Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pramod Mevada

Inspirational Classics

3  

Pramod Mevada

Inspirational Classics

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૮

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૮

3 mins
14.4K


સાંજ પડી અને નિશાંત આવ્યો કામ પરથી. તૃપ્તિનાં હૈયે જે ફડક હતી એવું કંઇ જ ન બન્યું. ઊલટું નિશાંત આજ થોડોક હળવા મુડમાં દેખાતો હતો. ઘરે આવતાં જ એ તૃપ્તિની ફેવરિટ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો. તૃપ્તિને નવાઈ સાથે ખુશી પણ થઈ કે બહુ દિવસો પછી આજે નિશાંત આજ કૈંક લઈ આવ્યો હતો. તૃપ્તિએ ધડકતા હૈયે જમવાનું પીરસ્યું નિશાંતને. તૃપ્તિ રાહ જોઈ રહી કે નિશાંત હમણાં કૈક કહેશે... પણ એવું કંઈ જ ન બન્યું. જમીને શાંતિથી આઈસ્ક્રીમ ખાતાં ખાતાં નિશાંતએ વધામણી આપી તૃપ્તિને. "જન્મદિવસની ખૂબ જ શુભેચ્છાઓ વ્હાલી. ચાલ ફટાફટ કામ આટોપી લે આજે લોન્ગડ્રાઈવ પર જઈએ ફક્ત તું ને હું." તૃપ્તિને મનમાં થયું. "ઓ મા! આ માણસ એટલું બધું યાદ રાખી શકે છે. મને પણ યાદ નથી કે છેલ્લે મેં મારો જન્મદિવસ ક્યારે ઉજવ્યો હતો." ફટાફટ કામ આટોપી તૃપ્તિ અને નિશાંત ફરવા નીકળ્યા પણ ચાલતાં ચાલતાં.

તૃપ્તિ વિચારતી હતી મનમાં કે નિશાંત તો લોન્ગડ્રાઈવનું કહેતો હતો તો ચાલતા કેમ લઇ જાય છે? હજુ તો આશ્ચર્યની શરૂઆત થઈ હતી તૃપ્તિ માટે. ચાર પાંચ ડગલાં માંડ ચાલ્યા હશે બન્ને જણાં અને ત્યાં એક નવીનક્કોર કાર પડી હતી. અચાનક એનું લોક ખુલવાનો અવાજ આવ્યો અને તૃપ્તિ સહેજ ચમકીને નિશાંતનો હાથ પકડી ઊભી રહી ગઈ. નિશાંતએ કહ્યું, "વ્હાલા હોમમિનિસ્ટર, મારી અર્ધાંગિની, જેના વગર કદાચ સાચે જ હું અધૂરો છું . તારા જન્મદિવસની આ મારા તરફથી તને નાનકડી ભેટ."

તૃપ્તિ અને નિશાંત લોન્ગડ્રાઈવ પર જઇ આવ્યાં. ઘરે ગાડી લઈને આવ્યાં એટલે આસ્થા અને હર્ષ પણ દોડતાં બહાર આવી ગયાં. ગાડી જોઈ ખુશ ખુશ થઈ ગયાં. તૃપ્તિએ આસ્થાને ગાડી પર કંકુથી ચાંદલા કરાવ્યા અને પાસપડોસમાં સહુને ગળ્યું મોં કરાવ્યું.

બીજે દિવસ તૃપ્તિએ રુખસારને કહેલ સમય મુજબ એના આપેલ સરનામે જવા નીકળી.

તૃપ્તિ પહોંચી રુખસારે લખાવેલ એડ્રેસ પર. નાનકડો ઝાંપો ખોલી તે અંદર ગઈ. ત્યાં સામે જ એક કાઉન્ટર પર એક જાજરમાન મહિલા બેઠાં હતાં. સફેદ સાડીમાં વ્હાલ ભર્યા સ્મિત સાથે તે તૃપ્તિ સામે જોઈ રહ્યા. તૃપ્તિએ કહ્યું, "મારે રુખસાર જીને મળવું છે." એ મહિલાએ કહ્યું, "હાં જી, બોલીએ. મેં હી રુખસાર હું. આપ શાયદ તૃપ્તિભાભી હેં ના?" તૃપ્તિએ કહ્યું, "હાં."

રુખસારજીએ કહ્યું, "મેં સુબહ સે આપકી રાહ દેખ રહીથી. પહેલે તો આપ તસરીફ રખીયે. પાની પીજીયે." એમણે બેલ મારી એક બહેનને બોલાવ્યાં અને પાણી મંગાવ્યું. પાણી પીધા પછી તૃપ્તિએ રુખસાર સામે જોયું એટલે એમણે કહ્યું, "કહો ભાભીજાન આપકો ક્યા જાનના હે?" તૃપ્તિએ ગઈ કાલ સવારે આવેલ ફોન વિશે પૂછ્યું, "કલ સુબહ ફોન પે ઇસ તરહ બાત કારણે કઈ વજહ ક્યાં હે? અગર આપ નિશાંત કો ભાઈ કહેતી હે તો કલ ફોન પર જાન કયું કહાં આપને?"

રુખસારે બે પળ વહી જવા દીધી અસમનજસમાં કે ક્યાંથી શરૂઆત કરું. આખરે એ કૈક દ્રઢ નિર્ણય પર આવી તૃપ્તિને કહ્યું, "આપ આઈએ મેરે સાથ." તૃપ્તિ અને રુખસાર બન્ને જણાં ઇમારતની અંદર એક રૂમનાં બારણાં પાસે આવી અટક્યા. રુખસારે કહ્યું, "લો ભાભીજાન આપકે સબ સવાલો કા જવાબ ઇસ કમરેમે હૈ. આપ ખુદ હી દેખ લો."

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational