Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

દીવાદાંડી

દીવાદાંડી

2 mins
7.1K


નાનપણમાં વાંચેલી  અકબર અને બિરબલની વાત યાદ કરાવે એ દીવાદાંડી. આજે જીવનમાં નાવ કિનારે લાંગરવાની તૈયારીમાં છે ત્યારે એ દીવાદાંડી નજરથી ઓઝલ જણાય છે. વર્ષોના વહાણાં વાઈ ગયા. નીના, નિતીનનો સાથ છોડી ચાલી નીકળી.

દિશા ભૂલેલો નિતીન જ્યાં ગોથા ખાતો હોય ત્યાં દીવાદાંડીનું સપનું પણ અસંભવ.

સાગરનાં પ્રચંડ મોજાં નિહાળી રહ્યો હતો. તેનાથી ઘણો દૂર હતો છતાં પાણીની વાંછટની છાંટ તેને ભીંજાવતી તે ગમ્યું. નિતીને ફિલૉસોફીમાં પી.એચ.ડી. કર્યું હતું, પણ એ જ્યારે જીવનમાં ઉતારવાનું આવે છે ત્યારે તે ખાલી દીસે છે. મનને મનાવતો, જીવનનું સત્ય જાણતો છતાં કેમ ખાલીપણું સતાવતું.

કિનારે ઊભો હતો ને અચાનક તેની નજરે પડી ‘દીવાદાંડી’. એકલી અટૂલી, વિશાળ સમુદ્રની વચમાં છતાંય પોતાનું કર્તવ્ય નિભાવતી. નિતીને ડોકું ધુણાવ્યું ખબર નહી શું વિચાર ચાલતા હતા અને મુખ પર સ્મિતની લહેરખી પ્રસરી ગઈ.

નીનાની ગેરહાજરીમાં નિતીન, નાવિક વગરની નૈયા જેવો થઈ ગયો હતો. બે બાળકો અને ચાર પૌત્ર તથા પૌત્રીઓથી સંસાર હર્યો ભર્યો હતો. એકલતા તેને સતાવતી. આધેડ વય વટાવી ચૂક્યો હોવાથી લગ્નનો વિચાર સુધ્ધાં ન આવતો. પણ આજે દીવાદાંડી એને કાનમાં કશું કહી ગઈ? તેથી તો તે મલકાયો.

તેને થયું શામાટે હું ગુમરાહ છું? બાળકો તેમના પરિવારમાં સુખી છે. હા, તેના જીવનમાં નીનાની ગેરેહાજરી જરૂર હ્તી પણ તે ‘બિચારો’ ન હતો. સ્વાસ્થ્ય સારું હતું, નોકરી મનપસંદ હતી, આવક જાવક કરતાં સારી હતી. તો પછી શું ખૂટતું હતું?

સાથી વિનાનું જીવન અરે આવાગમન તો જિંદગીનું સૌંદર્ય છે. સંસાર તો નિરંતર ચાલ્યા કરે છે. જે છે તેનો સદઉપયોગ કર  અન્યના જીવનમાં ઉજાસ ફેલાવ. તારા સ્થાન ઉપરથી વિચલિત ન થા. 

નીના કહી રહી છે. દીવાદાંડીની જેમ દિશા સૂચવી રહી છે. નિતીન તારું સ્વાસ્થ્ય ખૂબ સરસ છે. શામાટે, જીવન હર્યુભર્યું નથી જીવતો. બાળકો પાસે તારા માટે સમય નથી. હા, તેઓ તને દિલોજાનથી ચાહે છે. બસ, તારો અને મારો આટલો જ સાથ હતો.

હવે તારી બાકીની જિંદગીમાં ખુશ રહે. મારી યાદો તો સદાય તારી સંગે છે. આપણે જીવ્યા પ્યારથી, વિયોગ થયો કુદરતની કૃપાથી...


Rate this content
Log in