ માટે આવીશ.."

"વસીમભાઈ ઇન્ડિયાની ટીમ હવે ખુબ સારું કરી રહી છે. ઇન્ડિયામાં સારા ફાસ્ટ બોલર આવ્યા છે. બુમરાહ, શમી , ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ભુવનેશ્વર કુમાર જે ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર ખુબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે.. શું કેહવું છે તમારું આ વિશે.."

"હા ઇન્ડિયા માટે આ ખુબ જ સારા સંકેત છે. ભારત એ ખુબ ક્રિકેટમાં ઇન્વેસ્ટ કર્યું છે. આઈ.પી.એલ. , ફર્સ્ટ ક્લાસ , બી.સી.સી.આઈ.એ ખુબ મેહનત કરી છે. એટલે ખેલાડીમાં આત્મવિશ્વાસ આવ્યો છે. બધા બોલરો જુના બોલ સાથે પણ ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર રિવેર્સસ્વીન્ગ કરે છે."

"ઇન્ડિયાને ઘણા સારા પ્લેયર મળ્યા. હાલ કોહલી ખુબ જ ફોર્મમાં છે. અમે પાકિસ્તાનના તમારા શો જોઈએ છીએ, વિરાટની તારીફ ખુબ સાંભળવા મળે છે. હાલ તો એ આફ્રિકા સામે ખુબ જ પ્રભાવશાળી સાબિત થઇ રહ્યો છે. સેન્ચુરી પર સેન્ચુરી મારે જાય છે. શું કહો છો તમે કોહલી વિશે.."

"હા કોહલી એક સંપૂર્ણ ક્રિકેટર છે. જેને દરેક જોવાનું પસંદ કરે છે. દુનિયાના હાલના ચાર પાંચ સારા ખેલાડી છે પણ કોહલી ટોપ પર છે. દુનિયાનો બેસ્ટ ક્રિકેટર કહિ શકાય. એની કપ્તાની પણ સારી છે. થીક સમય એ કપ્તાન બન્યો. ટીમ સારી મળી. ખુબ ફિલ્ડિંગ અને બેટિંગમાં એણે સુધાર કર્યો."

"સારું વસીમભાઈ આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ aabh, અમે ઇન્ડિયામાં તમારી રાહ જોઈએ છીયે. બસ જલ્દી આવો તમે. અને અહીં ઠંડી બહુ છે તો હું ઠંડીના કપડાં લઇ લઉ.."

"હા ભાઈ વિક્રાંત લઇ લે, નઈ તો કુલ્ફી થઇ જઈશ.."

"સારું ચાલો તો મિત્રો આ હતા વસીમ અક્રમ, હું વિક્રાંત ગુપ્તા કેમેરા મેન રાજીવ સાથે આજતક.."

આટલું કહી વિક્રાંત એ ઇન્ટરવ્યુ પૂરું કર્યું. અને પછી વસીમ અક્રમને બાય કહી પોતાના રૂમ એ પહોંચ્યો.

મિત્રો આ વાત થ્રુ હું એ સમજાવાની કોશિસ કરું છું કે કોઈ કલાકાર, કોઈ સ્પોર્ટ્સમેન કે કોઈ પણ વ્યક્તિ પ્રેમ ફેલાવાનું જ કામ કરે છે. દરેકની પાસે કંઈક ખાસ હોય છે. લોકોને આપવા. પણ અમુક નકારાત્મક તત્વોને કારણે આનો ભોગ બધા જ બનતા હોય છે. કાશ લોકો વાતોને સમજેને ખોટી અફવાઓ, વિચારોથી દૂર રહે અને દુનિયામાં પ્રેમ ફેલાવે.બસ એજ અસ્તુ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational