Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others Romance

2  

Pravina Avinash

Others Romance

કબાડખાનું

કબાડખાનું

4 mins
7.3K


જીવનમાં કદી જોયું નથી. ખૂબ જુના મિત્રને ત્યાં ગઈ. પૈસે ટકે સુખી છે. તેના ઘરમાં પ્રવેશતાની સાથે ‘કબાડખાના' શબ્દ દિમાગમાં ઘુમી વળ્યો. દરેક માનવીને અલગ અલગ શોખ હોય છે. કુદરતની કરામત આગળ ત્યાં તો માનવ હાર ખાઈ જાય છે. વૈવિધ્યતાથી ભરપૂર, એકથી એક અલગ દિમાગ. જો કે અમેરિકામાં વર્ષોથી રહેતી હોવાથી આ ખાસ નવું ન લાગ્યું. અંહીના લોકોને 'એન્ટિક'નો શોખ હોય છે. ‘એન્ટિક’ અંગ્રેજીમાં અને શુદ્ધ ગુજરાતીમાં ‘કબાડી’. બન્નેનો અર્થ એક છે.

મિત્ર મારો જૂનો. આજે અચાનક મુલાકાત થઈ ગઈ. આગ્રહ કરીને તેને ઘરે લઈ ગયો. આજથી ૫૦ વર્ષ પૂર્વે ગુજરાતીએ પારસી સાથે લગ્ન કર્યા હતા. પ્રેમ સાચો હતો. દસ વર્ષ નીકળી ગયા કુટુંબને સમજાવતા. અંતે સાચા પ્રેમનો વિજય થયો. પારસી દીકરી એકની એક હોવાથી ધર્મ ન બદલ્યો. દીકરીઓ ગુજરાતી ગણાય. આ બધી મામુલી વાતો છે. તેમનું પ્રેમ પ્રકરણ સાંભળવામાં રાત ક્યાં પસાર થઈ ગઈ. સવારે કુકડો બોલ્યો ત્યારે  ખબર પડી. કબાડીની દુકાનમાંથી ખરીદેલી પેલી વર્ષો જૂની લોલકવાળી ઘડિયાળ ડંકા પાડતી રહી. વાતોમાં સંભળાવા જોઈએને ?

‘અરે યાર આ શોખ તને કેવી રીતે લાગ્યો?' 'દરેક વસ્તુનું કારણ હોવું જરૂરી છે?'

'મારા હિસાબે, હા. કૉલેજ અને શાળાના દિવસો યાદ કરતાં એ બન્ને વચ્ચે ગડ બેસતી નથી. ક્યાં ટિનોપૉલ સફેદ તારા ઈસ્ત્રી ટાઈટ કપડાં. માથામાં કાયમ પટિયા પાડતો હોય. આજે આ પ્રકારનું તારું ઘર. તારી બૈરીને કેવી રીતે મનાવી?'

'એ તો કળા છે. અમારા પ્રેમ લગ્ન હતાં.'

‘મને ગમે તે તેને ગમે અને તેને ગમે તે મને.’

'છતાં પણ કાંઈક રહસ્ય છે.'

‘તું પીછો નહી છોડે!'

'સાંભળ મારો એક વેપારી ચીનથી આવ્યો હતો. તેનો સામાન મારા ગોડાઉનમાં રાખ્યો. બનવાકાળ તેને હાર્ટએટેક આવ્યો. મેં તેની સારવાર કરી. બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કરી સારા ડૉક્ટરને બતાવ્યું. પરદેશમાં તે આપણા ભારતના પૈસા ક્યાંથી લાવે. તેને મારી મહેમાનગતી ગમી. બૉમ્બે હૉસ્પિટલમાં તેણે છેલ્લા શ્વાસ લીધાં. ચીનથી કોઈ સગા વહાલા આવ્યા નહીં. તેની પત્નીએ છેલ્લી ક્રિયા ત્યાં કરી બધો સામાન રાખી લેવા કહ્યું. તેનો માલ ઘણો હતો. મારી પત્નીને ગમતો મેં રાખ્યો, બાકીનો કબાડખાનામાં જઈ ફુંકી માર્યો. ત્યાં એક ચાઈનિઝે મને સારા પૈસા આપ્યા. તે માલની કિમત જાણતો હતો. મારી સાથે મિત્રતા થઈ ગઈ. બસ તે ઘડીથી કોઈ સારો માલ આવે તો મને બોલાવે. મને રસ જાગ્યો. જુની પણ કિંમતી વસ્તુઓ પાણીના ભાવે મળતી. શરૂમાં તો રોશન ગુસ્સે થતી. જ્યારે તેની બહેનપણીઓ વખાણતી ત્યારે ખુશ થતી. આમ કરતાં ક્યારે ઘર ઉભરાઈ ગયું તેનો ખ્યાલ ન રહ્યો. જે પલંગ પર આપણે બેઠા છીએ તે એક જમાનામાં રાજાના મહેલમાં હતો. આ ડ્રેસિંગ ટેબલ તેની જ રાણીનું છે. જે રોશનને ખૂબ ગમે છે. આ થાળી વાજુ આજે તેના બે લાખ આપવા લોકો તૈયાર છે. કારણ તે ચાલુ છે. મારી પાસે જુની જૂની રેકર્ડ પણ છે.'

મને ખુબ રસ પડ્યો. આ દંપતીની જીંદગી ચીલાચાલુ લોકો કરતાં ભિન્ન જણાઈ. તેમની રોજીંદી જીંદગી પણ ખૂબ રસમય હતી. બેમાંથી એકને પણ આઠથી પાંચની જિંદગી પસંદ ન હતી. પોતાનો ધંધો હતો. સવારના બાળકોને સ્કૂલે મોકલ્યા પછી તેઓ આખા દિવસનો પ્લાન કરતાં. ભલે ઘરમાં કબાડીખાનું ભેગું કર્યું હતું. દીકરીઓ ખૂબ સુંદર અને હોશિયાર હતી. એકને ડૉક્ટર થવું હતું. બીજીને ફેશન ડિઝાઈનર. નાનીની પ્રતિભા એવી હતી કે વાત કરવા બેસે તો પોતાનો કક્કો ખરો કરીને છલ છોડે. જેણે ફેશન ડિઝાઈનરની દુનિયામાં નામ કાઢ્યું હતું. તેની દૃષ્ટી બાજ જેવી હતી. બજારમાં શું ચાલશે, ઉપડશે અને લોકો હોંશે હોંશે અપનાવશે તે કળી શકતી. કેમ્પ્સ કૉર્નર અને લિંકિંગ રૉડ પર એમ બે શૉરૂમ ખોલીને બેઠી હતી. મોટી કેન્સર સ્પેશ્યાલિસ્ટ થઈ અમેરિકા એમ.ડી એન્ડરસનમાં આવી હતી.

કબડીખાનું ઘર બનાવ્યું હતું. દીકરીઓ હીરા જેવી હતી. ‘બધો યશ તેમની મમ્મીને જાય છે.’ કહી મિત્રએ તેની બૈરી સામે જોઈ આંખ મારી. ૬૦ની ઉપરના બન્ને હતાં પણ બૈરી નવોઢાની માફક શરમાઈ ગઈ. તે જોતાં મને લાગ્યું, ‘ભલે ૬૦ના થયા, દિલ હજુ જુવાન છે.’ મારી નજરે એ તો જીવનનું રહસ્ય છે. કબાડીખાનાનો ઈતિહાસ રગીન હતો. મારા મિત્રની છટા એવી કે ભલભલાને ગળે ‘એન્ટિક’ કહી માલ વળગાડે. તેની નજર સામાન તરાશવામાં પાવરધી થઈ ગઈ હતી. અભ્યાસ પણ કરતો. ઘણીવાર ચોરબજારમાં પણ આંટો મારતો. તેને જરાય સંકોચ ન થતો.

ઘણે વખતે મળ્યા હતાં. વાતો ખૂટતી ન હતી. રોશન પણ ભાગ લેતી કારણ અમે તો કૉલેજકાળથી સાથે હતાં. હું એક નજરે રોશનને જોઈ રહ્યો. હજુ પણ તેનું લાવણ્ય છલકતું મુખડું જોઈને દિવસ સુધરી જાય તેવી લાગતી હતી. હા, મારો મિત્ર ૧૪૫ રત્તલમાંથી લગભગ ૨૦૦ રત્તલ પર પહોંચ્યો હતો. દારુ પીવો તેને ગમતો પણ માત્ર ઘરમાં. રોશન સાથ આપે તો. રોશન થોડું વાઈન લેતી. ઘરમાં હતી એ બધી જ વસ્તુઓ જોયા કરવાનું મન થાય, તાંબાના ઘડા અને ગુણિયા ગામડામાંથી પણ અદ્રશ્ય થઈ ગયા છે તે અહી દરવાજાની બન્ને બાજુ ચોકી કરતાં હતાં. દળવાની ઘંટી અને પાણી ગરમ કરવાનો બંબો. ૨૧મી સદીના અમેરિકાના બાળકોને બતાવવા જેવું ઘર હતું.

કાચનું કબાટ અને તેમાંની જાતજાતની ઢિંગલીઓ, હિંચકા, ઘોડિયુ, પારણું વિ. શું લખુંને શું ન લખું? ખડિયોને કલમ, મુનીમજીની નામું લખવાની ચોકી. દીકરીઓના રૂમના ડ્રેસિંગ ટેબલ અને ભણવાની ડેસ્ક જોઈની કોઈ રાજની કુંવરી યાદ આવી જાય. પલંગ પરની મચ્છરદાની બસ જોયા જ કરીએ.

મને એમના ઘરની વસ્તુઓ જોવાની મઝા આવતી હતી. રોશન વારેવારે મારા મુખ પરના પલટાતા ભાવો નિરખતી હતી. સવારે નહાવા ગયો ત્યારે તાંબાકુંડીમાં ગરમ પાણી. બસ મઝા આવી ગઈ. નાસ્તામાં રોશને ગરમ બદામનું દૂધ અને મસાલાની પુરી ખવડાવ્યા.

બસ હવે ઘણું થયું. આટલો બધો પ્રેમ અને નવીનતા હું કાયમ ન રોકાઈ જાઉ, કહી દરવાજા ભણી ઉપડ્યો.


Rate this content
Log in