Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamta Shah

Inspirational Others

4  

Mamta Shah

Inspirational Others

હું કોણ ?

હું કોણ ?

4 mins
14.3K


આજે સ્કૂલ રિયુનીયન, એટલે અમે બધી સહેલીઓ ભેગી થઈ. એવું થયું કે ચાલો આપણે સેલિબ્રેટ કરીએ. અને એમ પણ કેટલાય સમયથી બધાં ફેસબુકથી મળ્યા હતા, પણ રૂબરૂ નહોતા મળ્યા. એટલે આજે એ બહાને વર્ષો પછી બધાં મળીને મજા કરીશું, અને જુની યાદો તાજા કરીશું.

અમે બધાં જ એકબીજા ને મળવા માટે એટલા ઉત્સુક હતાં, કે આટલા વર્ષો પછી ફરીથી એકબીજા ને મળી રહ્યા છીએ. કોણ કેટલું બદલાઈ ગયું હશે? કોઈક સ્વભાવે તો કોઈક દેખાવે !

એક સરસ મજાના કાફેમાં અમે મળવાનું નક્કી કર્યું. અને બધાં જ એટલા બધા ઉત્સુક હતાં એકબીજા ને મળવા માટે, એટલે બધાં જ સમયથી આવી પણ ગયા. બધાના ચહેરા પર એક અજબ ખુશી હતી, જુના મિત્રોને મળવાની. કેમ ના હોય, એ બહાને ફરીથી એ પળ જીવવા મળે, થોડી વાર માટે પણ ફરીથી પાછા એ જ જૂના મિત્રો સાથે એ જ પહેલા જેવી મસ્તી કરવાં મળે.

એમાં અમે ખાસ ચાર બહેનપણીઓ. હું, સંગીતા, માનુષી અને માનસી. પછી તો, અમારી વાતોની ટ્રેન ચાલુ થાય તો અટકતી હશે ?

મેં માનુષી ને પૂછ્યું, "તું તો ડાંસ ક્લાસ ચલાવતી હતી ને ! કેવાં ચાલે છે તારા ડાંસ ક્લાસ?

એક સેકંડ માટે એક ઉદાસી આવી ગઈ એના ચહેરા પર. અને પછી હસીને એણે વાત વાળી લીધી. (એમ પણ, અમે સ્ત્રીઓ પોતાની લાગણી છુપાવવા મા એક્સપર્ટ હોઈએ છીએ ને!) "અરે યાર, મેં તો લગ્ન પછી થોડા સમયમાં બંધ કરી દીધા. ટાઇમ જ નહોતો મળતો મને." પણ એનું એ એક સેકંડ માટે ઉદાસ થયેલું મોં ઘણું જ કહી જતું હતું. એટલે બાજુમાં બેઠેલી માનસી એનો હાથ પકડીને એને વહાલથી પંપાળે છે, અને પૂછે છે, "શું થયું, તું એવી તો હતી નહિ કે મને ટાઇમ નથી મળતો અને મારાથી સેટ નથી થતું કરીને, તને ગમતું, કે જેના માટે તને આટલી પેશન હતી, એ તું મુકી દે." એટલે પછી એનાથી ના રહેવાયુ, એની આંખોના ખૂણા છલકાઈ ગયાં. અને ધીમે રહીને બોલી, "એ મારા પતિને નહોતું ગમતું." મેં કીધું "એવું કેમ, એમાં ના ગમવા જેવુ શું હતું ?" તો કહે, "એમને નહોતું જ ગમતું. શરૂઆત માં મેં એમને સમજાવવા બહુ પ્રયત્ન કર્યાં. પણ એ ના જ માન્યા. પછી મને પણ થયુ કે, રોજ - રોજ ખટપટ કરવાં કરતાં મૂકી જ દઉં'.

આમ માનુષી એ એનું સપનું છોડી દીધૂ. અમને બધાને એની વાત સાંભળીને ખૂબ દુખ થયું. એક માણસના ગમા અણગમાનું વિચારીને પોતાનું સપનું મૂકી દેવાનું ? શું કામ ? કારણ, એ એક સ્ત્રી છે ! સ્ત્રી છે તો શું થયું, એની પોતાની અલગ ઓળખ, એના પોતાના કોઈ સપનાં જ ના હોય ? અમને બધાને બહુ જ આઘાત લાગ્યો એની વાત સાંભળીને. પણ સંગીતા તો રડવા જ લાગી હતી. અને એ પણ બોલી, "યાર, મારી સાથે પણ આવું જ થયું. એ એટલું તો સરસ ગાતી હતી, અને એટલો સૂરીલો એનો અવાજ હતો, અમારા તો કોઇ પણ પ્રોગ્રામ હોય, કોલેજ નું યૂથ ફેસ્ટિવલ હોય કે કોઈ ગેટ ટુ ગેધર, સંગીતા ના ગીત વગર પૂરું જ ના થાય. પણ કહે કે મારા સાસુ ને નહોતું ગમતું, હું બહાર ગાવા જવું એ. એ કહે કે તું પ્રોગ્રામ કરે ને રાત્રે મોડી આવે, એ બધું કેવી રીતે ચાલે ? કહે ઘરનું ધ્યાન કોણ રાખે, રસોઇનું ધ્યાન કોણ રાખે, મેં કીધું હું બધું મેનેજ કરી લઈશ, બધું જ કરીને જઇશ. પણ એ ના જ માન્યા. મેં મારા પતિ ને પણ કીધું, તો એ કહે રહેવા દે ને મમ્મી ના પાડે છે તો."

બોલો આ તે કેવું, એક સ્ત્રી જ એક સ્ત્રીને ના સમજી શકે ? શું કામ એણે પણ એનું સપનું છોડવું પડયું !

હવે, આજે લાઇફનો એ સ્ટેજ છે, જ્યારે બધું જ સેટ છે, પતિ, બાળકો, સાસુ - સસરા, પણ ત્યારે એવું થાય છે કે આમાં મારું શું ? હું ક્યાં છું ? હું કોણ છું ? હું બસ માત્ર એક પત્ની, માતા કે પુત્રવધૂ જ છું ? હું પણ ઘણું બધું કરી શકતી હતી, પણ ત્યારે મેં મારા પરિવારને અગ્રતા આપી. હવે આજે હું શું છું ? હું કોણ છું ?

અને આવું એક નહીં ઘણી બધી સ્ત્રીઓ સાથે થતું હોય છે. કદાચ કોઈક પોતાનું ગમતું કામ છોડીને, કોઈક કારણ સર નોકરીમા લાગ્યું હશે ! તો કોઈકે પોતાનું ગમતું કામ પોતાના પરિવાર માટે છોડ્યું હશે.

આજે કોઇક એક કામ કરવાથી જો એ ખુશ રહી શકતી હોય, તો કેમ એણે એ કામ ના કરવું જોઇએ ? એના પતિને નથી ગમતું એટલા માટે કે એનાં સાસુને નથી ગમતું એટલા માટે ? કેમ એ પોતે એક માણસ નથી ? કેમ એણે સપનાં ના જોયા હોય ?

પોતાના માટે, પોતાને આનંદ મળે એવું કામ તો પોતાનામાં કરેલું ઈન્વેસ્ટમેન્ટ કહેવાય. એ તો કરવું જ જોઇએ ને ? આ એક સવાલ મનમાં લઈને અમે બધાં છૂટા પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational