Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others Children Abstract

3  

Vijay Shah

Others Children Abstract

હેઈટ લેટર

હેઈટ લેટર

6 mins
7.5K


અક્ષય ઉદાસ બેઠો હતો. વિક્રમે એને આવીને જે વાત કરી તેનાથી તે પગથી માથા સુધી હચમચી ગયો હતો. નિશા એની બાળપણની સખી. મુગ્ધાવસ્થામાં પ્રેયસી અને યૌવન કાળની સ્વપ્ન રાણી. એને ચાહતી હતી – વોટ નોન્સેન્સ !

“હું પણ એજ કહું છું વિક્રમ શી ઈઝ પ્રિટેન્ડિંગ.”

મેં પણ એને એજ કહ્યું. “યુ આર પ્રિટેન્ડિંગ ! તું ઢોંગ કરે છે.”

“એ ચીબાવલી ! ઓહ સોરી ! એ કહે વ્હાય શૂડ આઈ પ્રિટેન્ડ? મારે ઢોગ કરવાની શી જરુર?  તોબા ! તોબા ! ગળા સુધી હા હોય તો પણ… મારે તો કશું નથી – સ્ટુપીડ નહીં તો ?”

અક્ષય –  તું તારી વાત જવા દે પણ મેં નીશાના ઢગલાબંધ પ્રસંગો જોયા છે જે દીવા જેવું ચોખ્ખું કહી શકે કે એને તારે માટે શું છે અને શું નહીં ?

પણ વિક્રમ તે શરુઆત કઈ રીતે કરી એતો કહે, ફરીથી…  હા હજી મારું મન માનતું નથી – વિક્રમ મારી સામે જોતો હતો કદાચ દિલોસોજી કે આશ્ર્વાસન કે એનાં જેવું કંઈક એની અંખમાં ભરીને.

યુ સી ! આ વખતે યુનીવર્સીટીમાં અમારે જબરી ઉથલ પાથલ કરવાની હતી. તું તો ટાઈફોઈડમાં પડેલો તે વખતે વેરી સડન્લી આઈ મેટ હર ઓન ધ બસ સ્ટેન્ડ. હેય ! શી નોઝ, આઈ અમ વેરી વેલ ફ્રેન્ડ ઓફ યોર્સ ! એ મારી સામે હસી હું પણ હસ્યો. ક્વાઈટ નોરમલ ! આખી દુનિયાનાં ગપ્પા સ્ટેન્ડ પર માર્યા – અધુરામાં પુરી એક બસ પણ્ જતી રહી. ધેન વેરી સડન્લી આઈ રીમેમ્બર યોર વર્ડ્સ યાર... એ વાડાની બહાર નીકળવાનો પ્રયત્ન સુધ્ધા નથી કરતી… એટલે કે – એસ યુ સેઈડ યોર લવ ઈઝ લિમિટેડ અપ ટૂ... વાદા પ્રોમિસિસ, વેલ. વાતો મને વાતોમાં મેં એને પૂછ્યું.

નીશા ? તને ખોટુ ન લાગે તો એક વાત પૂછું ? એ કહે, હા ! વળી સારા નસીબે સ્ટેન્ડ પર પણ કોઈ હતું જ નહીં તેથી મારી હિંમત વધી પડી. ડાયરેક્ટ એટેક કર્યો. નીશા ! ઈઝ યોર લવ લિમિટેડ અપ ટૂ... વાદા, પ્રોમિસિસ, વેલ. – પહેલા તો એ બાધારામને કશી સમજ જ ન પડી તેથી મેં ફરીથી પૂછ્યું.

તો કશો જ જવાબ ન મળ્યો. ખાલી મલકી તેથી થોડી મારી હિંમત વધી “અક્ષયને ટાઈફોઈડ થયો તે તો ખબર છે ને… હા.. તું જવાની છે ખબર લેવા…?”

“ના ઘરે આવશે પછી જઈશ.”

“હં.”

“યુ શુડ ગો. હિ વીલ બી રીયલી પ્લીઝ્ડ. યુ સી… એની જગ્યાએ હું હોઉ ને તો હું પણ એવુંજ ઈચ્છું – ફરી પાછું એજ સ્માઈલ.

મેં આગળ ચલાવ્યું – વેલ ! વ્હોટ આઈ ફિલ કે તમારે બે જણે એકાદ વખત બહુ શાંતિથી મળવું જોઈએ… એન્ડ નાઉ થિંગ્સ શૂડ બી સેટલ્ડ ઈન બિટ્વિન યુ ટૂ. બિક્ઝ યુ સી હિ ઈઝ અલ્સો ટાયર્ડ બાય રિઝાઈનિંગ ગર્લ્સ અફ કોર્સ ! ધ પ્રેસર ઓફ મેરેઝ હેઝ બીન ટૂ મચ !” એટલે એને કંઈક ટયુબ લાઈટ થઈ

“પણ મને એવું કંઈ ફીલ નથી થતું ને ?”

“એટલે ?” હું ચોક્યો.

“એટલે ! કે મને એવુ કંઈ નથી”

“હું કંઇ બહુ સમજ્યો નહીં ?” એના મોઢા પર કંઈ ભાવ બદલાતા હતા ? મેં પુછ્યું વેલ અફ કોર્સ અચાનક જ તેનાં મોઢા પર દસ વર્ષ મોટી થઈ ગઈ હોય તેવી ગંભીરતા આવી ગઈ – એટલે મેં ટોણો માર્યો – એમાં સિરિયસ શું થઈ જાય છે ? ટેઈક ઈટ ઈઝી ! એન્ડ બી ફ્રેન્ક ઈનફ. તો એકદમ તકલાદી જુંઠું હાસ્ય ફુટી નીકળ્યું.

“ના પણ ખરેખર મને એવું કંઈ જ નથી જસ્ટ ફ્રેન્ડ્લી.”

“આર યુ સ્યોર યુ વેર ડિલિંગ વિથ હિમ ક્વાઈટ ફ્રેન્ડ્લી ?” 

એણે સીધ્ધી આંખમાં આંખ પરોવીને કહ્યું, “અફ કોર્સ.”

“વેલ ! ધેન મેટર ઈઝ સિરિયસ ! હિ ઈઝ વિક્ટમ ઓફ મિસઅંડરસ્ટેન્ડિંગ.” 

“ઈઝ ઈટ ?”

“હાસ્તો વળી ?”

“શું હાસ્તો વળી ? આર યુ પ્રિટેન્ડિંગ ? આઈ થિંક. પણ તારે ઢોંગ કરવાની જરુર શી ?”

“બટ, વ્હાય શૂડ આઈ પ્રિટેન્ડ? મારે ઢોંગ કરવાની જરુર શી…? અને મારી આગળ હજી ત્રણ બહેન અને એકભાઈ બેઠા છે. એટલે નેચરલી એવી ઉતાવળ ન હોય… જો કે અક્ષયને પણ બે બહેનો બાકી જ છે ને.”

“વેલ ડોન્ટ ટેઈક ઇટ ઈલ... પણ… મેં તારા ભૂતકાળને ઢંઢોળી એવો પ્રસંગ શોધવા પ્રયત્ન કર્યો જેમાં…  જયારે તમે સૌથી પહેલા યુનીવર્સીટી પર મળ્યા અને ત્યારથી પાછા આવતી વખતે તે પુછ્યું કે આ વાતો એક બાજુની તો નથી ને ? અને અક્ષયે કહ્યું હતું કે ના. એન્ડ ધેન મારી કંપની ખરેખર ગમે છે ને ? અક્ષયે કહ્યું હતું હા.

“તો એણે શું કહ્યું વિક્રમ?”

“જો જુઠ્ઠાઓની દુનીયા.she said. મને કશી ખબરજ નથી. રિયલી આઈ વોઝ ટૂ એંગ્રી… આફટર ઓલ યાર ! હુ તો થર્ડ પાર્ટિ ગણાઉ બટ આઈ અમ રીયલી ટેલિંગ ધેટ ટૂ ટ્રસ્ટ વૂમન ઇઝ નેક્શ્ટ ટૂ ટ્રસ્ટ ધ લાયર. પછી મેં વાત વાળી લીધી કે “જો અક્ષય મિસઅંડર સ્ટેન્ડિંગનો શીકાર હોય તો આપણે એટલે કે મારે અને નીશાએ તેને સમજાવવો જોઈએ.”

“શું સમજાવે ધૂળ ! હું એકદમ ગરમ થઈ ગયો.” “જો વિકી ! તેં ખૂબ સારુ કર્યું આ ગુંચવણનો નીવડો લાવી દીધો ચાલ દોસ્ત ! હું ઉપડું – સાડા પાંચ વાગી ગયા.”

“ભલે.” કહીને વિકી ગયો.

હંમણાં જ મારી તબીયત સહેજ સહેજ રીકવર થઈ હતી. ટાઈફોઈડને લીધે ખવાતું કશુ જ ન હોતું ત્યાં પાછી વિક્રમે આ ધમાલ કરી નાખી જો કે આ બધી વાત તો વીસેક દિવસ પહેલાથી હતી. પરંતુ મને આજે ખબર પડી. અચાનક જ જીવ બળવા માંડ્યો. નીશા રે નીશા ગાંડી ! આ તમે શું સૂઝ્યું ? – શું એને ખરેખર મારે માટે કશું જ નહીં હોય ? નાના એવું તો ન બને. મારા દરેક સારા માઠા પ્રસંગે તે મારી સાથે હતી. એ એવું કેમ વિચારી જ શકે ? મંદિરમાં દરરોજ ભગવાનની પુજાના બહાને અડધો પોણો કલાક આંખ મીચામણા – ભગવાનને ચઢાવેલુ ફુલ મારી તરફ ધરવું – મારી નજર સમક્ષ પ્રસંગોની હારમાળા શરુ થઈ ગઈ. એક પણ પ્રસંગ એવો ન હોંતો કે જેમાં એનો સહેજ પણ ખચકાટ દેખાયો હોય. એક ઉનો ઉનો નિસાસો મોંમાંથી નીકળી ગયો.

“અક્ષય… શું આમ માથે હાથ દઈને બેઠો છે… બેટા… હજી તારી મમ્મી જીવતી છે… મરી નથી ગઈ. મમ્મીએ. એમના લાક્ષણીક અવાજમાં મને તંદ્રામાંથી જગાડ્યો. જો મમ્મી ફરી બોલીશને તો તને તારી વહુના સમ…” મમ્મીનો હું નાનો અને લાડક્વાયો તેથી… ક્યારેક આવા લાડ હું કરતો.. અને મમ્મી ખીજવાઇને કહેતી. “વહુની વાતો હમ ના કર દીકરા હજી તો ભણવાનું ઘણું બાકી છે…”

હું રાતના સાડા દસ સુધી ખુબ કાર્યરત રહ્યો કે રહેવા પ્રયત્ન કર્યો જેથી નીશાનું ભુત સવાર ન થઈ જાય. પણ સાડા દસે બધા સુઈ ગયા. અને ફરી પાછુ પેલું ડરામણું એકાંત અને વિચારોની ધારા… અચાનક મનમાં ઝબકારો થયો. નીશાડી… મને એક તરફી ઠરાવવા માગે છે.. પરંતુ એ બચ્ચુને ખબર નથી. હું અક્ષય છું. હું કંઈક કરીશ. જરુર કરીશ. પણ શું કરીશ…? અને એ પ્રશ્ર્નાર્થ ચિન્હની પાછળ ફરી પાછા વિચારોની સળંગ હારમાળા. જાણે કીડીયારુ ઉભરાયું.

બે ત્રણ દિવસ અને એટલી જ રાતો આવું કીડીયારું ઉભરાયા કર્યું. અંતે પેલા છંછાડાયેલા સ્વમાને બળવો કર્યો અને નીશાની આ વાતને ખોટી પાડવા મેં કાગળ લખવાનો શરુ કર્યો.

નીશા !

વિક્રમ ડ્રામાં આર્ટીસ્ટ છે તેની તને ખબર છે… વળી મજાકીયો પણ ખૂબ જ. એના મનમાં અચાનક તુક્કો આવ્યો અને તારી સાથે તે વાત જોડી બેઠો કે મને તારા માટે કુણી લાગણી છે પ્રેમ છે. જો જે ભૂલમાં રહેતી મને કદી તારા માટે પ્રેમ ન હોતો, નથી અને નહીં હોય. હા, આપણે આગળ પાછળ રહીયે તેથી ઓણખાણ હોય, તેનો મતલબ એમ તો હરગીઝ નહીં કે હું તને ચાહું છું. તેથી કોઈપણ જાતની ગેરસમજણ ઊભી કરીશ નહીં.

વિક્રમની રમુજી અને નાટકીય વર્તણુંકથી ખોટું લાગ્યું હોય તો તેના વતી રોમેંટીક લાગ્યો હોઉ તો. મારે દિલગીરી સાથે કહેવું પડશે કે એતો મારો સ્વભાવ છે. હું દરેક કોલેજની છોકરીઓ સાથે વાતચીતમાં રોમેંટીક હોઉં જ છું જેથી એવી કોઈ ખોટી માન્યતા ઊભી ન કરીશ. વિક્રમને આવો ડ્રામા કરવા મેં કદી કહેલ નથી.

અક્ષય.

જિંદગીનો પહેલો પત્ર નીશા પર… મારી પ્રિયતમા પર અને તે પણ હેઈટ લેટર. હ્દયની અંદર કશુંક ડંખ્યા કરે છે. હેઈટ લેટર… હેઈટ લેટર… કેવી કમનશીબી, આ નિશા માટે તો કેટકેટલા સ્વપ્નો ગુથ્યાં હતાં. કેટકેટલા પ્રેમ પત્રો લખવાના કોડ સેવ્યાં હતાં. અને એને લખવો પડે છે. હેઈટ લેટર સૌથી પહેલાં… કોઈક અજંપાના ભાવો મનમાં ઉભરાવા માંડ્યા ફરીથી પેલું કીડીયારું ઉભરાવા માંડ્યું. એક પછી એક કીડી હાર બંધ કોઈક દાણો કોઈક વસ્તું. કંઈક ને કંઈક લઈને બહાર નીકળવા માંડી.


Rate this content
Log in